Love you yaar - 40 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 40

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 40

મીત પોતાની કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે સાંવરીને લેવા માટે જતો હતો અને એટલામાં જેનીનો ફોન આવ્યો કે, "બે પોલીસ કોન્સ્ટેબલ આવ્યા છે મને થોડી પૂછપરછ કરવા માંગે છે તો તું અહીં મારા ઘરે આવને."

મીત ધર્મસંકટમાં મૂકાઈ ગયો એકબાજુ સાંવરી એક કલાકથી તેની રાહ જોઈને બેઠી હતી જેને લેવા માટે પોતે જઈ રહ્યો હતો અને બીજી બાજુ જેની તેને પોતાના ઘરે બોલાવી રહી છે. હવે જો સાંવરીને લેવા માટે ન જાય તો સાંવરી તેનાથી વધુ નારાજ થઈ જાય અને જેનીના ઘરે ન જાય તો સુજોયના કેસથી તે વાકેફ ન થઈ શકે. હવે શું કરવું ? તેમ તે વિચારી રહ્યો હતો.
પરંતુ તેણે જેનીના ઘરે જવાનું પસંદ ન કરતાં પોતાના ઘરે સાંવરીને લેવા જવાનું જ પસંદ કર્યું કારણ કે પત્ની પહેલાં, પોતાની વ્યક્તિ પહેલાં પછી બીજું બધું અને તે સાંવરીને લેવા માટે પહોંચી પણ ગયો. સાંવરી તેની રાહ જોતી તૈયાર જ બેઠી હતી એટલે મીત ઘરે પહોંચ્યો એટલે તુરંત જ બંને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયા.

મીત કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને એટલામાં ફરીથી જેનીનો ફોન આવ્યો. જેનીની કોઈ જ વાત અત્યારે તે સાંવરીને જણાવવા માંગતો નહોતો તેથી જેવો જેનીનો ફોન આવ્યો કે તરત જ તેણે ફોન કટ કર્યો અને "આઈ વીલ કોલ યુ બેક લેટર" નો મેસેજ ડ્રોપ કરી દીધો.

મીત અને સાંવરી બંને પોતાની ઓફિસમાં પ્રવેશ્યા એટલે જે રીતે મીતને બધાએ આવકાર્યો હતો તે જ રીતે સાંવરીને પણ ઓફિસના સ્ટાફ મેમ્બર્સે આવકારી અને તેને કોન્ગ્રેચ્યુલેટ કર્યું તેમજ મીત સર તમારા લગ્નની અમને પાર્ટી આપવાના છે તેમ પણ કહી દીધું સાંવરી પણ આજે પોતાના ઓફિસ સ્ટાફને મળીને ખૂબ ખુશ થઈ ગઈ હતી.
બધાની સાથે વાતચીત પૂરી થઈ ગયા બાદ તે મીતની કેબિનમાં ગઈ જ્યાં બે ચેર ગોઠવેલી હતી એક ચેર મીતસર માટે અને બીજી ચેર સાંવરીમેમ માટે સાંવરી પોતાની ચેર ઉપર ગોઠવાઈ ગઈ અને અહીંની લંડનની ઓફિસનો હિસાબ કિતાબ ચેક કરવા લાગી.

સાંવરી ખૂબજ હોંશિયાર અને પાક્કી બિઝનેસ વુમન હતી. લંડનની ઓફિસનો કરોડોનો વહીવટ કમલેશભાઈએ એટલે કે મીતના પપ્પાએ તેમના જૂના અને વિશ્વાસુ માણસ દિવાકરભાઈને સોંપેલો હતો અને આજે સાંવરીએ જેવી અહીંની લંડનની ઓફિસમાં એન્ટ્રી લીધી તેવા બધાજ માણસો તેને મળવા માટે આવ્યા હતા પરંતુ દિવાકરભાઈ તેને મળવા માટે આવ્યા નહીં અને ઓફિસમાં ક્યાંય નજરે પણ ચડ્યા નહીં એટલે સાંવરીએ દિવાકરભાઈ વિશે ઓસ્ટિનને પૂછ્યું તો ખબર પડી કે તે આજે રજા ઉપર છે.

