Chhello Prem - 3 in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | છેલ્લો પ્રેમ - 3 - એક કપ ચાય

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

છેલ્લો પ્રેમ - 3 - એક કપ ચાય

નમસ્તે મિત્રો કેમ મજાના છેલ્લો પ્રેમ 3માં આપણે આગળ વધીએ .
સોલંકી મનોજભાઇ
8401523670

કોઈ એ સાચું જ કહ્યું છે કે ખુશી માં કોઈ ને વચન કે પ્રોમિસ ના આપવી અને ગુસ્સામાં માં કોઈ ને કટુ વચન ના બોલવું કેમ કે આનું પરિણામ ખૂબ કઠિન અને દર્દ આપે છે ....તો ચાલો આગળ આશું ને તે દિવસે તેના બર્થડે પર તેને મારા પાસે ગિફ્ટ માં મારો ચેહરો બતાવવા નું કહ્યું અને મે પણ ખુશી માં પ્રોમિસ આપી દીધી અને આ બધી વાતો રાત્રે ફોન માં થઈ પણ એના પહેલા આંશુ ના જન્મ દિવસ પહેલાં નો મારો એક દિવસ ની વાત કરું કેમ કે આ દિવસ મારા જીવન માં કદી નહિ આવે કેમ કે આ દિવસ મારી જીદગી માં શાયદ કદી નહિ ભૂલી સકુ...ઉતાવળે કદી કામ ના થાય કે કદી પ્રોમિસ ના અપાય માટે આ વાત તમને કહેવા માગું શું....હવે સવારે તેને મારો ચેહરો બતાવવાનો હતો હું મારા ઘરે થી 160 કિલો મીટર દૂર હતો અમદાવાદ માં હા એક વાત તો કહેવાનું ભૂલી ગયો કે મારા લગ્ન થઈ ગયાં છે કયારે થયા..? ,કોની સાથે થયા..?,અને કેમ ... થયાં..?આ બધી વાતો મારી પહેલી બુક " મારો પ્રેમ " જોઈ લેજો આજે આપણે આંશુ ની વાત કરીએ છીએ..અને હું અને મારી પત્ની અમદાવાદ કાકા ના છોકરા ના લગ્ન માં ગયા હતા અને લગ્ન પૂરા થયા એટલે બીજા દિવસે 5/9/*** આંશુ નો જન્મ દિવસ હતો એટલે હું ખૂબ ખુશ હતો અને એ ખુશી હું એકલો વ્યક્ત કરવા નહતો માગતો માટે મારી પત્ની ની સાથે અમદાવાદ કાંકરિયા તળાવ માં ફરવા લાગી ગયો તે દિવસે મારી પત્ની મારી સાથે જ હતી હું ખુબજ ખુશ હતો મારી પત્ની ચાર થી પાંચ વાર પૂછી રહી કે તમે આજ આટલા ખુશ કેમ લાગો છો અને હું કહેતો બસ એમજ અને મન માં બોલતો કેમ ખુશ ના થાવ કાલ મારી આંશુ નો જન્મ દિવસ સે સાચું કહું તો તમે પ્રેમ માં પડો ને તો બધું સારું જ લાગે સાચું કહું તો બર્થડે કાલ આંશુ નો હતો પણ ખુશ હું હતો જાણે મારો જન્મ દિવસ હોય જેટલો પણ સમય ને મારી પત્ની સાથે વિતાવ્યો બસ વિચારો માં એક આંશુ જ હતી મારી પત્ની સાથે ગણા બધા ફોટા પાડ્યા અને ખૂબ ફર્યા પણ હા મારી પત્ની ને નથી ખબર કે હું આંશુ ને પ્રેમ કરું છું..