મુલ્લા નસીરુદ્દીન પાસે યુવાનો અને યુવતીઓના માતા પિતાઓ ની અનેક ફરિયાદો આવવા લાગી.. યુવાનો અને યુવતીઓ માં વધતું જતું પોર્નોગ્રાફી નું વળગણ એ માં બાપ ની સમસ્યા હતી.. મુલ્લા એ લગભગ 15 થી ૩૦ વરસ ના 10 યુવક અને 10 યુવતી ને ભેગા બેસાડી એક પ્રવચન આપ્યું..જેમને પોર્નોગ્રાફી નું વળગણ હતું.
યુવાનો ના પ્રશ્ન અને મુલ્લા ના હાજર જવાબ:
********************************************
પ્રશ્ન 1
રોશની : મુલ્લાજી ,મારો અને મારા અહીંયા બેઠેલા મિત્રો નો કદાચ એક જ પ્રશ્ન હશે કે આ આદત માંથી બહાર કેવી રીતે આવવું? મેં જ્યારે સોફ્ટપોર્ન જોવાનું ચાલુ કર્યું ત્યારે મારી ઉંમર 15 વર્ષ ની હતી.. મિત્રો ના દબાણ અને કંઈક નવું જોવા માં મેં ગાડી ચાલુ તો કરી પણ હવે અટકતી નથી..??
મુલ્લા : મને આનંદ થયો કે ખુલ્લા મને પ્રશ્ન કરવાની શરૂઆત રોશની એ કરી રોશને નહિ... બેટા કોઈ પણ આદત છોડવા નો એક જ માર્ગ છે મારા મતે.. અને એ છે વધુ સારી આદત થી એ આદત ભૂલવી.. તું એ માનીશ કે એક સારી ફિલ્મ મન પર ઘણી સારી છાપ પાડે છે.. અને એ સમય નો સદઉપયોગ પણ છે.. તો પોર્ન જોવાની ની આદત ને સારી અને અર્થપૂર્ણ શોર્ટ ફિલ્મો જોવાથી રિપ્લેસ કરી દે અને જોયા પછી એના વિશે તને કેવા વિચાર આવે છે.. તું એમાંથી શુ શીખી એ લખવાનું ચાલુ કરી દે.. હું એમ નથી કહેતો કે એક જ દિવસ માં આદત બદલાઈ જશે પણ જૂની ગાડી માં બ્રેક લગાવીશ તો નવી ગાડી માં બેસી શકીશ. દરેક ફિલ્મ જોયા પછી રીવ્યુ થિસીસ લખવા. આમ કરવાથી કઈક અર્થપૂર્ણ કામ કર્યા ની લાગણી થશે.
પ્રશ્ન :2
મનન: મુલ્લાજી, માસ્ટરબેશન વિશે તમે શું માનો છો?
મુલ્લા : આ વિશે જણાવુ એ પહેલાં તમને મારે એ સમજાવવું જોઈએ કે ક્રેવિંગ શુ હોય છે? અને તે કેટલા પ્રકાર ની હોય છે?
ક્રેવિંગ મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક પ્રાકૃતિક અથવા નેચરલ અને બીજી બનાવટી અથવા આર્ટિફિશિયલ.. અને પોર્ન એડિકટ વ્યક્તિ ના જો વ્યહવાર અને ભાવનાઓ નો અભ્યાસ કરો તો સમજાશે કે તેની જે સેક્સ્યુઅલ ક્રેવિંગ હોય છે.. એ બનાવટી અને પોર્ન થી પ્રભાવિત હોય છે.
આને એક રીતે સમજાય કે તમને ભૂખ લાગે સાથે બહુ મન થાય અને તમે પાણીપુરી ખાવ એ નેચરલ ક્રેવિંગ . પણ કોઈ મિત્ર ખાય છે.. તમે એની ખાવાની સ્ટાઇલ, પાણીપુરી ની સુગંધ અને એની રેંકડી ની આસપાસ ભીડ જોઈ ને ભૂખ ન હોવા છતાં પણ પાણીપુરી ખાવા તરફ દોડી જાવ એ આર્ટિફિશિયલ ક્રેવિંગ. એમાં તમે પ્રભાવિત હોવ છો.. ઓરીજીનલ હોતા નથી. તમે પત્ની અથવા પ્રેમિકા ના કે કોઈ મિત્ર ના વિચાર થી જે કાઇ કરો છો એ ઓરીજીનલ છે પણ એક પોર્નસ્ટાર અથવા કોઈ એકટ્રેસ ના વિચાર થી કરો છો એ પ્રભાવિત છે.. અને આર્ટિફિશિયલ ક્રેવિંગ જ ન છૂટે એવી આદત બને છે..માસ્ટરબેશન એક સૌથી સેફ વિકલ્પ છે અને એ પ્રાકૃતિક માર્ગ છે પણ શરત એટલી કે એ આર્ટિફિશિયલ ક્રેવિંગ પુરી કરવા માટે રોજ કરવાની આદત ન બને.. આ વિકલ્પ ને સહજ અને સરળ રાખવો તો એ ક્યારેય બંધન નહિ બને.
