Gumraah - 65 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 65

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 65

ગતાંકથી....

સારું; પણ તમે ખરીદેલું ગોલ્ડ કેવું છે તે મારે જોવું પડશે. ઝવેરી કદાચ આપને છેતરી ગયો હોય."

"તમને શું લાગે છે મને રિયલ ગોલ્ડની ઓળખાણ નહિ હોય? જો એમ હોય તો મારા અંગ ઉપરનું ઉતારીને આપીશ ;પણ છતાં આપ આની પરીક્ષા તો કરી જ જુઓ?"

રોહન ખુરાના ઉઠ્યો અને 'બૅગ' નજદીક ગયો. 'બૅગ' કિંગ ઓફ અફઘાનના પગ પાસે જ પડી હતી. જમીન પર બેસી રોહન ખુરાનાએ તે ખોલી. દરમિયાન ચક્કરની થોકડીને પોતાના ખોળામાં રાખી. તે ઝવેરાત બૅગમાંથી કાઢી જોવા લાગ્યો
હવે આગળ.....

એકદમ સામેની ઓરડીમાંથી ભરેલી રિવોલ્વરો સાથે ઇન્સ્પેક્ટર અને પૃથ્વી બહાર આવ્યા. ઇન્સ્પેક્ટરે રોહન ખુરાનાની સામે જઈને પોતાના બંને હાથમાંની બે રિવોલ્વરો તેના તરફ ધરીને કહ્યું : ,"ચાલ ,ખુદને મારા હવાલે કરી દે, ચાલ.... હાથ ઊંચા કરી દે...!"

"આશ્ચર્ય સાથે હાથ ઊંચા કરી દેવા પડ્યા. પૃથ્વીએ છલાંગ મારીને એના ખોળામાંથી ચક્કર નું પેકેટ ઉઠાવી લીધું અને પોતાના ખિસ્સામાં મૂકી દઈ એક વ્હીસલ જોરથી વગાડી.

બહારના ભાગમાં એ વખતે ખૂબ ધાંધલ ધમાલ વધી ગયું હતું. છૂપી પોલીસના તમામ માણસો બુટપોલીસ વાળા ની મદદે આવી ચડ્યા હતા અને બંગલાના તમામ માણસો બદમાશ ટોળકીના માણસો પણ સામે પક્ષની મોટી સંખ્યા જોઈને બહાર નીકળી પડ્યા હતા. છૂટે હાથે
મારામારી ચાલી રહી હતી આથી પૃથ્વીની વ્હીસલ નો કોઈ અમલ તત્કાળ થયો નહિ.

ઇન્સ્પેક્ટરે આ ઉપરથી પૃથ્વીને કહ્યું : "બહાર જઈને વ્હીસલ વગાડી તમામને અંદર બોલાવ."

પૃથ્વી બહાર દોડ્યો. તે વ્હીસલ ના અવાજ ઉપર અવાજ કરવા લાગ્યો. છુપી પોલીસના માણસોનું ધ્યાન ખેંચાયું. કેટલાકોએ બંગલા તરફ દોડવા માંડ્યું. વ્હીસલો ના અવાજ વધી ગયા. બંગલામાં તેઓ આવીને જુએ છે તો ઇન્સ્પેક્ટર અને રોહન ખુરાના બંને બથ્થંબથ્થા કરી રહ્યા છે.

"આમ કેમ !શું ઇન્સ્પેક્ટરની બંને રિવોલ્વરોમાંથી બદમાશ છટક્યો?" પૃથ્વીએ સ્વગત પ્રશ્ન કર્યો અને છુપી પોલીસના માણસો ઇન્સ્પેક્ટરની મદદથી ચઢ્યા.

બહારથી બદમાશ ટોળકીના માણસો પણ અંદર આવવા લાગ્યા . સર આકાશ ખુરાનાનો બંગલો આ સમયે મારામારીનો અખાડો બની ગયો.

આ મારામારી દરમિયાન ઇન્સ્પેક્ટરે બૂમ મારી પોતાનાં માણસોને કહ્યું : " જેટલાને પકડાય તેટલાને પકડો. ગનનો છૂટથી ઉપયોગ કરો.

બહાર ગનના ફડોફડ અવાજ થઈ રહ્યા. કોઈક બદમાશને હાથમાં તો કોઈને પગમાં એમ જુદી જુદી જગ્યાએ ગોળી વાગી. બદમાશોસની સંખ્યા કરતા પોલીસના લોકોની સંખ્યા લગભગ ડબલ હતી. રોહન ખુરાનએ આ વસ્તુસ્થિતિ જોઈ પીછે હઠ કરવા ઠરાવ કર્યો. બળજબરીથી તે ઇન્સ્પેક્ટર અને તેના માણસોમાં હાથમાંથી ભાગ્યો . પૃથ્વી અગમચેતીથી બારણા આગળ જઈને ઉભો હતો.તેણે ગઠિયાને બારણા પાસે આવતો જોઈને એકદમ રિવોલ્વર તેની છાતી સામે ધરી. પણ એ વીસ વરસના છોકરાથી આ પાકો લફંગો ડરી જાય તેમ નહોતો. નીચે વળીને તેણે પૃથ્વીના પેટમાં જોરથી માથું માર્યુ. પૃથ્વી બિચારો ઊથલી પડયો. ગઠિયો ફરીથી નીચો વળ્યો અને જમીન પર પડેલા પૃથ્વીના ખિસ્સામાંથી ચક્કરનું પેકેટ કાઢી લેવા તત્પર થયો, પણ એટલામાં તો પાછળથી મજબૂત હાથ વડે તેની ગરદન પકડાઈ અને તેને ચારેબાજુ છુપી પોલીસમાં માણસો ફરી વળ્યા .તેની ગળચી પકડનાર ઇન્સ્પેક્ટર ખાન હતો.નીચા વળેલા એ બદમાશને તેણે ખૂબ બળથી ગળચી પકડેલી હાલતમાં જ ઊંચો કર્યો અને સિપાઈઓએ તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. તેના બંને હાથને મજબૂત દોરડાં બાંધવામાં આવ્યાં.

બદમાશને એ બંદીવાન હાલતમાં ડ્રોઈંગ રૂમની અંદર લાવવામાં આવ્યો. તેના તમામ સાથીદારોને પકડી લેવામાં આવ્યા હતા અને દરેકને હાથે બેડીઓ પહેરાવી દેવાઈ હતી. તેમાંના કેટલાક ઘવાયેલી હાલતમાં હતા તો કેટલાક સારી હાલતમાં હતા. પણ મારામારી અને બથ્થંબથ્થાને પરિણામે દરેક જણનાં કપડા ચિંથરેહાલ થઈ ગયાં હતાં.
કિંગ ઓફ અફઘાન જેઓ આ બધો જ સમય પોતાની ખુરશીમાં તટસ્વૃતિથી બેસી રહ્યા હતા અને જેમણે ત્યાંથી જવા કે મારામારીમાં ભાગ લેવા જરાકે કોશિશ કરી ન હતી. તેની ખુરશી નજદીક એક ખુરશીમાં બેસીને ઇન્સ્પેક્ટરે પોતાનાં માણસોને પ્રશ્ન કર્યો : " બુટ પોલીસવાળો ક્યાં છે? અને પૃથ્વીની શી હાલત છે?"

તરત જ ચાર પાંચ જણ બહાર દોડ્યા .પૃથ્વી બારણા આગળ બેભાન હાલતમાં માં પડ્યો હતો. તેને સિપાઈઓ અંદર લઈ આવ્યા.

"સર સાહેબશ્રી, મહેરબાની કરીને આપ બીજી ખુરશી પર બેસો." ઇન્સ્પેક્ટરે કિંગ ઓફ અફઘાનને કહ્યું .તેને ઊઠવું પડ્યું . પૃથ્વીને આરામ ખુરશીમાં સુવડાવવામાં આવ્યો. ડોક્ટરને બોલાવો અને બુટ પોલીસવાળાની તપાસ કરો." ઇન્સ્પેક્ટરે હુકમ છોડ્યો :"ચારેક જણ વધુ જાઓ." લગભગ દસેક સિપાઈ ઓ તપાસ માટે બંગલા બહાર દોડ્યા. તેમાંના બે જણ ડૉક્ટરની તપાસ કરવા માટે બંગલા બહાર દોડ્યા અને બાકીના મેદાનમાં તજવીજ કરવા લાગ્યા કે બુટ- પોલીસવાળો ક્યાં હશે? જો ગ્રાઉન્ડ માં આવેલા ફાઉન્ટેન નજીક તે છોકરો પડ્યો હતો. તેના માથા પરથી ટોપી નીકળી ગઈ હતી. તેના કપડાં ફાટી ગયાં હતાં .તેના એક હાથમાંથી પુષ્કળ લોહી વહેતું હતું .આ તપાસ કરવા આવેલાઓમાં મેદાનમાં વ્હીસલ વગાડનાર મવાલી પણ હતો. તે જાણતો હતો કે આ છોકરો મિસ.શાલીની છે.તે ગભરાઈ ગયો;કેમકે તેના રક્ષણનું મુખ્ય કામ તેને સોપાયેલું, પરંતુ વચગાળે તેની ફરજ વધી ગઈ અને બીજી પ્રવૃત્તિમાં તે વ્યસ્ત થયો.તે સમય દરમિયાન મિસ.શાલીની ઘવાઈ. ' જરૂર ઇન્સ્પેક્ટર મારો જાન લેશે.' આવી બીક તેને લાગી એટલે તેને ડોક્ટરી મદદ માટે સૌથી વધુ સલામત રસ્તો લીધો. બંગલાના ઓટલા પર ટેલીફોન હતો .તેણે ત્યાં જઈ પોલીસસર્જનને ટેલીફોન ઉપર બોલાવ્યો અને એકદમ કારમાં ઝડપથી વાલ્કેશ્વરના આકાશ ખુરાનાના બંગલામાં આવવા કહ્યું .બાદ તેણે ફુવારામાંના પાણીથી મિસ.શાલીનીનો જખમ ધોવા માંડ્યો. પણ ડોક્ટરી મદદ તરત આવી પહોંચી.