અને આમ ફરવા માં ફરવા માં મોડું થય ગયુ એટલે પાછા અમે અમદાવાદ મારા ફઇ ને ત્યાં રોકાય ગયા બસ હવે સવારે આંશુ નો જન્મ દિવસ હતો એ વાત હજી ભૂલિયો ના હતો રાત્રે જમવાનું ખાઈ ને સૂવાનો ટાઇમ થયો રોજ ની જેમ આંશુ નો msg આવ્યો શું કરો છો મે કહ્યું કાઈ નહિ થોડી વાતો કરી આખા દિવસ ની... તેને ફોટા માગ્યા આમારા તો મે મારા અને મારી પત્ની ના બંને ના સાથે પડેલા ફોટા મોકલ્યા પણ એમાં ચેહરો ક્રોપ કરી નાખ્યો મે તેને કેટલાય ફોટા મોકલ્યા પણ એક પણ ફોટા માં મારો કે મારી પત્ની નો ચેહરો ના હતો અડધા કટીંગ ફોટા મુક્યા અને મારા બધા ફોટા જોયા અને એકજ જવાબ કે ચેહરો તો બતાવો તેને ખુબ ખુશ લાગો છો અને આમ ને આમ મે વાત વાત માં કહી દીધું કે કેમ ખુશ ના થાવ કાલે તમારો જન્મ દિવસ છે આંશુ... આ વાત સાંભળી કહે I love you .. I love you તમે કેટલું જાણો છો મારું બધું અને હું હજી તમારું નામ કે,ગામ નું નામ ,કે તમારો ચેહરો પણ હજી જોયો નથી કેમ મારી સાથે આમ કરો છો ...હું બોલ્યો sorry સોરી ચાલો કાલે તમારી જન્મ દિવસ ની ગિફ્ટ માં શું જોઈએ છે કહો..આંશુ ખૂબ દુખી થઇ ગઇ કાઈ નથી જોવતું...બસ ગિફ્ટ માં તમારો ચેહરો જોવો છે..અને એના આ શબ્દ સાંભળી ને મારા થી ના રહેવાયું એટલે તેના જન્મ દિવસ ની ખુશી અને એની આ વાત નું દુઃખ જોઈ ને મે તરતજ આંશુ ને પ્રોમિસ કરી નાખી કે કાલે મારો ચેહરો તમારી બર્થ ડે ની ગિફ્ટ બસ અને આટલું કહી ફોન કાપી નાખ્યો....
આટલું કહી હું મારી ખુશી ભૂલી ગયો અને ટેન્શન માં આવી ગયો કે મારો ચેહરો જોતાજ તે મારા બારા માં બધું જાણી લેશે ...મારું નામ, ગામ ,મારો પરિવાર કાઈ આ બધું જાણી ને મને છોડી તો નહિ જાય..કેટલી મસ્ત જીદગી ચાલતી હતી અમારી જીદગી અને હવે સાચા પ્રેમ ની પરીક્ષા થવા ની હતી
ગણી વાર એવું થતું કે જે ચાલે છે તેમ ચાલવા દુ...પછી પાછો વિચાર આવે ના.ના ..હવે આશુને અંધારા માં નથી રાખવી ...પ્રેમ સાચો હસે તો કંઈ નહિ થાય..અને એમાં યે મારી પ્રોમિસ ....હું કદી કોઈ ને પ્રોમિસ આપી તોડી નથી ચાહે ગમેતે થાય. આ વા વિચારો વચ્ચે મને રસ્તો કાઈ દેખાતો ન હતો જીવન માં પહેલી વાર આટલી ચિંતા અને ટેન્શન મે લીધું હસે..હવે શું કરું સમજાતું ના હતું બરાબર રાતના 12:01 મિનિટે ને પાછો કોલ કર્યો આંશુ પણ એક જ રીંગ માં કોલ ને ઉપાડી નાખ્યો મે કહ્યુ. Happy birthday આંશુ...કેમ ઉગ નથી આવતી ?
