" એક દિવસ હું પણ નાનો હતો
ને ભણવા જતો હતો ત્યારે મેં પણ 🖐👉નાનપણ મા બહુ નાટકો કરયા હસે બઇ ને કાકાએ મને પણ લાડ લડાવ્યા હસે. ખરેખર બહુ મજા આવતી તી નિલેશ કાકા એકલાં બેઠા એમના વિચારો મા વ્યસ્ત હતા ", ત્યાતો બાજુ મા તેમના ફોન ની રિંગ વાગી એટલે નિલેશ કાકા એ ફોન ઉપાડયો.
"અરે રોમ રોમ નિલેશિયયા " ફોન મા સામે થી સામે થી અવાજ આવ્યો.
"રોમ રોમ કમલેશીયા ધણા દાડે પરભુ ભુલા પડયા તમે."
"લો વડી આજ યાદ આઇ જી ને વિચાર્યુ કે લાવો આજ તો નેનપણ ના ગોઠીને ફોન કર. ને તમન ઠઠાયો ફોન" - કમલેશ કાકા સામેથી બોલ્યા.
" લો હારુ હારુ આજ તો મુ ય નેનપણ ના વિચારો મ હતો ને તમાર ફોન આયો-"નિલેશ કાકા બોલ્યા.
"તી હારુ કેવાય ને. આપણું નોનપણ તો આપણું હતુ હો સુ કેવુ તારુ" કમલેશ કાકા બોલ્યા.
"હા અલ્યા એજ તો હવે ના છોકરા સુ જાણે નેનપણ કને કેવાય. આપિ ઘરે થી તો નેહાળ જવા નિકળતા ને નેહાળ ના જતાં ને પોકતા ગોમછોટે (ગામ પાદરે), તને યાદ છે કમલેશીયા ". નિલેશ કાકા બોલ્યા.
"હા જ તો વળી કેમ યાદ ના હોય ગોમસોટે વડ ની વડવાઈ એ આપણે હેસકા ખાતા તું મુ ચમનીયો ને મગનીયો. ને ઓબલી એ ઓબલીઓ ખાતાં.નેે પાછા આમલીનું માટે લડતાં. ને કટટી કરીને નોખાં પડતા. ને બીજા દિવસે વળી દોસ્તી કરી ભેગા થતાં. હતી કે નહીં એવું નિલેશીયા બોલ" કમલેશ કાકા બોલ્યા.
"હા વળી હતુ જ કોણ ના પાડે છે. નાના હતા ને ગાડા ના જોતરે હેસતા ને જોતર વળી ટુટી પણ જતું અને મારા બાપાના બોલસા ય ખાતાં. "
"ત્યારે તો આપણે એક ગામમાં રહેતા હતા.ભેળા મોટા થયા છીએ ને આજ તો ચમનીયો આપણ છોડીને ચાલ્યો ગયો પરભુ ના ઘરે." નિલેશ કાકા બોલતા બોલતા થિમે પડી ગયા.
" હા હો ખૂબ મજા કરી આપણા ભેરુ હારે પણ આજ નહીં હારે. હારુ હેડ તાર હવે આપણા નોનપણ ના એ દિવસો નહીં જેમાં આપણે તેને ખોટા કામના લડતાં ઝગડતા હતા." કમલેશ કાકા બોલ્યા.
"હાસી વાત તારી હારુ ઓમ ધરના બધ બૈર સોકર ઠીક સે. સુ કરી તમાર ધરેથી , સુ તમારે ધંધા પોણી ચાલે હે".નિલેશકાકા બોલ્યા.
"બસ હેમખેમ દિવાળી છે. ને મોટો હવે બટાકા વાઇ રયા સ ને વસેટ નોકરી ઉપર અમદાવાદ સે ને નેનો માસ્તર ની નોકરી ઉપર મહેસાણા સે. ને અમિ ડોશી- ડોહો ધરે બેઠસ એમ હમણા સોડી ને જમાઇ બેય આયેલ હત મળવા તિ આજ જ સી. ઇયના
ઘરે. તારે ચેવુ હે ડોહા".કમલેશ કાકા બોલ્યા.
"મારેય રાગે રાગે ગાડુ પાટા ઉપર છે ."
"હમણ તો બે વિઘા જમીન લિધી સે વેચાતી, તે ઇમા ફુવારા નવા કરતાં હતા તે હમણાં તો જેહ થઈ ગયા છીએ.ને મારે તો ચાર છોકરા તો બાર ધંધા પર ને નોકરી ઉપર છે. ને બે મારી પાસે ખેતીવાડી મા છે." નિલેશ કાકા બોલ્યા.
" એ હારુ હવે મેલુ ને ઓમ ફોન કરતા રો પાસા " કમલેશ કાકા બોલ્યા.
" એ હારુ" નિલેશ કાકા બોલ્યા.
