Sandhya - 58 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 58

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 58

સંધ્યાના જીવનમાં એણે જેમ દરેક બાબતોનો ચૂપ રહીને સામનો કર્યો હતો ત્યારે એ બાબત વધુ આક્રમક બનવા લાગી હતી, આથી એણે પોતાનો રસ્તો જાતે જ નક્કી કર્યો, એ દરેક તકલિફ આપતી બાબતને ઇગ્નોર કરવાની શરૂ કરી દીધી અને એ આપોઆપ દરેક બાબતથી થતી તકલીફ દૂર થઈ ગઈ હતી.

સંધ્યા હવે પોતાના ફ્લેટ પર રહેવા માટે બધો જરૂરી સમાન લઈને આવી ગઈ હતી. ફર્નીચરનું કામ ચાલુ હતું ત્યારે જ સંધ્યાએ અમુક જીવન જરૂરી વસ્તુઓ લેવાનું શરૂ કરી દીધું હતું. આજે સંધ્યાનું ગ્રુપ એની સાથે મદદ માટે ઉભું હતું. ઘરનો સામાન ગોઠવવો, કબાટ ગોઠવવા,પડદા ફિટ કરવા વગેરે નાના કામ માટે એ લોકો ખુબ જ હેલ્પફુલ થયા હતા. આખો દિવસ આ ઝીણું કામ ઉકેલવામાં જતો રહ્યો હતો. પણ બધાએ કામ કરતા એટલી મજા કરી હતી કે, દરેક ક્ષણને એ બધાએ મન ભરીને માણી હતી. રાજ અને અનિમેષની સગાઈ થઈ ગઈ હતી. આથી એ બંન્ને જ મસ્તી માટેના કેન્દ્ર સ્થાને હતા. જલ્પા, ચેતના અને વિપુલા એમના સાસરીના સારા નરસા પ્રસંગો યાદ કરીને પોતાનું મન હળવું કરતા હતા. આમ એમણે એક મીની ટ્રીપ જેવી મજા સંધ્યાના ઘરને ગોઠવતા કરી હતી. અભિમન્યુની વાતો પણ આખા ગ્રુપને સાંભળવી ખુબ ગમતી હતી. સાથોસાથ સ્વિગીમાંથી નાસ્તો અને ઠંડા પીણાંની લિજ્જ્ત પણ ખુબ માણી હતી. આજે બધા ઘણા વર્ષો બાદ આખો દિવસ સાથે રહ્યા હોય એમને જુના દિવસોને તાજા કરવાનો પણ મોકો મળ્યો હતો.

સંધ્યાએ આખું ઘર ગોઠવાઈ ગયા બાદ બધાનો એક ગ્રુપ ફોટો પાડ્યો હતો. અને આજની બધી યાદોને એ ફોટા દ્વારા હંમેશ માટે ફોનમાં કેદ કરી લીધી હતી.

આજની આ ફ્લેટમાં સંધ્યાની પહેલી રાત હતી. સંધ્યાને નવો માહોલ હોવા છતાં આજે સહેજ પણ બીક લાગતી નહોતી. હવે એ આંખ ખુલી રાખે કે બંધ સૂરજની હાજરી સતત અનુભવતી જ હતી. સંધ્યાને પળેપળ સૂરજનો અહેસાસ પોતાનામાં જ ધબકતો મહેસૂસ થતો હતો. આથી જ હવે ડર કે બીક જેવા શબ્દ જ એની લાઈફમાં નહોતા રહ્યા.

