Sandhya - 60 - Last Part in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 60 - (અંતિમભાગ)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 60 - (અંતિમભાગ)

સંધ્યા હવે ખુબ ઉંચાઈએ પહોંચી ગઈ હતી. એની ફેશન ડિઝાઈનિંગની અને સેલ્ફ ડેવલોપમેન્ટની બ્રાન્ચ ગુજરાતમાં દરેક મોટા શહેરમાં ખુલી ગઈ હતી. દરેક બ્રાન્ચમાં એની નક્કી કરેલા શેડ્યુલ મુજબ જ સ્ટડી અને એક્ઝામ લેવાતી હતી. આમ એ કાર્યની સાથે હવે સંધ્યાના બુટિક 'શગુન' નામથી ગુજરાતમાં જ નહીં પણ ભારતના બધા જ મોટા સિટીમાં પોતાનું અલગ આગવું સ્થાન પામી ચુક્યા હતા. સંધ્યાનો માર્કેટિંગ સ્કેલ પણ એટલો મોટો હતો કે એ બધી જ ડિઝાઇન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ બનાવતી હતી છતાં એ આજના આધુનિક લોકોને પસંદ પડતી જ હતી. સંધ્યા હવે ફક્ત પોતાના જ નામથી આખા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઓળખીતી થઈ ગઈ હતી.

સંધ્યાના ટચમાં હવે ઘણા મોટા બિઝનેસમેન, ફિલ્મસ્ટારો, રાજકારણીઓ આવવા લાગ્યા હતા. તેઓ પોતાના પ્રસંગો અને તહેવારમાં, તેમજ પાર્ટીના અને લગ્નના તમામ ઓર્ડર સંધ્યાને જ આપતા હતા. સંધ્યા બધાને એપોઇમેન્ટ દ્વારા જ મળતી હતી. એની નામના સેલિબ્રિટીથી ઓછી નહોતી જ. એ પોતાના લક્ઝુરિયસ બંગલે જ જે તે મોટી હસ્તીઓને મળતી હતી. એ પોતે ક્યારે કોઈને એમને ત્યાં જઈને ઓર્ડર લેતી નહોતી. એના ઘર આંગણેથી જ એણે પોતાનું નામ દેશ વિદેશમાં ગુંજાવ્યું હતું. સંધ્યાનો રોજનો પ્રોફિટ હજારોથી લાખો રૂપિયા સુધીનો રહેતો હતો.

સંધ્યા એના નામ મુજબ જ ખરેખર જીવનની સંધ્યાએ ખુબ ખીલી હતી. એણે પોતાનું ટોપ ડિઝાઈનરમાં નામ ખુબ કસોટીઓ માંથી પસાર થઈને મેળવ્યું હતું. સંધ્યાએ આટલી બધી નામનાં મળી હોવા છતાં એના પરિવારના સાસરા અને પિયરના સદ્દશ્યોને એમ જ મળતી જેમ પહેલા મળતી હતી. સંધ્યા હજુ પણ પોતાના ગ્રુપમાં એમ જ રહેતી જેમ એ પહેલા રહેતી હતી. એનો સ્વભાવમાં પણ વિવેક અને લાગણીશીલતાની છાંટ એવી જ હતી.

અભિમન્યુ હવે બારમા ધોરણમાં હતો. એણે કોમર્સ રાખેલું હતું. કેરિયરનું આ વર્ષ હોય એ પણ ખુબ તનતોડ મહેનત કરતો હતો. ભણવાનું તો એના મમ્મીની સૂચનાઓ મુજબ પ્રથમ સ્થાને જ રાખવાનું હતું. આથી અભિમન્યુએ બારમા ધોરણમાં ખુબ સરસ રિઝલ્ટ લાવવાનું જ હતું. કેરિયરનું વર્ષ હોય એ ફૂટબોલની ટ્રેનિંગને રોજ ટાઈમ આપી શકતો નહોતો. એ રવિવારની રજામાં પ્રેકટીસ કરી લેતો હતો. એનું મન પોતાના મમ્મીની ઇચ્છામાં પણ હતું જ કે તું જલ્દીથી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા જજે! હવે તો એ ઘણા વર્ષોથી ફૂટબોલ ટુર્નામેન્ટ રમતો હોય, એને એક પોતાનું લેવલ બનાવી જ લીધું હતું. અસંખ્ય ટુર્નામેન્ટ એણે રમી લીધી હતી. ઘરમાં ટ્રોફી, મેડલ શીલ્ડનું એક આખું વર્ડરોબ બનાવેલ હતું. અભિમન્યુની નજર હવે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં હતી. એ પોતાનું સિલેકશન એમાં થાય એ ધ્યાનમાં રાખીને બેઠો હતો.

