હેત્શિવાએ ધરાનો પરિચય આપતાં નિલક્રિષ્ના તરફ નજર કરતાં રૂઆબ આપતા અવાજથી કહ્યું કે,
"આ પૃથ્વીવાસી ધરા છે.મેં એને શરણ આપી છે.એ આજથી મારી મિત્ર છે.એ અહીં સમુદ્રમાં પોતાના જીવનના ઉલજતા સવાલોનો જવાબ શોધવા આવી છે.
એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી તેથી,મેં અહીં એને રોકીને એની મદદ કરવાનું વચન આપ્યું છે.
અને સાંભળ નિલક્રિષ્ના એને તારા ભાઈ શિવમન્યુએ 'ધરા મા' કહીંને સંબોધન કર્યું છે.તેથી આજથી એ પણ તારી 'ધરા મા' છે. અને ખાસ એ અહીં તને મળવા માટે પણ આવી છે."
હેત્શિવાના શબ્દો સાંભળતી ધરાની આંખોમાં મમતા ઉભરાઈ આવી હતી. એને જોતાં એવું લાગી રહ્યું હતું કે,"એ નિલક્રિષ્નાને જલ્દી ગળે લગાડવા તરસી રહી હોય." એમ એની કાયા હેતની લાલી પાથરી રહી હતી.
પોતાની ગાદી પરથી ઉભા થતાં જ નિલક્રિષ્ના એ હેત્શિવામાને પ્રણામ કર્યા,અને ધરા મા તરફ નજર કરી
એની તરફ આવવા લાગી.
નિલક્રિષ્ના ધરાની સમુખ આવતા જ ધરાએ હળવું સ્મિત આપ્યું.અને મમતાળી માની જેમ એને પોતાના અધરોથી ચાટવા લાગી.કોઈ કુતરાનું ગલુડીયુ ખોવાઈ ગયું હોય અને અચાનક મળી જાય ને એ એનાં આખાં શરીરને પોતાની જીભથી પંપાળે એવું જ દ્શ્ય અહીં દેખાય રહ્યું હતું. એકબીજાને ભેટતાં વળગતા નિલક્રિષ્નાએ એને સંબોધ્યુ કે,'ધરા મા'એનાં કાન આ શબ્દ વારંવાર સાંભળવા સવળા થઇ ગયા.
આ મિલનનું દ્શ્ય અનોખું હતું.બન્ને એકબીજાને છાતી સરખા ચાંપીને જાણે એટલાં નજીક હતાં કે,બન્નેના મન પોતાની વચ્ચેના સંબંધને જાણી ચૂક્યા હતાં.પરંતુ આ બંધનની પહેલી સુલઝાવવી બન્ને માટે મુશ્કેલ બની રહી હતી.બીજું કશું વિચાર્યા વગર જે થાય છે તેમાં જવાબ મળી જશે,એમ બન્નેએ મનોમન વિચારી લીધું.
આ મિલન દરમિયાન આખી સભામાં મમતામય વાતાવરણ ફેલાઈ ગયું હતું.નિલક્રિષ્ના ધરા માને મળીને ફરી પોતાનું આશન ગ્રહણ કરી લીધું હતું.ત્યાર પછી હેત્શિવાએ સભાખંડમાં ઉપસ્થિત મંત્રી ગણ અને પ્રજા સમક્ષ અગ્નીની સાક્ષીએ ધરાને પોતાની મિત્ર બનાવી અને એનાં દુઃખોનું મૂળ શોધવામાં એની મદદ કરવાનું વચન આપી દીધું હતું.
આમ એક સુંદર સંબંધની ગાંઠ મજબૂત રીતે બંધાયા પછી બધાં સભાખંડમાંથી છુટાં પડ્યાં.
હેત્શિવા ધરા સાથે સભા ખંડની બહાર નીકળીને.પોતાનઃ
આ તમહેલની રમણીયતા બતાવતા,એના મનમાં છુપાવેલી વાત ધરાને કહેતાં કહેવા લાગી કે,
"હું આ અઠવાડિયું પુરું થતાં જ નિલક્રિષ્નાને પૃથ્વી ઉપર મૂકવા જઉં છું.ત્યાં મૂકવા માટે હું મજબૂર છું.પૃથ્વીને એની જરૂર છે.એનાં જન્મનું રહસ્ય હું નથી જાણતી પરંતુ મહાદેવની આજ્ઞા મુજબ હું એનો ઉછેર કરી રહી હતી.
અને શિવમન્યુએ તો પોતાની આત્મા દ્વારા મને પહેલેથી જ સંદેશ આપી દીધો હતો.નિલક્રિષ્નાનો ઉછેર કરવાં માટે જ શિવમન્યુએ આ રેતમહેલ બનાવ્યો હતો.એની બહેન અહીં જ આવીને રહેશે એ વાત એને પહેલેથી જ ખબર હતી.એ સમયથી આજ સુધીના દિવસો નિલક્રિષ્ના સાથે કેમ નીકળી ગયા એની મને ખબર સુધ્ધા ન રહી.હું એ વિચારે ડગી જઉ છું કે, કેમ કંઈ રીતે હું નિલક્રિષ્ના વગર રહી શકીશ? આ રેતમહેલ મને એ વિચારથી જ કોરી ખાય છે.
નિલક્રિષ્નાના વીસ વર્ષ પુરા થવાનો સમય નજીક આવી ગયો છે.એટલે,હું ફરી નિલક્રિષ્નાને પૃથ્વી પર નિયમ મુજબ મૂકવા જઇ રહી છું."
હજું હેત્શિવા પોતાની વાત કરવામાં જ મશગુલ હતી.વાતો સાંભળતાં ધરાના હ્દયમાં લાગણીઓ સ્ફુરી પરંતુ એ પોતાનું હ્દય કઢણ રાખીને હેત્શિવાની હિંમતમાં
હજુ આગળ વાત કરતાં એને પુછ્યું કે,
" હા,પરંતુ નિલક્રિષ્નાનાં જીવનનો ઉદ્દેશ્ય શું છે? એ તું જાણે છે કે,માત્ર શરત મુજબ તું એને પૃથ્વી પર મૂકવા જઇ રહી છો?"
" મનુષ્યો પોતાના જીવનની લાલચ માટે રાક્ષસી બની રહ્યા છે.તેથી આ રાક્ષસી દિમાગોમાંથી લાગણી,પ્રેમ,
સહાનુભૂતિ વગેરે નષ્ટ થઈ ગયા છે.તેથી, દેશ પ્રેમ,દેશ એકતા ખંડિત થવા લાગી છે.હાલ વર્તમાનનો મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પૃથ્વીને વહેંચી રહ્યો છે.અને વધુ નુકશાન પહોંચાડી રહ્યો છે.પરંતુ એ જાણતો નથી કે આગામી વર્ષોમાં આનું પરિણામ બહુ જ ખરાબ આવશે.ખાશ કરીને ભારતની પૃથ્વીનું નામોનિશાન નહીં રે...! આ પૃથ્વીનું અસ્તિત્વ ક્યાંય ખોવાઈ ન જાય.
પ્રાચીન સ્થાપત્યો અને ભારતની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે,આ ભવ્ય વારસાની સંભાળ સારી રીતે રાખવાં માટે જ નિલક્રિષ્નાનો પૃથ્વી પર જન્મ થયો છે.મનુષ્યો વધુ રાક્ષસી વૃતિ વાળા બનતા જુનવાણી મંદિરો ઉખેડી રહ્યા છે.'સમ્યક મણી'પ્રાપ્ત કરવા ઘણા રાક્ષસી વેશમાં રાજાઓએ પણ જ્ઞાન,ધર્મ હટાવી ભગવાનમાંથી શ્રદ્ધા ઘટાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.આ આપણાં મળેલા વારસાને જુનવાણી,અંઘશ્રદ્ધા કહીં રાક્ષસી મનુષ્યો સાચવેલી આ પ્રાચીન સંસ્કૃતિને મોર્ડન સમયનાં વંટોળમાં ઉડાડી રહ્યો છે.આ બધી વસ્તુનું જતન કરવા
માટે જ ભગવાન શિવ શંકર મહાદેવ દ્વારા નિલક્રિષ્નાને બનાવવામાં આવી છે."
હેત્શિવાના આમ કહેતા ધરાને ફરી સવાલ થયો.અને એ
ફરી વધું જાણવા માટે એને પુછવા લાગી કે,
"તો નિલક્રિષ્ના પાસે એવું ક્યું બળ છે. જેનાથી એ આ બધું રોકી શકશે? અને માણસાઈના દીવા પ્રગટાવવા એ કંઈ વસ્તુથી શક્ય થશે ?"
હેત્શિવાએ ધરાને જવાબ આપતાં કહ્યું કે,
"એ હું નથી જાણતી કે,એને મહાદેવે આપેલું વરદાન કંઈ વસ્તુનું છે.પરંતુ મેં એનો ઉછેર કર્યો છે તો હું એટલું તો જરૂર જાણી ચૂકી છું કે નિલક્રિષ્નાનું વ્યક્તિત્વ સાધારણ નથી.માતા અંજલીએ જ્યારે હનુમાનજીને જન્મ આપ્યો ત્યાર પછી એને એમ થયું કે એનું કર્તવ્ય પૃથ્વી પર પૂરું થઈ ગયું.એણે એક મહામાનવને જન્મ આપી પૃથ્વીનો ઉધ્ધાર કર્યો છે.એમ વિચારી એ સમય અવધિ મુજબ ફરી સ્વર્ગમાં જવા તૈયાર થયા.માતા અંજલિ સ્વર્ગ પર જતાં હતાં ત્યારે એને જોયું કે, "હનુમાનજી પોતાની શક્તિઓનો ઉપયોગ ખોટી જગ્યાએ કરી રહ્યા છે."
