FREEDOM in Gujarati Short Stories by ADRIL books and stories PDF | આઝાદી

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

આઝાદી

 


શબાના, શ્રુતિ અને રિદ્ધિ રૂમ-મૅટ હતા...

 

 

ત્રણેય નું ગ્રુપ ભણતા હતા ત્યારથી જ જામેલું હતું.. 

IT ભણતા હતા ત્યારે સાથે હોસ્ટેલ માં રહેતા હતા, અને હવે જૉબ લાગ્યા પછી ત્રણેય 3BHK ભાડે રાખી સાથે રહેતા હતા..  

 


શુક્રવાર ની રાત ના 10.00 થઇ ગયા હતા,.. રિદ્ધિ હજી ઘેર પહોંચી નહોતી,..

શબાના અને શ્રુતિ પરેશાન તો હતા જ પણ એથીયે વધારે એ બન્ને ડરેલા હતા, 


રિદ્ધિને આટલું મોડું ક્યારેય થયું જ નહોતું,.. 

અને કદાચ થાય તો એ હંમેશા ઇન્ફોર્મ કરી દેતી,.. 


 

 

શબાના અને શ્રુતિ લગભગ 11 થી 12 દોસ્તો ને કૉલ કરી ચુક્યા હતા,.. 

રિદ્ધિ નો હજુયે કોઈ પત્તો જ નહોતો,.. 

 

શબાના અને શ્રુતિ નો ડર ઘડિયાળ ના કાંટા ની સાથે સાથે વધતો જતો હતો,..   

 

" યાર આ રિદ્ધિ એ કાંઈ સ્યુસાઇડ જેવું તો કાંઈ તો નહિ કર્યું હોય ને ??? " - શબાના એ ડરતા ડરતા પૂછ્યું,.. 

 

"આઈ ડોન્ટ થિન્ક સો,.. એટલી કમજોર પણ નથી કે એ એવા કોઈ પગલાં ભરે ... એવી કોઈ તકલીફ તો નહોતી જ એને, એવું કશું જ એણે શૅર નથી કર્યું કે જેને લીધે એણે સ્યુસાઇડ જેવા નિર્ણયો લેવા પડે,.. તું ખોટી દિશા માં મગજ નહિ દોડાવ ... એ ટફ માં ટફ પરિસ્થિતિ ને ફૅસ કરી લે એવી છે,.. " –  શ્રુતિ બોલી તો ગઈ પણ એક ડર એના મન માં પણ ફરી વળ્યો,.. 

 

"તો ક્યાં હશે એ ? ચિંતા થાય છે યાર મને,.. " - શબાના રડવા જેવી થઇ ગઈ. 

 

" ચાલ એની ઑફિસે જઈ ને જોવું છે ? " શ્રુતિ ને કઈ સુજ્યું નહિ એટલે એને પૂછ્યું,..  

 

"ના શ્રુતિ, .. એની ઑફિસે મેં ફૉન કરી જોયા હતા, -  ફોન કોઈ ઉઠાવતું તો નથી - બધા નીકળી જ ગયા હશે,.. તું જ વિચાર ને યાર - અત્યાર સુધી કઈ ઓફિસ ખુલ્લી હોય ? " 

 

"તો પોલીસ સ્ટેશન જઈએ,.. " - શ્રુતિથી રહેવાતું નહોતું.  

 

પોલીસ સ્ટેશન જઈ ને મિસિંગ કંમ્પ્લેઇન કરવી કે નહિ એની અસમંજસ માં હતા ત્યાં જ શબાના ને રેહાન નો કૉલ આવ્યો  ... 

રિદ્ધિ ના કોઈ પણ ન્યુઝ રેહાન પાસે તો નથી જ હોવાના એ શબાના જાણતી હતી, એટલે એણે કૉલ રિસીવ કરવાના બદલે રિટર્ન મેસેજ કરી દીધો - "આઈ વીલ કૉલ યુ બૅક.." 

