સાનિધ્યની આંખનાં ખુણે સહેજ ભીનાં થયાં. ..સાકરમાની વાત જેમ જેમ સાંભળતો એમ આ સ્ત્રીનાં ત્યાગ , બલિદાન
સાહસ પીડા એવા અલગ અલગ ભાવો એ અનુભવતો હતો.
તોય એ કહેતી વખતે મા તો જાણે સાપેક્ષ ભાવે કોઈ બીજાની વાત કહેતાં હોય એવી રીતે કહેતાં હતાં.એમની સ્થિતપ્રગ્નતા જોઈ એને માન ઉપજ્યું. વહી ગયેલાં વર્ષો કે ભોગવેલી પીડાનું દર્દ કે અફસોસ કંઈ નહીં.
એ વાત કરતાં હતાં ત્યારે એમની આંખ મીચેલી હતી, અમોઘા ક્યારની એમની વાત સાંભળતી હતી ચૂપચાપ..એમને હાથ લંબાવીને એને બોલાવી" અહીંયા આવ છોડી..મારી પાસે બહું વખત નથી..મારી ઈચ્છા છે હું છેલ્લીવાર માસ્તરાણીને મળી લઉં ને મારી રાખ છેને તું મારાં ખેતર બચ્યાં હોય તો એનાં સેઢે દાટજે ".
****□□□□****□□□***□□□□*****□□□
અમોઘાએ બે ચાર દિવસ વિચારીને નિર્ણય કર્યો કે હવે મા જો ભારતમાં જ રહેવા માંગતા હોય તો અહીં એમનાં વિનાં રહેવું શક્ય નથી. એણે બધું આટોપી હાલ પુરતું તો ભારત જ રહેવું અને એક્ઝીબીઝન માટે વિવિધ દેશમાં જવાનું નક્કી કર્યું.
સાનિધ્ય માટે આટલી વળાંકો વાળી નાટ્યાત્મક લાગે તેવી જિંદગીની વાત સમજાવવી પચાવવી થોડી અઘરી હતી.એમની પીડાં એટલી સ્પર્શી ગઈ એ મૌન થઈ ગયો. એની ડાયરીનાં પાનાઓ માની જીવનવાર્તાથી ભરાઈ ગયાં.હંમેશા સરળ જિંદગી જીવવાવાળા માટે આવી જિંદગી કાલ્પનિક હતી. એનું મૌન અમોઘાને અકળાવતું એને લાગતું મારું મુળ મારો ભૂતકાળ એ સ્વિકારી નથી શક્યો. વાતો કરવી સહજ છે ..પણ હકીકતમાં જ્યારે તેવું બને ત્યારે સ્વીકારવું અઘરું.
સાનિધ્ય અમોઘાનાં ન્યુયોર્ક એક્ઝીબીઝનની અને માની ચિંતા
સમજી ક્યારેક પેરિસ રોકાઈ જતો.ક્યારેક ચુપચાપ કામ કર્યાં કરતો. અમોઘા એક વીક પછી જવાની હતી ઈન્ડીયાં એની તૈયારીમાં વ્યસ્ત હતી.સાનિધ્ય પેરિસ હતો એનાં મમ્મીને બીજી વખત હાર્ટ અટેક આવ્યો..એ તાત્કાલિક ઘરે જવા નિકળ્યો.અમોઘાને એણે પરિવાર વિશે વાત નહોતી કરી.એણે ખાલી મેસેજ આપ્યો" ઈટ્સ ઈમર્જન્સી એટ હોમ આઈ વીલ કોલ યુ સુન" અમોઘાને એ પરિસ્થિતિથી ભાગવાનું બહાનું લાગતું હતું એ પોતે એટલી શારિરીક માનસિક પીડામાં હતી.માની તબિયત અને આવનારાં સમયનાં ભયનાં ઓથાર હેઠળ એ જીવતી હતી.સાકરમાં વિના એને ક્યારેય જીવતાં નહોતું આવડ્યું એમનાં વિનાની જિંદગીની કલ્પના એને ધ્રુજાવતી એમાં સાનિધ્યનું અચાનક જવું..એને તોડી ગયું.
પ્લેનમાં બેઠાં સાનિધ્યનું મન ઘર અને અમોઘા વચ્ચે વહેંચાયેલું હતું..એને જિંદગી પર રોષ હતો.
कितनी चालाक और धोखेबाज है तुं जिंदगी।
जीन लम्हो पे ठहरना है वहा छु कर गुजर जाती,
जहां से भागना है उसी लम्हे मे ठहर जाती।
साजीसे तेरी क्यां समझुं, बडी चालबाज है जिंदगी। એણે
ડાયરીમાં ટપકાવ્યું.
ફરી એકવાર રસ્તો અલગ સફર અલગ.
