Love, beyond death in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | પ્યાર, મોતને પાર

Featured Books
Categories
Share

પ્યાર, મોતને પાર


"યાર કેમ તને ડર નહિ લાગતો!" નેહાએ એને પૂછ્યું.

"અરે ડર તો ત્યારે લાગે ને જ્યારે તમે જીવતા હોય!" સચિન જેવો જ એકદમ ઊભો રહી ગયો તો નેહા થોડી વધારે જ ડરી ગઈ. માહોલ પણ ડરાવનો હતો અને એ વાત પણ એવી જ ડરાવની કરી રહ્યો હતો!

"હા, તો નેહાજી, તમે કોઈની સાથે પ્યાર નહિ કર્યો?!" સચિન રસ્તો કપાય એટલે વાતો કરવા લાગ્યો હતો.

અજબની સાથે નેહા એમ પણ શું વાત કરવાની હતી તો પણ કહેવા ખાતર કહ્યું -

"ના, મને એવા બધાં માં કોઇ જ ઇન્ટરેસ્ટ નહિ. એ શું હોય છે પ્યાર-વ્યાર, લાઇફ એન્જોય કરો ને, જેની સાથે રહેવું રહી લેવા નું! આગળનું નહિ વિચારવાનું!" નેહા બોલી.

જંગલ વધારેને વધારે ગાઢ થતું લાગી રહ્યું હતું. બધાં પણ નેહાથી દૂર હતાં. પણ એને તો જાણે કે કઈ ફિકર જ નહોતી, એ તો મસ્ત આ અજબની સાથે જંગલમાં જઈ રહી હતી.

"તમે પ્યાર કર્યો છે?" નેહાએ પણ સચિનને પૂછ્યું.

"પ્યાર તો કર્યો જ છે અને હંમેશા એને જ કરતો રહીશ." સચિને કોઈ હીરોની અદાથી કહ્યું. સાચે જો એની જગ્યા પર કોઈ બીજું હોત તો હાલ જ એ સચિનને પ્રપોઝ કરી લેત. પણ નેહા એ લોકોમાની નહોતી.

"ઓહ, કોણ છે એ?!" નેહા એ જિજ્ઞાસા થી પૂછ્યું.

"છે નહિ હતી.. અમે બંને આ જ રીતે અહીંથી રોજ ફરતાં હતાં, પણ એક દિવસ જંગલી પ્રાણીઓનું એક ટોળું આવ્યું અને એને સાથે લઈ ગયું. હજી પણ હું એને બહુ જ યાદ કરું છું. એની છેલ્લી ચીસ મેં સાંભળી લીધી અને એ આજ દિવસ સુધી નહિ ભુલાતી!" સચિને કહ્યું અને પાછળ જોવા લાગ્યો. નેહા ત્યાં નહોતી.

"પ્યાર તો મેં પણ તને જ કર્યો છે, પણ હવે તું બીજે લગ્ન કરી લે! મને ખબર છે કે તું મને બહુ જ પ્યાર કરે છે, પણ મને પણ તારી બહુ જ ચિંતા છે, તું મારા મોતનો બદલો લેવા માટે તારી પાસે આ ચપ્પુ લઈને ફરે છે, ખબર છે મને, પણ તું આઝાદ થઈ જા, હું તો હવે નહિ તારી પાસે, પણ તું બીજે લગ્ન કરી લે, હું તને સુખી જોઈશ તો જ મને પણ મુક્તિ મળી જશે!" નેહાએ એકદમ જ અલગ જ રૂપ લઈ લીધું હતું, એ હવામાં સચીનની આજુબાજુ ફરી રહી હતી. સચિન એના ચહેરાને ઓળખી ગયો, હા, એ રવિના જ હતી. એની રવિના. એ આ ચહેરાને કેવી રીતે ભૂલી પણ શકે!

"તું લગ્ન કરી લે, હું તને ખુશ જોવા માગું છું, આમ એ જાનવર ને તું ક્યાં સુધી શોધ્યા કરીશ?! મારે મારા મોતનો બદલો નહિ લેવો, પણ જો તું લગ્ન કરી લઈશ અને ખુશ રહીશ તો હું પણ મુક્તિ મેળવી લઈશ!" એ હવામાં આમ તેમ ફરી રહી હતી.

"જો તને એવું કરવામાં જ મુક્તિ મળશે તો લે.." સચિને કમરમાં રાખેલ ચપ્પા ને કાઢીને દૂર ફેંકી દીધું.

એટલામાં જ દૂર થી પ્રાણીઓનો આવવાનો અવાજ આવ્યો, સચિન બહુ જ ગભરાઈ ગયો. એણે ચપ્પુ કેમ ફેંકી દીધું, એને હવે અફસોસ થઈ રહ્યો હતો.

પ્રાણીઓ એકદમ જ નજીક આવ્યાં તો સચિને જોયું કે બધાં જ પ્રાણીઓ કોઈ ગોળ પ્રકાશમય આકૃતિમાં જઈ રહ્યાં હતાં. ધીરે ધીરે એ પ્રાણીઓનાં કપાયેલ અંગો નીચે પડતાં હતાં.

આખરે આજે સચિનનો બદલો પૂરો થઈ ગયો હતો. એણે નિર્ણય કર્યો કે હવે એ લગ્ન પણ કરી લેશે. રવિનાની આખરી ઈચ્છા એ પૂરી કરશે.