સંધ્યા અભિમન્યુ પાસે એને ઉંઘાડવા માટે ગઈ હતી. અભિમન્યુ આ નવા રૂમમાં આવીને ખૂબ જ ખુશ હતો. નાઈટલેમ્પના આછા પ્રકાશમાં અભિમન્યુ છત પર નજર કેન્દ્રિત કરી કંઈક વિચારી રહ્યો હતો. સંધ્યાએ જોયું કે, અભિમન્યુ ખુબ ઉંડા વિચારોમાં છે. એ અભિમન્યુના મનને સમજી ગઈ હતી. અભિમન્યુ એને કંઈ પૂછીને વધુ મુંઝવે એના બદલે સંધ્યાએ આજે જ અભિમન્યુને એના પપ્પાની બધી જ હકીકતથી વાકેફ કરવાનું મન થઈ ગયું હતું. એણે અભિમન્યુને સામેથી જ પૂછ્યું, "બેટા! તું તારા પપ્પાને યાદ કરે છે ને! જો તું મારી વાત શાંતિથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરે તો હું તને એક વાત કહેવા ઈચ્છું છું."

"હા મમ્મી! તમે કહો. હું તમે મને જે કહેશો એ સમજવાનો પ્રયત્ન કરીશ."

"દુનિયામાં જે પણ આવે છે એ પોતાનું એક નક્કી કરેલ આયુષ્ય સાથે જ આવે છે. આપણો જન્મ થાય ત્યારે જ મૃત્યુ પણ નક્કી થઈ જ ગયું હોય છે. આપણી આત્મા એક બાળરૂપ સ્વરૂપથી આ દુનિયામાં ભગવાને આપેલ અમુક કલાકથી લઈને વર્ષો સુધીની આયુષ્ય સાથે પૃથ્વીલોકમાં આવીએ છીએ. ભગવાન ઈચ્છે એટલો જ સમય આપણે અહીં બધાનો પ્રેમ પામી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. એ સમય પૂર્ણ થાય એટલે આપણો દેહ આત્માંથી મુક્ત થઈ જાય છે. આ દેહ પછી ફક્ત એક માટી જ સમાન બની જાય છે. આ માટી સમાન દેહને પછી અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. પણ આત્મા તો સતત આપણી સાથે આપણી રક્ષા માટે હાજર જ હોય છે. આપણે એમને જોઈ શકતા નથી પણ એ આપણને જોઈ શકે છે. તારા પપ્પા પણ એમનો સમય પૂર્ણ થઈ ગયો હોય અહીંથી જતા રહ્યા છે, પણ એમની આત્મા આપણને હંમેશા સફળ થવામાં મદદ કરે છે. અને આજે હું જે કહું છું એ એકદમ સાચું કહું છું. મારે તું ખૂબ જ નાનો હતો, બધું સમજતો પણ નહોતો આથી અનિચ્છાએ તને કહેવું પડ્યું હતું કે, તારા પપ્પાને ભગવાને એમની પાસે રાખ્યા છે. તું મને માફ કરીશને બેટા!" ખુબ જ ગર્ભિત વાત અભિમન્યુને સમજાવાના હેતુથી સંધ્યાએ કહી હતી.

"હા, મમ્મી હું તમારી વાત સમજુ છું. તમારે માફી માંગવાની જરૂર નથી. મને થોડા દિવસ પહેલા જ આ વાત ખબર પડી હતી. તમે પેલી પોલીસને બોલાવી હતી ને એ દિવસે જ! મારા મિત્રએ મને કહ્યું કે, તારા પપ્પા ગુજરી ગયા છે અને ગુજરી ગયા હોય એનો જ મરણનો દાખલો કઢાવવો પડે. એ મારા મિત્રના દાદા ને દાદી ગુજરી ગયા છે. આથી એ બધું જ તમારા જે સમાચાર બધે ફેલાયા એ વાત પરથી મને મારા મિત્રએ કહ્યું હતું.

મમ્મી જેમ તને મારી બીક લાગતી હતી એમ મને પણ તારી બીક લગતી હતી કે, તને હું બધું જાણું છું એમ કહીશ તો તું વધુ દુઃખી થશે એટલે હું ચૂપ રહ્યો હતો. હું ત્યારે પણ એ જ વિચારતો હતો કે મમ્મીને કહું કે ન કહું!

