No Girls Allowed - 28 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 28

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 28



આદિત્યે મનાલીની આસપાસનો રસ્તો પહેલા જ જોઈ રાખ્યો હતો એટલે એમને જવામાં કોઈ તકલીફ ન પડી.
" અનન્યા જરૂર વશિષ્ટ ગામ તરફ જ ગઈ હશે...." મનમાં એડ્રેસ નક્કી કરીને આદિત્યે એ તરફ જ ગાડી વાળી લીધી. થોડાક સમયમાં આદિત્ય વશિષ્ટ ગામે પહોંચી ગયો. તેણે આસપાસ નજર કરવાની ચાલુ જ રાખી છતાં પણ અનન્યાનો કોઈ પતો ન મળ્યો. અનન્યાને ચાલુ ગાડીમાં જ શોધતા શોધતા આદીત્યથી એક ગાડીને ટક્કર લાગી ગઈ. ગાડીમાંથી એ જ અંકલ બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા. " હવે કઈ ફિરંગી એ મારી ગાડીને ટક્કર મારી? કોણ છે? આવ બહાર આજ તો તારી ખેર નથી...." અંકલ તો લાકડી લઈને આદિત્યની ગાડી તરફ ગયા. આદિત્ય ગાડીમાંથી બહાર આવીને અંકલના લાકડીના હમલાથી બચતા બચતા બોલવા લાગ્યો. " સોરી અંકલ..આઈ એમ સોરી..."

" અરે અરે, પિતાજી...આ શું કરો છો?" એ યુવક ફરી આવ્યો અને પિતાજી પાસેથી લાકડી લઈ લીધી. " પપ્પા તમે જાઓ ત્યાં ટેબલ પર બેસો..હું વાત કરી લવ છું..."

ચશ્માને ઠીક કરતા અંકલે જતી વખતે હાથથી એક ઢિકો આદિત્યને મારતા ગયા. પિતાજીના જતા જ એ યુવક બોલ્યો. " આઈ એમ સોરી... બ્રધર..."

" નો નો માય મીસ્ટેક....મારું જ ધ્યાન આગળ નહોતું..."

" તમે કોઈને શોધી રહ્યા હતા?"

" હા, મારી એક ફ્રેન્ડ કાર લઈને આ તરફ જ ગઈ છે...બસ એને જ શોધવાનો પ્રયત્ન કરું છું..."

યુવકે વિચાર કર્યો. " આ ક્યાંક એ છોકરી વિશે જ તો વાત નથી કરી રહ્યો ને? પણ એ તો સોલો ટ્રીપ કરવા નીકળી હતી.." યુવક મુજવણ અનુભવી રહ્યો હતો. ત્યાં જ આદિત્યે ફોનમાં રહેલી અનન્યાની તસ્વીર એ યુવકને દેખાડી.

" અરે હા, આ તો એ જ છે!"

" તમે આને ઓળખો છો?"

" અરે ના, તમે આવ્યા એની પહેલા આ છોકરી એ જ મારી ગાડીને ટક્કર મારી હતી..."

" તો કઈ ખબર છે એ ક્યાં ગઈ છે?"

" હા એ આ વશિષ્ટ ગામ તરફ જ જવાની હતી...મને લાગે છે એ જરૂર મંદિર તરફ ગઈ હશે.."

આદિત્યે એ યુવકનો હાથ મિલાવીને આભાર વ્યક્ત કર્યો અને ઝડપથી ગાડીમાં બેસીને નીકળી ગયો.

" કમાલ છે બંને સાથે હોવા છતાં પણ સોલો ટ્રીપ કરે છે..." યુવક ત્યાં જ ઊભો વિચારતો રહ્યો.

આદિત્યની ગાડી એ મંદિર નજીક ઊભી રહી. વશિષ્ટ મંદિર પાઈન વૃક્ષો, નદી તથા બરફથી ઢંકાયેલા પર્વતોની ચારે બાજુ તાજગી આપતી પ્રકૃતિથી ઘેરાયેલું હતું. ત્યાં પહોંચતા જ આદિત્યે મંદિરમાં જઈને હાથ જોડીને પ્રાર્થના કરી. આસપાસ વહેતા ગરમ પાણીના ઝરણાં અને પંછીઓના અવાજથી મન એકદમ શાંત અવસ્થામાં પરિવર્તન થઈ ગયું. ત્યાં જ આદિત્યના કાને અનન્યાનો અવાજ સંભળાયો. આદિત્યે તુરંત એ તરફ નજર કરીને જોયું તો અનન્યા કેટલાક બાળકો સાથે રમત રમી રહી હતી. હસતી ખેલતી કૂદતી અનન્યા જાણે બાળકો સાથે બાળક જ બની ગઈ હતી. આદિત્ય બે ઘડી મગ્ન થઈને જોઈ જ રહ્યો. ત્યાં અચાનક પાસે ઉભેલા વ્યક્તિનો ધક્કો લાગતા આદિત્ય ભાનમાં આવ્યો અને અનન્યા તરફ ચાલતો થયો. અનન્યા વચ્ચમાં ઊભી વાર્તા કહી રહી હતી જ્યારે એની ફરતે બાળકો બેસી એમને એકાગ્ર થઈને સાંભળી રહ્યા હતા. આદિત્ય પણ ચૂપચાપ એક સાઈડમાં ઊભો રહીને અનન્યાની વાર્તાને માણી રહ્યો હતો.

વાર્તા પૂર્ણ થતાં બધા બાળકો તાળીઓ પાડીને અનન્યાનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. ત્યાં જ એક બાળકની નજર પાસે ઉભેલા આદિત્ય તરફ ગઈ અને બાળકે સવાલ કરતા કહ્યું. " અંકલ તમે કોણ છો?" આ સવાલની સાથે જ અનન્યા અને આદિત્યની નજર એક થઈ ગઈ. આદિત્યે એ બાળકના માથા ઉપર હાથ ફેરવ્યો અને અનન્યા પાસે જઈને બોલ્યો. " અનન્યા..." અનન્યા એ આદિત્યના હોઠ ઉપર આંગળી રાખી દીધી અને સીધી આદિત્યને ભેટી પડી. અચાનક અનન્યાના આ વર્તાવથી આદિત્યના આખા શરીરમાં જાણે ધ્રુજારી છૂટી ગઈ. ન સમજાય એવી આ પરિસ્થિતિમાં આદિત્યને માત્ર હળવું મહેસૂસ થઇ રહ્યું હતું. જાણે વર્ષો સુધી મનમાં દબાયેલો બોજો ઉતરી ગયો હતો. બંને થોડાક સમય બાદ છૂટા પડ્યા અને શરમાતા શરમાતા થોડેક દૂર ઉભા રહી ગયા.

" અનન્યા આ બાળકો કોણ છે?" આદિત્યે સવાલ કરતા કહ્યું.

" અનાથ આશ્રમમાંથી આવેલા છે, માતા પિતા એ જેમને છોડી મૂક્યા એ બાળકોને આરતીબેન અને કર્તવ્યભાઈ એ પોતાની પાસે બોલાવી લીધા. વર્ષોથી બાળકોની સેવા કરતા કરતાં તેમણે આખુ જીવન આ બાળકો માટે વ્યતીત કરી દીધું... આશ્રમ તો અમદાવાદમાં આવેલું છે, એ તો બસ આ બાળકોને મનાલીમાં ફરવા માટે લાવ્યા છે..."

બાળકોની આંખોમાં રહેલું એકલતાપણું જોઈને આદિત્યની આંખો ભીની થઈ ગઈ. જેમની પાસે પરિવાર છે એમને કદર નથી. એવી ભાવના એમના મન જવલિત થઈ ઉઠી. આદિત્યે મનમાં જ પોતાના મા બાપનો આભાર વ્યક્ત કર્યો.

" અંકલ અંકલ...તમે પણ આ દીદી સાથે અમને મળવા આવશો ને? બાળકના અવાજમાં જે આગ્રહ હતો એ જોઈને આદિત્ય એમને ભેટી જ પડ્યો. ભીની થયેલી આંખો આખરે છલકાઈ ગઈ. અનન્યા પણ દૂર ઊભી પોતાનાં આંસુઓને છુપાવતી રહી.

" પ્રોમિસ, હું અને દીદી તમને મળવા અવશ્ય આવીશું..."

" થેન્ક્યુ અંકલ.." બધા બાળકો એકસાથે બોલી ઉઠ્યા. ત્યાર બાદ બધા બાળકોએ મઝાક મસ્તી કરતા કરતા નાસ્તો કર્યો અને ફરી ખેલકૂદમાં લાગી ગયા. ખેલકૂદ દરમિયાન એક બાળકે અનન્યા અને આદિત્યને ડાન્સ કરવા માટેની અપીલ કરી.

" ડાન્સ! અહીંયા... ના ના...મને ડાન્સ નથી આવડતો.."

" અંકલ પ્લીઝ....પ્લીઝ અંકલ..." એક પછી એક બાળકો જિદ કરવા લાગ્યા અને અંતે આદિત્યને એમની ફરમાઈશ માનવી જ પડી. બાળકો ફરી ગોળ કુંડાળું કરીને બેસી ગયા અને અનન્યા, આદિત્ય વચ્ચમાં ઊભી ડાન્સ કરવા રેડી થયા. ત્યાં જ બાળકે એક રોમાંટિક સોંગ પ્લે કર્યું.

" અરે પણ આ સોંગ ઉપર ડાન્સ કઈ રીતે કરવો?" મનમાં વિચાર કરતો આદિત્ય ઊભો રહી ગયો. આદિત્યને આમ ઉભા રહેતા જોઈને બાળકો અંકલ અંકલની બુમો પાડવા લાગ્યા. ત્યાં જ અનન્યા આદિત્યની નજદીક ગઈ અને આદિત્યના હાથને મજબૂતાઇથી પકડી લીધો. અનન્યા આદિત્ય સાથે કપલ ડાન્સ કરવા લાગી. આદિત્ય પાસે અનન્યા સાથે કપલ ડાન્સ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તે પણ અનન્યાને સાથ આપતો ડાન્સ કરવા લાગ્યો. બાળકો પણ ધીમે ધીમે એમની સાથે જોડાઈ ગયા. નાચતા નાચતા બધા એકસાથે ભળી ગયા. અનન્યા અને આદિત્યનો ડાન્સ અનાયાસે ચાલું જ રહ્યો. આદિત્યનો હાથ અનન્યાના કમર પર સરકતો જતો હતો જ્યારે અનન્યા આદિત્યની નજીક વધુને વધુ જઈ રહી હતી. સોંગ પૂર્ણ થતાં આદિત્ય અને અનન્યા બધા બાળકોને મળ્યા.

" થેન્ક્યુ સો મચ અનન્યા મેમ એન્ડ આદિત્ય સર...તમારા થકી બાળકો આજે એટલા ખુશ દેખાઈ રહ્યા છે..." કર્તવ્યભાઈ એ આભાર વ્યક્ત કરતા કહ્યું.

આદિત્યે પચીસ હજાર રૂપિયા કર્તવ્ય ભાઈના હાથમાં ધર્યા અને કહ્યું. " આ મારા તરફથી આ બાળકો માટે ભેટ.....એમના શોખ તો હું પૂરા નહિ કરી શકું પરંતુ જરૂરત તો હું અવશ્ય પૂરી કરી શકુ છું ને..."

કર્તવ્ય ભાઈ એ શરૂઆતમાં આનાકાની જરૂર કરી પણ અંતે આદિત્યના કહેવાથી ભેટ સ્વીકાર કરી લીધી.

આદિત્ય અને અનન્યાનો આ કપલ ડાન્સ શું નવી મુશ્કેલી ઉભી કરે છે? શું અનન્યા અને આદિત્ય વચ્ચે માત્ર મિત્રતા જ રહેશે કે પ્રેમમાં પરિવર્તિત પણ થશે? જાણવા માટે વાંચતા રહો. નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