આજે ઘણાં બધાં સમય પછી પોતાના બોસ મીતસર અને સાંવરીઅંમેમ લંડન આવી રહ્યા છે અને તે પણ આજે ઓફિસમાં પણ આવવાના છે તે જાણતાં હોવા છતાં દિવાકરભાઈ આમ રજા ઉપર રહ્યા હતા એટલે સાંવરીને થોડું અજુગતું લાગ્યું પણ પછી તેને થયું કે તે કોઈ પર્સનલ અગત્યના કામમાં ફસાયેલા હશે નહીંતો તે આજે ઓફિસે આવ્યા વગર ન જ રહે અને માટે જ તેમણે રજા લીધી હશે. છતાં ફોન કરીને તેમની ખબર અંતર તો પૂછી લવું તેમ વિચારીને સાંવરીએ તરત જ દિવાકરભાઈને ફોન લગાવ્યો. દિવાકરભાઈએ પહેલી રીંગમાં ફોન ન ઉપડ્યો, સાંવરીએ ફરીથી બીજી વખત ફોન લગાવ્યો દિવાકરભાઈએ ફોન ઉઠાવ્યો.

દિવાકરભાઈ છોકરીનો અવાજ સાંભળીને ચોંકી ઉઠ્યા તેમના મોબાઈલમાં સાંવરીનો નંબર નહોતો એટલે તે વિચારમાં પડી ગયા કે આ અનક્નોવ્ન નંબર ઉપરથી મને કોણે ફોન કર્યો હશે અને આમ કૂતુહલવશ થઈને જ તેમણે ફોન ઉઠાવ્યો.

દિવાકરભાઈએ એવી કલ્પના કરી નહોતી કે મીતસરના વાઈફ સાંવરીમેમ મીતસરની સાથે આ રીતે ઓફિસમાં આવશે અને પોતાને નહીં જૂએ એટલે તરત જ ફોન કરશે. પરંતુ સાંવરીને ઘર હોય કે ઓફિસ એકે એક ઝીણામાં ઝીણી બાબત ઉપર ધ્યાન આપવાની આદત પહેલેથી જ નાની હતી ત્યારથી જ તેના પપ્પાએ તેને પાડી હતી.
દિવાકરભાઈએ ફોન ઉપાડ્યો..
દિવાકરભાઈ: હલ્લો કોણ ?
સાંવરી: જી, દિવાકરઅંકલ હું સાંવરી વાત કરું છું. મીતની પત્ની.
દિવાકરભાઈ: જી, મેમ હું તમને ઓળખું છું. આઈ ક્નોવ તમારું નામ સાંવરી છે.
સાંવરી: જી, અંકલ આજે તમને ઓફિસમાં ન જોયા માટે ફોન કર્યો. કેમ છો મજામાં ને કંઈ પ્રોબ્લેમ તો નથી ને આજે તમે લીવ લીધી છે માટે પૂછ્યું હં. ખોટું નહીં લગાડતાં.
દિવાકરભાઈ: ના ના મેડમ, એમાં શું ખોટું લગાડવાનું...
અને દિવાકરભાઈની વાત વચ્ચે જ કાપતાં સાંવરી બોલી કે, " અંકલ તમે મારા સસરાના જૂનામાં જૂના માણસ છો અને તેમની ઉંમરના છો તમે મને સાંવરી કહી શકો છો તમારે મને મેડમ કહેવાની જરૂર નથી. "
દિવાકરભાઈ: જી, તમારી વાત સાચી છે મેડમ પણ હું ઓફિસમાં તો તમને મેડમ જ કહીશ ક્યારેક ઘરે આવીશ તો સાંવરીબેટા કહીને બોલાવીશ બસ.
સાંવરી: જી, અંકલ તમે મને બેટા કહેશો તો મને ખૂબ ગમશે. બોલો અંકલ શું કહેતા હતા બીજું.
દિવાકરભાઈ: જી, મેડમ હું એમ કહેતો હતો કે આજે તમારા કાકીની તબિયત થોડી બગડી હતી એટલે મેં લીવ લીધી છે મારે તેમને ડૉક્ટર પાસે લઈ જવાના હતા.
સાંવરી: ઓકે વાંધો નહીં અંકલ, હવે તેમની તબિયત કેવી છે અને આવતીકાલે તો તમે આવશો ને ?
દિવાકરભાઈ: જી, મેડમ આવતીકાલે હું ચોક્કસ આવી જઈશ અને તમારા કાકીને મેં ડૉક્ટર સાહેબને બતાવી દીધું છે હવે તેમને સારું છે. અને સાંવરીએ ફોન મૂક્યો.

