Sandhya - 54 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 54

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 54

સંધ્યાએ બધાનો નાસ્તો પતી ગયો એટલે ઘરે જવાની વાત કરી અને આખા ગ્રુપને પણ ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઘણા ટાઈમ પછી બધા ભેગા થયા એમાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. આથી બીજી વખત જયારે મળીએ ત્યારે ઘરે આવશું એમ કહી બધા જુદા પડ્યા હતા. જતી વખતે વિપુલા બોલી કે, "સંધ્યા તું હવે એકલી રહે છે તો અચાનક કઈ પણ તકલીફ કે મદદની જરૂર પડે તો તરત મેસેજ અથવા કોલ કરજે!"

"હા, હું ચોક્કસ જણાવીશ!"

સંધ્યાએ પોતાના મનની વાત બધા સાથે શેર કરી આથી એ પણ ખુબ હળવી થઈ ગઈ હતી. ફરી એક નવા જોશને પોતાનામાં ભરીને એ પોતાના ઘરે પહોંચી હતી. સંધ્યાએ ઘરે આવીને અભિમન્યુને ઉંઘાડીને પોતાની જર્નલ એ પુરી કરી રહી હતી. આવતી કાલે સંધ્યા પોતાની જર્નલ અને નોટ્સને ચેક કરાવીને  મેડમની સાઈન કરાવવાની હતી. એને થોડો ડર હતો કે, કદાચ મેડમ એના સ્કેચને રિજેક્ટ કરશે તો? આથી એને ફરી પોતાના બધા સ્કેચને જોયા અને જે પણ ફેરફાર કે થોડું ઘણું ટચિંગ કરવા જેવું લાગ્યું એ કર્યું હતું. સંધ્યાને હવે કોઈ ભૂલ નજર આવતી તો નહોતી પણ મેડમ ચેક કરી લે એટલે શાંતિ થાય એવું એનું મન ઉચાટમાં હતું.

સંધ્યા સાંજે અભિમન્યુને એકેડમીમાં મૂકીને પોતાના ક્લાસ પર ગઈ ત્યારે મેડમ એક બે બીજી છોકરીઓની પણ જરનલ ચેક કરી રહ્યા હતા. સ્કેચવાળી જર્નલના છુટા પેજ જ એક પોર્ટફોલિયામાં રાખવાના હતા અને એમાં સાઈન થયા બાદ જ એને બાઈડિંગ કરવાની હતી. પેલી બે માંથી મેડમે એક ના તો બધા સ્કેચ સિલેક્ટ કર્યા પણ બીજીના ત્રણ સ્કેચ ત્યારે જ રિજેક્ટ કરીને ફાડી જ નાખ્યા હતા. સંધ્યાના એ જોઈને જ ધબકારા વધી ગયા હતા.

સંધ્યાનો હવે વારો આવ્યો હતો. એના મનમાં એક જ ચિંતા હતી કે, મારા તો કોઈ સ્કેચ મેડમ ફાળશે નહીં ને? સંધ્યાની ચાર જર્નલ ચેક થઈ ગઈ હતી. હવે એના સ્કેચનો વારો હતો. મેડમ એક પછી એક સ્કેચ ચેક કરતા ગયા હતા. બધા જ સ્કેચ ચેક થઈ ગયા બાદ મેડમે સંધ્યા સામે જોયું હતું. સંધ્યાને જોઈને મેડમે કીધું, "તમારા કામમાં ખુબ જ જીણી બાબતોની પણ તમે ચીવટ રાખેલી છે. મારા જીવનમાં મેં આટલા સરસ સ્કેચ પહેલા વર્ષના કોઈ જ સ્ટુડન્ટના નહીં જોયા. અને દરેક સ્કેચમાં નવીનતા છે. કલર પણ બધા ખુબ સમજીને પસંદ કર્યા છે. સ્કેચની ખાસિયત પાછી એવી છે કે જાણે સાચેજ કપડું આપણી આંખની સામે હોય! હું તમારા કામથી ખુબ જ ખુશ છું. ખુબ સરસ તમારું કામ છે. તમે જરૂર આ ફિલ્ડમાં આગળ વધશો. આ પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છા. અને હા, તમારી પરીક્ષાની રિસીપ્ટ આવી ગઈ છે. એ પણ લઈ લો."

સંધ્યા તો એકદમ ખુશ થઈ ગઈ હતી. મેડમ એના કામથી આટલા બધા ખુશ થશે એની કલ્પના પણ નહોતી. મેડમ પાસેથી રિસીપ્ટ લેતા એ બોલી, "તમારો ખુબ ખુબ આભાર મેડમ. હું ખુબ જ મહેનત કરીશ કે પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકું."

આજથી સંધ્યાને અઠવાડિયાની હવે રજા હતી. જો કોઈ પ્રશ્ન હોય તો જ હવે ક્લાસમાં જવાનું હતું. બધું જ થીયરીનું ઘરે રહી વાંચવાનું હતું. થીયરી અને એ પતે એટલે પ્રેકટીકલ એમ અઠવાડિયા સુધી પરીક્ષા ચાલવાની હતી.

સંધ્યાએ બધી જ થિયરીની નોટ્સ પોતાની રીતે પોઈન્ટ્સ બનાવી રેડી કરી હતી. એમાં પણ એને પોતાની રીતે જે રેડી કર્યું હતું એ એવું હતું કે સરળતાથી સમજી શકાય અને યાદ પણ જલ્દી રહી જાય! સંધ્યાને સતત વ્યસ્ત જોઈને અભિમન્યુ પણ એકદમ ડાહ્યો થઈ ગયો હતો. એની મમ્મી જે કરતી હોય એ ચુપચાપ જોયા કરતો હતો. જયાં થઈ શકે ત્યાં એમને હેલ્પ પણ કરતો હતો. પોતાનું બધું જ કામ એ હવે જાતે જ કરી લેતો હતો. સંધ્યાનું ક્યારેક મન ખુબ દુઃખી થઈ જતું કે, એ અભિમન્યુને સરખો ટાઈમ આપી શકતી નહોતી.

સંધ્યા આજે પોતાના પિયર આવી હતી. દિવ્યા અને સાક્ષીને મળીને અભિમન્યુ ખુબ ખુશ થઈ ગયો હતો. સાક્ષીએ જેવો અભિમન્યુને જોયો કે, એના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. પંક્તિને પણ એ સમજાઈ રહ્યું હતું કે, સાક્ષી એના બેન કરતા પણ વધુ ખુશ અભિમન્યુ સાથે હોય છે!આટલો સમય વીત્યો છતાં પંક્તિને એના વર્તનનો રતીભર પણ અફસોસ નહોતો. એનામાં કદાચ એને ફેરફાર લાવવો જ નહોતો. દક્ષાબહેને પણ જોયું કે, પંક્તિનું વર્તન હજુ સંધ્યા માટે સારું નથી. એમને થયું કે, હવે સમય જ પંક્તિને સમજાવશે, એને મારા સમજાવવાથી કોઈ ફેર પડશે જ નહીં!

સંધ્યા તો એની રીતે મસ્ત દીકરીઓને રમાડવામાં મશગૂલ હતી. દિવ્યા હવે ચહેરો ઓળખતી થઈ ગઈ હતી. દિવ્યા એના મમ્મી જેવી જ દેખાઈ રહી હતી. સંધ્યાએ કહ્યું, "ભાભી! દિવ્યા તમારી જ જેવી દેખાય છે. એને જોઈને એમ જ લાગે કે, તમે નાના હશો ત્યારે આવા જ દેખાતા હશો!"

"હા, મારો ચહેરો આવો જ દેખાતો હતો." ટૂંકમાં જ પંક્તિએ જવાબ આપ્યો હતો.

સંધ્યાની તો ઈચ્છા એમ હતી કે, પંક્તિને મનમાં કોઈ અફસોસ હોય કે હવે બોલવું પણ કેમ? તો એ માટે એક પહેલ સંધ્યાએ કરી હતી.

સંધ્યાએ મમ્મીને કહ્યું, "મારી આવતી કાલથી પરીક્ષા ચાલુ થાય છે. અઠવાડિયું પરીક્ષા ચાલશે. આજે હું એટલે જ મળવા આવી છું. હું અઠવાડિયા સુધી થોડી વ્યસ્ત રહીશ."

"હા બેટા! ચિંતા કર્યા વગર શાંતિથી સમજીને પેપર લખજે! બેસ્ટ ઓફ લક." દક્ષાબહેને  શુભેચ્છા પાઠવતા જરૂરી સૂચના આપી હતી.

