Mahobatni Rit, Pyarni Jeet - 7 - last part in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | મહોબતની રીત, પ્યારની જીત - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

મહોબતની રીત, પ્યારની જીત - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)


"પ્યાર હતો તો કેમ કહ્યું ના?!" મેં એને લાડથી પૂછ્યું.

"બીજીવાર દિલ તૂટતું તો હું ખુદને કેવી રીતે સાચવતી?!" એણે સવાલ કર્યો.

"મારી આંખોમાં દેખ્યું ના કે હું પણ તને કેટલો બધો પ્યાર કરું છું!" મેં ફરી સવાલ કર્યો.

"હા, પણ તમારા બહુ જ ઉપકાર છે મારા પર, તમારા માટે તો જેટલું પણ કરું ઓછું છે.." પારૂલ બોલી.

"ના, તારા બહુ જ ઉપકાર છે મારા પર.. મારા માટે તો પ્યારનો મતલબ જ પારૂલ છે.." મેં કહ્યું અને એને માથે એક હળવી કિસ કરી દીધી.

મારા મનમાં તો એમ કે એ બહુ બધી વાતો કરશે, પણ મેડમ તો સૂઈ ગયા. આટલી મસ્ત સૂકુન વાળી ઊંઘ એમને ક્યારે નહોતી મળી. જે હાલ એમને મારી બાહોમાં મળી રહી હતી.

હા તો મળે પણ કેમ નહિ, જ્યારે એ વ્યક્તિ મળી જાય જેને સૌથી વધારે પ્યાર કરીએ તો જિંદગી જન્નત બની જાય છે. દિલ ખુશ થઈ જાય છે. અને જ્યારે લાગે કે હા, હવે બધું જ મસ્ત થશે અને બધું જ ઠીક છે તો સૂકુનવાળી ઊંઘ પણ આવી જાય છે. મેં પણ વિચાર્યું કે થોડું સૂઈ લવ.

🔵🔵🔵🔵🔵

"યાર થેંક યુ વેરી મચ, મને આ બધામાંથી બહાર કાઢવા!" અમે ત્રણેય ચા પી રહ્યાં હતા, હા, પારુલને કોફી નહોતી ભાવતી તો એને પણ મને ચા જ પીવા કહ્યું હતું.

"થેન્ક યુ, મારી લાઇફમાં આવવા!" મેં પણ કહ્યું અને એને પ્યારથી જોવા લાગ્યો.

નેહા એ પણ મસ્ત મેથીનાં થેપલા બનાવ્યાં હતાં એ અમે ત્રણ નાસ્તામાં ખાઈ રહ્યાં હતાં અને પારૂલ એક ટુકડો મને ખવડાવે અને એક પોતે ખાય. એમ અમે એકબીજાનું એઠું ખાતાં. અને વળી નેહાને પણ ખવડાવતા.

"જોવો હવે, બધું જ પ્લાન કરી દીધું છે.. આવતા મંથ તમારા બંનેનાં ધૂમધામથી લગ્ન!" નેહાએ ધમાકો કર્યો.

"ઓહ, શું વાત કરે છે?!"

"પણ તને કેવી રીતે ખબર?!"

"હા, તો હું કઈ પાગલ થોડી છું, તમે બંને બપોરે પણ એકબીજાનો અવાજ સાંભળવા કોલ કરતાં મને ખબર છે, મને ખબર ન પડે એમ એકબીજાનું એઠું ખાતાં એ ખબર છે!" નેહા બોલી.

"ગામડેથી મમ્મી પપ્પા પણ આવી જશે અને બધું જ મેં પ્લાન કરી દીધું છે.." નેહા એ કહ્યું તો મને તો બહુ જ ખુશી થઈ ગઈ. જેને આપણે પ્યાર કરીએ એની સાથે જ જીંદગીભર રહેવા મળે એનાથી મોટી કઈ ખુશીની વાત પણ હોઈ શકે?!

અમે બંને બહુ જ ખુશ થઈ ગયા અને એકમેકને ગળે લાગી ગયા.

"ફાઈનલી, આઇ જસ્ટ લવ યુ!! તમે બહુ જ મસ્ત છો યાર!" કહેતાં ની સાથે જ પારૂલે મને એક કિસ માથે કરી લીધી. જિંદગીભરની મહેનત જાણે કે સફળ થઈ ગઈ હોય, એમ એ અત્યારે બહુ જ ખુશી અનુભવી રહી હતી.

"બસ પાગલ, આ જ રીતે બહુ જ ખુશ રહ્યાં કર, મારું તો શું છે, હું તો બસ આમ તને ખુશ જોઈને જ ખુશ થઈ જઈશ!" મેં કહ્યું તો મારી આંખમાં પાણી આવી ગયું. હું બહુ જ દિલથી આ વાત કહી રહ્યો હતો અને એનાં સાક્ષી મારા આ આંસું હતાં.

પારૂલ મને બહુ જ જોરથી હગ કરી રહી હતી. એની ઈચ્છા હતી કે આજે તો એટલું જોરથી હગ કરે કે અમે બંને એક જ થઈ જઈએ! ફરી અમને બંને ને કોઈ જ જુદાં ના કરી શકે કે અમે બંને જુદા થઈ જ ના શકીએ.

"પારૂલ, હું તારો સાથ ક્યારેય નહિ છોડું, ક્યારેય પણ નહિ!" મેં કહ્યું અને મેં પણ એને જોરથી હગ કરી લીધું.

(સમાપ્ત)