નજદીકમાંથી એક ડૉક્ટરને બોલાવીને સિપાઈઓ આવી ગયા .મિસ.શાલીનીને બંગલામાં લાવવામાં આવી અને એક રૂમમાં સુવડાવામાં આવી. તેના જખમને સાફ કરી તેની બરાબર તપાસી ડૉક્ટરે ક મલમ પટી લગાવી દીધી. અને તેને એક દવા સુંઘાડી ભાનમાં લવાય. બાદ પૃથ્વીની હાલત ડૉક્ટરે તપાસી. પાસે ડૉક્ટરની ગંભીરતા એ તપાસ દરમિયાન વધી ગઈ.

"કેસ સિરિયસ છે,ઇન્સ્પેક્ટર સાહેબ ,"ડૉક્ટરે અભિપ્રાય આપ્યો .ઇન્સ્પેક્ટર ક્રોધથી રઆતઓપઈળઓ થઈ બદમાશ પર મુક્કો ઉગામતો બોલ્યો : "યાદ રાખજે; આના બદલો હવે ફાંસીના માંચડા સિવાય બીજો છે જ નહિ."

બદમાશે તિરસ્કાર પૂર્ણ હાસ્ય કર્યું.

ઇન્સ્પેક્ટરે પૃથ્વીને એક બીજા રૂમમાં લઈ જવા અને નિરાંતે તેની બરાબર તપાસ કરવા ડૉક્ટરને જણાવ્યું. માણસોની મદદથી તેને પાસેના રૂમમાં લઈ જઈ એક બેડ ઉપર સુવડાવામાં આવ્યો. એટલામાં તેને ખબર અપાઈ કે પોલીસ- સર્જન આવી ગયા લાગે છે!

"એને કોણે બોલાવ્યા ?" ઇન્સ્પેક્ટરે પુછ્યું.

"મેં તેને બોલાવ્યો સાહેબ ! ટેલિફોન કરનાર સિપાઈ એ કહ્યું.

"હં" તેના તરફ જોઈ ઇન્સ્પેક્ટર બોલ્યો : તારી ગફલત છુપાવવા આમ કર્યું ; ખરું ને? ડોક્ટર ડેવિડ વખત સર આવી ગયા એટલે તારી ભૂલ માફ કરુ છું."

પોલીસ સર્જન ડોક્ટર ડેવિડ ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યાં ઇન્સ્પેક્ટર તેને પૃથ્વીના રૂમમાં લઈ ગયો.

શાલીનીએ પોતાની નજદીક ઊભેલા એક સિપાઈને પૂછીને પૃથ્વીને લગતી હકીકત જાણી લીધી. તેનાથી તે પોતાની બીમાર હાલતમાં પણ રોકાઈ રહેવાયું નહિ .તે દોડીને પૃથ્વી વાળા રૂમ તરફ ગઈ.
"પૃથ્વીનું શું થયું ? ગંભીર કેસ છે? સિરિયસ છે એવી ડોક્ટરે ખબર આપેલી છે તે શું સાચી છે? જો એને કંઈ પણ થયું તો એ બદમાશને હું જીવતો નહિ છોડું "સ્વગત બબડતા તે રૂમમાં દોડી ગઈ.

આખરે....શું થશે પૃથ્વી નું????? જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ.......