સંધ્યા હવે પોતાના ઘરે આવી ગઈ હતી. જમવા આજે એણે વેજીટેબલ સેન્ડવીચ બનાવી હતી. જમી લીધા બાદ એને ફરી એકવાર આવતીકાલના પેપરની તૈયારી કરી હતી. આખું રીવીઝન એકવાર થઈ ગયું એટલે એને અભિમન્યુને ઉંઘાડ્યો હતો. સંધ્યાએ પરીક્ષામાં લઈ જવાની રિસીપ્ટ પણ યાદ કરી પર્સમાં મૂકી દીધી હતી. સંધ્યા બધું રેડી કરીને ઊંઘવાની તૈયારી કરી રહી હતી. પણ પરીક્ષાની ચિંતામાં ઊંઘ આવતી નહોતી. મન વિચારોમાં ગરકાવ થઈ ગયું હતું. સંધ્યાને કાલ પેપર કેવું નીકળશે? સહેલું હશે કે નહીં? પેપર પુરુ તો થઈ જશે ને? એવા અનેક પ્રશ્ન મુંઝવી રહ્યા હતા. સંધ્યાની આખી રાત આવા વિચારોમાં જ ગઈ. ઘડીક ઊંઘ આવે અને એ તરત ચિંતાના લીધે ઉઠી જતી હતી.

સંધ્યા સવાર પડી એટલે અભિમન્યુને ઉઠાડ્યો અને એને તૈયાર કરીને સ્કૂલે મુકવા પણ ગઈ હતી. અભિમન્યુ રસ્તામાં મમ્મીને કહેતો હતો, "મમ્મી તું પરીક્ષામાં સરસ લખજે હો! મારી મમ્મી રોક છે ને?"

"હા બેટા! સરસ લખીશ. તું કહે એટલે મને ખુબ હિંમત આવી જાય છે." સંધ્યાને અભિમન્યુની વાતથી ખુબ હિંમત મળી જતી હતી.

સંધ્યા અભિમન્યુને મૂકીને જ ઘરે આવી હતી. એની પરીક્ષા એક વાગ્યે શરૂ થવાની હતી. સંધ્યાએ ફટાફટ રસોઈ બનાવી હતી. ઘરના મંદિરમાં દર્શન કર્યા હતા. સંધ્યાને આજ ઘણા સમય બાદ પરીક્ષા આપવાની હોય એને ખુબ બીક લાગી રહી હતી. ભગવાનના દર્શન કરી એમને પ્રાર્થના કરી કે, હું પેપર સારી રીતે લખી શકું! એ પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. સંધ્યાએ પોતાના સ્કૂટરને ચાવી ભરાવી ઓટોસ્ટાર્ટ થી શરૂ કરી રહી હતી. પણ આજ સ્કૂટર ચાલુ જ નહોતું થઈ રહ્યું. સંધ્યાને બીક તો લાગતી જ હતી. હવે ધબકારા પણ વધી ગયા હતા. સંધ્યાએ કિક મારીને પણ સ્કૂટર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં પણ સ્કૂટર ચાલુ નહોતું થતું. સંધ્યાનું શરીર પાણી પાણી થવા લાગ્યું એને રીતસર ડર લાગવા લાગ્યો કે, હું પરીક્ષામાં પહોંચીશ કે નહીં? એણે રીક્ષામાં જવાનું વિચારી મનોમન સૂરજને યાદ કર્યો, કાશ તું સાથે હોત! અને એના મનમાં વીજળીના ચમકારા જેમ તરત મગજ ચોંકયુ. ચાવી સ્કૂટરમાં એણે ફક્ત ભરાવી જ હતી, પરીક્ષાની ચિંતામાં સ્કૂટર ચાલુ કર્યું જ નહોતું! સંધ્યાને સૂરજનો અહેસાસ હંમેશા પારાવાર હિંમત આપી જતો હતો, અને દરેક મુશ્કેલીમાંથી રસ્તો પણ શોધી આપતો હતો.

શું સંધ્યા પરીક્ષા શાંતિથી આપી શકશે?

અભિમન્યુનું બાળમાનસ મમ્મીને કેમ મદદરૂપ થશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