The Author yeash shah Follow Current Read સેક્સ અને જાતીય વિજ્ઞાન સમજણ અંગે ભ્રમ અને ઉકેલ By yeash shah Gujarati Health Share Facebook Twitter Whatsapp Featured Books डेविल सीईओ की स्वीटहार्ट भाग - 76 अब आगे,राजवीर ने अपनी बात कही ही थी कि अब राजवीर के पी ए दीप... उजाले की ओर –संस्मरण नमस्कार स्नेही मित्रो आशा है दीपावली का त्योहार सबके लिए रोश... नफ़रत-ए-इश्क - 6 अग्निहोत्री इंडस्ट्रीजआसमान को छू ती हुई एक बड़ी सी इमारत के... My Wife is Student ? - 23 स्वाति क्लास में आकर जल्दी से हिमांशु सर के नोट्स लिखने लगती... मोमल : डायरी की गहराई - 36 पिछले भाग में हम ने देखा की फीलिक्स ने वो सारी बातें सुन ली... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share સેક્સ અને જાતીય વિજ્ઞાન સમજણ અંગે ભ્રમ અને ઉકેલ (1) 1.8k 5.8k અહીંયા કેટલાક સેક્સ વિષયક ભ્રમ રજૂ કરું છું જે માનવ સમાજ માં આજેય પણ છે... સાથે એના વૈજ્ઞાનિક અને વાસ્તવિક ખંડન પણ છે. ભ્રમ (1): સ્ત્રી ની કામેચ્છા પુરુષ કરતા ચાર ગણી હોય છે.. વાસ્તવ: દરેક સ્ત્રી ની કામેચ્છા અલગ અલગ હોય છે.. સેક્સ વિષયક રસ કે રૂચી પણ અલગ અલગ હોઇ શકે.. આ માટે જવાબદાર, તેની પ્રકૃતિ, સ્વભાવ,ઉછેર નું વાતાવરણ, અને તેના અનુભવ હોઇ શકે. આ બાબતે કોઈ સર્વ સાધારણ માપદંડ નથી. ભ્રમ (2): મોટા સ્તન ધરાવનાર સ્ત્રી વધુ સેક્સી અને આકર્ષક હોય છે.. વાસ્તવ: કામેચ્છા અને સ્તન ના કદ ને કોઈ સીધો સંબંધ નથી.. નાના સ્તન હોવાથી સેક્સ ની ઈચ્છા કે આકર્ષણ માં વધારો ઘટાડો થવો એ વ્યક્તિગત ઈચ્છા કે વિચાર આધારિત હોય છે. નાના સ્તન હોવા એકદમ નોર્મલ છે.. કુદરત ની દેન હમેશા આકર્ષક જ હોય છે! ભ્રમ (3) : અશ્લીલ ફિલ્મ માં સાચું સેક્સ એડયુકેશન મળે છે... વાસ્તવ : અશ્લીલ ફિલ્મ એ ફક્ત સંભોગ ના દ્રશ્યોનું નાટય રૂપાંતરણ હોય છે.. વાસ્તવિક સેક્સ એડયુકેશન પોર્ન થી તદ્દન વિપરીત અને વૈજ્ઞાનિક ઢબે,ક્વોલિફાઇડ ડોકટર અથવા જાણકાર વ્યક્તિ દ્વારા જ આપવું , અપાવવું. ભ્રમ (4): ચાલીસ વર્ષ ની આયુ પછી સેક્સ ઈચ્છા ઘટે છે.. વાસ્તવ: ઉંમર પ્રમાણે રુચિ ઘટવી કે વધવી એ વ્યક્તિગત છે. સામાન્ય રીતે એવો કોઈ સર્વ સાધારણ નિયમ નથી..