Prem ke Dosti? - 15 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 15

Featured Books
Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 15

સતત ચાર દિવસ અલગ અલગ જગ્યાએ ફરાવી અને શોપિંગ કરાવી પ્રતિકે કાવ્યાનો વિશ્વાસ જીતી લીધો હતો.કાવ્યાને પણ પ્રતિક સાથે મજા આવતી હતી.એક સાંજે વસ્ત્રાપુર તળાવે પ્રતિક અને કાવ્યા એકબીજાના હાથમાં હાથ નાખીને બેઠા હતા ત્યાં પ્રતિકના ફોન માં રીંગવાગે છે અને સામે વાળી વ્યક્તિ કહે છે,”પ્રતિક,મહેન્દ્રભાઈ બોલું છું,પેલા એગ્રીમેન્ટ થઇ ગયા છે,તમે સહી કરવા આવી જાઓ”
જી સાહેબ બસ થોડીવારમાં પહોંચ્યા.

ક્યાં જવાનું છે આપણે?કાવ્યાએ નિર્દોષ ભાવ થી પૂછ્યું.

મેં તને કહ્યું હતુંને કે મારી હવે પછીની વાર્તાની બૂકના બધા પૈસા તને આપીશ.તેનું પબ્લીશર સાથે અગ્રીમેન્ટ કરવાનું છે એટલે આપણે ત્યાં જવું પડશે.

તું સાચે કહેતો હતો હું તો તારી મજાક સમજી હતી મને એમકે તું આ બધું રવિ માટે કરે છે.
મેં તને કહ્યું હતું ને હું ખરેખર તને ચાહું છું એટલે તારા માટે કંઇક કરવું હતું.
ઓહ સો સ્વીટ! પ્રતિક આઈ લવયું ટૂ કહીને કાવ્યાએ પ્રતીકના ગાલ પર ચુંબન કર્યું.

બંને પંદર થી વીસ મિનીટમાં પબ્લીશર પાસે પહોચ્યાં.ત્યાં પ્રતીક અને કાવ્યાને સારો આવકારો મળ્યો.

તો આપણે એગ્રીમેન્ટની વિધિ પતાવી દેશું, પબ્લીશરે પૂછ્યું.
જી ચોક્કસ,પ્રતિકે જવાબ આપ્યો.કાવ્યા ખુબજ ખુશ દેખાતી હતી.
આ પેન અને આ પેપર અહી બધે સહી કરવાની છે,મહેન્દ્રભાઈ એ કાગળ કાવ્યાની આગળ મુકીને કહ્યું.

ઉત્સાહના ખુબજ અતિરેકમાં કાવ્યાએ એક પણ શબ્દ વાંચ્યા વગર એગ્રીમેન્ટ પર સહી કરી નાખી.

અને આ તમારો એડવાન્સ ચેક.પચાસ હજાર નો ચેક જોઈ કાવ્યાની આંખો પહોળી થઇ ગયી.

પ્રતિક બે મિનીટ અંદર આવીશ?મારે એક પર્સનલ કામ છે,મહેન્દ્રભાઈ પ્રતિકને અંદરની કેબીન માં લઇ ગયા.

આ લે તારા સાચા એગ્રીમેન્ટ.પ્રતિક તેના સાચા અગ્રીમેન્ટ માં સહી કરે છે ત્યારે મહેન્દ્રભાઈ તેને કહે છે,”તું આ જે કરી રહ્યો છું એ બધું વિચારીને કરે છે ને? આનું પરિણામ ગંભીર પણ હોય શકે છે.”
મેં બધું વિચાર્યું છે,આ જો અને તો ની પરિસ્થિતિ છે,આવનારા દિવસોમાં કાવ્યાના વર્તન પર બધો આધાર છે,આ અગ્રીમેન્ટ નો ઉપયોગ ના પણ થાય.એટલે તમે કાકા ચિંતા મુક્ત રહેજો .તો હું રજા લઉં કાકા ?
હા ચોક્કસ અને ધ્યાન રાખજે.
ચાલ કાવ્યા આપણે જઈએ.
આપણે હવે ક્યાં જઈએ છીએ ?કાવ્યાએ પૂછ્યુ.
હું તને તારા ઘરે ડ્રોપ કરવા આવું છું.પ્રતિકે જવાબ આપ્યો પ્રતિકના અવાજ માં થોડી નરમાશ હતી.