આંશુ કહે ના બસ સવાર ક્યારે પડે અને તમારો ચેહરો જોવું એની રાહ જોઈ રહી છું...મે પણ તેને કહ્યું ચેહરો તો બતાવું પણ મારી પણ એક શરત છે...મને એક કિસ કરવા દેવી પડે...બોલો તૈયાર છો....?ખબર નહિ આંશુ મારા પ્રેમ માં હતી કે પછી ચેહરો જોવાની જીદ માટે ....તેને મને તરત જ કિસ માટે હા પાડી ...સારું તમે કહો તેમ કરીશ પણ એક વાર તમારો ચેહરો બતાવો...આમ લગભગ 2 વાગ્યા સુધી વાતો કરી અને ફોન ને મૂક્યો...હસે...
તમને થતું હસે કે આંશુ ના લગ્ન થય ગયા છે તો આટલી રાતના ફોન પર વાત કેવી રીતે કરતી હસે પણ એવું નથી જયારે આંશુ તેના પિયર માં હોય તોજ અમારી રાતના વધારે વાત થાય અને સાસરી માં હોય તો દિવસે વધારે વાત થાય ..એના થી પણ વધારે મારી જીદગી માં ચિંતા રહેતી કેમ કે મારી પત્ની થી સતાય ને હું આંશુ થી વાત કરતો કેમ કે મને ખબર છે કે કોઈ પરણિત સ્ત્રી તેના પતિ ની સાથે પરાઈ સ્ત્રી ની વાત સહન ના કરી શકે ઇતિહાસ જુવો તો પણ ખબર પડે કે રુક્મિણી ખુદ રાધા થી એક વખત ઈર્ષા કરવા લાગી હતી અને જે પ્રેમ સમજે સે તેને કાઈ ફરક ના પડે પણ જે પ્રેમ ને નથી સમજતું તેને આ સહન કરવું ખૂબ કઠિન છે....એટલે મારે તો દિવસ હોય કે રાત બને સમય ખૂબ સાચવવાનું હતું...
ચાલો આગળ ની વાત પર ફોન મુક્યા પછી ઉઘ તો આવવાનું નામ જ ના લે કે હવે સવારે ચેહરો બતાવવાનો છે હું મારા ઘરે થી દુર છું...મારી પ્રોમિસ ...શું કરું.,એક બે કલાક આમ તેમ મે પસાર કરી નાખ્યાં અને સવારે 4 વાગે અમદાવાદ થી ચાય પણ પીધા વગર ઘરે જવા નીકળી ગયો મારી પત્ની તેમજ મારા ફઇ ગણો સમજાયો કે થોડા મોડા નીકળી જજો એક આટલી ઉતાવળ કેમ કરે છે...આ બધા નો હું કઈ પણ જવાબ ન આપી શક્યો અમદાવાદ થી ઘરે જવા નીકળી ગયા પણ રસ્તા માં એના થી પણ વધુ ચિંતા થવા લાગી કેમ કે આંશુ પણ તેના ઘરે થી વહેલી નીકળી ને બસ સ્ટેશન ઊભી હતી મને ચિંતા હતી કે ક્યાંય મારો ચેહરો બતાવવા ના પહેલા એમણે ઓળખી ના જાય...કેમ કે એનું કારણ એજ હતું કે હું અને મારી પત્ની જે કાંકરિયા ફર્યા હતા તેના ફોટા આંશુ પાસે હતા ભલે ચેહરો નહતો પણ કપડાં તો એના એજ હતા અમે કપડાં બદલ્યા ના હતા...માટે ખૂબ ચિંતા માં હતો કાઈ મને રસ્તા માં ભેગી થય જશે તો ઓળખી જસે તો કેવું વર્તન કરશે કેમ કે એકલો હોત તો ચિંતા ન હતી પણ મારી પત્ની સાથે હતી..અને આ બધી કેવી ચિંતા અને ટેન્શન થતું હસે શાયદ તમે જાણતા હશો...બસ આંશુ ના દેખાય ...ભગવાન ..એવી પ્રાર્થના કરતા કરતા ...
