The Author Mrugesh desai Follow Current Read શંખનાદ - 7 By Mrugesh desai Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books વિશ્વની સૌથી ડરામણી શ્રાપિત વસ્તુઓ વર્ષોથી આપણે શ્રાપિત વસ્તુઓ અંગે સાંભળતા - વાંચતા આવ્યા છીએ... નિતુ - પ્રકરણ 65 નિતુ : ૬૫(નવીન)નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અ... Dear Love - 1 પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન... યાદગાર દિવસ વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8... ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Mrugesh desai in Gujarati Classic Stories Total Episodes : 16 Share શંખનાદ - 7 (9) 1.2k 2.4k 2 નમસ્કાર વાચક મિત્રો બહુ લાંબા સમય પછી તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું .. ફિલ્મો અને વેબ સિરીઝ લખવા માં વ્યસ્ત હતો એટલે નવલકથા ને ન્યાય ના આપી શકતો પણ હવે ફરી એકવાર હું શંખનાદ કરવા આવી ગયો છું .. હવે ગમે તેટલી વ્યસ્તતા હશે પણ મારી બંને નવલકથા માં તમારો રસભંગ નહિ થાય એની ખાતરી સાથે શંખનાદ ફરીથી શરુ કરું છું આ સાથે મારી બીજી નવલકથા " વિષ - રમત " મેં શરુ કરી દીધી છે એટલે સાથે સાથે એનો આનંદ માણવા નું પણ ચૂકશો નહિ - મૃગેશ દેસાઈ તમારા અભિપ્રાય વોટ્સ એપ પર આપશો તો મારી લખાણ ક્ષમતા ને વધારે બળ મળશે # 9904289819. _______________________________________________શંખનાદ ના આગળ ના એપિસોડ માં જોયું કે ભારત ના ગૃહ મંત્રી શ્રી સતીશ શાહ સાહેબ કેવી ચતુરાઈ થી સીબીઆઈ ચીફ કેદારનાથ માથુર ને ૩ કરોડ ની સાડી પહોંચાડે છે .. પરંતુ એ એક સાડી નહિ એ સાડી માં છુપાયેલું મિશન વંદેમાતરમ છે .. જેના વિષે ગૃહ મંત્રી પોતે અને સીબીઆઈ ચીફ કેદારનાથ માથુર બંને જણ જ જાણતા હોય છે આગળ ના એપિસોડ માં જોયું કે વંદેમાતરમ મિશન ના ગુપ્ત કોડ ધરાવતી સાડી સીબીઆઈ ના મુંબઈ ની આગળ પહાડી માં આવેલા ગુપ્ત મથક પાર પહોંચી ગઈ છે .. સીબીઆઈ ની ટીપ આ સાડી નો ભેદ ઉકેલી ને મિશન વંદેમાતરમ પૂરું કરે એ પહેલા આપડે આપડા દેશ ની બાહોશ સી બી આઈ ની ટિમ વિષે જાણી લઈએ કે જેનો દર વખતે પોતાનો જીવ જોખમ માં મૂકીને પણ આપણી ઉપર તોળાતી આફત ને નેસ્ટ નાબૂદ કરે છે ..સીબીઆઈ ની આ બાહોશ ટીમના ચીફ છે ડો. કેદારનાથ માથુર જેનો આપણા દેશ ના ઇતિહાસ .. ભૂગોળ આપણા દેશ ના કાનૂન કાયદા , આપણા દેશ ના શાસ્ત્રો , દુશ્મન અને દોસ્ત દેશો સાથે ના સંબંધો આ બધું ખુબજ સારી રીતે જાણે છે અને તેમના નોલેજ ના ઉપયોગ થી આખી ટિમ ને દોરવણી આપે છે આ ટીમ માં ડો . કેદારનાથ માથુર પછી આવે છે ઇન્સ્પેક્ટર સૂર્ય પ્રતાપ ઉમર ૩૫ વર્ષ .. ૬ ફૂટ થી પણ વધારે ઉંચી હાઈટ .. એકવડો બાંધો .. લંબ ગોળ ચહેરો ..એકવડો બધો હોવા છતાં ગમે તેવો ખતરો હોય ત્યારે છેલ્લી ઘડીયે પેતરો બદલી ને એમાંથી બહાર નીકળવાની કુનેહ સૂર્ય પ્રતાપ એ ડો કેદારનાથ માથુર નો મજબૂત આધાર છે .. કેદારનાથ ને સૂર્ય પ્રતાપ ઉપર પોતાના પડછાયા કરતા પણ વધારે વિશ્વાસ છે સૂર્ય પ્રતાપ પછી આવે છે ... ઇન્સ્પેક્ટર વિક્રમ સીંગ ઉર્ફે વિકી ... રાજસ્થાની રાજપૂત ઘરના નો છે ઉમર ૨૫ વર્ષ મજબૂત કસાયેલું શરીર , હાથી ની તાકાત , શિયાળ ની ચાલાકી .. દુશ્મન ને સેકન્ડ ના સો માં ભાગ માં મહાત કરવાની તાકાત ... હિન્દુસ્તાન ને કોઈ પણ તકલીફ માંથી બચવાની તાકાત અને બુદ્ધિ એકલા વિક્રમ સીંગ ની છે ...