અભિમન્યુ જાણતો હતો કે, બારમા ધોરણની પરીક્ષા આપીશ કે, તરત વર્લ્ડકપ ટુર્નામેંટનું સિલેકશન આવશે. અને જો આ આખું વર્ષ પ્રેક્ટીસમાં ગેપ પાડે તો જે રમવાની ગ્રીપ હોય એ ઓછી થઈ જ જાય! અભિમન્યુ પણ એના મમ્મીની જેમ જ ખુબ જ પ્લાનિંગથી ચાલતો હતો.

અભિમન્યુએ સુનીલમામાને મળ્યો ત્યારે કહ્યું, "મામા તમે તમારો પાસપોર્ટ રેડી કરી રાખો. હું મારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તમને મારી સાથે રાખવા ઈચ્છું છું. હું એના સિલેકશનમાં પાસ થઈ જ જઈશ!"

"હા, બેટા હું અવશ્ય તારી સાથે આવીશ! હું મારી જોબમાં પણ રજાનુ સેટ કરી લઈશ! તું બિલકુલ ચિંતા ન કરીશ!"

સાક્ષી તરત જ બોલી, "અમે અહીં તું જીતીને આવશે એટલે તને વેલકમ કરશું." એની સાથે દિવ્યા પણ બોલી, "હું પણ હો.."

"હા, ચોક્કસ હું જીતીને જ આવીશ. પણ એ પહેલા મારે મારા બારમા ધોરણને સારા રિઝલ્ટ સાથે પાસ કરવાનું છે."

પંક્તિ દૂર ઉભી અભિમન્યુના નિખાલસ પ્રેમને જોઈ રહી હતી. સગીબહેન જેટલો જ સ્નેહ અભિમન્યુને સાક્ષી અને દિવ્યા માટે હતો. આજે એને એ વાતની ખાતરી થઈ ગઈ કે, કદાચ હું કે સુનીલ ન હોઈએ તો એની દીકરીઓને ક્યારેય કોઈ બાબતે અભિમન્યુ ઓછું નહીં જ આવવા દે!

અભિમન્યુ બોલ્યો, "ચાલો! હું ઘરે જાઉં, મમ્મી એની ક્લાસમાંથી ઘરે પહોંચી ગઈ હશે!

સંધ્યાએ ઘરે હજુ પગ જ મુક્યો ત્યારે એજ સમયે અભિમન્યું પણ આવી ગયો હતો. અભિમન્યુને જોઈને તરત સંધ્યાએ એક ખુશી સમાચાર આપ્યા કે, આવતીકાલે ફેશન વર્લ્ડ મેગેઝીન મારુ ઈન્ટરવ્યૂ લેવાનું છે. એ મેગેઝીને મારી સાથે એક વર્ષનો કોન્ટ્રાકટ લીધો કે, મારે એમને માટે જ આખું વર્ષ ડિઝાઇન આપવાની રહેશે! આ દરમિયાન મારે કોઈ બીજા માટે ડિઝાઈન કરવાની નહીં. અને આ કોન્ટ્રાક્ટની એમાઉન્ટ પાંચ કરોડની નક્કી કરી છે. બેટા! એગ્રીમેન્ટ હજુ સાઈન કર્યા નથી. તું સહેજ નજર કરીને ચેક કર કોઈ ભૂલ નથી ને?

અરે વાહ! તમે તો ખુબ જ સરસ વાત કરી. મારી મમ્મી રોકસ્ટાર એમ કહીને અભિમન્યુએ ખુશીમાં મમ્મીને તેડી ને ગોળ ગોળ ફુદરડી ફેરવવા લાગ્યો હતો. સંધ્યા બોલી, "અરે! દીકરા! તું પડીશ! બેટા! મને ચક્કર આવે. અભીભીભી.."

"એ પડ્યા!" એમ કહી મમ્મીને નીચે ઉતારીને સોફા પર બેસાડ્યા હતા. અને પોતે ખુબ જ હસી રહ્યો હતો. બંને ખુબ ખુશ હતા. સંધ્યાએ પંકજભાઈ અને ચંદ્રકાન્તભાઈને આ કોન્ટ્રાક્ટની વાત કરી અને ખુશી સમાચાર આપ્યા હતા અને ઘરમાં પણ બધાને સમાચાર આપવાનું કહ્યું હતું. બંને ખુબ ખુશ થઈ ગયા હતા. આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

સંધ્યાના મનમાં રહેલ સૂરજનો અંશ પણ આજ ખુબ જ ખુશ હોય એવો અહેસાસ સંધ્યાને થતો હતો. સુરજે ધીરા સ્વરે સંધ્યાના કાનમાં 'અભિનંદન' એમ કહી સંધ્યાના ગાલ પર એક હળવુ ચુંબન કર્યુ એ અહેસાસથી સંધ્યા રોમાંચીત થઈ શરમાઈ ગઈ હતી.