પોતાના સ્વાસ્થ્ય ને અનુકૂળ હોય તો દરેક વ્યક્તિ લાંબી આયુ સુધી સેક્સ લાઈફ માણી શકે છે.. ચાલીસ કે પચાસ વર્ષની આયુ પછી પણ નિઃસંકોચ બેડરૂમ લાઈફ માં સ્પાઇસ ઉમેરી શકાય છે. ભ્રમ (5) : સ્ત્રીઓ હસ્તમૈથુન કરતી નથી.. તેમને સ્વપ્ન સખલન થતું નથી.. તેઓ છોકરાઓ ની જેમ આકર્ષક યુવાનો ને જોતી નથી.. તેઓ અશ્લિલ ફિલ્મો પણ જોતી નથી. વાસ્તવ : સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરે છે. સામાન્ય યુવાઓ ની જેમ યુવતીઓ ને પણ સ્વપ્ન સખલન થાય છે.. સેક્સી સ્વપ્ન આવવાથી તેમની યોની ની દીવાલ ફૂલે છે અને ભીની પણ થાય છે.. હા, તેઓ પણ આકર્ષક અથવા તેમના મનને ગમે તેવા યુવાઓ સાથે મૈત્રી રાખવાની ઈચ્છા ધરાવે છે.. તેમનું ધ્યાન પણ તમારા પર હોઈ શકે છે. અને છેલ્લે હા, સ્ત્રીઓ પણ અશ્લીલ ફિલ્મો જોવે છે..પણ આ દરેક નો વ્યક્તિગત નિર્ણય છે. ભ્રમ (6): પુરુષો માટે જ કોન્ડોમ હોય... વાસ્તવ : મહિલાઓ પહેરી શકે એવી કોન્ડોમ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે.. જેને ફિમેલ કોન્ડોમ કહેવાય છે. તમારા ડોક્ટર પાસેથી એના વિશે માહિતી મેળવી ,અનિચ્છનીય ગર્ભ અને બીજા જોખમો થી બચવા તેનો ઉપયોગ કરી શકો છો. એ પણ સામાન્ય કોન્ડોમ ની જેમ સેફ હોય છે. ભ્રમ (7): સેકસ એડયુકેશન 18 વરસ પછી જ આપવું જોઈએ. વાસ્તવ: નાના બાળકો અને બાળકીઓને પણ સેક્સ એડયુકેશન આપવું જોઈએ... સેક્સ એડયુકેશન એટલે ફક્ત સંભોગ નું શિક્ષણ નહિ પરંતુ તેની સાથે સાથે જાતીય સ્વાસ્થ્ય અને સુરક્ષાનું જ્ઞાન.. સારા નરસા સ્પર્શ નું ,જાતીય આદતોનું અને પોતાના શરીર પ્રત્યે શિક્ષિત કરતું જ્ઞાન.. તો બાળકો ને સમજાય તેવી સરળ ભાષા માં અવાસ્તવિક ઉદાહરણો વગર સેકસ શિક્ષણ આપી શકાય છે. .ભ્રમ : (8) સેક્સ ના વિચાર આવે એ પાપ છે. વાસ્તવ : જેમ ભૂખ લાગે, તરસ લાગે એમ સેક્સ ના વિચારો આવવા ખૂબ જ નોર્મલ છે. સામાન્ય રીતે 13 થી 25 વર્ષ ના યુવાન ને દર 2 થી 5 મિનિટે સેક્સ નો વિચાર આવે છે અને દર 7 થી 10 મિનિટે એક યુવાન સ્ત્રી ને સેક્સ ના વિચાર આવે છે. ભ્રમ : (9) પોર્ન ફિલ્મ દરેકે જોવી જોઈએ .. એનાથી કોઈ જ આદત પડતી નથી. વાસ્તવ : પોર્ન ફિલ્મો નું વધુ પડતું કામુક ચિત્રણ મગજ માં વધુ પ્રમાણમાં ડોપામાઇન નામનું રસાયણ રિલીઝ કરતું હોવાથી .. આદત પડવાની શક્યતાઓ રહે છે.. અને પછી આ પ્રકારની ફિલ્મો જોવાનું વધુ ને વધુ મન થાય છે. સમજદારીથી જ આ બધા સાધનો નો ઉપયોગ કરવો. આ પ્રકારની ફિલ્મો મન અને મસ્તિષ્કને વધુ પ્રમાણ માં ઉત્તેજિત કરતી હોવાથી એનો વધુ પડતો પ્રયોગ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિ કારક છે. ભ્રમ :(10 ) : પૂજા પાઠ કરવાથી સેકસ ના વિચારો રોકી શકાય છે. વાસ્તવ: સેક્સ ના વિચારો આવવા બિલકુલ નોર્મલ.