Pyaar ni Chot, Bandh Hoth - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારની ચોટ, બંધ હોઠ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પ્યારની ચોટ, બંધ હોઠ - 1

પ્યારની ચોટ, બંધ હોઠ

("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ)

મારી શું ભૂલ હતી યાર, મેં તો બસ એને પ્યાર જ તો કર્યો હતો. હા, બરાબર છે કે પ્યાર જબરદસ્તીથી તો ના જ થાય પણ, હર્ષદે જે કર્યું એ કઈ ઠીક નહોતું. એટ લીસ્ટ મને કહેવું તો હતું. પણ હવે જે થાય એ હું ક્યારેય પ્યારનાં ચક્કરમાં પડવાની જ નહિ. આઇ જસ્ટ હેટ લવ! હું એની સામે પણ નહિ જાઉં! એનું નામ પણ નહિ લઉં. બરબાદ છે કે એ બીજા વ્યક્તિને પ્યાર કરે છે પણ તો કહી દેવું જોઈએ ને, તો હું જાતે જ વચ્ચે ના આવતી ને?! આમ મને બેસહારા છોડવી કેટલું સાચું હતું?!

મને તો લાગે છે કે હું જ બહુ વધારે વિચારી રહી છું. હું હેષદને બરાબર ઓળખું છું. આજે અથવા તો કાલે એ મારી માફી માંગવા જરૂર આવશે જ! આવવુ જ પડશે. એ મને આમ સાવ છોડી તો નહિ જ દે! ભલે એ મને પ્યાર ના પણ કરે, તો પણ દોસ્ત તરીકે તો એ મને બહુ જ માને છે. અને એક દોસ્તને પણ તો એ દુઃખી નહિ જોઈ શકતો ને! મગજ વિચારે ચઢ્યું હતું અને કઈ જ ઠીક નહોતું લાગતું કે ફોનમાં રીંગ વાગી. નામ વાંચીને દિલમાં એક ખુશીની લહેર આવી ગઈ.

"હર્ષદ!" હું બહું જ ખુશ થઈ ગઈ.

"સોરી, મારી ભૂલ થઈ ગઈ, એક કામ કર ને ઘરે આવ ને તું! તને બધું જ શાંતિથી કહું છું!" હર્ષદે કહ્યું તો મને પણ દિલને શાંતિ થઈ ગઈ.

🔵🔵🔵🔵🔵

"સોરી, પણ ભૂલ હર્ષદની નહોતી. મેં જ લેટ કર્યું એને કહેવામાં, સોરી!" પારૂલ મને આવીને ભેટી જ પડી. ભેટી જ પડેને આખરે મારાં લીધે જ તો બંને સાથે હતાં. ખબર નહિ પણ કેમ, આ લોકોની ખુશીમાં મને પણ ખુશ થઈ જવા દિલ કરતું હતું. મેં પણ એક સ્માઈલ આપી દીધી.

"તું બહુ જ લકી છું કે તને હર્ષદ મળ્યો. એનું ખાસ ધ્યાન રાખજે." મેં પારુલને સલાહ આપી.

"હા, રાખવું જ પડશે ને! હું પણ એને બહુ જ માનું છું, અત્યારે આ મારી બીજી લાઇફ છે કે જે મને હર્ષદે અને નેહાએ આપી છે. હું તો જીવવા માટે પણ તૈયાર નહોતી. પણ હાલ અત્યારે જે છું, આ બંનેનાં મહેનતને લીધે જ!" પારૂલ બોલી.

"થોડું પણ લો ફીલ થતું તો બનેં નો જીવ અધ્ધર થઈ જતો. અને સોરી, હું તમારા બંનેની વચ્ચે નહિ આવી, પણ હર્ષદ જ મને બહુ પ્યાર કરે છે, મારી ખુશીનું બહુ જ ધ્યાન રાખે છે એ અને હું પણ એને બહુ જ પ્યાર કરવા લાગી છું." પારૂલે કબૂલ્યું.

"હા, પણ બેસ્ટ વસ્તુ કર્યું કે આ બધું મને કહી દીધું. બાકી હું તો એમ જ માની બેસતી ને કે તમે બંનેએ મારું અપમાન કર્યું અને હું હર્ષદને જીંદગીભર ખોટો જ માનતી રહેતી!" મેં કહ્યું.

"જો પ્રિયા, પારુલને પણ કોઈએ આવી જ રીતે ધોકામાં રાખીને બીજે લગ્ન પણ કરી લીધું. જો એને પહેલાં જ કહીં દીધું હોત તો એ આજે આટલી પરેશાન ના થાત ને! વધુમાં મારા લીધે કોઈને થોડું પણ દુઃખ થાય એ મને જરા પણ નહીં પસંદ!" હર્ષદ બોલ્યો.

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "હા, ભલે જુદા થઈને છીએ, પણ બધું જ ક્લીઅર કરીને, સંબંધને તોડીને નહિ, પણ હસતાં મોઢે!" પારૂલ કહી રહી હતી.

"અને પ્રિયા, સાચું કહું ને તો હું તો તારો અહેસાન માનીશ કે તારા લીધે જ મને મારી જાન મળી. એવું જરૂરી નહિ કે આપને જેને પ્યાર કરીએ એ પણ આપણને પ્યાર કરે, પ્યાર માટે બંને ની મંજુરી જરૂરી છે.." હર્ષદે કહ્યું.