માહી અને સામજી બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યાં જ ઉપરથી કંઈક વસ્તુ પડવાનો અવાજ આવ્યો, માહી જે બધું ધ્યાનથી સાંભળી રહી હતી તે ડરવા લાગી અને ડરતાં ડરતાં જ એણે પુછ્યું, " કોણ છે ત્યાં ?....... કોણ છે ?".
" ભુત તો નઈ હોય ને દીદી...." સામજીએ ડરતાં ડરતાં કહ્યું.
" ફરી ભુત ! એક વાર કહ્યુ ને ભૂત જેવું કંઈજ ના હોય. ચાલો આપણે ઉપર જઈને જોઈએ શેનો અવાજ છે?". કહેતા માહી સીડીઓ તરફ આગળ વધી. ડરતાં ડરતાં બંને ઉપરના રૂમમાં ગયા જ્યાંથી અવાજ આવ્યો હતો, રૂમમાં જતાં જ એમની નજર તુટેલી ફુલદાની પર પડી બારી ની પાસે જ પડી હતી અને પાસે એક નાની બીલાડી બેઠી હતી.
" તો આ મેડમ ભુત બનીને બીવડાવી રહ્યાં હતાં એમને !" કહેતા માહીએ બીલાડીને હાથમાં લીધી અને તેને લાડ લડાવવા લાગી.
બિલાડીને જોઈએ સામજીએ હાશકારો અનુભવ્યો," દીદી ,તમે નીચે જઈને બેસો હું રૂમ સાફ કરી લવ". સામજીએ કહ્યું અને રૂમ સાફ કરવા લાગી ગયો.
માહી પણ બીલાડી ને લઈને નીચે આવી અને રસોડામાં જઈ એના માટે દુધ લઈ આવી અને ભુતની વાત ભુલી ફરી પોતાનો ફોન લઈ બેસી ગઈ. તે ફોન જોતી જ હતી કે લેડ લાઈન પર ફોન આવ્યો,
" હેલો , કોણ છે ?" માહી ફોન ઉપાડતા બોલી.
" માહી , હું કેવિન. સામજીકાકા ક્યાં છે એમને ફોન આપ".
" પણ ભાઈ તમે છો ક્યાં ? હું એકલી અહીં બોર થઈ જાવ છું " માહીએ મોઢું બગાડતા ઉદાસ સ્વરે કહ્યું.
" કહ્યું ને સમજી કાકા ને ફોન આપ, અને હા સ્પીકર પર રાખજે ફોનને " કેવિને કહ્યું અને માહી સામજીને બોલાવવા ઉપર રૂમ તરફ જતી રહી.
" હા, બોલો સરપંચ જી !" સામજીએ ફોન પાસે બેસ્તા કહ્યું.
" સામજી કાકા, તમે અત્યારે જ માહીને લઈને કાળ ભૈરવ મંદિરની સામેના મેદાનમાં આવજો, તાંત્રીકે બધાં ને ત્યાં હાજર રહેવાનું કહ્યું છે , અને સાંભળ માહી કાંઈ પણ આનાકાની ના જોઈએ મારે... તરતજ ત્યાંથી નીકળો ". કહી કેવિને ઉતાવળથી ફોન કાપી નાખ્યો અને માહી પરાણે ત્યાં જવા રાજી થઈ.
કેવિને પહેલાં જ તાંત્રીક ને કોલ કરી બધું જણાવી દિધું હતું અને જ્યાં સુધી વજુભાઈની અંતિમક્રિયા પુરી થઈ ત્યાં સુધી તાંત્રિક પણ ગામમાં આવી ગયા હતાં. તે આજે ગામની પાસે બનેલા કાળ ભૈરવ મંદિરની સામે બનેલા વિશાળ મેદાનમાં પોતાના ચેલાઓ સાથે સમાધિ અવસ્થામાં બેઠા હતાં અને ગામનાં લોકો તેમની સામે હાથ જોડી બેઠા હતાં. સપનાં બધી ગામની સ્ત્રીઓની સાથે બેઠી હતી અને કેવિન બાબાની પાસે બેઠો હતો.
થોડીવારમાં ગામના બધાં લોકો અને માહી પણ સામજી સાથે કાળ ભૈરવ ના મંદિરે આવી પ્હોંચી. ગામના બધાં જ લોકોના આવી ગયા પછી કેવિન બોલ્યો ," બાબાજી, બધાં આવી....."
" મે બધું જ જાણી લીધું છે. ગામના એ વ્યક્તિ પર કાલે હુમલો કરાવનાર એ આત્મા જ હતી. કોઈએ તેને મારી કેદમાંથી મુક્ત કરાવી છે અને એને મુક્ત કરાવનાર આ જ ગામમાંથી કોઈ છે." કેવિન બોલતો જ હતો ત્યાં તેને વચ્ચે અટકાવી તાંત્રીક બોલી પડ્યાં અને તાંત્રીક ની આ વાત સાંભળી જ ગામવાસીઓ એકબીજાને જોવા લાગ્યાં.