છે .. તેને પૂજા પાઠ કે કોઈ પણ ઉપાય દ્વારા રોકી રાખવા વ્યર્થ પ્રયત્ન છે. તેને વધુ પડતું મહત્વ આપવાથી તે અતિ મહત્વના બની જાય છે.. હમેશા તેને સામાન્ય જ મહત્વ આપવું.. એને રોકવા કરતા એને આવવા દેવા.. આપો આપ એ શાંત થઈ જશે. હસ્તમૈથુન એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે સેક્સ ના વિચારો ને વ્યક્ત કરવા માટે.. આ માટે વધુ જાણવા આપ મારી રચના સેક્સ એડયુકેશન વાંચી શકો છો. ભ્રમ (11) : બાણપણ અથવા યુવાની માં કરેલી ભૂલ છે.. હસ્તમૈથુન.. તેનાથી શિશ્ન ની નળીઓ જાડી થઈ જાય છે અને પુરુષ બાળક ને જન્મ આપી શકતો નથી તથા સ્ત્રી ને સંતોષ પણ આપી શકતો નથી. વાસ્તવ : હસ્તમૈથુન એક સરળ અને હાનિ રહિત ઉપાય છે કામ આવેગ શાંત કરવા માટે.. એ કોઈ ભૂલ અથવા અપરાધ છે એ માનવું ભૂલ છે.. અપરાધભાવ થી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય નડે છે. સ્ત્રી કે પુરુષ બન્ને માટે હસ્તમૈથુન સહજ અને સ્વાસ્થયપૂર્ણ ક્રિયા છે. એના વિશે અપરાધભાવ થી મુક્ત થઈ ને પોતાના આવેગો ને શાંત કરવા જોઈએ. ભ્રમ (12) : સ્ત્રીઓ હસ્તમૈથુન કરવા માટે ગાજર ,કાકડી કે અન્ય શાકભાજીનો ઉપયોગ કરી શકે છે.. વાસ્તવ: હસ્તમૈથુન માટે સૌથી સેફ વિકલ્પ છે પોતાનો હાથ અને હાથની આંગળીઓ.. જે સ્ત્રી માટે વધુ ઉત્સાહ જનક હોય છે.. પોતાની આંગળીઓ ને યોગ્ય રીતે સાફ કરી ને હસ્તમૈથુન કરી શકો છો.. આ સિવાય સોફ્ટ સેક્સ ટોય નો ઉપયોગ કરી શકો છો જે ખાસ હસ્તમૈથુન અને સેલ્ફ પ્લેઝર માટે બનાવેલ હોય. આ સિવાય બને ત્યાં સુધી કોઈ પણ બીજી વસ્તુઓ નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ભ્રમ (13) : પોતાનાથી મોટી ઉંમર ના વ્યક્તિ વિશે,પરિવાર ના સભ્યો વિશે અથવા પરણેલા પુરુષ અથવા સ્ત્રી વિશે સેક્સી વિચારો આવવા પાપ છે. વાસ્તવ : યુવાની ની ઉંમર માં શરીર સેક્સ માટે તૈયાર થાય છે ત્યારે મન પણ તેના માટે તૈયાર થાય છે.. આવા સમયે યુવાન યુવતી ઓ માં જિજ્ઞાસા અને કુતુહલ થાય છે.. અને પોતાના મનમાં તેઓ અનેક પ્રકાર ની કલ્પનાઓ અથવા ફેન્ટસી બનાવે છે.. આ વિચારો પોકળ હોય છે.. પણ આવા વિચારો ને વધુ મહત્વ આપવાથી કે એના વિશે અપરાધભાવ અનુભવવાથી આ એક સમસ્યા બની શકે છે.. યાદ રાખો .. વિચાર માત્ર વિચાર હોય છે.. અને વિચાર ખૂબ ટૂંકા સમય માટે આવે છે. પણ વિચાર પર વધુ વિચાર કરવાથી અને વિચાર કરતા રહેવાથી એ ચિંતાનું રૂપ ધારણ કરે છે. મિત્રો તમારા મનમાં પણ આવી કોઈ ચિંતા હોય તો સેક્સ મનોવિજ્ઞાનના નિષ્ણાત ડોકટર ,થેરાપીસ્ટ ની મદદ અવશ્ય લો. ભ્રમ (14):સેક્સ મનોવૈજ્ઞાનિક પાસે અથવા સેક્સ થેરાપિસ્ટ પાસે જવું શરમ ની વાત છે.. લોકો શું કહેશે અને આપણી આબરૂ ની બદનામી થઈ તો? વાસ્તવ : જેમ સામાન્ય રોગો માટે ફિઝિશિયન હોય છે, એમ બી બી એસ હોય છે એમ સેક્સ સમસ્યાઓ અને સેક્સ સંબંધિત માનસિક સમસ્યાઓ માટે પણ નિષ્ણાંત ડોકટર હોય છે.. એ ક્વોલિફાઇડ અને અનુભવી હોય છે.. જીવન ના મહત્વ ના વર્ષો માં અંગત સમસ્યાઓ માટે શરમ અને સંકોચ રાખવાથી ઉકેલ મળવામાં વિલંબ થાય છે.. તમારા મન ની વાત ડોકટર પાસે કહેવાથી એનો ઉકેલ મળી જાય છે. પ્રસુતિ ના સમયે અથવા પહેલા તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાવ છો એમ સેક્સ જીવન ની સમસ્યાઓ માટે પણ ડોકટર હોય છે.. આંખ અને જીભની જેમ ગુપ્તાંગ પણ એક મહત્વનું અંગ છે અને મનથી સંવેદનશીલ બીજું કાંઈ છે ખરું? તો સંવેદનશીલ અંગો ની સમજદારી અને જાણકારી સાથે કાળજી કેમ ન લઈએ .. ચાલો.. સેક્સ નિષ્ણાંત સાથે વાત કરીએ.. ભ્રમ (15) : સેક્સ ફક્ત બે મિનિટ નું કામ છે.. એમાં પોતાને સંતોષ મળે એટલે બધું જ બરાબર.. વાસ્તવ : સંભોગ શબ્દ નો અર્થ જ છે, સરખો ભોગ.. એટલે કે સ્ત્રી અને પુરુષ બન્ને નું સુખ. ફોરપ્લેને સમય આપ્યા પછી, ઇન્ટરકોર્સ બાદ, સામાન્ય રીતે સ્ત્રી કરતા પુરુષ ને જલ્દી સંતોષ મળી જાય છે એટલે એ સ્ત્રી ની ઈચ્છાઓને પૂછતાં પણ નથી... "હવે હું તારી સાથે શું કરું જેથી તને વધુ મજા આવે ?" એવું દરેક સ્ત્રી પુરુષે એકબીજાને પૂછવું જ જોઈએ.. સંવાદ એ કામકળા નો જ ભાગ છે. ભ્રમ :(16) એક પુરુષ ને ફક્ત સેક્સ જ જોઈએ છે. એ સિવાય એને કોઈ રસ નથી. બધા પુરુષો એક જેવા જ હોય છે. વાસ્તવ : આ એક ખોટી માન્યતા છે.. આજ ના યુગ માં સેક્સ ને વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું છે એ વાત પણ સાચી નથી.. પહેલેથી જ માનવજાત સેક્સ ને મહત્વ આપતી જ રહી છે. અને સ્ત્રી ને સેક્સ નથી જોઈતું એ વાત પણ ખોટી છે...