આખરે અમે ઘરે આવી ગયા રસ્તા માં કાઈ પણ જગ્યા એ આંશુ ના દેખાઈ સમય સમય ની વાત છે એક સમય આંશુ ને દેખવાની પ્રાથના કરતો હું આજે આંશુ ના દેખાય ની પ્રાથના કરતો હતો કેટલું આજીબ લાગતું હસે ને....મને..ઘરે આવી મે તરત જ નાહી ધોઈ ને દીવા બતી કરી આજે તો મંદિરે પણ ને 1 કલાક ઉપર સમય વિતાવી નાખો બસ આજનો દિવસ ભગવાન તમે સાચવી લેજો આજે મારી આંશુ નો જન્મ દિવસ સે 5/9/***ભગવાન માતાજી એને ખૂબ ખુશ રાખો,મને હિંમત આપો આજે હું આંશુ ને મળવા જવાનો છું ..તેને મારો ચેહરો બતાવવા નો છે...હું ગલત નથી આંશુ ને મારા સાચા દિલ થી પ્રેમ કરું છું ..બસ મને ગલત ના સમજે ...બસ એટલી દુવા કરો કે આંશુ મારા પ્રેમ ને સમજી સકે...આમ મારી જીદગી નો જાણે પહેલો કે આખરી દિવસ હોય એવું લાગતું હતું... આંશુ ને કઈ રીતે ચેહરો બતાવું આવા અઢલક વિચારો વચ્ચે મારી પત્ની એ બૂમ મારી ચાય પીવા તો ચાલો મંદિર માં શું કરો છો કયારના તરત જ મારા બધા વિચારો નો અંત આવી ગયો.હું શીધો ઘરે આવી ગયો...અને ફોન ને ચાર્ચિંગ માંથી કાઢી જેવો સ્વીચ ઓફ ખોલિયો અને જેવો ચાય પીવા બેસતો હતો કે આંશુ નો મિસ કોલ આવિયો... મે ચાય પણ ના પીધી અને મારી પત્ની ને કહ્યું હું દુકાન ખોલવા જાવ શું વેપારી નો ફોન આવિયો ..મારી પત્ની પણ ચાય તો પિતા જાવ સવાર ની ચાય નથી પીધી..હું બોલ્યો ચાલશે નથી પીવી...અને આમ બહાનું કરી હું દુકાને આવતો રહ્યો ...દુકાન પણ ના ખોલી ને આંશુ ને કોલ કર્યો ..
હું :heppy birthday aashu sorry લેટ ફોન કરવા માટે મારા રાત્રે જ ચાર્ચિંગ પતિ ગયું હતું..
આંશુ :thanks ... કેટલી વાર બર્થ ડે વિશ કરશો રાતે તો કર્યો હતો.. રાત ની પ્રોમિસ તો યાદ છે "મારી ગિફ્ટ તમારો ચેહરો "
હું :હા યાદ છે તમે હાલ ક્યાં છો ...
આંશુ : ગામ ની બસ માં ..
(મને આંશુ ની આ વાત ખૂબ ગમતી કે તે અમારા ગામ માં આવતી બસ ને હંમેશા ગામ ની બસ કહેતી મતલબ એ મારા ગામ ને પણ પોતાનું ગામ માનતી.)
હું : તમને યાદ છે ચેહરો બતાવવા પહેલા કિસ જોઈએ..
આંશુ: તમે વધાર પડતું નથી કરતા..સારું તમે કો એમ
હું: તો ક્યારે અને કેવી રીતે અને કાઈ બાજુ આવો છો ભેગા થવા એટલે કે ચેહરો જોવા..
આંશુ :આજ સાંજે હું નોકરી પર થી વહેલા ઘરે જવા નીકળી જઈશ.. બાર હાઇવે પર આવી જજો કોલ કરું ત્યારે..
હું : પ્રોમિસ તો કરો ચેહરો જોઈને ભૂલી નહિ જવો..
આંશુ:સારું નહિ ભૂલું.એક વાર ચેહરો તો બતાવો..