સાનિધ્ય ઘરે પહોચ્યો ત્યારે એનાં મમ્મીનું અવસાન થઈ ચુક્યું
હતું. આખી જિંદગી એકદમ સ્વસ્થ રહેલી મા આમઞસાથ છોડીને જતી રહે તે આઘાત જનક હતું.મનન પણ એટલો જણદુઃખી હતો. ક્યાંક મનનાં મનમાં એ વાત હતી કે આંટી
સનીનાં કારણે જ બિમાર પડ્યાં. એ વાત વાતમાં કોઈ ભાવુક ક્ષણે બોલી પડ્યો " આંટી તું ગયાં પછી ચિંતામાં જ બીમાર પડ્યા...કાશ તું કેનેડા જવાનાં ચક્કરમાં ન પડ્યો હતો" સાનિધ્યનું મન પણ હામી ભરતું હતું એનાં મનમાં અપરાધ બોજ હતો."
દિવસો ઘર પપ્પા , સગા સંબંધીઓ એ બધામાં જતા રહ્યા.આ બધામાં એને ક્યારેક અમોઘા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થતી ..પણ એ નિરાંત એને મળી નહીં.
**** ******* ****** ***** ***** ******
અમોઘા ભારત આવી ત્યા સુધીમાં એનાં મનમાં ગાંઠ પડી ચુકી હતી. એ વિચારતી બરાબર જ છે..કોઈનો સહારો શોધીએ કે લઈએ એટલે દુઃખ જ મળે. વર્ષો પછી સંસ્થામાં આવી અને અશ્ર્વિનીબહેનને મળી થોડી રાહત થઈ. હવે સાકરમાંની દેખરેખ આસાન બનશે.નાનપણની યાદો એને ઘેરી વળી..એનાં દુઃખ પર મલમ જેવી રાહત અહીંનાં વાતાવરણમાં હતી.હ્દયનાં એકખૂણામાં ઝંખના હતી કે સાનિધ્ય કોલ કરે મને નહીં તો માનાં હાલચાલ પુછે..એ પોતે કોલ કરવામાં ખચકાતી હતી. એ ટુંકા મેસેજનાં છેલ્લા શબ્દો મમળાવતી એ પોતાની જાતને રોકી લેતી.
સાકરમાં ની અપોઈન્ટમેન્ટસ..એનાં રીપોર્ટસ્ એ બધી દોડધામમાં એક સવારે પાછો પગમાં તીવ્ર દુઃખાવો અને સાંજ સુધીમાં જાણે પગ નિર્જીવ.એણે અશ્ર્વિનીબહેનનાં આગ્રા થઈ ડોક્ટર્સને બતાવ્યું ..બે ચાર ઓપિનિયન રીપોર્ટ્સ પછી એક દિવસ ભાંગેલાં હૈયે ઘરે આવી..મા અને અશ્ર્વિનીબહેન પુછતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી..
અશ્ર્વિનીબહેન ફાઈલ વાંચી...નિદાન હતું " ઈનીસયલ સ્ટેજ ઓફ મલ્ટિપલ સ્ક્લેરોસીસ."સાકરમાં ને એમણે સાદી ભાષામાં સમજાવ્યું " એક જાતનાં વાની શરૂઆત છે દવા લેશે તો મટી જાશે..તમારી ચિંતામાં વધારે ઢીલી થઈ ગઈ છે."...તું તો બહું મજબુત મનની હતી.
રાતે એમની પાસે બધી જ માહિતી હતી...મલ્ટિપલ સ્ક્લેરોસીસ વીશે ..એમણે એને સધિયારો આપ્યો વહાલથી બાથમાં લેતાં કહ્યું.." આપણે દવાઓથી એને કંટ્રોલ કરી શકીએ ...ઈનીસયલ સ્ટેજમાં ગભરાવાની જરૂર નથી."
અમોઘાનાં મન સાકરમાની બિમારી , સાનિધ્ય કેટલાંય કારણથી દુઃખી હતું..એને એ પણ માહિતી હતી કે આ રોગ આનુવંશિક છે...બાળક...મારી જિંદગી પણ સાકરમાની જેમ જ ...સની આ બધું આમ પણ નહીં સ્વીકારે...બે ત્રણ દિવસ
એને સ્વસ્થ થતાં થયાં પછી ન્યુયોર્ક એક્ઝીબીઝન માટે અને સારવાર માટે એણે બધી ગોઠવણ કરી.
જતાં પહેલાં એણે પોતાનો નંબર બદલી નાખ્યો ભારતનો અને પેરિસનો બંધ જ કરાવેલો..
પ્લેનમાં બેઠી ત્યારે એ પહેલાની જેમ સ્વસ્થ હતી.જિંદગીની બુકમાંથી એણે લાગણીનાં એ થોડા પન્ના ફાડી નાખ્યાં.
એણે છેલ્લીવાર કોન્ટેક્ટ લીસ્ટમાં જઈ સની લખેલો કોન્ટેક્ટ
થોડીવાર તાક્યા જાણે યાદ રાખવો હોય તેમ અને ડીલીટ કરી નાખ્યો....
ક્રમશ:
ડો.ચાંદની અગ્રાવત