પણ અશ્લિલતા અને વિભત્સતા નો વ્યાપ વધતા જતા.. લોકો ના ( ખાસ કરી ને પુરુષો માં વધુ. અને અપવાદ રૂપે ઘણી સ્ત્રીઓ ના) મનમાં એક પ્રકારની વ્યાકુળતા જન્મી છે..જલ્દી જલ્દી સેક્સ નો અનુભવ લેવાની... અને પોતે પણ એડલ્ટ થઈ ગયા એવું બતાવવાની.. ખરેખર ઘણા સ્ત્રી અને પુરુષ બન્ને સમાન રીતે પ્રેમ, લાગણી ના ભૂખ્યા હોય છે.. ફક્ત કેટલાક માથાફરેલ પુરુષો ના કારણે આવી માન્યતાઓ ઘડાય છે.. સેક્સ એ પશુ પક્ષી થી લઈ ને માનવજાત માં સૌની જરૂરિયાત છે.. પણ એને જરૂર કરતા વધારે મહત્વ આપી ભ્રમ, સંચય અને ડર ફેલાવવામાં આવે છે.. એની પાછળ નો હેતુ ફક્ત રૂપિયા કમાવીને છેતરપીંડી કરવાનો હોય છે. તો તમે સ્ત્રી તરીકે અથવા પુરુષ તરીકે કોઈ પણ સાથે મિત્રતા કરો ત્યારે તેની લાગણીઓ ,સંસ્કાર અને વિચારો નો તાગ મેળવવાનો પ્રયત્ન કરો.. એની બોલચાલ, રીતભાત વગેરે ને સમજી લીધા પછી જો સંબંધ આગળ વધારશો તો તકલીફો ઓછી પડશે. કેટલાક વધુ પ્રશ્નો.. (1) શું મોટી ઉંમર સુધી સેક્સ લાઈફ માં એક્ટીવ રહેવું યુવાની માં વધારો કરી શકે છે? મોટી ઉંમરે પણ યુવાન જેવા તાજગીભર્યા અને ઉર્જાવાન દેખાવું , એ ફક્ત એક્ટીવ સેક્સ લાઈફ ના કારણે નહિ પરંતુ ,એક નિયમિત અને સ્વસ્થ જીવનશૈલી ના કારણે હોય છે. નકારાત્મક વિચારો થી દુર રહેવું, નિયમિત જમવું.. ભૂખ કરતા ઓછું ખાવું.. ચાલવું.. એક્ટીવ રહેવું.. પ્રસન્ન અને ઉત્સાહિત રહેવું.. આ એક સમય અને અભ્યાસ માંગી લે એવી કળા છે.નિયમિત સેક્સ એનો એક ભાગ છે.. ફક્ત નિયમિત સેક્સ જ કારણ નથી. (2) શું ઇન્દ્રિય ની લંબાઈ સેક્સ લાઈફ માં સંતોષ લાવી શકે છે. સેક્સ વખતે ઇન્દ્રિય ની લંબાઈ કરતા કઠણાઈ મહત્વની છે. ઇન્દ્રિય જો કઠણ રહેતી હોય તો યોનીપ્રવેશ સરળ રહે છે. (3) શું વાયગ્રા ઇન્ટરકોર્સ વખતે કોન્ફિડન્સ વધારી શકે છે? દેશી વાયગ્રા ડોકટર ની સલાહ મુજબ ઉમર,ઇન્દ્રિય ઉત્તેજના ની સમસ્યા અને બીજા પરિમાણો તપાસી ને લેવામાં આવે છે. ડોક્ટર ની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વગર વાયગ્રા લેવી ટાળવી. (4) શીઘ્રસખલન ની તકલીફ નો ઉપાય જણાવશો. શીઘ્રસખલન ના કારણો અલગ અલગ હોઇ શકે. મુખ્યત્વે વ્યાકુળતા અને ઉતાવળ પણ જવાબદાર હોઇ શકે છે. કિગલ એક્સરસાઇઝ, સ્ટાર્ટ- સ્ટોપ ટેક્નિક વગેરે આ સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે. ડોક્ટર ની સલાહ મુજબ ઉપાય કરવો. Download Our App