Three comic compositions in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ત્રણ હાસ્ય રચના

Featured Books
Categories
Share

ત્રણ હાસ્ય રચના




1. પાર્કિંગ

પાર્કિંગ ની એવી તો સમસ્યા છે કે તમને શું કહું...

એક વખત હું અને ઘરવાળી (મારી જ દોસ્તો) ફોર વ્હીલ લઈ શાક લેવા નીકળ્યા. એને માર્કેટ ઉતારી હું પાર્કિંગ માટેની જગ્યા શોધવા નીકળ્યો.મારા ઘરથી માર્કેટ દોઢેક કિલોમીટર દૂર છે. હવે થયું એવું કે માર્કેટ પાસે ગાડી પાર્ક કરી તો પોલીસે સિટી મારી. આગળ પાર્ક કરો એવું એણે ઈશારાથી કહ્યું. ઓકે. પછી આગળ શોપિંગ સેન્ટર પાસે મુકવા ગયો તો સિક્યુરિટીવાળાએ ના પાડી. ધીમે ધીમે આગળ વધ્યો. આજુબાજુ ડાફોળિયાં માર્યા પણ પાર્કિંગની જગ્યા મળી નહીં. હજુ આગળ વધ્યો તો જગ્યા તો મળી પણ ગાય અને આખલાઓ પાર્ક થયેલા હતા.
કંઈ વાંધો નહીં. જગ્યા તો મળી જ જશે...
ને લો મળી ગઈ. ગાડી પાર્ક થઈ ગઈ.
ઘરવાળીનો ફોન આવ્યો:
' ક્યાં છો? શાક લેવાઈ ગયું છે, હવે ગાડી લઈને આવી જાઓ.'
'' અરે ડાર્લિગ, હવે રીક્ષા પકડને પાર્કિંગ સ્પેસ પર આવી જા'
' કેમ? શું થયું? ટ્રાફિક છે? અહીં કેમ નઈ અવાય? '
' અરે કોઈ કારણ નથી ડિયર, પાર્કિંગની જગ્યા શોધતો હતો તો મસ્ત જગ્યાએ ગાડી પાર્ક કરેલી છે . '
' કઈ જગ્યાએ?'
' આપણા જ ઘરે ડિયર '...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

2. ટીવી સિરિયલોનું વાંકી આંખે અતિ સૂક્ષ્મ નિરીક્ષણ:

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 4000 એપિસોડ પુરા થયા, મતલબ કે એમાં આવતી પુરુષ મંડલી અત્યાર સુધીમાં ઓછામાં ઓછું પુરુષ દીઠ 3500 ગ્લાસ લીંબુ સોડા પી ગયા હશે ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
CID સિરિયલ 18 વર્ષ ચાલી, એમાં દરેક એપિસોડના અંતે CID માંથી કોઈ કેરેક્ટર બોલતું હોય છે કે તુમ્હે તો ફાંસી હોગી ફાંસી, એટલે કે એટલા બધાને ફાંસીએ ચડાવી દીધા, કે ન પૂછો વાત,..
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
ઓકે, સામાજિક સિરિયલોમાં ઘણા બધા સ્ત્રી પાત્રો અને પુરુષ પાત્રો તમે જોતા હશો , પણ એક પાત્ર તમે ક્યારેય જોઈ કે જોયો નથી, એ કોણ?
Guess કરો... ના ખબર પડી?
ઓકે ,એ છે ..,.....
' બ્યુટીશિયન '
એનું કામ ચોવીસેય કલાક સાસુ, વહુ, જેઠ ,જેઠાણી,નણંદ, ભોજાઈ , પતિ, દિયર વગેરેને તૈયાર રાખવાનું...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
મોટા ભાગની સિરિયલોમાં ધનવાન ફેમિલી બતાવે અને એ લોકોના બંગલા ખૂબ મોટા બતાવે, કેમ? કેમ કે કેમેરાની ટ્રોલી, ક્રેંઈન વગેરે માટેની જગ્યા પણ જોઈએને?
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
રિયાલિટી શો કે જે ડાન્સ, ગીત ગાવાનો હોય તો એમાં ખાસ જોજો કે વારે ઘડીએ જજીસ ખુરશી પરથી ઉભા થઈ જશે ,કેમ ભાઈ માંકડ ચટકા ભરે છે?...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
બે જણની ખાનગી વાતો ત્રીજી વ્યક્તિ સાંભળી જ જતી હોય છે પછી એ જ વ્યક્તિ બખડજંતર ઉભું કરે . ખબર નહીં કેમ એને બીજો કામધંધો છે કે નહીં...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
અમુક કલાકારોએ પ્રોડુયુસરોને ફરિયાદ કરી છે કે ડિરેક્ટરો વારે ઘડીએ ડોકના ઝાટકા મરાવડાવે છે , ધારો કે અમને સ્પોન્ડિલાઈટિસ થઈ ગયું તો
એની ટ્રીટમેન્ટના રૂપિયા એ આપશે કે તમે આપશો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
અચ્છા, અમુકે પાછી એવી પણ માંગણી કરી કે ડિરેક્ટર વાર્તાની માંગ પ્રમાણે ભારેખમ સાડીઓ, ઘરેણાંઓ પહેરાવે છે, હમણાં તો વાંધો નહીં આવે પણ ભવિષ્યમાં ઘૂંટણ પર વજન તો આવવાનું જ છે તો હવે પછી કરારમાં knee replacement તમારા તરફથી એવું લખી આપવું પડશે ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
અમુક એક્સ્ટ્રા કલાકારોએ પણ ડિમાન્ડ કરી છે કે તમારો રોજનો પગાર અમને ઓછો પડે છે , તો ભાઈ સાહેબ જે કપડાં અમે કેરેક્ટરવાઈસ પહેરેલા છે એ કાયમ માટે ઘરે લઈ જઈએ?...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
એક ઐતિહાસિક સિરિયલ પૂરી થવા આવી. પછી નિર્માતાઓએ રમકડાવાળાઓને બોલાવી હરાજી રાખી.શાની રાખી હશે?
પૂઠાની તલવારો,ગદા વગેરેની ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄



3. ' વાઈ ફાઈ '

' હલો , હલો '
' હલો '
' હલો, અરે ભાઈ,તમારી કંપનીનું વાઈ ફાઈ નાખીએ તો કેટલો ચાર્જ પડે?
' સરજી ,ચાર્જ તો સરખો જ છે, પણ અમારી સર્વિસ એટલે એવરગ્રીન , સપોઝ કદાચ કોઈ પ્રોબ્લેમ આવે તો 1 જ કલાક માં સોલ્વ થઈ જશે.'
' ઓકે તો ઇન્સ્ટોલ કરી દો.'
' સ્યોર સરજી, બસ એક અઠવાડિયું રાહ જોવી પડશે ',
' કેમ '
' બધો સ્ટાફ રજા પર છે.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
ધાબા પર બધા મિત્રો ડ્રીંક કરતા હતા, યજમાન મિત્ર સર્વ કરતો હતો.
અચાનક યજમાને ચીસ પાડી : 'વાઈ ફાઈ,વાઈ ફાઈ,વાઈ ફાઈ '
મિત્રો: ' વાઈ ફાઈ ચાલુ જ છે, આ જો મોબાઈલ '
' ગધેડાઓ,વાઈફ આઈ,વાઈફ આઈ, એમ કહું છું, ભાગો..........'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
એક યુવાન રસ્તા પરથી પસાર થતો હતો. રસ્તામાં એને થયુ કે લાવને વોટ્સએપ ચાલુ કરીને જોઈ લઉં, એણે મોબાઈલ ઓપન કર્યો.
ખાલી જોવા માટે કે કોઈનું વાઈ ફાઈ પકડાય છે કે નહીં.એણે વાઈ ફાઈ બટન પર ક્લિક કર્યું. ઑ યસ, ઘણા બધા વાઈ ફાઈ ખુલી ગયા ગયા પણ દરેક પર લખેલું હતું:
_ નેટ તો તારું વાપર કોડા, લાહરિયા, વગેરે વગેરે વગેરે વગેરે વગેરે વગેરે.....
_ ઓ મફતિયા, મફત વાઈ ફાઈ વાપરવું હોય તો રેલવે સ્ટેશન જા.....
_ તું વાઈ ફાઈ તો મફત શોધે છે, જિંદગીમાં આગળ શું
કરવાનો,ગધેડા...
_ વગેરે
_ વગેરે
_ વગેરે
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄



.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995
jatinbhatt67@gmail.com