ના મારે ઘરે નથી જાઉં.આપણે ડીનર સાથે લઈશું બસ.કાવ્યાએ જીદ પકડતા કહ્યું.

કાવ્યની સામે કોઈ જ પ્રકારની દલીલ કરવી નકામી હતી એટલે પ્રતિકે હા માં માથું હલાવ્યું.અને ડીનર માટે કાવ્યાને શહેરની બરાબર મધ્યમાં આવેલા રેસ્ટોરાંમાં લઇ ગયો.આખા રસ્તે કાવ્યા પ્રતિકના પીઠને ચીપકીને અને માથું તેના ખભા પર આવે તેમ બેસી રહી.
પ્રતિકના મન માં ઘણું બધું ચાલતું હતું.આખા રસ્તા માં એક પણ શબ્દ તે બોલ્યો ના હતો.મન માં ઘણું બધું પ્લાનિંગ અને તેની અને પ્રિયાની યાદો યાદ્દ આવતી.તે ખરેખર શું કરવા જઈ રહ્યો છે એ એનેજ ખબર હતી.કાવ્યા સાથે મુલાકાત થઇ ત્યારથી લઇ એવી દરેક પળોના તેને કાવ્યા સાથે ફોટા પાડેલા.
કાવ્યા પણ પણ હવે તેની સાથે બિન્દાસ ફોટા પડાવતી અને તેના ફોન માં પણ ફોટા પાડતી.
આ આવી ગઈ મસ્ત રેસ્ટોરાં પ્રતિકે કહ્યું અને બુલેટ એક એવી જોરદાર રેસ્ટોરાં પાસે ઉભી રાખી જેનું નામ હતું, “ધ મીડ નાઈટ મૂન”,છઠા માળ પર આવેલી ટેરેસ ગાર્ડન રેસ્ટોરાં.જેનો એક ખૂણો ફક્ત કપલ થી ખચાખચ ભરેલો હતો અને બાકીની જગ્યામાં લોકો ફેમીલી સાથે બેઠા હતા. સપૂર્ણ ગાર્ડન થીમ પર આધારિત રેસ્ટોરાંને ખુબજ સરસ રીતે સજાવી હતી.પ્રતિક અને કાવ્યા કપલ કોર્નર માં ડીનર લેવા બેઠા અને કાવ્યાના કહેવા મુજબ વેઈટરે કેન્ડલ લાઈટ ડીનરની વ્યવસ્થા કરી. કાવ્યાએ એ પરફેક્ટ ડેટ ના ફોટોસ પાડ્યા અને મોબાઈલમાં કશુક કરવા લાગી.
બન્નેએ ડીનર લઇ રેસ્ટોરાંની દીવાલ ને અડીને બનેલા સેલ્ફી ઝોન માં ફોટોસ પડાવ્યા એ સેલ્ફી ઝોનમાં પાછળ પુરા શહેરનો નઝારો દેખાતો હતો.

કાવ્યા તેનો મોબાઈલ ફોન પાળી પર મૂકી ફોટા પડાવામાં મશગુલ હતી અને પ્રતિકે કાવ્યાનો ફોન ખુબજ ચતુરાઈથી નીચે ફેક્યો જે ખરેખર પ્રતિકે પોતાના હાથે થી ફેક્યો હતો પરંતુ કાવ્યાને એમ લાગ્યુંકે એ તેનો ફોન તેનાથીજ પડયો.
ઓહ શીટ મારો ફોન! પ્રતિક જલ્દી નીચે જઈએ. બંને તરત કાવ્યાનો ફોન લેવા નીચે ગયા ફોન હાથમાં લઈને જોયો તો તેની સ્ક્રીન સાવ તૂટી ગઈ હતી.
આ ફોન તો ગયો પ્રતિકે પોતાની ખુશી છુપાવતા કહ્યું.
યાર મારા બધા અગત્યના ડેટા તેમાં છે.પ્લીઝ પ્રતિક કંઇક કર.કાવ્યાએ ખુબજ ચિંતામાં કહ્યું.
અત્યારે શક્ય નથી પણ કાલે જરૂર હું તારો ફોન રીપેર કરાવી દઈશ.પ્રતિકે કાવ્યને સાંત્વના આપતા કહ્યું.
સારું તો ચાલ હવે ઘરે જઈએ.કાવ્યાએ કહ્યું.
પ્રતિક કાવ્યાને ડ્રોપ કરી રવિના ઘરે જવા નીકળ્યો.
મારો અત્યાર સુધીનો પ્લાન સફળ રહ્યો છે.કાવ્યાને મારા પર સંપૂર્ણ ભરોસો આવી ગયો છે.હવે બસ ફક્ત તેના ફોનનો ડેટા લઇ ને ડીલીટ કરવાનો છે.પણ એ વાતનો ડર છે કે શું કાવ્યાએ તેના અને રવિના ફોટોસનું બીજે ક્યાંય બેકઅપ લીધું હશે?નાં નાં કાવ્યા એટલી પણ હોશિયાર નથી કે તેને એવી ખબર પડે કે બીજે ક્યાંય બેકઅપ લેવું.રવિનું ઘર આવતાજ પ્રતિકનું મનોમંથન પૂરું થયું.
દોર બેલ વગાડ્તાજ પ્રતિકની અપેક્ષાની વિરુદ્ધ દરવાજો પ્રિયાએ ખોલ્યો.
પ્રિયા તો હજી રાજકોટ રોકવાની હતી અચાનક તેને જોઈ તે થોડું અચરજ પામ્યો.
આવ પતકા ડ્રોઈંગ હોલ માં બેઠેલા રવિએ કહ્યું અને પ્રિયા પ્રતિક સામે હસી પણ પ્રતિકે તેનો સહેજ પણ રિસ્પોન્સ ના આપ્યો.
આ તું શું કરી રહ્યો છું?? એક સમએ મને ના પાડતો હતો એ છોકરી સાથે તું ડેટ પર જઈ રહ્યો છું ?રવિએ પ્રતિકને પૂછ્યું.
તું કોની વાત કરી રહ્યો છું? મને ખબર ના પડી.પ્રતિકે કહ્યું.
કાવ્યા,કાવ્યાની વાત કરું છું હું.તેના દરેક સોસીયલ મીડિયામાં તમારી આજની ડેટના ફોટોસ હતા અને તેને લખ્યું હતુ કે,with my love”
પ્રિયાને આ વાતની જાણ અત્યારેજ થઇ અને એ પણ ખુબજ અચરજ પામી.
મને માફ કરજે રવિ પણ એજ મારી ગર્લ ફ્રેન્ડ હતી જેને શોધવા હું અહી આવ્યો હતો.પણ તારી સામે એ હકીકત કહેવાની હિંમત નહતી.
પ્રિયા પ્રતિકની સામે ખુબજ ગુસ્સા થી જોઈ રહી હતી....