સંધ્યા અને અભિમન્યુએ બંનેએ એકબીજા સાથે બધી જ વાત કરી લીધી હોવાથી એમનું મન હળવું થયું હતું. અભિમન્યુએ પોતાના મનમાં જ રમ્યા કરતી વાત પૂછતાં કહ્યું, "મમ્મી! તો મને બીજા નવા પપ્પા ન મળી શકે?

જે પ્રશ્નની બીક સંધ્યાને હતી એ જ પ્રશ્ન સંધ્યા સામે અભિમન્યુએ કર્યો હતો. સંધ્યા ખુબ જ વ્યાકુળ થઈ કે, અભિમન્યુને કેમ જવાબ આપી સમજાવવું? એણે પોતાનામાં રહેલ સૂરજને અનુભવીને કહ્યું, "બેટા! નવા પપ્પા મળી તો જાય જ! પણ એ કદાચ તને તારા પપ્પા જેટલો પ્રેમ ન કરી શકે! અને વળી મેં તને પહેલા કહ્યું હતું ને કે, હું તને જ એટલો પ્રેમ કરું છું કે, જો કોઈ બીજું આવે તો તારે માટેનો એ પ્રેમ ઘટી જાય! અને મને તારા પપ્પા માટે પણ એટલો જ પ્રેમ છે કે, હું તારે માટે કોઈ બીજા પપ્પાને ન સ્વીકારી શકું! પણ જો તને હજુ એમ થતું હોય કે, મમ્મીનો થોડો પ્રેમ ભલે ઘટે પણ પપ્પાનો પ્રેમ મળશે તો હું તારે માટે નવા પપ્પા લાવવા પણ તૈયાર છું. હું તારા મન પ્રમાણે જીવવા ઈચ્છું છું. તું જે કહે એ મને મંજૂર. બોલ દીકરા! તું શું ઈચ્છે છે?"

"મને તો તમારો જ પૂરો પ્રેમ જોઈએ છે. મારે તો નવા પપ્પા નથી જોઈતા! હું તમારી સાથે જ વધુ ખુશ છું. ઈસ્ટ ઓર વેસ્ટ માય મમ્મી ઈઝ ધ બેસ્ટ. મારી મમ્મી રોકસ્ટાર છે." એમ કહી એ એની બાજુમાં બેઠેલા મમ્મીના ખોળામાં માથું રાખી ઊંઘી ગયો હતો. સંધ્યાએ એના માથામાં પ્રેમથી હાથ ફેરવતા 'દીકરો મારો લાડકવાયો....' એ હાલરડું આજે ગાયું હતું. અભિમન્યુ થોડી જ વારમાં ઊંઘી ગયો હતો. સંધ્યાને પણ એક મનથી બોજો હટી જતા એ પણ ખૂબ શાંત હોઈ તરત જ ઊંઘી ગઈ હતી.

સંધ્યા અને અભિમન્યુ બંનેએ આજે સાથે પૂજા કરી હતી. સંધ્યાને સૂરજનો અહેસાસ પણ પૂજા વખતે સ્પર્શી રહ્યો હતો. બંનેએ પૂજા પતાવ્યા બાદ નાસ્તો કર્યો હતો. આજે નાસ્તામાં ચીઝ પનીર પરાઠા અને દૂધ હતું. સંધ્યા અભિમન્યુને સ્કૂલે મૂકીને પોતાની જોબ પર પહોંચી હતી. સંધ્યા આજે હજુ તો એ જેવી સ્કૂલમાં પહોંચી કે, તરત જ એક શિક્ષકે કહ્યું કે, તમને પ્રિન્સિપાલ એમની ઓફિસમાં બોલાવે છે. સંધ્યા ઓફિસમાં ગઈ અને પ્રિન્સિપાલે એને જે સમાચાર આપ્યા એ સાંભળીને સંધ્યા ખુબ જ આશ્ચર્યમાં જ પડી ગઈ હતી.

સંધ્યાને એવા શું સમાચાર મળ્યા કે એ આશ્ચર્યમાં પડી ગઈ?
અભિમન્યુ અંડર ફોર્ટીન ટીમમાં સિલેક્ટ થશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