વિક્રમ સીંગ નો આદર્શ ઇન્સ્પેક્ટર સુર્યપ્રતાપ છે જેનો એક બોલ વિક્રમ સીંગ માટે આદેશ સમાન છે આ ટિમ માં બે ચબરાક છોકરી ઓ છે એમાંથી એક છે સોનિયા આપ્ટે . તેનું મગજ સુપર કોમ્યુટર કરતા પણ તેજ છે .. તેનું મગજ પવન કરતા પણ તેજ દોડે છે .. કોઈ પણ કોમ્પ્યુટર સોફ્ટવેર કે પ્રોગ્રામિંગ ના પાસ્વર્ડ તોડવા તેના માટે ચપટી વગાડવા જેટલું સરળ કામ છે .. તે ફક્ત પોતાના મોબાઈલ ફોન નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર હેક કરી શકે છે .. એનું મગજ કોમ્પ્યુટર માં જેટલું તેજ છે એટલું જ એ સારામાં સારું પ્લાંનિંગ કરી શકે છે કોઈ પણ સઘન પ્લાંનિંગ માં કેદારનાથ અને સૂર્ય સીંગ પણ સોનિયા ના પ્લાન અનુસાર જ કામ કરવાનું પસંદ કરે છે આ ટિમ માં બીજી છોકરી છે પૂર્વી મહેતા. આ ગુજરાતી છોકરી દેખાવે એકદમ સુંદર છે .. હિન્દી ફિલ્મો ની કોઈ પણ હિરોઈન એની તોલે ના આવી શકે .. je પણ પૂર્વી ને જોવે એ એક જ પ્રશ્ન પૂછે કે મેડમ તમે મિસ વર્લ્ડ નો ખિતાબ કઈ સાલ માં જીત્યો હતો પૂર્વી નું ખુબ જ આકર્ષક ફિગર અને એની પાણીદાર બદામી આંખો એની તાકાત હતી .. તેના અવાજ માં એક ગજબ પ્રકાર નું ચુંબકત્વ હતું .. એક અલૌકિક ખેંચાણ હતું .. આ બધા નો ઉપયોગ પૂર્વી બાહોશ રીતે કરતી .. કોઈ પણ વ્યક્તિ થોડી વાર માટે પણ પૂર્વી ની આંખો માં જોઈને vat કરે તો એ એના થી પ્રભાવિત થઇ જાય .. જાણે એનાથી હાઇપ્નોટિઝ થઇ જાય .. પછી પૂર્વી જેમ કહે એમ એ વ્યક્તિ કરવા લાગે .... પૂર્વી સુંદર અને કોમળ હતી ઉપરાંત તે કોઈ ગભરુ પારેવા જેવી ન હતી .. તે. કરાટે ચેમ્પિયન હતી ..koi પણ વ્યક્તિ ને સેકન્ડ ના દસમા ભાગ માં ધૂળ ચાટતો કરી દેવા ની તાકાત તેના માં હતી પછી આ ટિમ માં છે હવાલદાર ફિરદૌસ ...એક જિંદા દિલ ઇન્સાન . આમતો પોલીસ ફોર્સ માંથી તેની બદલી સીબી આઈ માં થઇ હતી અને aeni aek જ વિશેઃતા હતી .. તે અનાથ હતો અને અનાથ આશ્રમ મા મોટો થયો હોવા છતાં એના મન માં નાનપણ થી જ એકજ તમન્ના હતી કે જીવવું દેશ માટે અને મરવું દેશ માટે .. કોઈ પણ વિદ્યાર્થી ને ડોક્ટર બનવું હોય ..કોઈ ને એન્જિનિરીંગ ... તો કોઈને સાયન્ટિસ્ટ બનવું હોય ..... પણ ફિરદૌસ નું નાનપણ થી જ એક જ સપનું હતું .. દેશ માટે જીવવું અને દેશ માટે મરવું .. બસ તેની આજ વિશેષતા થી એ આજે દેશ ની સર્વોત્તમ ટિમ નો સભ્ય હતો. મિત્રો આ છે ..આપણા હિન્દુસ્તાન ની સર્વશ્રેઠ ટિમ .. આપણી સેના સરહદ ની રક્ષા કરે છે ..પોલીસ કાયદા કાનૂન સાચવવા નું કામ કરે છે ..પણ આ સીબીઆઈ ની ટિમ આપણી જાણ બહાર જીવ સટોસટ ની બાજી લગાવી ને Sena અને પોલીસ ને આડકતરી રીતે બહુ જ મદદ કરે છે અને એટલેજ આપણા દેશ ના ગૃહ પ્રધાન શ્રી સતીશ શાહ સાહેબે વંદેમાતરમ જેવું ખુબજ ઈમ્પોર્ટન્ટ અને ખુબ જ ખતરનાક મિશન આ ટિમ ને સોંપ્યું છે પણ મિશન વંદેમાતરમ નો કેસ સોલ્વ થાય એ પહેલા આપડે આ ટિમ ની તાકાત ઉજાગર કરતો એક કિસ્સો જોઈએ ‹ Previous Chapterશંખનાદ - 6 › Next Chapter શંખનાદ - 8 Download Our App