તું તદ્દન જુઠું બોલી રહ્યો છે,તે જે પહેલા વાત કરી હતી અને અત્યારે વાત કરે છે એમાં ઘણો ફેર આવે છે,તારા બોલેલા વાક્યો અલગ પડે છે,મને ખબર છે કે તું કેમ આવું કરી રહ્યો છે.તું તારી જીંદગી ના બગાડ.પ્રિયા આને કંઈક સમજાવ રવિએ પ્રિયા સામે જોઇને કહ્યું.
મને સારી રીતે ખબર છે કે હું શું કરી રહ્યો છું,તું મને ના સમજાવ બરાબર,અને મારી જીંદગીની ચિંતા તું ના કરીશ કે કોઈ બીજાને પણ કરવાની જરૂર નથી.પ્રતિકે રવિ સાથે ખુબજ તોછડાઈ પૂર્વક વાત કરી.
અરે ભાઈ શું થઇ ગયું છે તને તું કેમ મારી સાથે આવી રીતે વાત કરે છે??
મારી તબિયત ઠીક નથી હું જાઉં છું દર્શનના ઘરે એટલું કહી પ્રતિક અંદરના રૂમમાં તેનો સામાન લેવા ગયો.
તું ક્યાંય નથી જતો તારે અહીજ રહેવાનું છે,રવિએ કહ્યું અને અંદરથી પ્રતિક બોલ્યો,મારો નિર્ણય હું જ લઈશ.
આ બધું મારી લીધે જ થાય છે,હવે મારો પાકો ભાઈબંધ પણ મારા થી દુર જતો રહેશે.રવિ માથા પર હાથ રાખી ઉદાસ થઇ ને બોલ્યો.
રવિની હાલત પ્રિયાથી જોવાતી ન હતી.જો તમે કહો તો હું એકવાર પ્રતિક જોડે વાત કરીને એને રોકવાનો પ્રયાસ કરી જોઉં?
હા તારું મને તો એને રોક.
પ્રિયા અંદર પ્રતિક પાસે જઈને કહે છે,”તું આ શું કરી રહ્યો છે?તે પાછા તારા નાટક શરુ કર્યા?રવિની હાલત તો જો.’’
બધાને રવિની જ હાલત દેખાય છે,મારી હાલત તો કોઈ સમજી નથી શકતું,
તારી હાલતનો જવાબદાર તું પોતેજ છે.અને રવિ પર આટલો બધો ગુસ્સો કેમ આવ્યો તને?
મને ગુસ્સો રવિ પર નથી આવતો મને મારા પર અને કાવ્યા પર ગુસ્સો આવે છે.અને એ ગુસ્સો રવિ પર ઉતરી ગયો.પ્રતિકે કહ્યું.
કાવ્યા પર ગુસ્સો ? પણ થયું શું.??
એ ખુબજ લાંબી વાત છે,તને પછી શાંતિથી કહીશ.અત્યારે હું જાઉં છું.
તું ક્યાંય નથી જતો તું અહીજ રોકાય છે.પ્રિયાએ પ્રતિક પર હક જતાવતાં કહ્યું.
અને હું શા કારણે અહી રોકાઉં??પ્રતિકે પૂછ્યું.
કારણકે હું કહું છું.પ્રિયા બોલી.
હું તારી સાથે એકજ ઘરમાં આમ નહિ રહી શકું,હું તને ભૂલવાની ખુબજ કોશિશ કરું છું પણ ....કહીને પ્રતિક બોલતા બોલતા અટકાય છે.
પણ શું પ્રતિક?
પણ હું તને ભૂલી નથી શકતો.
શું ભૂલી નથી શકતો? રૂમના દરવાજા પાસે આવીને રવિએ કહ્યું.
અચાનક રવિને સામે જોતા પ્રિયા અને પ્રતિકના ચહેરાના રંગ બદલાયા.
તે મારા પર કરેલા અહેસાનો હું ભૂલી નથી શકતો.પ્રતિકે વાત તરત સંભાળી.
તો તું રોકાય છે ને?રવિએ આશા થી પૂછ્યું.
હા રોકાઉં છું પણ ફક્ત આજની રાત માટેજ.પ્રતિકે ખુલાસો કરતા કહ્યું.