સારું હાલ કામ પર છું સાંજે કોલ કરું...ok I love you. આટલું કહી આંશુ નો ફોન તો બંધ થય ગયો
મે દુકાન ખોલી અને દુકાન સંભાળ વા લાગ્યો ...2 .3 કલાક પછી મારી પત્ની દુકાન પર આવી ચાલો જમવા ,દુકાન માં છું માલ લીધો ક્યો વેપારી આવ્યો કે ચાય પીવા પણ ઊભા ન રહિયા..ક્યો નવો માલ લીધો..આમ બે ,ત્રણ પ્રશ્ન મારી ઉપર કરી દીધા ..હું થોડો ગુસ્સો કર્યો જાને ઘરે મારે નથી જમવું ...આજે મારે ઉપવાસ છે...મારી પત્ની પણ વધુ કાઈ બોલ્યા વગર સીધી ઘરે જતી રહી.બસ હવે આંશુ નો કોલ ની રાહ જોય બેઠો હતો પહેલી નજર માં આંશુ ને જોઈ ત્યાંથી લય ને આજ સુધી નો સમય સુધી બધું એકલો ને એકલો વિચારો કરતો રહ્યો હું કઈ ખોટું તો નથી કરતો ..બસ એક જ જવાબ મળતો.."મારો પ્રેમ કરવાનો તરીકો ખોટો છે બાકી મારો પ્રેમ સાચો છે" જ્યારે તમે પ્રેમ માં હોય ને .અને કોઈ નો ઇન્તજાર કરતા હોય ને તો 1 મિનિટ તમને 1 કલાક જેવી લાગે છે આ મે ખુદ અનુભવ કર્યો છે...એટલે તો પ્રેમીઓ ઇન્તજાર નથી કરી શકતા ..આખરે સમય ઊભો નથી રહેતો 3:33 મિનિટે આંશુ નો msg આવ્યો હું મારા સ્ટાફ સાથે ગાડી માં છું એટલે હાઇવે પર નહિ બાજુ ના ગામ માં ઉતરી ને ઉભી રહીશ તમે જલ્દી આવી જાવ..મે તરત જ ફોન કાપી અને દુકાન બંધ કરી ઘરે આવી બાઈક લય ને નીકળવા ગયો કે મારી પત્ની કહે હવે ક્યાં જાવ છો..બીજો કોઈ તારે ધંધો નથી ટોકવા વગર..દુકાન નો સમાન લેવા જાવ શું બાજુ ના ગામમાં ..આટલું કહી બાઈક લય ને નીકળી ગયો આંશુ ને મળવા ના ચક્કર માં મે મારી પત્ની ઉપર ખોટો ગુસ્સો કર્યો પસ્તાવો પણ થયો પણ શું કરું સમજતું ના હતું એમાંય સૌથી વધારે ચાય નો શોખીન સવાર ની ચાય નહતી પીધી એટલે મગજ ક્યાંથી કામ કરે...બાઈક લય ને હાઇવે પર તો આવી ગયો પાછું યાદ આવિયું આંશુ birthday છે કાઈ લીધું પણ નથી બાઈક પાછું વાળી પાછો ગામ માં આવી ચોકલેટ લીધી ...એટલા માં તો આંશુ નો ફોન આવી ગયો ક્યાં છો ..જલ્દી આવો..
હું : બસ 2 મિનિટ..
(હવે આંશુ જ્યાં ઉભી હતી અને હું જ્યાં ઊભો હતો ત્યાં થી 6 કિલો મીટર ની અંતર હતું )પણ મને મારા બાઈક પર પૂરો ભરોશો હતો મે મારા મોઢા પર રૂમાલ બધી દીધો બસ મારી આંખો દેખાય એવી રીતે અને પછી બાઈક ને ફૂલ સ્પીડ સાથે 1:59 મિનિટે ફીટ આંશુ ની સામે જાય ને ઉભો રહી ગયો અને આંશુ ને પણ મોઢા પર ઓઢણી થી મોં ઢાંકેલું હતું છતાં પણ હું તેને ઓળખી ગયો અને કહ્યું બેસો બાઈક પર....આંશુ પણ કશું બોલ્યા ચાલ્યા વગર બાઈક પર બેસી ગઈ(ખબર નહિ આંશુ એ મારા પર કેટલો ભરોષો કર્યો અને કેટલો વિશ્વાસ કર્યો હસે એક શબ્દ પણ નથી બોલી અને એના માટે અજનબી ,જેને કદી મારો ચેહરો પણ નથી જોયો એવા પાત્ર પર ભરોષો કેવી રીતે કર્યો હજી સમજાણું નથી તમે આ પલ ને શું કહેશો મને જરૂર થી બતાવજો) આંશુ heppy birthday....આંશુ આટલી વિશ તો કોઈ એ નથી કરી ...અને બાઈક પાછળ બેસી ને બોલી કે બાઈક થીમુ ચલાવો. (સાચું કહું તો 90અને 100 પર ચાલવા વાળા વ્યક્તિ ને જ્યારે પોતાનો પ્રેમ ધીમું બાઈક ચાલવાનું કહે તો તમે શું કરો હું એ દિવસ થી અત્યાર સુધી 50 ના ઉપર બાઈક નથી ચલાવ્યું) મે બાઈક ધીમું કર્યું આંશુ બોલી પાછળ થી તો તમને જોયેલા છે પણ યાદ નથી આવતું..ચાલો કિસ કરો અને ચેહરો બતાવો..હું બોલ્યો કિસ ની કોઈ જરૂર નથી તમે જે મારા પર ભરોષો કરિયો અને એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે બાઈક પર બેઠા એના થી વધારે મારે કશું નથી જોવતું ..બસ જયારે તમારી મરજી થાય ત્યારે કિસ કરજો આમે મારે પવિત્ર પ્રેમ ની જરૂર છે...(આંશુ ને કેટલો વિશ્વાસ હતો મારી પર કે હજી એ તેને મને બાઈક પર ક્યાં લય જાવ શો એ પણ ન પૂછી યું)હું 5 કિલોમીટર બાઈક ચલાવી ત્યાં હાઇવે પર બીજા ગામ નું સ્ટેશન આવી ગયું ત્યાં હાઇવે પર એક દુકાન હતી ત્યાં બાઈક રોકી કહ્યું ઉતરો ચાય સાથે બેસી પીએ એટલે હું મારો રૂમાલ ખોલી ચાય પીવું અને તમે તમારી ઓઢણી ખોલી ચાય પીવો અને એક બીજા નો ચેહરો જોય લો અને આમ આપણી ચેહરો બતાવવા ની રસમ પૂરી થાય . અને આટલું કહેતા આંશુ હસવા લાગી અને હું પણ હસવા લાગ્યો આ મારી ચેહરો બતાવવાની રસમ લગ ભગ 2 ,3 વર્ષ થી ચાલતી હતી અને આ 2,3,વર્ષ માં અમે એટલા નજીક આવી ગયા હતા કે હવે ચેહરો બતાવવા એક કપ ચાય અને ચેહરા પર થી પડદા હટાવવાની બાકી રહ્યું હતું ...ચાય ની દુકાન પર જાય ને ચાય મંગાવી બને ચાય ને હાથ માં પકડી હતી અને એક હાથે હું રૂમાલ અને આંશુ ઓઢણી ખોલતી હતી (સાચું કહું તો આ જે ક્ષણ હતો આજે પણ આંખ બંધ કરું ને તો મારી સામે આવી ઊભો રહે છે અને મને વિશ્વાસ છે કે મારા મારવાના અંતિમ સમય સુધી નહિ ભૂલી શકું )મારો ચેહરો ખોલતા જ આંશુ બોલી પડી તમે ..મારી આંખો ની સામે રોજ જોતી તમને પણ કદી વિચાર્યું નથી તમે હશો... હું તમને અને તમારા પરિવાર તમારી પત્ની બધા ને ઓળખું છું તમે સાચું કહેતા હતા કે મારો ચેહરો જોતાજ તમે મારા વિશે બધું જાણી લેશો....આંશુ: તમે સાચું જ કહેતા કે મને જાણવાના તમે ખૂબ સમય બરબાદ કર્યો પણ મારે તો તમારો ચેહરો જોતા તમાંરા વિશે બધુ જાણવા મળી જસે... મારું નામ ,મારું ગામ અને મારો પરિવાર.. ,વગેરે...પછી થોડું સાથે હસી પાડ્યા ...હું : આ ચેહરો ભૂલી તો નહિ જાવ ને .
આંશુ: જોવામાં આટલો સમય લાગ્યો હોય તેને કોઈ પણ ના ભૂલી સકે. ત્યાર બાદ આ સમય અહી જ ઊભો રહી જાય માટે મે આંશુ ના ફોન માં એક સેલ્ફી લીધી.....
અને ખૂબ વાતો કરી મે આંશુ ને જે ચોકલેટ લાવી હતી તે આપી અને કહ્યું Happy birthday આ ચેહરો જોયા પછી ની વિશ કરી ...
આંશુ : આટલી વિશ મને કોઈએ નથી કરી...ત્યાર બાદ એક બીજા એ હાથ મિલાવી કદી નહિ ભૂલીએ પ્રોમિસ કરી ...એમને તો એમ હતું જે આ સમય અહીજ ઊભો રહી જાય તો સારું પણ સમય ક્યાં ઊભો રહે છે...આંશુ ને ઘરે જવાનું મોડું થતું હતું એટલે અમે ત્યાંથી ઊભા થયા હું પણ ચાય ના પૈસા આપી વધેલા પૈસા ની kiss me ચૉકલેટ લાવી આંશુ ને આપી ,આંશુ ચોકલેટ લીધી અને હું બોલ્યો કિસ ની જગ્યાએ kiss me ચૉકલેટ બરાબર આંશુ એ નાનું સ્મિત કર્યું અને મને કહે તમે ચેહરા પર રૂમાલ બધી લો મને તો અહી કોઈ નથી ઓળખતું પણ તમને તો કોઈ ઓળખી જશે..પછી આંશુ કહે પ્રોમિસ કરો કે "કદી મને પ્રેમ માં ચાવી નહિ કરો કેમ કે ચાવા પ્રેમ નું આયુષ્ય ટુંકુ હોય...અને બીજું મારો પતિ તમારી પત્ની જેવો સારો નથી મને જાણ થી મારી નાખશે જો ખબર પડી કે હું કોઈ બીજા ના પ્રેમ મા છું". મે આંશુ ને કહ્યું મારી પત્ની પણ સારી નથી જો એને ખબર પડી તો સમજો કે આપણે ગયા .......મે તમને પામવા માં આટલો સમય વિતાવી નાખ્યો એનો મતલબ હજી નથી સમજીયા કે હું તમે ખોવા નથી માંગતો અને હું મારા જીદગી ના છેલ્લા શ્વાસ સુધી તમને પ્રેમ કરીશ આ મારી પ્રોમિસ બસ ...
આમ અમારો પ્રેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો હવે તો એક બીજા ગામ માં કે રસ્તા માં સામે મળીયે તો બસ ખાલી આંખો અને ફોન નો ઈશારો હોય ..ખૂબ પ્રેમ થી અમે જીવતા હતા..પણ કોઈ યે સાચું કહ્યું છે કે વધુ પ્રેમ થય જાય એટલે કોઈ એક એવી ગલતી થાય કે તમારો પ્રેમ ચાવો થય જાય અને અમારે પણ એવું જ થયું
હવે અમારા પ્રેમ માં એવી તો શું ગલતી થય કે અમારો પ્રેમ ચાવો થયો અને આંશુ અને હું અલગ થયા .. આ બધું જાણવા માટે આપણે નવા ભાગ માં મળી છું. અને આ અમારી મુલાકાત કેવી લાગી જરૂર બતાવજો ..
... રાધે.. રાધે...

સોલંકી મનોજભાઇ
(પ્રેમ ની શોધ માં)
8401523670