Safar - 9 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | સફર - 9

Featured Books
Categories
Share

સફર - 9

સાનિધ્યએ કેટલી અલગ અલગ યોજનાઓ બનાવી".આ વખતે સીધું લગ્ન માટે જ પ્રપોઝ કરી દઉં એટલે અમોઘાને મારાથી દુર જવાનો મોકો જ ન મળે.એની બધી નારાજગી દૂર કરી દઈશ.

એને ઈવેન્ટની એડમાં વ્હીલચેર જોઈ હતી એટલે વળી વિચાર આવ્યો અમોઘા પણ...તોય એને હું અહેસાસ નહીં
થવા દઉં.

એણે મનનને પુછ્યું " કેવી રીતે પ્રપોઝ કરું?" મનને કટાક્ષમાં
કહ્યું " વ્હીલચેરમાં બેસીને." " આમ તો સારો આઈડિયા છે પણ એને લાગશે કે હું એની મજાક ઉડાઉ છું કે સહાનુભુતિ દર્શાવું છું." " તું જેટલી જલ્દી સ્વિકારી લે એટલું સારું એ જ તારી ભાભી બનશે, આપણી દોસ્તી ખાતર" સાનિધ્યએ કહ્યું.

સાનિધ્યએ આંખ બંધ કરી " કાશ સાકરમા હોત તો એમને પુછત કે શું કરું" એણે પછી નક્કી કર્યું " ઘરચોળું લઈ જાઉં , એ સાકરમાંની દિકરી છે એને ગમશે. " એક ઈન્ડિયન ડિઝાઇનર પાસે એણે એક સુંદર ઘરચોળું ડિઝાઈન કરાવ્યું
જેનાં પાલવમાં સાકરમાનો , અશ્ર્વિનીબહેન અને નિર્વીકા એની સગી માનો ચહેરો એમ્બરોડરી કરાવી ,સાથે લખેલું અખંડ સૌભાગ્યવતી ભવ:..આ બધાં માટે અશ્ર્વિનીબહેને ઘણી મદદ કરી...


ઈવેન્ટની આગલી રાતે સાનિધ્યને ઉંઘ ન આવી. ડર ચિંતા હરખ ઉચાટ બધી મિશ્ર લાગણીઓ મનમાં ઉભરાતી હતી.

ઈવેન્ટમાં પહોચ્યો ત્યારે ગેટ પર જ એને એન્ટ્રી ન મળી એ ખાલી મેમ્બર્સ માટે અને તેમનાં કમ્પેનિયન માટે હતી.ત્યાં નો સીક્યુરીટી ઓફિસરને એણે અનેક રીતે સમજાવ્યો" ટ્રાય ટુ અંન્ડરસ્ટેન્ડ , આઇ વોન્ટેડ ટુ ફાઈન્ડ સમવન , આઈ ડોન્ટ હેવ એની ઓફ હર કોન્ટેક્ટ ડીટેઈલ્સ. "

એક મીડ એજ લેડી ક્યારની વાત સાંભળતી હતી." હી ઈસ માય ક્મપેનીયન એણે એની વ્હીલચેર આગળ ધપાવતાં કહ્યું." સાનિધ્ય એની સામે આભારવસ જોઈ રહ્યો.બ્લોન્ડ હેયર , પર્લ નેકલેસ , લાઈટ મેકઅપ.જીવનથી ભરપૂર એણે સાનિધ્યને કહ્યું "કમ ઓન યંગ મેન. આઈ વુડ નોટ બી ધેટ બેડ કંપની."

અંદર કોઈ વ્હીલચેર પર તો કોઈ પાસે વોકીંગ સ્ટીક્સ. એક તો ખાલી બાર પંદર વર્ષની બાળકી વ્હીલચેર પર હતી.એનાં બંને પગની સાથે હાથ પણ પેરેલાસીસ હતાં તોય એની આંખમાં જીજીવિષા હજી જીવંત હતી.સાનિધ્યએ દરેક જગ્યાએ નજર દોડાવી એક પણ વ્હીલચેરમાં અમોઘા નહોતી. એ ટોકીંગ ઝોન હતો પછી કરાઓકે સીંગીંગ,મડ આર્ટ, ..અવેરનેસ એન્ડ ટ્રેનીંગ એ પછી પેઈન્ટીંર્સ ઝોન.

