ગતાંકથી...
"ચૂપ"નાકે આંગળી અડકાડી ઇન્સ્પેક્ટરે કહ્યું : "એક પણ શબ્દ ઉચ્ચારશો નહિ, નામદાર ! તમે જાણ્યું કે હું કોણ છું. તમે કોઈને બદલે કોઈની આગળ જે ભાંગરો વાટયો તે સાંભળ્યા પછી અમારી ગવર્મેન્ટ ના નામથી હું તમને આદેશ આપું છું કે હું તમારી જે મદદ માગું તે તમારે આપવી. જો તેમાં આનાકાની કરશો, તો તમારું અહીંથી જવું ભારે થઈ પડશે એમ સમજજો."
હવે આગળ.....
કિંગ્સ ઓફ અફઘાને હતાશ થઈને આરામ ખુરશીમાં પડતું મુક્યું. તેઓ લાચાર બની ગયા, એમ પૃથ્વીએ ચોખ્ખું જોયું.
ખાન સાહેબ! ખાન સાહેબ! પૃથ્વીએ મનમાં જ કહ્યું : "આખરે તારી જાત માટે મારા દિલમાં તે મોટું માન ઉપજાવ્યું છે."
ઇન્સ્પેક્ટર ખાને કિંગ ઓફ અફઘાનને લાચાર બનેલા જોઈ કહ્યું : " સમય ગુમાવવાનો નથી. આ બાબતનો તમામ પત્ર વ્યવહાર મારે આધીન કરો."
" અહીં નથી; મારા દેશમાં છે."
"સારું; તો હવે તમારે શું કરવાનું છે તે સાંભળો. પણ તે પહેલા ફરીથી કહું છું કે ન્યાય અને સત્યની સાથે ચેડાં કરશો અને સાથ નહિ આપો તો તમે નાદાનિયતનું મોટું જોખમ વહોરી લેશો."
"હું આપને મદદ કરવા તૈયાર છું." કિંગ ઓફ અફઘાને કહ્યું. ડ્રોઈંગ રૂમનું આમ તેમ અવલોકન કરીને બે મિનિટના અરસામાં ઇન્સ્પેક્ટરે મહારાજને શું કરવું તે સમજાવી દીધું અને અગિયારમાં પાંચ કમ હતી ત્યાં તો ચક્કરવાળું પાકીટ લઈ ખિસ્સામાં મૂકી પૃથ્વીની સાથે ઇન્સ્પેક્ટર તે બંગલામાંથી ચાલતો થયો. દરવાજા પર ચોકીદારને વળી પાછી એક એક નોટ આપી, તે પૃથ્વીની સાથે કારમાં બેઠો.
બુટ પોલીસવાળો કારની નજીક આવ્યો. ઇન્સ્પેક્ટરે ધીમે સ્વરે તેને કાંઈક કહ્યું. કાર નજીકના બંગલામાં પ્રવેશી. મેદાનમાં મવાલી વ્હીસલ વગાડતો હતો, તેને બુટ પોલીસવાળો મળ્યો, અને બંનેએ કંઈક વાતચીત કરી.
એક મોટા ટાવરમાં અગિયારના ટકોરા વાગ્યા એ વખતે સર આકાશ ખુરાનાના બંગલામાં એક નવી કાર પ્રવેશી. ચોકીદારે તેમાં બેસનારને સલામ કરી. બંગલાનઃ નોકરચાકરો બંગલાની બહાર આવ્યા.
કારમાંથી રોહન ખુરાના ઉતર્યો; તેની આસપાસ ફરી વળનારાઓએ તેને કાંઈક કહ્યું. તેઓને પોતાની અચરજ થઈ અને રોહન ખુરાના પણ અચરજ પામ્યો.તેગુસ્સામાં પગ પછાડી બોલ્યો:
" તમે લોકો એમ માની શા માટે લીધું કે એ હું હતો?"
"બધી ઢબછબ તમારી હતી. આકૃતિ બરાબર તમારી હતી અને મૂછો પણ તેવી જ હતી."
" છતાં તે હું ન હતો ! 'બરાબર અગિયાર' એવું મેં કહેલું અને સઘળાઓ એ મૂર્ખામીથી બાજી બગાડી નાખી! પણ હજી ચિંતા નથી. આજનો મારો દાવ ભયંકર અને છેલ્લો હશે .તમે બધા સાવચેત રહો."
રોહન ખુરાનાએ આ મુજબ કહીને ડ્રોઈંગ રૂમમાં કિંગ ઓફ અફઘાન પાસે પોતાનું કાર્ડ મોકલાવ્યું તે અંદર ગયો તે બાદ બહારના ભાગમાં એક ઘટના બની. મેદાનમાં વ્હીસલ વગાડનાર મવાલી ચોકીદારની નજીક આવ્યો અને પતાંની એક જોડથી હાથકરતબના કાંઈક ખેલ કરવા લાગ્યો. સિક્યુરિટીને પણ તેના ખેલમાં રસ પડ્યો. તેઓ તે જોવામાં રોકાયા ત્યાં બુટ પોલીસવાળો બીજા ત્રણ મવાલીઓ સાથે તે જગ્યાએ આવ્યો અને ધીમે રહીને દરવાજામાંથી બંગલાના ચોગાનમાં સરક્યો .મવાલીઓ પતાંની કરતબ જોતાં ઊભા. થોડીક વાર થઈ કે, બંગલાના પાછળના ભાગમાંથી એક પિત્તળની બાલ્ટી સાથે તે છોકરો દોડતો દોડતો આવ્યો અને તેની પાછળ બંગલા ના નોકરો દોડતા જણાયા; અહીંથી તહીં અને તહીંથી અહીં, એમ તે છોકરાએ પોતાની પાછળનાઓને દોડાદોડી કરાવી પણ હાથ આવ્યો નહિ .'પકડો ,પકડો ,'એવી બૂમો નોકરોએ પાડવા માંડી. સિક્યોરિટીનું ધ્યાન ખેંચાયું .હાથ કરતબનાં ખેલમાં રસ લેવો પડતો મૂકી તેઓ તે છોકરા તરફ દોડવા તૈયાર થયા ત્યાં તો મવાલીઓએ તેમની સાથે મારામારી કરી મૂકી. નોકરો નું ધ્યાન બે બાજુ ખેંચાયું . બુટ પોલીસવાળા બિલ્લીપગા છોકરાને પકડવામાં સિક્યુરિટીને મવાલીઓથી બચાવવા માટે ભાગદોડ થઈ રહી. કેટલાક નોકરો સિક્યોરિટીઓ સાથે મારામારીમાં પડ્યા. કેટલાક છોકરા પાછળ પડ્યા. આ તકનો લાભ નજીકના બંગલામાંથી ઇન્સ્પેક્ટર અને પૃથ્વીએ લીધો. બંને બંગલાઓ વચ્ચે આવેલી દીવાલ કુદીને તેઓ
સર આકાશ ખુરાનાના બંગલામાં આવ્યા અને ડ્રોઈંગ રૂમની બાજુની બારીમાં તેઓ કૂદકો મારીને પ્રવેશ્યા .તેઓ જે બારીમાંથી અંદર પ્રવેશ્યા તે બારી એક નાની સરખી ઓરડીની હતી. તે ઓરડીનું બારણું ડ્રોઈંગ રૂમમાં પડતું હતું .ઇન્સ્પેક્ટર અને પૃથ્વીએ બારણામાંથી જોયું કે આરામ ખુરશીની પાછળનો ભાગ એ ઓરડી તરફ હતો અને રોહન ખુરાના
તેમની ડાબી બાજુએ બીજી ખુરશીમાં બેઠો હતો. તેની ખુરશી સહેજ ત્રાંસી ગોઠવાયેલી હતા. તેઓને અને ઓરડીને આશરે ત્રણેક ફૂટનું અંતર હતું. ઇન્સ્પેક્ટર અને પૃથ્વી, કિંગ ઓફ અફઘાન અને રોહન ખુરાના વચ્ચેની વાતચીત સાંભળવા લાગ્યા.
"તમારી ભૂલ થાય છે." કિંગ રોહન ખુરાના ને કહેતા સંભળાયા : " એ લોકો તો ઝવેરીઓ હતા અને મને ગોલ્ડ ના એન્ટિક નમુનાઓ બતાવવા આવ્યા હતા. મેં રજવાડી નમૂનાના આભુષણ કેટલાક ખરીદ પણ કર્યો."
આ અગાઉ થોડીક વાતચીત થઈ ગઈ હોવી જોઈએ એમ ઇન્સ્પેક્ટર અને પૃથ્વીએ અનુમાન કર્યું.
"જો આપ ખાતરીપૂર્વક કહેતા હો તો હું આપના પર વિશ્વાસ રાખું છું." સારું; હવે આપ કહો કે કિંમતનું શું છે?"
"કિંમત તમે કહો તેટલી આપું .વસ્તુઓ ક્યાં છે?"
"ઓ તમે કહો છો તેનાથી ડબલ રકમ હું માગું છું."
"બે કરોડ ! બહુ છે હો?" કિંગ ઓફ અફઘાને કહ્યું : પણ વાંધો નહિ બસ મને વસ્તુઓ બધી મળવી જોઈએ અને મને તેની ઘણી જ જરૂર છે એટલે આપ્યા સિવાય છૂટકો નથી. સારું; વસ્તુઓ લાવો."
રોહન ખુરાનાએ કવરોની દોરીથી બાંધેલી એક થોકડી પોતાના ખિસ્સામાંથી કાઢીને કહ્યું : "આ બાર કવર છે. તે દરેકમાં એક એક ચક્કર છે."
"એમાંનો એકનો પ્રયોગ મારે જોવો છે."
"એ ભયંકર પ્રયોગ આપને નજરે જોવો છે ?"એમ કહી રોહન ખુરાનાએ થોડીવાર વિચાર કર્યો ને કહ્યું : "સારું ;આપના એક ઘોડા ઉપર હું તેનો પ્રયોગ કરી બતાવવા તૈયાર છું .પણ એથી નાહક એક દુર્લભ ચક્કર ગુમાવશો. કારણકે તેની પર અજમાયશ કરવાથી એક ચક્કર આપને ઓછું મળશે."
"એમ? ત્યારે રહેવા દો,પ્રયોગની વાત બાજુએ મુકું છું." કિંગ ઓફ અફઘાન એમ કહીને ખિસ્સામાંથી ચેક-બુક અને શાહીપેન કાઢ્યા.
એવી તસ્દી આપ ના લેશો. " ચેક-બુક જોઈને રોહન ખુરાનાએ કહ્યું : હું તો રોકડા જ લઈશ."
"એટલા બધા રોકડા અત્યારે તો ક્યાંથી લાવું ?" કિંગ ઓફ અફઘાને પૂછ્યું.
"તો રહ્યું આપણું સાટું પડતું!"
"નહિ નહિ ;મિસ્ટર, ચાલો હું તમને થોડાક રોકડા આપું અને થોડુંક આ ઝવેરાત કે જે હમણાં જ ખરીદ્યું છે તે આપું."
"રોકડા કેટલાં આપો છો?"
"એક કરોડની રોકડ."
સારું; પણ તમે ખરીદેલું ગોલ્ડ કેવું છે તે મારે જોવું પડશે. ઝવેરી કદાચ આપને છેતરી ગયો હોય."
"તમને શું લાગે છે મને રિયલ ગોલ્ડની ઓળખાણ નહિ હોય? જો એમ હોય તો મારા અંગ ઉપરનું ઉતારીને આપીશ ;પણ છતાં આપ આની પરીક્ષા તો કરી જ જુઓ?"
રોહન ખુરાના ઉઠ્યો અને 'બૅગ' નજદીક ગયો. 'બૅગ' કિંગ ઓફ અફઘાનના પગ પાસે જ પડી હતી. જમીન પર બેસી રોહન ખુરાનાએ તે ખોલી. દરમિયાન ચક્કરની થોકડીને પોતાના ખોળામાં રાખી. તે ઝવેરાત બૅગમાંથી કાઢી જોવા લાગ્યો.
શું આભુષણ રિયલ હશે? કિંગ ઓફ અફઘાન આ ડિલ ફાઈનલ કરશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ........