Bhavena na Praja vatsal rajvi maharaja saheb shri Krushnkumarsinhji Gohil - 3 in Gujarati Moral Stories by कुंवरसा चेतनसिंहजी गोहिल books and stories PDF | ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 3

Featured Books
Categories
Share

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 3

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે ૩૪ વર્ષ સુધી શાસન કરનાર નેક નામદાર મહારાજા રાઓલ કૃષ્ણકુમારસિંહજીની આગામી ૧૯મી મેના રોજ રવિવારના સંયોગ સાથે ૧૦૮મી જન્મજયંતી છે. આમ તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શિરે પિતા મહારાજા ભાવસિંહજી (બીજા)ના દેહવિલય બાદ માત્ર ૭ વર્ષની બાળ ઉંમરે જ રાજ્યની જવાબદારી આવી ગઈ હતી. પરંતુ પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી. પ્રજાનું હરહંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપે છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯મી મે ૧૯૯૨ના રોજ થયો હતો. મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાનો વારસો પેઢી દર પેઢીથી મળ્યો હતો. ગોહિલવંશની રાજધાની સિહોરથી સ્થળાંતર કરી વર્ષ ૧૭૨૩માં અખાત્રીજના દિવસે ભાવસિંહજી (પહેલા)એ ભાવનગરની સ્થાપના કરી હતી. પરંતુ ગોહિલકુળનું શાસન તે પહેલાના પાંચસો વર્ષથી ચાલ્યું આવતું હતું. ૧૨૫૦થી માંડી આજદિન સુધી ગોહિલકુળના કુલ ૨૮ મહારાજા થયા છે (હાલના છેલ્લા મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ છે). તે પૈકીના ૨૬ મહારાજાએ ઉમરાળા, પીરમબેટ, ઘોઘા, સિહોર અને ભાવનગરમાં ગાદી સંભાળી હતી. તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા.

રાજકોટની રાજકુમાર કોલેજ અને ઈંગ્લેન્ડની પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ ૧૯૩૧માં રાજ્યનું શાસન સંભાળ્યાના તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ગોંડલ સ્ટેટના મહારાજા ભોજિરાજસિંહજીના પુત્રી રાજકુમારી વિજ્યાકુંવરબા સાથે લગ્ન કર્યો હતો. ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.

ગતિમય શાસનના કારણે તેમને ૧૯૩૮માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે ગાંધીજી સાથે તેમની ભાવનગરમાં મુલાકાત પણ થઈ હતી. અખંડ ભારતના નિર્માણ માટે દેશી રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપીતા.૧૫-૧-૧૯૪૮માં રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કરી દીધું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યો બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંત (તામિલનાડુ)ના પ્રથમ ગર્વનર (રાજ્યપાલ) બન્યા હતા. માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી.

જીવનપર્યાત 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્રને વળગી રહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તા.૨-૪-૧૯૬૫ના રોજ હૃદયરોગના હુમલાથી દેહવિલય થયો હતો. જો કે, તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે.


નામકરણ માટે મહારાજાના ટયૂટરને સુરતથી તેડાવ્યા

વર્ષ ૧૯૧૨ના ૧૯મી મેને રવિવારના રોજ મહારાણી નંદકુંવરબાએ પુત્રરત્નનો જન્મ આપતા રાજપરિવારમાં આનંદ છવાયો હતો. ભાવનગર રાજ્યના યુવરાજ અને વારસદારના નામ કરણ માટે મહારાજા ભાવસિંહજી (બીજા)એ તેમના ટયૂટર ગણપતરામ અનુપરામ ત્રવાડી (૧૮૪૮-૧૯૧૯)ને સુરત તેમના વતનથી ખાસ નિમંત્રણ આપી ભાવનગર બોલાવ્યા હતા અને તેમણે જ ભાવનગર સ્ટેટના યુવરાજની જન્મપત્રિકા જોઈ કૃષ્ણકુમારસિંહજી નામ સૂચવ્યું હતું.

રાજપરિવારમાં પુત્ર સંતાન પ્રાપ્તી માટે પ્રભાશંકર પટ્ટણીએ બાધા રાખી'તી

મહારાજા ભાવસિંહજી (બીજા) (૧૮૭૫-૧૯૧૯)ને લગ્નજીવનના બે દાયકા સુધી પુત્રનું સંતાનસુખ મળ્યું ન હતું. તેમના પહેલા લગ્ન દેવગઢ બારીયાના રાજકુમારી દેવકુંવરબા સાથે ૧૮૯૩માં થયેલું અને તેમને સંતાનમાં એકમાત્ર રાજકુમારી મનહરકુંવરબા હતા. તેમનું અવસાન ૧૯૦૩માં થતા મહારાજા ભાવસિંહજી (બીજા)એ ઘણા આગ્રહ બાદ આખરે ૧૯૦૫માં ખીરસરાના રાજકુમારી નંદકુંવરબા સાથે લગ્ન કર્યો હતા. જો કે, લગ્નના ઘણાં વર્ષો સુધી રાજગાદીને સંભાળનાર પુત્ર સંતાન નહીં થતાં દિવાનસાહેબ પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવા વગેરેની બાધા રાખી હતી.

રાજકવિએ રાજકુંવર માટે હાલરડું લખ્યું

ભાવનગર સ્ટેટના રાજકુંવર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે રાજકવિ પીંગળશી પાતાભાઈએ હાલરડું લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, ગોહિલજીનું હાલરડું હું ગાજ, હેતે હેતેથી હીંચકાવું.. ગોહિલ (ટેક), સોના રૂપાનુ પારણું સુંદર, મુખડું કુમારનું મરમાળું, ચિતડા લિએ છે ચોરી.. ગોહિલ (૧)