Khyati.. Tutelu Hruday - 1 in Gujarati Thriller by Vala Bhagyashreeba books and stories PDF | ખ્યાતિ. તૂટેલું હર્દય - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખ્યાતિ. તૂટેલું હર્દય - 1

આજ ફરી એને મારો વિશ્વાસ તોડ્યો. ગુસ્સા માં પોતાને ને પોતાને કોસ્તી ખ્યાતિ પોતાની જાત સાથે વાત કરતા કહે છે કે હું નહતી જ ગમતી તો એને મારી સાથે લગ્ન જ નહતા કરવા. કેમ લગ્ન કર્યા ??? કેમ ? હવે તો એમ થાય છે મરી જાવ તો સારું આના થી મારી જાન છૂટે. રોજ રાત પડે ને ખ્યાતિ ના મન માં એક જ પ્રશ્ન થતો. આખી આખી રાત રડે. એ રાતે કેટલું રડતી એ તો એના આંસુઓ થી ભીંજાયેલા ઓશિકા ને જ ખબર છે . આવું લગભગ દોઢેક વર્ષ ચાલ્યું. એના પતિ ને તો ખ્યાતિ ની કાઈ પડી જ ન હોઈ એમ રાતે 3 4 વાગે આવે અને છ મહિના તો એને ખ્યાતિ સામે જોયું પણ નથી કે આ મારી પત્ની છે મે લગ્ન છે એવી કઈ લાગણી જ નહિ. આમ તો 3 વર્ષ કેહવાય . ખ્યાતિ ની સગાઈ થઈ ત્યારથી લગ્ન થયા બાદ નો સમય જોઈ તો.. તો ચાલો જાણીએ કે એવું શું થયું હસે ખ્યાતિ ના જીવન માં કે કે એ સતત રોજ રાતે રડતી હસે .. શું એને એનો પતિ બોલાવતો નહિ હોય? કે પછી સાસરે કઈ પ્રોબ્લેમ હસે? ખ્યાતિ એ આ લગ્ન મજબૂરી માં કર્યા હસે કે પછી એના પતિ એ ઘરવાળા કેહવાથી લગ્ન કર્યા હસે ...?? આગળ જતાં જોઈ કે ખ્યાતિ ને એના પતિ પાસે થી પૂરતો પ્રેમ મળશે કે નહિ ?

આ વાત એક નાનકડા ગામમાં લાડકોડ થી ઉછરેલી ખ્યાતિ ની છે . તેના પરિવાર માં જોઈ તો તેના દાદા દાદી .. મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ .. કાકા કાકી એમના 2 બાળકો એક દીકરો અને દીકરી. એક સાથે રેહતા હતા. દાદા દાદી સાથે ખ્યાતિ ને બઉ લાગણી એના મમ્મી પપ્પા કરતા દાદા દાદી એને બવ ગમતા. વળી બા દાદા રાખતા એવી રીતે .કોઈ ને કઈ કેવા ન દે. ગમે તેવા તોફાન કરે તો પણ ઘર માં કોઈ ના થી કઈ કેવાતું નહિ . ખ્યાતિ જે માંગે એ દાદા હાજર કરી દેતા.ઘર માં પેલી દીકરી નો જન્મ થયો હતો એટલે લાડકોડ થી ઉછરેલી. આમેય ઘર માં પેહલું સંતાન કોને વહાલું ન હોઈ. દાદા ની સાથે બાર ફરવા જવું , ને દાદા ની સાથે વાતો કરવી એ બધું ખ્યાતિ બવ ગમતું હતું. દાદા સાથે તો એ એક એના મિત્ર જેમ રેહતી.. પણ જ્યારે ખ્યાતિ 17 વર્ષ ની હતી ત્યારે એના દાદા દેવ થઈ ગયા. પછી તો જાણે એને એમ જ થઇ ગયું કે હવે મારી અળધી જિંદગી તો પૂરી થઈ ગઈ . પણ હિંમત રાખી ને તે તેના જીવન માં આગળ વધી ધીમે ધીમે તે મોટી થતી ગઈ . આવી જ રીતે લાડકોડ અને ચારેય ભાઈ બેન મજાક મસ્તી કરતા કરતા મોટા થઈ ગયા . ખ્યાતિ ના પપ્પા નો ધંધો બહાર ગામ હોવા થી તે પાંચ વર્ષ ની હતી ત્યાર થી તે લોકો ત્યાં જતાં રહ્યાં . અને કાકા નો ધંધો પણ બીજી જગ્યા એ એટલે તે બધા ત્યાં હતા. આમ દાદા દાદી બન્ને દીકરા આગળ થોડો થોડો સમય રેહતાં. જીવન એક દમ સરળ ને શાંતિ અને આનંદ ઉલ્લાસ સાથે પસાર થતું હતું. એમાં આ ખુશહાલ પરિવાર ને ખબર નહિ કોની નજર લાગી ગઈ અને ખ્યાતિ ના કાકા નુ અક્સિડન્ટ થયું અને અવસાન થયું. ત્યાર બાદ બધા 10 વર્ષ પછી પાછા ગામ માં રેહવા આવી ગયા. આમ પરિવાર માં મોભી ખ્યાતિ ના પપ્પા ઉપર બ્ધો વ્યવહાર આવ્યો. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો . ખ્યાતિ હવે 21 વર્ષ ની થઇ ગઈ હતી. સગાઈ કરવાનો સમય નજીક આવતો જતો હતો . એના દાદા ને તો ખ્યાતિ ના લગ્ન નો બવ હરખ હતો . રોજ કેહતા મારે તો મારી દીકરી ને 18 વર્ષે જ વળાવી ને નિવૃત્તિ લેવી છે. પણ દુઃખ થયું કે એના દાદા ન રહ્યા. જો આજે એના દાદા હોત તો એને જે દુઃખ સહન કરવું પડે છે એ ન કરવું પડે.

એક દિવસ વહેલી સવારે ખ્યાતિ ના સંબંધ માટે ફોન આવ્યો. બધી માહિતી ની આપલે કરી અને બન્ને પરિવાર મળી ને દીકરા દીકરી ને જોવાનું ગોઠવ્યું. બધું બન્ને પરિવાર ને યોગ્ય લગતા સંબંધ નક્કી કરાયો એને દીકરી દીકરા ના ગોળ ધાણા કર્યા.

( આગળ ભાગ 2 માં જોઈ કે બધું યોગ્ય હોવા છતાં એવું તો શું થયું ખ્યાતિ ના જીવન માં કે એને મરી જવાના વિચાર આવા લાગ્યા)