VISH RAMAT - 19 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 19

Featured Books
Categories
Share

વિષ રમત - 19

અનિકેતે ગુડ્ડુ ને શોધવા માટે જે પ્લાન બનાવ્યો હતો એનાથી એને આશા નું કિરણ દેખાયું હતું એટલે એને શાંતિ ની ઊંઘ આવી હતી .. કોઈ પણ માણસ ના મગજ માં જ્યાં સુધી ગુંચવાડા હોય ત્યાં સુધી તે શાંતિ થી સુઈ શકતો નથી પણ તેની સમસ્યાઓ ની વચ્ચે જયારે તેને આશા નું કિરણ દેખાય ત્યારે એને શાંતિ ની ઊંઘ આવે છે સવાર ના ૮ વાગવા આવ્યા તો પણ અનિકેત. ઊંઘતો હતો વિશાખા ના ફોન થી એની આખો ખુલી તેને અડધી ખુલી આંખે મોબાઈલ રિસીવ કર્યો
" ગુડ મોર્નિંગ વિશુ "
" અનિકેત મને એમ હતું કે તું સવારે ઉઠી ને મને ફોન કરીશ .. હું રાહ જોતી રહી પણ તારો ફોન જ ના. આવ્યો છે તે મારે તને ફોન કરવો પડ્યો " વિશાખા ગુસ્સે થતી ત્યારે આમ જ સડસડાટ બોલતી.
" વિશુ મને બોલવા તો દે .. " અનિકેત બોલ્યો .. ફીણમાં વિશાખા ના શ્વાસ સંભળાતા હતા
" હા બોલ શું કે છે ? ". વિશાખા એ થોડા શાંત પડતા કહ્યું
" ગુડ્ડુ નું સરનામું શોધવા નો એક પ્લાન બનાવ્યો છે એ મુજબ હું બપોરે ૧ વાગ્યા સુધી માં ગુડ્ડુ નું અડ્રેસ્સ દોઢી ને તને ફોન કરું પછી આગળ નો પ્લાન વિચારીશું " અનિકેત થોડો ઉત્સાહિત થઇ ને બોલ્યો
" વાવ ઇટ'સ ગુડ તને મારી જરૂર હોય તો ......" વિશાખા બોલવા જતીતી પણ અનિકેતે તેની વાત વચ્ચે થી કાપી
" ના તું ચિંતા ના કર કામ પાટે ઓછી હું તને લંચ પર માલિશ બે મારી પાસે ટાઈમ ઓછી છે બાય " અનિકેતે જલ્દી માં ફોન મૂકી દીધો
*********.


સર આ ગુડ્ડુ શાસ્ત્રી ના ગામ ના ઘરનું સરનામું છે તે માધ્ય પ્રદેશ ના ભોપાલ પાસે હડિયા ગામ આવેલું છે એનો વતની હતો હડિયા પોલીસ નો કોન્ટાક્ટ કરી ને તેના માં બાપ ને ખબર આપી દીધી છે એ આવતી કાલે આવી ને ગુડ્ડુ ની લાશ લઇ જશે .. અને હા એ મુંબઈ માં મલાડ ના મનીષ એપાર્ટમેન્ટ માં ફ્લેટ નંબર ૧૦૫ માં ભાડે રહેતો હતો". હરિ શર્મા બહુ માહિતી લઇ ને આવ્યો હતો
" ગુડ " રણજીત બોલ્યો અને એક સિગારેટ સળગાવી અને ઊંડો કાશ લીધો " એક કામ કર હરિ .. ગુડ્ડુ ના ઘર ની આજુ બાજુ થોડી તાપસ કર જોઈએ કોઈ માહિતી મળે છે કે નહીં અને આવતી કાલે એના માં બાપ આવે તો એમની જોડે થી પણ કૈક જાણવા નો પ્રયાસ કરજે ત્યાં સુધી હું હું આ ડાયરી નો ભેદ ઉકેલવા નો ટ્રાય કરું છું એક વાર આ ડાયરી નો ભેદ ઉકેલાઈ જાય તો ઘણું બધું સોલ્વ થઈ જશે " રંજીતે બહુ વિચાર મગ્ન થઇ ને કહ્યું
" યસ સર " હરિ શર્મા એ જવાબ આપ્યો

*************.
" અંશુમાન જો વિશાખા સુદીપ ચૌહાણ સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય તો બહુ મોટી ઉપાડી થશે " ફૂલ એરકંડિશન માં પણ હરિવંશ ને પરસેવો થઇ ગયો હતો.
" સર આ સમસ્યા નું હું એક સોલ્યુશન આપું. " અંશુમાને ધીમા પણ પીઢ અવાજ માં કહ્યું.
" તો જલ્દી બોલ ને અત્યાર સુધી આમ ઉભો શું રહ્યો છે આમ પણ કંપની ના એની ના સમય માં તું જ કામ આવે છે ને. ". આ બોલતી વખતે હરિવંશ ની નજર અંશુમાન ના ચહેરા પર હતી.
" સર ખરેખર જોઈએ તો વિશાખા અને સુદીપ ચૌધરી ના લગ્ન માં બંને પક્ષે ગરજ છે આપડે વિશાખા ના લગ્ન સુદીપ ચૌધરી સાથે એટલે કરાવવા માંગીયે છીએ કે એ ભવિષ્ય માં ચીફ મિનિસ્ટર બનવાનો છે અને જગતનારાયણ એમના છોકરા સુદીપ ના લગ્ન વિશાખા સાથે એટલા માટે કરાવે છે કે તમે ભારત ના મોટા શ્રીમંતો માં ના એક છો એટલે ભવિષ્ય માં સરકાર બનવા માટે ફંડ ની જરૂર પડે તો સરળતાથી મળી જાય. " અંશુમાન થોડું અટકીને હરિવંશ બજાજ નું નિરીક્ષણ કરવા લાગ્યો.
" વાત તો ૫રી સાચી છે ..અને તું એ કેમ ના બોલ્યો કે ચીફ મિનિસ્ટર જો આડા જામી હોય તો કંપની કેટલી પ્રગતિ કરે .. આખરે આપડી કંપની એનો સ્ટાફ તમે બધા બધાનો ઓન ફાયદો છે ને. ". હરિ અંશે ઉત્સાહ પૂર્વક કહ્યું
" એટલેજ હું વચ્ચે નો રસ્તો કડવાનું કહું છું ".
" બોલ શું રસ્તો નીકળે વચ્ચે નો ? ".
" તમે કાલે જગત નારાયણ જોડે એક મિટિંગ ફિક્સ કરો બાકી બધું હું જોઈ લઈશ ". અંશુમાને વિચારતા કહ્યું.