જ્યાં સુધી અમારા લગ્નના થાય સુધી તારે અહીજ રહેવાનું છે.તું કહેતો હોય તો દર્શનને પણ અહીંજ બોલાવી લઉં.તારેજ લગ્નની બધી તૈયારીઓ કરવાની છે.બોલ ક્યારથી ખરીદીની શરૂઆત કરવી છે??
બંને ની જીદ સામે પ્રતિકની હાર થઇ.મારે એક બે દિવસ થોડું કામ છે.પછી આપણે ખરીદી સ્ટાર્ટ કરી પણ એ પહેલા લગ્નની થીમ બનાવી પડશે.
તો ઠીક છે,બે દિવસ મા તું તારું કામ પતાવી લે અને હું પણ મારું કામ ટીમ મેનેજર ને હેન્ડ ઓવર કરી દઉં પછી દર્શન,ખુશી અને પ્રગ્નેશને બોલાવી આપણે લગ્નમાટે બધું નક્કી કરી.
પ્રિયા મારા માટે થોડી ચા બનાવી આપીશ?પ્રતિકે પ્રિયાને પૂછ્યું .
હા કેમ નહિ તમે પણ પીશોને રવિ ?
હા થોડી હું પણ પીવીશ.
પ્રતિક જાણે પ્રિયાની રૂમની બહાર જ જવાની રાહ જોતો હતો.રવલા એક બ્રાન્ડેડ કંપનીનો મોંઘો ફોન લેવો પડશે.પ્રતિકે કહ્યું.
કેમ ફોન ?
આજે મેં કાવ્યાનો ફોન ત્રીજા માળ પરથી નીચે ફેકી દીધો હતો.તેને પાડેલા ફોટોસ તો મેં લઇ લીધા પણ કદાચ એને બેકઅપ લીધું હોય તો ?હું તેને તેના ઘરે ડ્રોપ કરી અહી જ આવતો હતો અને વિચાર્યું કે કાલે ફોન રીપેર કરાવીશ પણ રસ્તા માં ફોન રીપેરીંગ ની દુકાન આવી અને મેં તરત ત્યાં ફોન રીપેર કરાવ્યો અને તેનો ફોન જોઈ હું ખુબજ શોક થઇ ગયો.
કેમ શું થયું ???
કાવ્યા ને આપણે જેટલી ભોળી અને ગાંડા જેવી માની છી એટલી એ ભોળી છે નહિ એ ખુબજ ચાલાક અને હોંશિયાર છે.તેના ફોનમાંથી મને ઘણી એવી માહિતી મળી છે જેને તું જોઇને હેરાન થઇ જઈશ.તે પ્રગ્નેશની સગી કઝીન પણ નથી ખુબજ દુર દુર ની કઝીન છે.
તને એવું તો શું જાણવા મળ્યું કે હું હેરાન થઇ જાઉં?રવિએ પૂછ્યું.
એ હું તને પછી કહીશ પણ કાવ્યાએ તને અને પ્રગ્નેશને બરબાદ કરવાનું નક્કી કરેલું છે.
રવિના ફરી થોડો ટેન્શન માં આવી ગયો.કાલે તું મારું કાર્ડ લઇ ફોન લઇ આવજે.રવિએ કહ્યું.
આ આવી ગઈ ગરમા ગરમ ચાય.પ્રિયા ચા લઈને આવે છે અને બંને મિત્રો વાત કરતા કરતા ચુપ થઇ જાય છે.
બે દીવસ અમારા ગ્રુપનું કવિ સંમેલન છે જો મેળ આવે તો તમે લોકો જોવા આવો.પ્રતિકે કહ્યું.
ચોક્કસ આવીશું.આ વખતે પ્રિયા બોલી.
બંને મિત્રોએ પોતાની ચા પૂરી કરી અને સુવાની તૈયારી કરી.પ્રતિકની સામે જ પ્રિયા રવિના રૂમમાં સુવા ગઈ એ ક્ષણ બંને માટે અલગ હતી પ્રિયાને ખુબજ શરમ આવતી હતી અને પ્રતિક માટે તો એક ઘા સમાન હતી. પ્રતિકે કાવ્યનો ફોન તેના લેપ ટોપમાં લગાવ્યો અને તેના ફોનનું બેકઅપ લીધું સાથે સાથે તેના મેસેજ અને વોટ્સએપ ચેટનું પણ બેકઅપ લીધું અને અત્યારે તેને ખુબજ બારીકાઇ થી બધી ચેટ વાંચી.

પ્રગ્નેશ તું ચિંતા ના કરતો મારી પાસે બધા રસ્તા છે,પ્રતિકે પ્રગ્નેશને ફોન કરીને કહ્યું.