પ્રશ્ન :3
કરન: મુલ્લાજી મને તો રોજ લગભગ દર કલાકે બે કલાકે સેક્સ ના વિચાર આવે છે.. અને જલદી થી જલ્દી સેકસ કરવાની ઈચ્છા થાય છે.
મુલ્લા : તને જે થાય છે એ બિલકુલ સ્વાભાવિક અને સામાન્ય છે.. જો આવું ન થાય તો સમસ્યા છે.. પરંતુ તારે એ વિચારો પર વધુ વિચારવાની કે રીએક્ટ કરવાની જરૂર કેમ પડે છે? લેટ ધીસ થોટ કમ એન્ડ ગો.. આપણી સમસ્યા એ નથી કે આપણે વિચાર કરીએ છીએ. આપણી સમસ્યા એ છે કે આપણે કરેલા વિચારો પર વધુ વિચાર કરીએ છીએ.. સવારે વહેલો ઉઠ, કસરત કર, સારા પુસ્તકો વાંચ, તારું ભણવાનું કામ કર , મિત્રો સાથે મળ , માં બાપ સાથે બેસ , બધી જ મજા કર .. વધુ વિચારવા નો સમય ઈવા કાર્યો ને આપ જે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી હોય તને રુચિ હોય એ ક્ષેત્ર માં નવું નવું શીખ , ડિજિટલ માર્કેટિંગ , મેનેજમેન્ટ, પોલિટિક્સ, ટેક્નોલોજી ,નેચરલ થેરાપી જેવા ઇત્તર વિષયો માં રસ લે , એનો ઊંડો અભ્યાસ કર. રૂટીન આવતા તારી આ સમસ્યા તને સમસ્યા નહિ લાગે..
પ્રશ્ન :૪ સ્ટ્રેસ અને ટેનશન સેક્સ લાઈફ પર પ્રભાવ પાડી શકે ?
મુલ્લાં : સેક્સ આમ તો વ્યક્તિને સામાન્ય ટેનશન માં રાહત આપી શકે છે.. પણ ડિપ્રેશન અને ચિંતા થી પીડાતા દર્દીઓ એ સેક્સ મનોચિકિત્સક નિષ્ણાત પાસે કાઉન્સેલિંગ લેવું જોઈએ.
પ્રશ્ન :૫ ભૂતકાળ નો કોઈ દર્દનાક અનુભવ સેક્સલાઇફ પર પ્રભાવ પાડી શકે છે?
મુલ્લાં - જી,હા. બાળપણ માં ખરાબ જાતીય,માનસિક અથવા પારિવારિક અનુભવો વ્યક્તિ ની સેક્સ લાઈફ પર પ્રભાવ છોડે છે. વધુ પડતા ક્રૂર અનુભવ વ્યક્તિને સેક્સ પ્રત્યે ઉદાસીન કરી શકે છે. એને પ્રોપર થેરાપી અને કાઉન્સેલિંગ થી દુર કરી શકાય છે.
પ્રશ્ન :૬ કયા ક્યાં યોગાસન અને આયુર્વેદિક દવાઓ સેક્સ લાઈફ માટે મદદરૂપ છે.
મુલ્લાં: વજ્રાસન, શલભાસન,બાલાસન, સિદ્ધ વજરાસન, કિગલ એક્સરસાઇઝ ,સ્ટાર્ટ અને સ્ટોપ યુરિન ટેક્નિક ,ધ્યાન,સૂર્યનમસ્કાર વગેરે સેક્સયુઅલ હેલ્થ માટે ઉપયોગી છે. આ સિવાય શીલાજીત,અશ્વગંધા,મુલેથી,ખજૂર, અંજીર, બટાકા,લસણ ,ઘી અને દૂધ નું નિયમિત સેવન પણ મદદ કરી શકે છે.. કારેલા અને અન્ય લીલા શાકભાજી તેમ જ ફળો પ્રાકૃતિક રીતે શરીર ને સ્વસ્થ રાખવામાં મદદરુપ છે.
ફોરપ્લે, સેક્સ અને હસ્તમૈથુનથી સેક્સલાઇફ વધુ સરસ થાય છે.
પ્રશ્ન :૭
મન ને વ્યસન, સ્ટ્રેસ કે તણાવ માંથી મુક્ત કઈ રીતે રાખવું...?