ત્યાં પ્રવેશતા જ એની પીઠ દેખાઈ એજ કાળા લહેરાતાં વાળ તલ્લીન થઈ ને એ કેન્વાસ પર રંગો જીવંત કરતી હતી.એને જોઈને સાનિધ્યને નિરાંત થઈ કદાચ એ વ્હીલચેર પર હોત તો મારું પ્રપોઝલ એને દયા લાગત.

એ ચૂપચાપ અમોઘા પાસે જઈ ઉભો રહી ગયો.એક ઘનઘોર કાળા વાદળ વીંધીને સુર્યકીરણો નીકળતાં હોય એવું એ દ્રશ્ય એનાં મનોભાવ દર્શાવતું હતું.

પેઈન્ટીંગ પુરું થયું પછી એનું ધ્યાન સાનિધ્ય તરફ ગયું.જાણે એને જોયો જ નથી એમ એ એનાં ક્રચીસ લઈને ધીમી ચાલે આગળ વધી.સાનિધ્યએ પાછળથી અવાજ દિધો " અમોઘા, એની મોટી ઘેરી આંખોમાં આસું ચમક્યા, અને એ ચુપચાપ ચાલતી થઈ ગઈ. રોકાઈ નહીં."

થોડીવાર સાનિધ્યનાં પગ ત્યાં જ જડાઈ ગયાં.એ આંખોમાં ફરિયાદ નહીં પણ લાચારી હતી એવું એને સમજાયું એટલે એ એની પાછળ ગયો ત્યાં સુધીમાં એ ગાયબ.

એણે જેની સાથે કમ્પેનિયન તરીકે એન્ટ્રી લીધી હતી એ લેડી પાસે ગયો.એને પોતાની અને અમોઘાની વાત ટુંકાણમાં જણાવીને પુછ્યું " કેન યુ પ્લીઝ હેલ્પ મી ટું ગેટ હર એડ્રેસ? ( તમે મને એનું સરનામું મેળવવા મદદ કરશો?)એ તરત જ તૈયાર થઈ ગયાં. એણે ત્યાનાં સીક્યુરીટી ઓફિસરને રસીયન ભાષામાં કંઈ સમજાવ્યું એ રેડી થઈ ગયો.એણે હળવેકથી
સાનિધ્યને કહ્યું "રશિયન રશિયન ઓલ્વેઝ વર્ક યુ નો".

સરનામું મળતાં જ એ દોડ્યો એક ટેક્સી હાયર કરી ને નોટ કરેલું એડ્રેસ સમજાવ્યું..

વીસ મિનીટ પછી એક અમોઘાનાં અપાર્ટમેન્ટની બૅલ વગાડતો હતો. અમઘાએ ખાસ્સી વાર પછી દરવાજો ખોલ્યો અને સાનિધ્યને જોતાં જ બંધ કરવા લાગી સાનિધ્ય વચ્ચે હાથ રાખી એને અટકાવી અને દરવાજો હડસેલી અંદર ઘુસ્યો.

એ ગુસ્સાથી બોલ્યો " તું આટલી ઈમમેચ્યોર છો એ મને ખ્યાલ નહોતો.માણસને એની વાત રાખવાનો મોકો નહીં આપવાનો.તે સાકરમાંને ગુમાવ્યા છે તો મેં પણ મારી મા ને..."

અમોઘાએ એને ઈશારાથી બે કાન પકડી કહ્યું આઈ એમ સોરી..એની આંખોમાંથી સતત આંશું ખરતાં હતાં. એ ધીમેથી ક્લચર્સ છોડી સાનિધ્યને વળગી પડી..

બંને કેટલીવાર સુધી આશું સારતા રહ્યાં.સાનિધ્યએ એને હળવેકથી અલગ કરતાં કહ્યું "કંઈક તો બોલ તારો અવાજ સાંભળવા મે બહું રાહ જોઈ ".

અમોઘા ધીરેથી ઉભી થઈ, અંદર ગઈ અને થોડીવાર પછી બહાર આવી ત્યારે એનાં હાથમાં એનાં મેડિકલ રીપોર્ટસ ની ફાઈલ હતી.

એમાં લખેલું હતું સડન એન્ડ કમ્પલીટ વૉકલ કોર્ડ પેરાલીસીસ ડ્યું ટુ એમ.એસ " (સ્વરપેટીનો અચાનક કાયમી લકવો. સ્ક્લેરોસીસનાં કારણે)
ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત