Gumraah - 67 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 67

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 67

ગતાંકથી...

"ઘણી સારી વ્યવસ્થા છે." ઇન્સ્પેક્ટરે કહ્યું: હવે ચાલો, હું તમને આશ્ચર્યચકિત કરુ, તમે જોઈને જ એટલા ખુશ થઈ જશો કે વાત જ ન પૂછો...!"

ઇન્સ્પેક્ટર શાલીનીને પોલીસ સ્ટેશનની એક કાળકોટડીમાં લઈ ગયો. જ્યાં વચ્ચોવચ્ચ માથાથી પગ સુધી એક જણને ચાદર ઓઢાડીને સુવડાવેલો હતો.

હવે આગળ.....

તેના મોં પરથી ચાદર હટાવવામાં આવતા તેને જોઈને શાલીનીની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ, થોડીવાર એકદમ અવાક્ બની ગઈ તેણે પૂછ્યું : " આ તો કોઈ મરણ પામેલો માણસ છે! કોણ છે એ????"
"સિક્કા વાળો ઉફૅ રોહન ખુરાના કહો કે .... લાલ ચરણ !"

શાલીની ફાટી આંખે જોઈ જ રહી.
ઇન્સ્પેક્ટરે કહ્યું જો પૃથ્વી અહીં હોત તો જરૂર કહેત કે : 'આ લાલ ચરણ છે.' જુઓ, તેની નજીકમાં પડેલી આ મોટી મોટી મૂછો અને માથાના વાળની ખોટી 'વિગ !' તમને ખબર છે કે ,તે વાલકેશ્વરના બંગલે રોહન ખુરાનાના વેશમાં પકડાયો હતો. ડૉ. ડેવિડે પૃથ્વીને સર જે.જે. હોસ્પિટલમાં ખસેડવાનો અભિપ્રાય આપ્યો અને પોતે અંગત કાળજી લઈને તેની ચિકિત્સા કરશે એવી મને ખાતરી આપી એટલે તેની ચિંતા મારે માથેથી તત્કાળમાં કાઢી નાખીને આ બદમાશને તેની ટોળી સાથે હું લાવ્યો .અહીં આવતા જ મેં પહેલું કામ તેની મૂછો અને તેના માથાના ઉપરની 'વિગ'ખેંચી કાઢવાનું કર્યું .ત્યારે તે લાલ ચરણ તરીકે ખુલ્લો પડી ગયો. હું લાલચરણને જોઈને બરાબર ઓળખતો હોવાથી મેં તેને કહ્યું : બેશરમ, બદમાશ,બહુ રમાડ્યા છે તે અમને. તું દુનિયા આખીને ખોટી રીતે છેતરતો હતો. પૃથ્વીની જિદ્દથી તારી તમામ હીલચાલને મેં તપાસી છે. હવે તારે તારા ગુના સીધી રીતે કબૂલ કરવા છે કે મારા ડંડા પડ્યા પછી બોલીશ? હવે તારે કબુલ કર્યા વિના છૂટકો નથી. મારા કહેવાથી તે બેશક નરમ પડ્યો અને તેણે મને પોતાના ગુનાઓની કબુલાત કરી આ એકરાર લખાવ્યો. આથી બપોર તેમાં જ વીતી ગઈ અને હમણાં જ અડધા કલાક પહેલા જ અમે તે લખી રહ્યા. એ બાદ તેણે કબુલાતનામા ઉપર પોતાની સહી કરી આપવા કહ્યું .અને એ માટે જ્યારે મેં તેની હથકડી ખોલી નાંખી."
ત્રણે પ્રશ્ન કર્યો :"મને શી સજા થશે ?"

મેં જવાબ દીધો : મૃત્યુદંડ થી તો ઓછી નહિ જ."

"તમારી કોઈની પણ હિંમત નથી કે તમે મને સજા કરાવી શકો." એમ કહી તેણે પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો ; 'ચાલાકી વાપરી ને તે રીવોલ્વર કાઢીને મારું ખૂન તો નહીં કરે?' એવી ભીતી થી મેં એકદમ તેના સામે મારી રિવોલ્વર ધરી પણ તે ફિક્કું હસીને તરત જ જમીન પર ગબડી પડ્યો ! 'આમ કેમ ? ' એવો પ્રશ્ન મારા મનમાં પૂછતો હું ઊઠ્યો અને તેના હૃદય પર હાથ મૂક્યો. તરત જ મને જણાયું કે તેના હૃદયના ધબકારા તો બંધ પડી ગયા છે ! તેને ખિસ્સામાં જે હાથ નાંખ્યો હતો તે મેં બહાર કાઢ્યો અને જોઉં છું તો ,તેના હાથમાં ઝેરી ચક્કર હતું !!!મિસ.શાલીની ,હજી પણ તે તેના જ તેના જ હાથમાં છે. તેની બનાવેલી તેની પ્યારી વસ્તુ સાથે જ મેં તેનો અંતિમ સંસ્કાર દેવડાવવા ઠરાવ કર્યો છે."

"તેની બનાવેલી વસ્તુ કેવી રીતે? મિસ. શાલીનીએ પ્રશ્ન કર્યો.

"તમે તેના કબુલાતનામા માંથી તેવી વિગતો જાણશો ત્યારે વધારે ચકિત થઈ જશો. ભેદી ચક્કર લાલચરણની બનાવટ હતી અને તેનો છેલ્લો ભોગ તે પોતે જ બન્યો છે. હવે આ દુનિયામાં કોઈ પણ માણસ આ ચક્કરનો ભોગ થશે નહિં "
"ઇન્સ્પેક્ટર, કૃપા કરીને મને તેનો એકરાર નામું આપો....."
"હા. હા." ઇન્સ્પેક્ટર હસતો હસતો પૂછવા લાગ્યો : "તમને પણ કેવી ઉતાવળ ભરેલી તલાવેલી લાગી રહી છે !"
શાલીની કેવી રીતે તેની પાસેથી એકરારનામું મેળવવું એ વિચારમાં રહી એ દરમિયાન ઇન્સ્પેક્ટર કહ્યું : "તમારે હવે ફક્ત અડધો કલાક રાહ જોવી પડશે. 'લોક સેવક 'માટે જ મેં એક નકલ ટાઈપ કરાવવા માંડી છે .મારો ક્લાર્ક તે ટાઈપ કરે છે .તેના તૈયાર થયેલા પેઈજ તમારે વાંચવા હોય તો ભલે વાંચો."

તે અને શાલીની મરનાર ગુનેગારની કોટડી માંથી બહાર નીકળી ઇન્સ્પેક્ટર ખાનની ઓફિસમાં ગયાં. ઇન્સ્પેક્ટર ખાને એક ક્લાર્ક મેં હુકમ કર્યો કે નકલ તૈયાર થાય એટલે આ મેડમને આપજે અને તે દરમિયાન તૈયાર થયેલા પેઈજ પણ તેને વાંચવા દેજે."

શાલીની પેઈજ વાંચતી હતી તે દરમિયાન ઇન્સ્પેક્ટર ફરીથી બહાર આવીને કોઈની રાહ જોવા લાગ્યો. એટલા માટે તેની ઓફિસ આગળ 'હેલિકોપ્ટર' આવી પહોંચ્યું .શાલીની બહાર દોડી આવી. હેલિકોપ્ટરમાંથી કિંગ ઓફ અફઘાન અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ઊતર્યો. કિંગ ઓફ અફઘાને કાગળોની એક થોકડી ખાનના હાથમાં મૂકી. તે લઈ આમતેમ કેટલાક કાગળિયા જોઈને ઇન્સ્પેક્ટરે કહ્યું : આભાર થયો, નામદાર , સાહેબ ! આપ સમયસર આવી પહોંચ્યા.હું આપની જ રાહ જોતો હતો. આપે આપનું વચન પાળ્યું છે.હવે આપ નિશ્ચિંત રહેજો , હું પણ મારું વચન પાળીશ.આપ હવે નિરાંતે તમારા દેશમાં પાછા ફરી શકો છો, પણ આ ચેતવણીરૂપ ઘટના સમજી બીજીવાર એનું જીવનપયૅંત પુનરાવર્તન ના થાય એ યાદ રાખજો નહિતર આ ખાન જીવતા જવા નહિ દે."