સંધ્યા ખીલી ને સર્વત્ર સોનેરી ભાત છવાઈ,
વાદળ પાછળ સૂરજની સુંદર ઝલક દેખાઈ,
મન ચડ્યું હિલ્લોળે..
દોસ્ત! સુરજ ની પ્રત્યક્ષ સંધ્યા આજ શરમાઈ.

સંધ્યા પોતાનું ઇન્ટરવ્યૂ આપવા બેઠી ત્યારે સૂરજને યાદ કરીને એણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ આખું ઇન્ટરવ્યૂ ન્યુઝ ચેનલ પર લાઈવ આવવાનું હતું. સંધ્યા ખુબ સરસ રીતે ઇન્ટરવ્યુના દરેક પ્રશ્નના જવાબ આપતી હતી. આટલું સરસ સંધ્યાનું પ્રેરણાત્મક જીવન દરેક સ્ત્રીને ઉદાહરણ રૂપ બને એવું હતું. ઇન્ટરવ્યૂ પત્યા બાદ સંધ્યાનો ફોટો લેવામાં આવ્યો હતો. એ ફોટાને ઇન્ટરવ્યૂ જે ન્યુઝપેપર અને મેગેઝીનમાં છાપવાના હતા એમાં મુકવાના હતા. સંધ્યાનો આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની ગયો હતો.

અભિમન્યુની બારમા ધોરણની ફાઈનલ પરીક્ષા આવી ગઈ હતી. એની અથાગ મહેનત અને વડીલોના આશીર્વાદથી એ સ્કૂલમાં જ નહીં પણ સ્ટેટમાં પ્રથમ આવ્યો હતો. સંધ્યા એટલી બધી ખુશ હતી કે, એ ખુશીની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. સંધ્યાને ભૂતકાળની એ વાત યાદ આવી, અભિમન્યુનું એડમિશન લેવામાં સિંગલ પેરેન્ટ તરીકે ફી સ્ટ્રક્ચરને તમે પહોંચી શકશો કે નહીં એ વાત પર દરેક સારી સ્કૂલે એડમિશન આપ્યું નહોતું. આ વિચારીને સંધ્યાને આજ હસું આવી ગયું હતું.

અભિમન્યુએ હવે વલ્ડ કપ સિલેકશન માટેની જબરજસ્ત ટ્રેર્નીંગ શરૂ કરી દીધી હતી. એ પોતાની કાબેલિયતથી એમાં સિલેક્ટ પણ થઈ ગયો હતો. ટુર્નામેન્ટ આ વખતે દુબઈ જ રમાવાની હતી. અભિમન્યુને જીતેશ ટ્રેનિંગ આપતો હતો. ટુર્નામેન્ટ માટે એક મહિનો દુબઇ જવાનું હોવાથી અભિમન્યુએ પોતાના મામાને રજાનું સેટ કરવા માટે ઈન્ફોર્મ કરી દીધું હતું.

અભિમન્યુ એ દુબઈની ટુર્નામેન્ટમાં જતા પહેલા બધાજ વડીલોના આશીર્વાદ અને બંન્ને બહેનો પ્રેમ લઈને એ એના સ્વપ્નને પૂરું કરવા નીકળ્યો હતો. સુનીલમામા એની સાથે જ જવાના હોવાથી સંધ્યાને અભિમન્યુની બિલકુલ ચિંતા નહોતી. ખુબ બધી આશાઓ સાથે એ બંને દુબઇ જવા નીકળી પડ્યા હતા.

દુબઇ પહોંચીને બીજા દેશની જગ્યાએ રમવાનું હોય અભિમન્યુને ખુબ કુતુહલ હતું. અભિમન્યુની વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો પહેલો મેચ ચાર દિવસ પછી હતો. જીતેશની સુચનાએ એ ખુબ સારી રીતે સમજીને અનુસરતો હતો. પહેલી મેચ અભિમન્યુની ટિમ જીતીને સેમિફાઈનલમાં આવી ગઈ હતી. ઇન્ડિયા સામે સેમિફાઇનલમાં ફ્રાન્સની ટિમ હતી. બંને ટીમનું પર્ફોમન્સ ખુબ જ સરસ હતું. કઈ ટીમ સેમી ફાઈનલ જીતશે એના પર આખા દેશની નજર હતી. સેમિફાઇનલમાં ઇન્ડિયાની ટિમ જીતી ગઈ હતી. અભિમન્યુના લાસ્ટ ગોલથી ટીમને જીત મળી હતી. અભિમન્યુનો ચહેરો સુરજ જેવો જ હોય આખા દેશને સૂરજની યાદ આવી ગઈ હતી. સેમિફાઇનલ ની જીત પછી જે જાણતા નહોતા એ પણ જાણી ગયા હતા કે, અભિમન્યુએ સુપર ફૂટબોલ પ્લેયર સૂરજનો જ દીકરો છે. બધી જ ચેનલોમાં આ જ ન્યુઝ હાઈલાઈટ્સમાં આવતા હતા કે, જુનિયર સૂરજ ઇઝ બેક.

