Vicharo na Vamal ma - 1 in Gujarati Short Stories by Abhishek Joshi books and stories PDF | વિચારો ના વમળ માં - ભાગ 1

Featured Books
Categories
Share

વિચારો ના વમળ માં - ભાગ 1

આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના આ અંધાર-પટ્ટ વચ્ચે  ઘણી  બધી સામ્યતાઓ રહેલી  છે .

એને પણ  ચાંદ ના અનેક નખરા જોયા છે .

અને મેં પણ મારા ચાંદ ના અનેક નખરા જોયા છે .

આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના અંધાર પટ્ટ બંને માટે  ચાંદ જ જવાબદાર છે .

પાછી વિધિ ની વિડમ્બના તો જુઓ કે નથી આ અમાસ ની રાત કોઈ કસું કહી શકતી કે ના તો હું .

અમાસ તો ખાલી નામ થી જ બદનામ છે .

સૌથી વધારે તો અંધારું એક માણસ જ બીજા માણસ ના જીવન માં કરે છે .

 

ચાંદ  ના દેખાય એમાં અમાસ નો કે રાત નો શું  વાંક .

માણસ ના જીવન માં પણ આવું જ છે .

એક ની ગુના ની સજા બીજા ને ભોગવી પડે .

મતલબ કે ચાંદ જ સાથે ના રહેવા માંગતો હોય એમાં વ્યક્તિ નો શું વાંક .

 

સોળે કળા એ ખીલેલો ચાંદ ક્યારે  આપમેળે અમાસ ની રાત માં પરિવર્તિત થાય ,

તેનો અંદાજો પંચાંગ જોઈ ને કે દિવસ ની ગણતરી કરી ને ખબર પડી જાય .

પર જમીન પર નો ચાંદ ક્યારે સોળે કળા એ ખીલશે  ,

અને ક્યારે અમાસ ની રાત માં પરિવર્તિત થશે તેનું તારણ કોઈ નથી કાઢી શકતું .

આ ચાંદ ને કોઈ નિયમ નથી લાગુ પડતા .

તે ધારે તો માણસ ના જીવન માં પૂનમ પછી શીધી જ અમાસ કરી શકે .

 

ખરેખર આકાશ ના ચાંદ કરતાં  તો ધરતી ના ચાંદ ના નખરા અને કળા બંને વધારે છે .

પહેલી અમાસ ની રાત ને એતો ખબર છે કે એનો ચાંદ પૂનમ સુંધી પાછો મૂળ સ્વરૂપ માં આવી જશે .

જયારે ધરતી ના ચાંદ ની કોઈ ગેરેંટી જ નથી .

આવશે કે ની આવે .

અને આવશે તો ક્યાં સ્વરૂપે .

 

અને ફરી જયારે એ દેખાશે ત્યારે આ દિલ ને ગમશે પણ કે નઈ.

એ અમાસ પછી પૂનમ ની રાહ હોય છે .

પૂનમ ચાંદ માટે પ્રખ્યાત છે .

અને અમાસ ચાંદ ના લીધે બદનામ .

 

અને બસ આવી જ રીતે પ્રેમ કરનારાઓ નું હોય છે .

જો સારું પાત્ર મળે તો પ્રખ્યાત અને ખરાબ પાત્ર મળે તો બદનામ...

 

આજ - કાલ એક ચાંદ પાછળ અનેક સિતારા ઓ ની હોડ  લાગેલી હોય છે .

ક્યારે ક્યાં કયો ચાંદ ક્યાં સિતારા ભેગો જોવા મળી જાય તેનું કઈ નક્કી નથી હોતું .

અને ક્યારે એ ચાંદ બીજાના જીવન માં ગ્રહણ લગાડી જાય એનું પણ નક્કી નથી હોતું .

હવે તો એ કહેવત પણ ખોટી થઇ ગઈ છે કે ...

ચાંદની  ચાંદ સે હોતી ,

સિતારો સે નહિ ,

દોસ્તી એક સે હોતી હૈ ,

હજારો સે નહિ ...

 

આજ કાલ ના ચાંદ ગમે તેના જોડે સેટિંગ ગોઠવી રહ્યા છે .

આજ કાલ ના ચાંદ તો કાળા ડામર જોડે પણ ભાગી રહ્યા છે .

બસ હવે માત્ર સમય છે ...તે છે પૈસા નો ...

 

પૈસો હોય તો અમાસ ની રાત ને પણ પૂનમ ચાંદ મળી રહે છે .

અને પૈસો ના હોય તો  ચાંદ પૂનમ ની રાતે પણ કોઈ ના જીવન માં અંધારું કરી ને ચાલ્યો જાય છે .

 

ફરી પાછી મુલાકાત થશે ...કોઈ નવા ટોપિક પર ...માત્ર  વિચારો ના વમળ માં ભાગ- ૨ માં