" આ નોનપણ નાં ભાઈબંધો પણ કોક દી ય ફોન કરી ને મન હલકું કરી નાખી શી, પણ મારબેટુ બાળપણ ને જવાની તો જ્યાં પરા ને જોત જોતા ઘડપણ આઈ જ્યું" પોતાની મસ્તી માં મસ્ત નિલેશ કાકા એકલા જ બબડ્યા ં
" એલ્યા છોકરા પોણી..........." , " અરે રેવાદુ ને હજી તો મારે આમેય હાથ પગ હાલે છે હાલથી છોકરાઓ ઉપર કયા ભાર બનવું એ ભલેને એમની જિંદગી એમની રીતે જીવતા ઓમેય જમાનો બદલાઈ રહ્યો છે હજી ક્યાં સુધી જીવાડે "રોમ" એ કોને ખબર એટલે બને ત્યાં સુધી તો બધા ઘરડાઓ પોત પોતાને રીતે ખાવા પીવાનું તો ઉપાડી લે એ તો સારું લાગે આમેં બીજું કામ તો છોકરાઓ એમની જવાબદારી તો એમના માથે આવશે એટલે ઉપાડશે જ ને, ક્યાં જશે નહીં તો, ચાલ હુજ જઈને પાણી પી લઉં છું " એકલા જ બબડતા ઉભા થતા નિલેશ કાકા પાણીયારે જઈને પાણી પી લે છે અને પાછા આવીને લીમડાના છાયડે એક ખાટલા ઉપર બેસી જાય છે "આ ઘરડો થયો છું ને એમાંય મારો બેટો ડોક્ટર બીડી પીવાની ના પાડે છે હવે મારે આ ઉંમરે ક્યાં જાવુ ટેમપાસ કરવા એકલો બેઠો બેઠો હોય કંટાળો આવે છે અને આ ઓમ કોક મને એકલો વાતો કરતા જોઈ જશે તો કહેશે આ ઘરડા ઘડપણે ડોહો તો ગોડો થઈ ગયો છે એકલો એકલો બોલે છે"
" શરરરરરરરરરરરરરરરરર............. "એવો જોરથી અવાજ સંભળાય છે ને નિલેશ કાકા ઉઠીને ધિમા પગલે ખેતર ના શેઢે આગળ વઘી ને ખેતરમાં ચાલતા ફુવારા મા વધુ પ્રેશર મા ખુલી ગયેલો એક કાગ બંધ કરે છે એટલા મા તો અડધા પલળી જાય છે આથી ખેતર થી થોડે દૂર એ તડકામાં જઈ બેસે છે. " આ લુગડા કેટલા ધોવા પલળી જાય છે તરત"
" એ રોમ રોમ પટેલ ," પાછળ થી અવાજ આવ્યો.
" રોમ રોમ...... આયરો બેશ કોનજી " બશ ભયા થોડ લુગડા પલડ્યા એટલે અહીં તડકે બેઠો હતો વળી વિચાર્યું કે ઘરવાળાને વધારે હેરાન નહીં કરવા વડે આખો દાડો કેટલી વાર ધોવડાવવાના લુગડા એટલે હોજ તો પડવા આઈ છે રાતનુ તો ચાલે જાય ને સવારમાં વહેલા નાહીને બદલાઈ જ લેવાના, આપણો તો નિયમ છે વેલા ઊઠીને નાહી લેવું ને પછી ભગવાનનું નામ એના પછી બીજું કામ. નિલેશ કાકા ની ગરગડી ચાલુ થઇ.
તમારે તો બધી વાતે જલસા છે પટેલ આ અમારે દેખો ભાગ રાસી ન રસ ને કાળી મજૂરી કરસ, મુય ફુવાર મ પલડી જ્યોં સુ ન.
ઈ તો મજુરી કરવી પડે ભાયા એમ નેમ ચેય રોટલો પડ્યો સે ને તુ ગોડો સે તારા સોકરા ને કેમ ની ભણાવતો , સોકરો હોશિયાર સે તારો ને હવે તો ભણવાના ક્ષેત્રમાં ચોઈ ભેદ ભાવેય નથી થતો, ભણાય એટલે તારા છોકરાની તો જિંદગી સુધરી જાય.
એ તો ભણી ર્યા હવે.
શું ગોડા જેમ કરે તું? ચમ એમ બોલે છે.
તો શું ભણવા તો મેલ દો પણ હવે એ સી ઘરમાં મોટા તો કોમ કોણ હંભાળે હુય હવે ઘરડ્યો થ્યો.
અલ્યા ગોડા હજી 10 - 20 વરસ તો તું ખખડધજ રહેવાનો એટલા ઘડી તો તું સંભાળી લે પછી તો તારે કહેવું પણ નહિ પડે પેલી કહેવતની જેમ હેયને બળદિયા જોડાઈ જશે ગાડે એમ તારા છોકરાએ કોમે લાગી જશે ને તમે સુખી થા હો અનઆગલી પેઢી એ સુખી થાઓ અમે તો તમારા ભલા સારું કરશે ભૂંડા તું ભૂંડો મત થા તન કાલથી જ નેહાલ મેલી દે જે થાય પ્રભુ ના કરમમાં. નિલેશ કાકા બોલ્યા.
પણ પછી બાપા હા તો ભણી ગણીને જય ભીમવાળા થઈ જશે તો પછી તો દેવ ને ય ના મોની તો આ તો બધું જૂઠું છે એમ કહી દેશે. ઘણા એમ કરી શી પછી મોટાઓને બોલવા નથી દેતા ને તમન તો કસુ ખબર નહિ એમ જ કિ સી હમણ એવું બને સે.
એ પછી એના કિસ્મત પણ એમ કે સુખેથી તો જીવી ઓમ હાડ ફીટ તો ના થાય બીજું શું. અન મુય હમજુ સુ તન પણ તુ બાપ થયો છે એટલે તાર્ હમજવુ પડસે ને હો વાત ની એક વાત હવે તુ મારુ કેવુ મોનસે કે ની એમ કે. નિલેશ કાકા બોલ્યા.
હારુ તાણ તમારી મર્યાદા ભરુ સુ ને જ્યાં સુધી ફેલ ના થાય તા હુધી ભણાઈશ, પસી એમન કિસ્મત.
હ એમ ઓમેય તમારા મા ભણતર હજુ ઓસુ સે એટલે નોકરી પણ મળી જાય એવું તમારા બાબો સાહેબ કરીને ગયા છે.
હવે આગળ ના ભાગ મા ...........