વરદાન કે અભિશાપ (ભાગ-૩૩)
(નરેશ ગ્રહની સોનામાં વીંટી બનાવવાનું નકકી કરી દે છે. એ માટે તે જેની પાસેથી તેણે મકાન લીધું હતું તે તેના મિત્ર પ્રકાશ પાસે જાય છે. જે વ્યવસાયે સોની હતો. એ પછી નરેશ ઘરે જવા રવાના થાય છે. ઘરે જતાં જ સુશીલા તેને બધી વાત પૂછે છે નરેશ તેને પ્રકાશના ઘરે થયેલ વાતચીત વિગતવાર જણાવે છે. એ પછી અઠવાડીયા પછી નરેશ અને સુશીલા તેઓ બંને પ્રકાશના ઘરે વીંટી લેવા જાય છે. તેની વીંટી તૈયાર જ હોય છે. વીંટીની અસર ફકત અઠવાડીયામાં જ થવા લાગી હતી. આથી નરેશે તરત જ તેના મિત્ર મહેશને ફોન કરીને બધી જ વાત જણાવી અને તેના મિત્રને પૈસા આપવાની વાત કરી. એ પછી વીંટીના પૈસા નરેશ ચૂકવી દે છે. હવે આગળ...........)
વીંટીના પ્રતાપે નરેશની પ્રગતિમાં ઉત્તરોતર વધારો થઇ રહેલ હતી. દિવાળીનો તહેવાર નજીક હતો. ધનરાજભાઇના ઘરે તો મોટા પાયે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધનરાજભાઇ ફોન કરીને નરેશને સહપરિવાર સાથે અહી ઘરે ત્રણ દિવસ રહેવા આવી જવા માટેનું જણાવી દે છે. આ બાજુ ધનરાજભાઇ નાના ભાઇ દેવરાજભાઇ, ભાભી, તેમના દીકરાઓ અને દીકરીઓને પણ દિવાળી પર આવવાનું આમંત્રણ આપી દે છે.
એ પછી દિવાળીના દિવસે બધા પરિવારના સભ્યો વડીલોના આશીર્વાદ લે છે અને એકબીજા સાથે હર્ષ-ઉલ્લાસમાં દિવસ પસાર કરે છે. રસોડામાં જમવાની તૈયારીમાં મણિબાની ચાર વહુઓ અને ધનીબાની બે વહુઓ કાર્યરત હોય છે. એ પછી બધા સાથે જમવા બેસે છે. ઘરમાં છોકરીઓના હોવાથી ઘરની તો રોનક જ બદલાઇ ગઇ હોય છે. જમ્યા પછી ઘરના બધા સભ્યો ઘરની બહાર એક વિશાળ આંબો હોય છે ત્યાં નીચે ખાટલાને ખુરશી વીસાવીને વાતોના વડા કરવા બેસી જાય છે. ત્યારબાદ ધનરાજભાઇ મણિબાને સાથે રાખીને તેમનાથી નાના ઘરના બધા સભ્યોને પૈસાનો વ્યવહાર કરે છે. બાળકોને તો પૈસા આપતાં તેઓ તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી આનંદ-મંગલમાં દિવસ પસાર કરતાં બધા પોતપોતાના ઘરે રવાના થઇ જાય છે. આ બાજુ નરેશ પણ પોતાના ઘરે આવી જાય છે. કેમ કે, ત્રણ દિવસ પછી તેની સોસાયટીમાં નજીકમાં જ એક લગ્ન પ્રસંગમાં તેને હાજરી આપવાની હતી. આથી તે મમ્મી-પપ્પાને જાણ કરી ઘર તરફ રવાના થાય છે.
ત્રણ દિવસ પછી નરેશ અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જાય છે. એ જ જગ્યાએ તેનો મોટો ભાઇ સુરેશ પણ તેના પરિવાર સાથે અહી લગ્નમાં આવે છે. નરેશ અને સુરેશ બંનેના બાળકો એકબીજા સાથે મસ્તી કરવા લાગે છે અને પોતાની ધૂનમાં મસ્ત મંડપમાં આમથી તેમ ફરવા લાગે છે. આ બાજુ સુરેશની પત્ની ભાનુ અને નરેશની પત્ની સુશીલા સાથે જમવા બેસે છે ને સુખ-દુ:ખની વાતો કરે છે. આ બાજુ નરેશ અને સુરેશ પણ પોતાની વાતચીતમાં લાગી જાય છે. વાતવાતમાં સુરેશ મિત્રના લગ્નમાં ગયાની વાત કરે છે અને સાંજે નાની એવી પૂજા વિશે જણાવે છે. સુરેશના વર્તનમાં નરેશને કંઇક અજુગતું લાગતું હતું. તેની ધારણા પ્રમાણે તેણે ડ્રીંક ક્રયું હોય એમ લાગતું હતું. એ વિશે વાત જ કરવાનો જ હતો ત્યાં ભાભી આવી જાય છે અને બંનેને વાતો બંધ કરીને જમવા આવવા માટે બોલાવે છે. નરેશનુ કંઇક અણસાર થઇ રહ્યો હતો. તેની સુરેશથી અલગ થવાની ઇચ્છા જ ન હતી. પણ ભાભી બોલાવવા આવ્યા એટલે બંનેએ વાતો સાઇડમાં મૂકી જમવા જવાનું વીચાર્યુ.
(નરેશને મનમાં જે અણસાર થઇ રહ્યો હતો તેનો મતલબ શું હતો? શું નરેશને જે અણસાર થયેલ તેનો સુરેશ સાથે કોઇ સંબંધ છે કે પછી કોઇ ન ધારેલી ઘટના બનવાની હતી? જે નરેશના જીવનમાં ભૂકંપ મચાવી દેશે.)
(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૪ માં)
- પાયલ ચાવડા પાલોદરા