" એ આત્મા આજ સુધી શાપીત હતી અને હવે તેને પોતાનું ઘર મળી ગયું છે, તે હવે પહેલાં થી પણ વધું શક્તિશાળી બની ગઈ છે, ગામમાંથી જ કોઈના શરીરમાં પ્રવેશ કર્યો છે. પતો લગાવો કે અહીં કોણ નથી આવ્યું જે પણ અહીં ઉપસ્થિત નઈ હોય એનાં જ શરીરમાં એ આત્મા છે , પણ એ આત્મા કોઈપણ શરીરમાં ફક્ત અમાસ સુધી જ રહી શકે છે અને અમાસને માત્ર બે દિવસ ની જ વાર છે, એ બે દિવસમાં એ શરીર શોધો જેમાં આત્મા છે. " કહેતા તાંત્રિકે ફરી આંખ બંધ કરી અને સમાધી માં જતાં રહ્યાં.
તાંત્રિકે સમાધી લીધા પછી એમનો એક ચેલો ઉભો થયો અને કેવિન પાસે આવીને બોલ્યો , " સ્વામી હવે રાત્રે જ સમાધી છોડશે, તમે બધાં ઘરે જાવ અને એ વ્યકિત નો પતો લગાવો જે ગાયબ છે ". કહેતા એ ચેલો મંદિર તરફ ચાલવા લાગ્યો અને મંદિરમાંથી ચંદનનો લેપ લઈ આવ્યો અને સપનાંને આપતા ફરી કહ્યું ," આ પવિત્ર તિલક છે એને તમારા ઘર આંગણે કરજો જેથી તમારા ઘર સુધી એ આત્માના પહોંચે " કહી તે ચેલો તાંત્રિક ની સેવામાં લાગી ગયો.
" શું ચાલી રહ્યું છે આ બધું કોઈ મને જણાવશે ? અને આ આત્માનું શું ચક્કર છે ? અને આ તાંત્રિક કોણ છે ? " માહીએ મુંજવણ અનુભવતા પુછ્યું.
" માહી એ આત્માના ચક્કરમાં તારે પડવાની જરૂર નથી ! એ ગામનો પ્રોબલેમ છે અને તને આ વિશે જણાવવાનો અનુકૂળ સમય નથી " સપનાં એ માહીને કહ્યું.
"અરે , મમ્મી એ કંઈ પણ બોલે છે આવું આત્મા જેવું કંઈ ના હોય ! આ બધાં પૈસા પડાવવાના ધંધા છે , અને આ તાંત્રિક અંધશ્રધ્ધા ફેલાવે છે એને તો હમણાં હું સરખો કરું છું." માહીએ ગુસ્સામાં તાંત્રિક સામે જોતા કહ્યું.
સપનાં એ માહીનો હાથ પકડ્યો અને કહ્યું, " માહી , બસ હવે કહ્યું ને ગામની મેટર છે , ચાલ અત્યારે અહીંથી " .
માહીએ કંઈપણ બોલ્યા વગર સપનાં ની વાત માની લીધી અને ત્યાંથી ચાલવા લાગી પણ તેની નજર હજુ પેલા તાંત્રીક પર જ હતી અને મનમાં બબડી," તને તો હું જોઈ લઈશ !".
" નમસ્કાર , સરપંચ કેવિન.... આજે અમારા ડિપાર્ટમેન્ટ તરફ થી સીનીયર ઈન્સપેકટર મીસ્ટર રણવીજય ઈન્વેસ્ટીગેશન કરવા રવાના થઈ ચુક્યા છે. આશા રાખું છું આપ સૌને મદદ મળી રહેશે અને હા એમની સાથે ન્યુઝ ડીપાર્ટમેન્ટની હેડ મીસ કાવ્યા અને તેમનો ફોટોગ્રાફર પણ આવવાના છે જે તમને એ ખુનીને શોધવામાં મદદરૂપ થશે" કેવિનના ફોન પર સરકાર દ્વારા એક મેસેજ આવ્યો હતો જે ગામમાં થનારી મૃત્યુની મદદ સ્વરુપે હતો.
કેવિન મેસેજ વાંચવા લાગ્યો.
" મમ્મી , કાલે આપણી ઘરે એક ઇન્સ્પેક્ટર રહેવા આવે છે. એમના રહેવાની વ્યવસ્થા કરાવી દે જો. " કેવી ને સપનાને જોઈ કહ્યુ તો સપનાએ હા પાડી અને તેઓ ઘરે જતા રહ્યા.
શું કરશે માહી તાંત્રીક સાથે? કોણ હતો રણવીજય? શું એના આવવાથી ગામ લોકોને કોઈ મદદ મળશે ? કોના શરીરમાં હતી એ આત્મા ? કોણે તેને છોડાવવામાં મદદ કરી હશે ? શું થવાનું છે અમાસની રાત્રે ? તે જાણવા માટે જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે.........
TO BE CONTINUED..........
WRITER :- NIDHI S..........