આ બાજુ મીત પોતાની કેબિનમાંથી બહાર આવીને દિવાકરભાઈની કેબિનમાં બેઠો બેઠો જેની સાથે વાત કરી રહ્યો હતો કે, " બોલ જેની શું થયું ? "
જેની: બસ કંઈ નહીં એ તો બે પોલીસ કોન્સ્ટેબલ આવ્યા હતા અને સુજોય વિશે મને બધું પૂછી રહ્યા હતા.
મીત: ઓકે તે શાંતિથી બધા જવાબ આપ્યા ને ?
જેની: હા મેં તો બધા જ જવાબ શાંતિથી જ આપ્યા છે પણ ખબર નહીં મને ખૂબ ડર લાગે છે.
મીત: પણ તને ડર શેનો લાગે છે તેની મને ખબર નથી પડતી તે તો સુજોયનું ખૂન નથી કર્યું ને ?
જેની: ના, હું સુજોયનું મારા પતિનું ખૂન શું કામ કરું ?
મીત: શું કામ કરું ? શું કામ કરું ? નહીં તે સુજોયનું ખૂન કર્યું હોય તો મને સાચે સાચું કહી દે એટલે મને તેનો રસ્તો કાઢવાની ખબર પડે ?
જેની: મીત, માય ડિયર હું તને સાચું કહું છું કે મેં સુજોયનું ખૂન નથી કર્યું. હું મારા સુજોયને ખૂબ પ્રેમ કરતી હતી હું શું કામ તેનું ખૂન કરું ? અને જેની બિલકુલ ઢીલી પડી ગઈ અને રડવા લાગી.
મીત: જેની તને કેટલી વાર સમજાવું કે તું આમ રડ રડ ન કર રડવાનું બિલકુલ બંધ કરી દે અને તું આમ ચિંતા ન કર્યા કરીશ બધું બરાબર થઈ જશે.
જેની: પણ હું અહીંયા ઘરમાં એકલી છું એટલે મને જાતજાતના વિચારો આવે છે અને ખૂબ ડર પણ લાગે છે.
મીત: હવે જેની એનું કોઈ ઓપ્શન નથી બરાબર ? હમણાં તારાથી ઘર લોક કરીને ક્યાંય જવાશે નહીં તેના કરતાં તું તારા કોઈ રીલેટીવ કે ફ્રેન્ડને તારા ઘરે રહેવા માટે બોલાવી લે તે સારું પડે.
જેની: પણ અત્યારે આ પરિસ્થિતિમાં કોણ મારા ઘરે રહેવા માટે આવે અને રીલેટીવમાં તો મારું પોતાનું કહી શકાય તેવું કોઈ નથી ખાલી એક બે ફ્રેન્ડ છે પણ તે પણ અત્યારે આવી પરિસ્થિતિમાં રહેવા તો શું મને મળવા આવતા પણ ડરે છે.
મીત: બસ તો પછી, ભોગવે તેની ભૂલ. તે સુજોય સાથે લગ્ન કર્યા છે તો તેની જે પરિસ્થિતિ હોય તે તારે સ્વીકારવી જ રહી અને તે માટે તારે તૈયાર જ રહેવાનું અને ખૂબ હિંમત રાખ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ ઈશ્વરને પ્રાર્થના કર કે સુજોયનો ખૂની જલ્દીથી પકડાઈ જાય અને તને આ બધામાંથી છૂટકારો મળે. આમ હિંમત હારી જઈશ તો કઈરીતે ચાલશે ?
જેની: હા સાચી વાત છે તારી મારે હિંમત તો રાખવી જ પડશે. (જેની થોડી મક્કમ થતાં બોલી.)
મીત: ઓકે ચાલ હવે હું મૂકું ફોન હું ઓફિસમાં છું અને મારે ઘણું કામ છે.
જેની: એક છેલ્લો પ્રશ્ન પૂછું તને ?
મીત: હા બોલ.
જેની: તું આજે રાત્રે મારા ઘરે મારી સાથે રોકાવા માટે આવીશ ? કારણ કે મને આખી રાત ઉંઘ નથી આવતી અને ખૂબ ખરાબ ખરાબ વિચારો અને ખરાબ સ્વપ્ન આવે છે. પ્લીઝ રોકાવા માટે આવ ને મારી સાથે.. એટલું કરને મારા માટે તારી આ ઓલ્ડ ફ્રેન્ડ જેની માટે.. પ્લીઝ.. પ્લીઝ..

જેનીએ મીતને પોતાની સાથે પોતાના ઘરે સૂઈ જવા માટે ફૂલ્લી ઈમોશનલ થઈને આજીજીભરી ખૂબ રીક્વેસ્ટ કરી છે હવે મીતને પોતાનાં જૂના દિવસો યાદ આવે છે જ્યારે જેની ઘણીવાર તેની સાથે જ તેના બંગલામાં રાતોની રાતો રોકાઈ જતી હતી અને તેની ટેક કેર પણ કરતી હતી અને તેને હેલ્પ પણ કરતી હતી. એ બધું યાદ કરીને મીત પોતાની આ ઓલ્ડ ફ્રેન્ડ જેની સાથે નાઈટ હોલ્ટ કરવા માટે તૈયાર થશે કે નહીં થાય ? જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/2/24