આ વાર્તા સંપુર્ણ કાલ્પનિક છે કોઈએ અંધશ્રધ્ધા માં વિશ્વાસ ન કરવો કે ન વાર્તા ને સીરીયસ લેવી...
" જો આ છે Spirit board ."
સક્ષમે પોતાનું બેગ ખોલ્યું અને એક બોર્ડ કાઢતા બોલ્યો જેના પર એક તરફ હા અને બીજી તરફ ના લખ્યું હતું અને એક બાજુમાં એબીસીડી હતી તો એક બાજુએ એક થી દસ નંબર ના અંકો અને સાવ છેલ્લે ગુડબાય લખેલું હતું.
" શું ? શું છે આ ?" ધ્વનિ તે બોર્ડને ધ્યાન થી જોઈ રહી હતી.
" અરે સ્પીરીટ બોર્ડ એટલે આત્મા બોલાવવા માટે આ વપરાય છે તને યાદ હોય તો આપણે એક હોલીવુડ મુવી જોઈ હતી અને તેમા આત્મા બોલાવવા માટે જે બોર્ડ એ લોકોએ વાપર્યું હતું એ જ છે આ ." અપર્ણ ધ્વનિ ને સમજાવતા બોલ્યો.
" ઓકે પણ શું આ કામ કરશે ? મારો મતલબ છે શું ભૂત આવશે ?" નિધ્સાએ બોર્ડને હાથમાં લીધું અને ધ્યાનથી જોવા લાગી.
" ટ્રાઈ કરવામાં શું જાય છે ! ચાલે તો ઠીક છે અને ન ચાલે તો આપણે સમજી જઈશુ કે આ બોર્ડ કોઈ કામનુ નથી. " મૃદુલે નિધ્સાના હાથમાંથી બોર્ડ લીધું અને બધાં ની વચ્ચે એક ટેબલ પર એ બોર્ડ મુકી બધાને સરખા બેસવા માટે કહી પોતે એકદમ બોર્ડની સામે બેસી ગયો.
સક્ષમ , ધ્વનિ , અપર્ણ , નિધ્સા અને મૃદુલ પાંચેય કોલેજ પૂરી થયા પછી એક બ્રેક માટે ફરવા ગયા હતાં. બધાં ની દોસ્તી કોલેજ કાળમાં જ થઈ હતી અને જોતજોતામાં બધાં એકબીજાના ગાઢ મિત્રો બની ગયા હતાં. કોલેજ પુરી થઈ ગઈ હતી એટલે રીઝલ્ટ પછી બધાં મિત્રો પોતાના કેરિયર માટે અલગ થવાના હતા એટલે બધાં એ ભેગા મળીને નાનકડું ગેટ ટુ ગેધર પ્લાન કર્યું અને ફરવા જવાનું નક્કી કર્યું. પણ ફરવા ક્યાં જવું ? એ વિચાર લઈને બધાં જ પોતપોતાના ફોન લઈને એક એવું સ્થળ શોધવા લાગ્યા જ્યાં એ પાંચેય શાંતીથી ફરી શકે અને એકબીજાના સાથ ને ભરપૂર માણી શકે અને આખરે મૃદુલના કહેવાથી બધા રાયગઢ હવેલી જવા તૈયાર થઈ ગયા. રાયગઢ હવેલી તેઓના શહેરની એકદમ બારોબાર આવી હતી અને તે ભૂતિયા પેલેસ તરીકે ઓળખાતી હતી. પહેલાં તો નિધ્સા અને ધ્વનિએ ના પાડી પણ છેવટે એ પણ રાજી થઈ ગયા અને આજે બધા એ હવેલીની અંદર બેઠા હતા. હવેલીમાં અંધારૂ હતું જેથી બધાં એ પોતપોતાની આસપાસ ટોર્ચ ઓન રાખી હતી.
સક્ષમ પોતાની સાથે સ્પીરીટ બોર્ડ લાવ્યો હતો અને હવે તે બધાં એ બોર્ડ ખોલીને બોર્ડની સામે બેઠા હતા અને ભૂતને બોલાવવા એકદમ તૈયાર હતાં.
મૃદુલે પોતાના બેગમાંથી એક કાચનો ગ્લાસ કાઢ્યો અને બોર્ડ પર એકદમ વચ્ચોવચ્ચ મુક્યો. મૃદુલ તરફથી ઇશારો મળતાં જ બધાંએ એ કાચના ગ્લાસના પર આંગળી મુકી અને આંગળી મુકતા જ જાણે બધાં એ બોર્ડ સાથે કનેક્ટ થઈ ગયા હોય તેવું મહેસૂસ કરવા લાગ્યા.
નિધ્સા અને ધ્વનિ થોડા ડરેલા હતા એટલે બંનેએ એકબીજાનો હાથ પણ પકડી રાખ્યો હતો અને એક બીજાને આંખોથી જ આશ્વાશન આપી રહી હતી કે કંઈ નઈ થાય ! પણ શું સાચે જ કંઈ નહોતું થવાનું ? એનો જવાબ થોડી જ વારમા તેઓને મળી જવાનો હતો.
" અમારી આસપાસ કોઈ પવિત્ર આત્મા છે જો હોય તો આ બોર્ડ પર લખેલા યસ તરફ ઈશારો કરો ." સક્ષમ ના કહેતા જ નિધ્સા અને ધ્વનિએ એકબીજાને મજબુતી થી પકડી લીધી અને બધાં આત્માના જવાબની રાહ જોવા લાગ્યા પણ દસ મીનીટ જેટલો સમય જતો રહ્યો અને કોઈ જવાબ ના મળ્યો.
" શું અમારી આસપાસ કોઈ પવિત્ર આત્મા છે જેની સાથે અમે વાતચીત કરી શકીએ ?" આ વખતે અપર્ણ બોલ્યો છતાં પણ કોઈ જવાબ ના મળ્યો.
" આઈ ડોન્ટ થીંક સો કે આ કામ કરશે !" મૃદુલ પોતાનો હાથ લેતા બોલ્યો જ હતો કે તેનું ધ્યાન તરત જ બોર્ડ તરફ ખેંચાયુ જેમા ધીમે ધીમે એક ખુણામાં રહેલી પર્ણ આકારની વસ્તુ ખસીને yes પર જઈને ઊભી રહી ગઈ અને બધાં આશ્ચર્ય થી એકબીજાની સામે જોવા લાગ્યા.
" શું તમે સાચે જ પવિત્ર છો અને અમને કોઈ નુકશાન નહીં પહોંચાડો ને !" નિધ્સાએ તરત જ પુછ્યું એક તો તે પહેલેથી ડરેલી હતી અને આત્મા તરફથી મળેલા જવાબના કારણે વધુ ડરી રહી હતી પણ આ વખતે આત્મા દ્રારા કોઈ જવાબ ના મળ્યો.
" તમે એકલા જ છો કે અહીં આસપાસ કોઈ બીજી આત્માઓ પણ છે ?" મૃદુલે કુતુહલવશ પુછ્યું તો એ પર્ણ No પર જઈને ઊભું રહી ગયું તો બધાને થોડી રાહત થઈ કેમકે અહીં એક જ ભુત હતું જો સામે આવી જશે તો અમે પાંચ ભેગા થઈને એનો સામનો કરી જ લઈશુ એ વિચારી બધાનાં ચહેરા પર રાહત ભાવ ઊપસી આવ્યો હતો પણ બીજી જ ક્ષણે બધાના ચહેરાનો રંગ પીળો પડી ગયો અને બધાં એકીટશે બોર્ડ પર જોવા લાગ્યા જ્યાં પર્ણ કોઈ પણ પ્રકારના સવાલ વગર ફરી યસ પર જઈને ઊભું રહી ગયું હતું.
" આ..... આ..... ક.... ક.... કેમ કોઈ સવાલ વગર ત્યાં ખસી ગયું ? " ધ્વનિ ડરથી થરથરી રહી હતી.
" અમને નથી ખબર !" અપર્ણ એ પોતાના ખભા ઊચકાવ્યા.
" લાગે છે એણે નિધ્સાની વાતનો જવાબ આપ્યો છે !" સક્ષમ કંઈક વિચારતા બોલ્યો.
" શું ? પણ મે તો કંઈ પુછ્યું જ નથી !" નિધ્સાના ચહેરાનો રંગ સાવ પીળો પડી ગયો હતો અને આંખો ડરથી ખરડાયેલી હતી.
" અરે , તે થોડીવાર પહેલા પુછ્યો તો હતો સવાલ કે તમે પવિત્ર છો અને અમને નુકશાન નઈ પહોંચાડો ને !" મૃદુલ બોલ્યો.
" અરે ડરો નઈ આપણે બીજા સવાલ પૂછીએ." સક્ષમ નિધ્સા અને ધ્વનિ ને આશ્વાશન આપતા બોલ્યો.
" તમારું નામ શું છે અને તમે અહીં કેટલા વર્ષોથી છો ?" અપર્ણ પુછ્યું તો એ પર્ણ ધીમે ધીમે એબીસીડી પર જઈને એક એક અક્ષરો પર રોકાઈ ને એ આત્માનું નામ બતાવવા લાગ્યું.
અને પછી અંકો દ્રારા 500 વર્ષનો ઇશારો મળ્યો અને તરત જ હવેલીની બધી વસ્તુઓ એકાએક પડવા લાગી અને એક ક્યારેય ના ખતમ થવા વાળો અંધકાર વ્યાપી ગયો.
" સક્ષમ...." નિધ્સાએ અપર્ણને પોતાની એકદમ નજીક મહેસૂસ કરી તેનો હાથ પકડ્યો પણ બીજી જ ક્ષણે તેની ચીખ આખી હવેલીમાં ગુંજવા લાગી અને એક પછી એક બધાં મિત્રો ગાયબ થઈ ગયા અને એ બોર્ડ પર પર્ણ ખસકાઈને ગુડબાય પર આવીને ઉભું રહી ગયું અને ફરી હવેલી જાજરમાન રીતે ચમકવા લાગી.
_________________________________________________
" રાયગઢ ની હવેલી મા રહસ્યમય મૌત."
" એક સાથે પાંચ લાશ મળી આવી રાયગઢ ની હવેલી માથી ."
" રાયગઢ એક પહેલી ! શું સાચે જ ભૂત હોય છે ?"
" રાયગઢ ની હવેલી દિવસે ને દિવસે ખતરનાક થતી જાય છે."
એ વાતને એક અઠવાડિયા નો સમય વીતી ચુક્યો હતો પણ સમાચાર નોનસ્ટોપ ચાલુ જ હતા. એ પાંચેય સાથે શું થયું એ કોઈને નહોતી ખબર..... પોલીસ કર્મીઓ પણ એ સ્થળે શોધખોળ કરવા આવી પણ તેમને કંશુ જ ના મળ્યું..
એક યુવક એ જ હવેલી ની પાછળ બનેલી એક નાનકડી ઝુંપડીમાં બેઠો બેઠો ન્યુઝ ચેનલ ફેરવી રહ્યો હતો અને દરેક ન્યુઝ જોતા તેના ચહેરા પર હાસ્ય ઊપસી આવતું હતું. તે યુવકનો ચહેરો જોવામાં ખુબ જ ડરાવનો હતો. આંખ પાસે કટ લાગેલો , એકદમ કાળો ચહેરો જાણે પાંચ છ વર્ષથી નહાયો ના હોય , હાથમાં હાડકાથી બનેલી એક અજીબ વસ્તુઓ પહેરેલી હતી અને પગમાં કોઈ જાનવરના ચામડાથી જાતે બનાવેલા ચંપલ જે ચંપલ ઓછા અને કોઈ કાપડ જેવું વધું લાગતું હતું.
તે અજીબ દેખાતા વ્યક્તિ એ ટીવી બંધ કર્યુ અને ઊભો થઈ હવેલી તરફ ચાલવા લાગ્યો. હવેલીમાં પહોંચી તેણે આજુબાજુ નજર કરી અને ફરી એક કોલેજ ગૃપને જોઈ સંતાઈને તે બધા ની વાતો સાંભળવા લાગ્યો.
" હેય આઈ થીંક ધીસ ઈઝ બેસ્ટ પ્લેસ ફોર ટુ નાઈટ. એક સાથે મજા કરીશું , કેમ્પ ફાયર , ગીતો ગાઈશુ અને ખાસ આ હવેલીમાં રાત રોકાવાનો આનંદ માણીશું. " તે ગૃપ માથી એક વીસ બાવીસ વર્ષનો છોકરો હવેલીના ફોટા લેતા બોલ્યો.
" યા શ્યોર આઈ એમ વેરી એક્સાઈટેડ ." એક બીજો છોકરો હવેલીને ઝીણવટ ભરી નજરે થી જોઈ રહ્યો હતો
" પણ અહીં જે ભૂતની અફવાઓ છે એ ?" ત્રીજો છોકરો થોડો ડરેલો હતો અને ઉંમરમાં એ બીજા છોકરાઓથી નાનો પણ વર્તાઇ આવતો હતો.
" રીલેક્સ છોટે , જસ્ટ ચીલ અમે બધાં છીએ ને ! તારે ડરવાની જરૂર નથી. તું બસ ખાલી એન્જોય કર અને આ જગ્યાની મજા માણ." ચોથા છોકરાએ પોતાના શબ્દોથી આશ્વાશન આપ્યું અને બધાં એકસાથે હવેલીની અંદર જતા રહ્યાં.
સાત થી આઠ છોકરાઓના ગૃપે ફરવા માટે રાયગઢ ની હવેલી પસંદ કરી હતી અને ભૂતની વાતે બધાને આકર્ષણ આપ્યું હતું જેના કારણે આજે આ બધાં હવેલીમા રાત રોકાવાની વાતો કરી રહ્યાં હતાં. દિવસના ટાણે હવેલીમાં ભારે ભીડ જોવા મળતી અને સાંજ પડતા જ હવેલી સાવ ખંડેર જેવી જણાઈ આવતી જાણે અહીં કોઈ આવ્યું જ ના હોય ! એ બધાં હવેલીમાં આગળ વધી રહ્યા હતા અને હવેલીને એકદમ નીરખીને જોઈ રહ્યાં હતાં.
" હેય ગાઈઝ લુક એટ ધીસ ." તેમાંથી એક છોકરાએ હવેલીના એકદમ ખુણામાં પહેલા એક બોર્ડ તરફ ઈશારો કર્યો અને બધાં એ બોર્ડને જોવા એક્સાઈટેડ થઈને એ તરફ જતા રહ્યાં.
" શું છે આ ?" એક છોકરો બોર્ડને હાથમાં લઈ જોવા લાગ્યો.
"સ્પીરીટ બોર્ડ." બીજા છોકરાએ તે બોર્ડ પર લખેલું નામ વાંચ્યુ.
" વૉવ મતલબ ભૂતને બોલાવવા માટે વપરાય એ ?" બધાં એ બોર્ડને જોઈને ખુબ જ એક્સાઇટેડ હતા.
" હા તો પછી આજે રાત્રે ટ્રાઈ કરીએ ,જોઈએ આ બોર્ડ કેટલું કામનુ છે. "
" ઠીક છે રાત્રે બાર વાગ્યા પછી આ બોર્ડને ટ્રાઈ કરી ભૂત સાથે વાતો કરવાની કોશિશ કરીશુ પણ એ પહેલાં મસ્તી કરીશું અને આ હવેલીના થોડા ઘણાં વિડિયો બનાવીશું જેને અપલોડ કરી આપણે હંમેશાં ની જેમ પૈસા કમાઇ શું અને આપણી બીજી ટ્રીપ પ્લાન કરીશું."
" ઓકે ." એકસાથે બધાં નો અવાજ સંભળાયો.
" પણ શું આ સ્પીરીટ બોર્ડ થી ભૂત આવશે ?" એક છોકરાની નજર બોર્ડ પર જ હતી અને એ અનાયાસે જ બોલી પડ્યો.
પણ એ શબ્દ સાંભળી ત્યાં છુપાયેલો પેલો અજીબ દેખાતો વ્યક્તિ ખુશ થઈ ગયો અને મનમાં જ બોલ્યો , " મળી ગયા મને આજના શિકાર આ બધા ને મારીને મારો અને આ હવેલીના ભૂતનો બંનેનો આરામથી એક મહિના જેટલો સમય વીતી જશે..." એટલું બોલી એ અજીબ દેખાતો વ્યક્તિ હવેલીની બહાર નીકળી ગયો અને પોતાની ઝુંપડી માં આવી રાત થવાની રાહ જોવા લાગ્યો...
સમાપ્ત..
ક્યારેય જીવલેણ મસ્તીઓ ના કરવી જોઈએ.
Do comments and ratings