કિંગ ઓફ અફઘાને વિલા મોઢે ઇન્સ્પેક્ટર ખાન સાથે હાથ મિલાવી ફરીથી હેલિકોપ્ટરમાં બેસીને વિદાય થયા.
ઇન્સ્પેક્ટરે મિસ.શાલીની તરફ વળીને કહ્યું : "એ નામદાર ના હાથ આ કાવતરામાં ખરડાયેલા છે, એ તમે જાણો છો ?તેમના દેશમાં હવે તેમની સતા અને બે દેશ વચ્ચેના રાજકીય કરારો તેના હાથથી જાય નહિ એ વિષે મારાથી બનતું કરવા મેં તેમને વચન આપેલું છે. બેશક અંતિમ નિર્ણય તો સરકારની હસ્તક જ છે તેના અહીંથી ગયા પછી તેમની સાથે કેવા સંબંધ રાખવા.....કે..."

પણ તેઓ હેલિકોપ્ટરમાં ક્યાંથી? શું એમના દેશમાંથી નહિ... નહિ ...હેલિકોપ્ટર તો અહીંનું જ લાગે છે ?!!"
હા , હેલિકોપ્ટર મેં તેમને થોડો સમય ભાડે અપાવ્યુ છે . બંગલા માંથી બદમાશોને અહીં લાવતા પહેલા મેં કિંગ ઓફ અફઘાન પાસેથી જાણવા માંગ્યુ હતુ કે તેઓ ઝેરી ચકકરો શા માટે ખરીદવા માંગતા હતા. કમનસીબે એ એમના રાજવી કુટુંબની રાજ ખટપટમાં પડેલા હતા. તેથી એ વાત કરતા ખચકાયા. પણ તે મારી આગળ ચાલે તેમ ન હતું તેઓએ કબુલ કરવું પડ્યું .એને લગતી વિગતો ગુનેગાર લાલચરણના કબુલાતનામા માં વિગતવાર સમાઈ જાય છે. તે તમે વાંચશો ત્યારે જાણશો. મેં કિંગ ઓફ અફઘાન અને તેમનો બદમાશ સાથેનો પત્ર વ્યવહાર મારી પાસે રજૂ કરી દેવા જણાવેલું તેમણે એમના દેશમાં માત્ર પોતે જ એકલા જાણે એ માટે થઈને આપણા દેશમાં આવેલી એની ખાનગી જગ્યાએ રાખવામાં આવેલી હોવાનું જણાવ્યું .તે મેં તેને જલ્દી જાતે જઈ શકાય તેવી ગોઠવણ કરી આપી. મારા બે સબ ઇન્સ્પેક્ટર સાથે તેઓ ત્યાં ગયા અને તાબડતોબ પાછા ફરી બધું મારા હવાલે કરી હવે પોતાના દેશમાં જશે. આવા મોટા માણસે આ કિસ્સામાં જે ભાગ ભજવ્યો છે તે ખુલ્લો પડવો જોઈએ નહિં ;જેથી મિસ.શાલીની , તમે જ્યારે તેમના વિશે લખો ત્યારે તેનું નામ સરનામું સાચું લખ્યા વિના લખશો. હવે મારે તમને ખાસ વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. તમામ માહિતીઓ કબુલાતનામાં માં આપેલી છે. તમે બેજીજક તે પ્રગટ કરજો અને દુનિયાને આવા બદમાશોથી ચેતતા રહેવા ખૂબ જ ચેતવણી આપજો.
"આપ હવે ક્યાં જાઓ છો ? શાલીનીએ પૂછ્યું ?"

"હું 'લોક સેવક' ના હિતમાં જ એક સ્થળે જાઉં છું ......"
ઇન્સ્પેક્ટર ખાન ક્યાં જવાની વાત કરતો હશે?? શું હજી કોઈ બદમાશને પકડવાનો બાકી રહ્યો હશે??
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ.......