 

શબાના ની સગાઇ ગયા વર્ષે જ નક્કી થઇ હતી,.. રેહાન સાથે .. બન્ને વચ્ચે રોજ બે થી ત્રણ વાર  વિડીયો કૉલ અચૂક થતો, જે સૌથી વધારે ઇરિટેટ શ્રુતિ ને કરતો,.. ખાસ રેહાન ના એટીટ્યુડ ને લઈને,..

 

રિદ્ધિ ઝટ દઈ ને કોઈ ની પણ વાત માં માથું નહોતી મારતી, થોડી અતડી રહેતી હોવા છતાં એ લાગણીશીલ ખુબ જ હતી,.. 

 

આ ત્રિપુટી નું એક એવું યુનિટ હતું જે નાનામાં નાની ખુશી હોય કે નાનામાં નાનું દુઃખ - એકબીજા સાથે શૅર કર્યા વિના રહી જ ના શકતું,.. આજે પહેલી વાર રિદ્ધિ રાત ના 10.00 વાગ્યા સુધી ઘેર નહોતી આવી એ પણ ઇન્ફોર્મ કર્યા વગર,..

 

"આઈ થિન્ક એવું કરીએ,.. મિસિંગ કંમ્પ્લેઇન કરાવી દઈએ,.. " બોલતા બોલતા શબાના એ ફોન હાથ માં લીધો ત્યાંજ રેહાન નો વિડીયો કોલ ફરીથી આવ્યો,  

 

હવે શબાના ને કૉલ લીધા વિના છૂટકો નહોતો.. 

અને શ્રુતિ ને કૉલ પૂરો થાય એની રાહ જોયા વિના છૂટકો નહોતો.. 

 


શબાના કૉલ પૂરો કરે એની રાહ જોતી શ્રુતિ એક ચૅર ઉપર બેસી ગઈ

 