હનુમાન હજું તો બાળક હતાં એટલે એને શું ખબર કે, સાચું શું કહેવાય અને ખોટું શું કહેવાય?માતા અંજલિ ચિંતામાં પડી ગયા કે, હું સ્વર્ગ ઉપર ફરી જવા નીકળી જઈશ તો હનુમાનજીને સાચા ખોટાની પરખ કોણ કરાવશે?અને જો એ પોતાની શક્તિ ખોટાં કાર્યમાં ઉપયોગ કરશે તો એનું સામર્થ્યનું પ્રમાણ એ દુનિયાને બતાવી નહીં શકે.આ જ વાતનો વિચાર કરી માતા
અંજલી હનુમાનજીને સાચો ઉદેશ આપવા,અને એનાં જીવનની દિશા બતાવવા પૃથ્વી પર રહીં ગયાં. કદાચ નિલક્રિષ્ના બીજે ખોટે માર્ગે ભટકી ના જાય એટલાં ઉછેર માટે જ મહાદેવે એનો ઉછેર મારા દ્વારા કરાવ્યો હશે."
"તું ખરેખર ધન્ય છે,હેત્શિવા! રાક્ષસી હોવા છતાં પણ તું મનુષ્ય જીવને આટલો બધો સ્નેહ આપી સારો ઉછેર કરી રહી છો.તારું નામ જપતાં પણ આ રેતમહેલના પ્રાણીઓમાં ભાવ જાગી જાય છે.આ જોઈને એમ થાય કે,તારાં ઉપર સ્વયંમ મહાદેવે હાથ મૂકેલો જ છે.તું જ્યાં રહે,જ્યાં જાય ત્યાં વાતાવરણ સારું જ ફેલાઇ જાય છે.
તું દેખાવથી જ રાક્ષસી છો.બાકી તારાંમાં ગુણ એક સારાં મનુષ્ય કરતાં પણ અધિક સારો છે."
"ટુંક સમયમાં જ તે મને ઓળખી લીધી.આ બધું સાંભળીને હું ધન્ય થઈ ગઈ સખી! પરંતુ મારા મનમાં
નિલક્રિષ્નાના મારાથી દૂર થવાની ક્ષણોની છબી આવે છે તો એ વિરહનાં વિચારમાં ડૂબ્યે જાઉં છું."
હેત્શિવા નિલક્રિષ્નાથી છુટાં પડવાની વાતો કરતા શરીરથી ને મનથી નબળી પડી રહી હતી.કેમ કે, નિલક્રિષ્નાનાં ઉછેર સાથે એ એને પોતાનું સર્વસ્વ માનવા લાગી ગઈ હતી.માતૃભાવથી છલોછલ એનું રુદીયુ બહુ ઘડકવા લાગ્યું હતું.
ધરાએ હેત્શિવાને કોઈ પણ સવાલ કર્યા વગર નિલક્રિષ્ના પરની એની લાગણીઓ સમજતાં, મિત્ર ભાવે આલિંગન આપી પોતાની છાતી સરખી ચાંપી અને એને શાંત કરી. એનાં અંગત ખંડ તરફ જવાનો રસ્તો રેતમહેલના પ્રાણીઓને પુછીને એનાં ખંડમાં શાંતીથી એને નિદ્રામાં પોઢાડી એનું દુઃખ હળવું કર્યું.
ધરા હેત્શિવાને પોઢાડી ત્યાંથી બહાર નીકળી ને આમતેમ ફરી રહી હતી ત્યાં એને જોયું કે,રેતમહેલના સર્વ પ્રાણીઓને જલ્દીથી તૈયાર થઈને ક્યાંક જવાની ઉતાવળ હોય એવું દેખાય રહ્યું હતું.એની વાતો સાંભળતા ખબર પડી કે,એ બધાં રાક્ષસી જીવો અગ્ની મહોત્સવ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા હતાં.
બધાં રાક્ષસી જીવોમાં અગ્નિ મહોત્સવ મેળામાં જવાનો થનગનાટ વધુ દેખાય રહ્યો હતો.તેથી ધરાને એવું લાગી રહ્યું હતું કે,"ત્યાં ખરેખર કંઈક એવું હશે જેનાથી આનંદ દુગનો થઈ જતો હશે...!"
- કૃષ્ણપ્રિયા
(ક્રમશઃ)