મુલ્લાં: મનોવિજ્ઞાન પ્રમાણે વિચાર અને ભાવનાઓ નો એક બીજા સાથે ખાસ સંબંધ છે.. અને જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે એના બે પ્રતિભાવ સ્વાભાવિક છે... એક વૈચારિક અને બીજો ભાવનાત્મક .. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કેવા છે .. અને કઈ પ્રકૃતિ ના છે એ અંગે પ્રત્યેક વ્યક્તિના પોતાના વિચારો અને ભાવના હોય છે.. કોઈ પણ નકારાત્મક ઘટના નકારાત્મક વિચારો અને ભાવના ઓ ને જન્મ આપે છે.. અને પીડા બની જાય છે.. જ્યારે વ્યક્તિ એકાંત માં હોય છે અથવા નિદ્રા ના સમયે , જ્યારે એની પાસે વિચારવા લાયક બીજો કોઇ પ્રસંગ અથવા કરવા લાયક કોઈ કાર્ય નથી હોતું ત્યારે એ ભુતકાળ ના નકારાત્મક પ્રસંગો ની પીડા અને એના વિચારો એના મન નો ભાર વધારે છે અને એ પીડા ભાવનાત્મક રીતે વધુ બળવાન બની જાય છે.. અને એ ભાવના ડિપ્રેશન, સ્ટ્રેસ કે એન્ઝાઇટી માં પરિણમે છે.. એ કોઈ પણ ઘટના હોઇ શકે છે..
*સામાન્ય હાર -જીત
*નાના મોટા ઝગડા
*કોઈ ની વાત થી અથવા વ્યહવાર થી ખરાબ લાગવું.
*કોઈ વ્યક્તિ કે પ્રસંગ વિશે ગેરસમજ
*કોઈ પ્રવૃત્તિ કે મિત્રો નો અભાવ
*કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ
*કોઈ દુર્ઘટના કે તકલીફ ની યાદ
*સ્વાસ્થ્ય સંબંધીત પીડા
*પ્રેમ નો અભાવ
*જીવનસાથી નો અવિશ્વાસ
*લગ્નેતર સંબંધ
*ખૂબ મહેનત કર્યા પછી મળતી અસફળતા...અને ઘણું બધું..
તો આ બધા કારણોસર આપણા મન, મસ્તિષ્કમાં બનેલી નકારાત્મક ભાવનાત્મક ગ્રંથી ઓ શારીરિક સ્વાસ્થ્ય તેમ જ માનસિક સ્વાસ્થ્ય જોખમ માં મૂકે છે.. મૂળ ભાવનાઓ અને વિચાર બન્ને ઉર્જા ના સ્વરૂપ છે. ઉર્જા ના આ બન્ને સ્વરૂપ જેટલા નકારાત્મક એટલી વધુ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અને નિરાશા અનુભવાય છે.
Emotional Blockages ના નિવારણ ના ઉપાયો.
****************************************
* તમારી પીડા અને તેના વિશે તમારા જે પણ વિચાર હોય એ તમામ વિચારો એ જ સ્વરૂપ માં લખી નાખવા..
* ભૂતકાળ વિશે નો અભિગમ બદલી વીતેલી ક્ષણો ને માત્ર એક ફિલ્મ તરીકે જોવી. તેમાંથી છૂટવા માટે ધ્યાન, યોગ ,કસરત અને સ્વસ્થ જીવનનો નો આશરો લેવો.
*નદીકિનારે, બાગ માં , ખુલ્લા આકાશ નીચે રોજ ચાલવા જવું.
* તમને જેવા આવડે એવા તમારા પ્રિય પ્રાકૃતિક તત્વો જેવા કે સૂરજ, પહાડ ,નદીઓ ,વૃક્ષો વગેરે ના નાના નાના ચિત્રો બનાવવા અને નીચે લખવું (ઉદાહરણ તરીકે) સુરજ હું તમને ખૂબ પ્રેમ કરું છું.
* સિતાર, તબલા ,હાર્મોનિયમ નું સંગીત રોજ મોબાઈલ માં ચાલુ કરવું.. સમય પ્રમાણે પ્રસન્નતા વર્ધક સંગીત સાંભળવું.
* નાના મોટા આર્ટિસ્ટિક અને સ્કિલ ડેવલોપમેન્ટ ના પબ્લિક ઇવેન્ટ ઓફલાઇન કે ઓનલાઇન જોઈન કરવા.
* પોતાના શોખ સાથે વધુ સમય વ્યતીત કરવો.
* જે વ્યક્તિઓ તમારા કરતા વધુ દુઃખી, નિરાશ અને અભાવગ્રસ્ત છે તેમની યોગ્ય સહાય કરવી.
* ગીતો, કવિતાઓ ,ગઝલ લખતા શીખવું.
* બાળકો અને પ્રિય પશુઓ સાથે સમય પસાર કરવો.
* પોતાની જાત ને મજબૂત બનાવે અને દુઃખ દૂર કરે એવા આત્મસુચનો આપવા.
* જેમને ભૂતકાળમાં દુઃખ વેઠયું હોય અને સફળતા પ્રાપ્ત કરી હોય એવા મહાન વ્યક્તિઓ ની વાર્તા, કથા,ફિલ્મો જોવા સાંભળવાથી મન ને હિંમત અને પ્રેરણા પ્રાપ્ત થાય છે.
* જ્યાં ડોકટર ની, થેરાપીસ્ટ ની અથવા કોઈ પણ પ્રકારની કન્સલ્ટિંગ ,કાઉન્સેલિંગ ની જરૂર પડે તો સંકોચ કરવો નહીં.
* ખૂબ હસવું, મન મુકીને હસવું અને એવા ટુચકા વધુ ને વધુ વાંચવા.