અભિમન્યુ હવે એના સ્વપ્નથી ફક્ત નેવું મિનિટ જ દૂર હતો. એને અંદરથી ખાતરી હતી જ કે એ આ ટુર્નામેન્ટ જીતીને જ ઇન્ડિયા જશે! ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ઇજિપ્ત સાથે હતી. ઇજિપ્તના અમુક પ્લેયર પણ ખુબ જ સરસ રમતા હતા. એકદમ રસાકસી વારી ફાઈનલ મેચ ચાલુ થઈ ગઈ હતી. ઓડિયન્સ ખુબ જ ઉત્સાહમાં હતી. પ્લેયરોને ઉત્સાહિત કરવા માટે એમના નામની ગુંજ આખા ગ્રાઉન્ડમાં ગુંજતી હતી. પહેલો ગોલ અભિમન્યુથી જ થયો હતો. ઇન્ડિયાની ટિમ ખુબ જોરદાર પરફોર્મ કરી રહી હતી. સામેની ટીમે એકસાથે બે ગોલ કરી લીધા હતા બંને ટિમ ખુબ સરસ રમતી હતી. ઇન્ડિયાની ટીમ બે ગોલ કરે તો જીત શક્ય હતી. એકદમ માહોલ ગરમ થઈ ચૂક્યું હતું. એમાં ઇન્ડિયાની ટીમનો ગોલ થઈ ચુક્યો હતો. છેલ્લી પાંચ જ મિનિટ બાકી હતી. અભિમન્યુ એ એના પપ્પાને મનોમન યાદ કર્યા હતા, એ પોતાની સુઝબુઝથી દડાને સરકાવવામાં સફળ રહ્યો હતો. છેલ્લી પાંચ જ સેકન્ડ બાકી હતી અને અભિમન્યુએ જોરદાર તાકાતથી એવી કિક મારી કે, એ ગોલ થતા જ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ચુકી હતી. અભિમન્યુની બધી જ સ્ટાઈલ એના પપ્પા જેવી હોય સૂરજની યાદ બધાને તાજી થઈ ગઈ હતી.

અભિમન્યુ હવે સેલીબ્રીટી બની ગયો હતો. એની મેચ પતી કે તરત એનો ઇન્ટરવ્યૂ લેવાયો હતો. આખો ઇન્ટરવ્યૂ લાઈવ ટીવી પર આવી રહ્યો હતો. અભિમન્યુનો આખો પરિવાર એ જોઈ રહ્યો હતો. અભિમન્યુ ખુબ સરસ રીતે બધા જ પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. અભિમન્યુએ પોતાની સફળતાનો શ્રેય એના મમ્મીને આપ્યો હતો.

સંધ્યાએ અભિમન્યુની આવવાની ખુશીમાં ઘરને ખુબ સરસ રીતે શણગાર્યું હતું. સંધ્યાએ પોતાના હાથે કેક પણ બનાવી રાખી હતી. આખો પરિવાર અભિમન્યુના સ્વાગતમાટે આવી પહોંચ્યો હતો. અનેક ટ્રોફી અને ઇનામ તથા શિલ્ડ સજજ અભિમન્યુને જોઈને આજ સંધ્યાને અભિમન્યુમાં સૂરજનો પડછાયો નજર આવ્યો હતો.

સૂરજે આવીને ફરી કર્યું છે અજવાળું
ખૂલ્યું છે સંધ્યાના જીવનનું એક તાળું!
અભિમન્યુએ ભેદ્યા છે કંઈક ચક્રવ્યૂહો,
બન્યો છે આખો પરિવાર હવે માયાળું!
"દોસ્ત" બની સહુ કેવાં વસ્યા દિલમાં!
કહે સંધ્યા સૂરજને કણ કણમાં ભાળું!

અભિમન્યુ જીત્યો હતો પણ આજ સંધ્યાને ખરા અર્થમાં જીત મળી હતી. જીવનના અનેક સંઘર્ષને પાર કરી સંધ્યા એના જીવનની સંધ્યાએ સપ્તરંગી રંગમાં ખીલી ઉઠી હતી.

- સમાપ્ત
પ્રથમ ભાગથી અંતિમભાગ સુધી મારી ધારાવાહિક માટે આપ સર્વ વાંચકમિત્રોએ જે સમય ફાળવીને મને પ્રોત્સાહન આપ્યું એ બદલ દરેક વાંચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું એક નવી વાર્તા સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏

- ફાલ્ગુની દોસ્ત