 

~~~~~~~~~

 

 

"હાય રેહાન, .. " 

 

"હાય જાન .. આજે  કેમ મૂડ માં નથી લાગતી ,.. ?"  - રેહાને વિડિઓ-કૉલ માં પૂછ્યું જે દૂર બેઠા બેઠા શ્રુતિ પણ બરાબર રીતે સાંભળી શકતી હતી.  

 

"રિદ્ધિ હજુ સુધી ઘેર નથી પહોંચી,.. મને ટેંશન થાય છે કે  ..... " 

 

શબાના ની વાત વચ્ચેથી કાપતા રેહાન તાડૂક્યો, - 

"ઓહ્હ તો તે એટલે મારો કૉલ કાપ્યો હતો ? " 

 

"હા, હું રિદ્ધિ ના ફ્રેન્ડ્સ ને કોલ કરતી હતી - રિદ્ધિ ની ઈન્કવાયરી કરવા,.. " શબાનાએ શાંતિથી જવાબ આપ્યો.  

 

રેહાન થોડો રોમેન્ટિક થવાની કોશિશ કરવા લાગ્યો.. 


"યાર, ખરી છો  તું .. !! હજી દસ જ વાગ્યા છે,.. આવી જશે એ ,.. અને તું રિદ્ધિ માટે મારો કૉલ કાપી ને એના કોઈ પણ ફ્રેન્ડ સાથે વાત કરી શકે ,, ?? આઈ મીન,.. ઇટ્સ નોટ ફૅર ટુ મી,.. !"

 

"રેહાન, તું પરિસ્થિતિ ને સમજ,.. રિદ્ધિ ના એ ફ્રેન્ડ્સ મારા માટે અજાણ્યા ભલે હોય, પણ એ મવાલીઓ તો નથી જ ,.. અને સવાલ એ પણ નથી કે દસ જ વાગ્યા છે હજુ એટલું પણ મોડું નથી થયું કે એ આવી ના શકે,.. સવાલ એ છે કે એની બેટરી પણ ડાઉન હોય ને તોયે એ અમને ઇન્ફોર્મ કરી દેતી હોય છે, કોઈ પણ રીતે અને  આજે  કોઈ મેસેજ નથી,.. આઈ ઍમ વરિડ રેહાન,.. " 

 

"યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ,.. "  રેહાન અત્યારે શબાના ની સાથે રોજ ની જેમ રોમેન્ટિક વાતો કરી શકવાનો નહોતો, એ વાત નો અહેસાસ એને થઇ ગયો હતો,.. એટલે એ થોડો ઇરિટેટ થઇ ગયો.. 

 


શ્રુતિ દૂર બેઠી બેઠી રેહાનના બદલાતા મૂડ ની નોંધ ચુપચાપ લઇ રહી હતી,..

ગુસ્સો આવતો હોવા છતાં એ અત્યારે રિદ્ધિ ની ચિંતામાં વધારે હતી.. 

 


"રેહાન, કૅન  યુ પ્લીઝ કમ વિથ અસ ટુ ફાઇન્ડ હર ?" શબાના એ રિકવેસ્ટ કરતા રેહાન ને પૂછ્યું એટલે રેહાન ફરીથી તાડૂક્યો , -  

 


"આર યુ ક્રૅઝી ? યુ થિન્ક આઈ હેવ નથીંગ ટુ  ડુ રાઈટ ? ,.. અને તુંયે નકામું ટેંશન ના લઈશ,.. એક વાત સમજી લે શબ્બો કે તું મારી જવાબદારી છે,.. ડોન્ટ ગો ઍનીવેર, ઇટ્સ ઓલમોસ્ટ 11.30 નાઉ,.. ઇટ્સ ટુ લેટ,.." 

 

"પણ રેહાન, અમે તો પોલીસ સ્ટેશન જઈ ને  મિસિંગ કમ્પ્લેઇન કરવાનું વિચારતા હતા,.." 

 

"યુ મીન, તું અને શ્રુતિ ?" 

 

"હા,.." વિડિઓ-કૉલ માં ડોકું હલાવી શબાનાએ જવાબ આપ્યો.. 

 

"આઈ ડોન્ટ પ્રિફર યુ ટુ ગો,.. ગૅટ ધૅટ પ્લીઝ,.." - રેહાને ચિડાઈને કહ્યું  

 

"ઑકે ચાલ ... પછી વાત કરીએ,..." શબાનાને લાગ્યું હવે કચ કરવાનો મતલબ નથી.. 

 


કૉલ કટ કરીને શબાના પાછળ ફરી - 

એની નજર દૂર બેસી ને રેહાન સાથે ની ચર્ચા સાંભળતી શ્રુતિ ઉપર પડી,..  

 


રેહાન ના ઈન્ડાયરેક્ટ ડોમિનેશન અને કેરલેસ એટીટ્યુડ માટે  શબાના થોડી શરમીંદી બની ગઈ.. 

 


શ્રુતિ એ ડોકું ધુણાવી પોતાની આંખો રૉલ કરી, બબડતા બબડતા શબાના ને પૂછ્યું, "વૉટએવર શબાના,.. ચાલ જવું છે ને .. ?? - શ્રુતિ ને શોધવા ? અગર નહિ મળે તો જઈશું પોલીસ સ્ટેશન,... " ..

 

"યાર રેહાન ને નહિ ગમે,.. જોયું ને તે એની જરાયે ઈચ્છા નથી,..કે હું આમ અડધી રાત્રે ઘર થી બહાર જાઉં એવી,.." 

 

શ્રુતિ એ સવાલો ના તીર મારવાના ચાલુ કર્યા,..  

"એ પોતે ક્યારેય અડધી રાતે ઘર ની બહાર નથી જતો  ?"

"તારા ટેંશન માં એ તને મોરલ સપોર્ટ આપવા અહીં દોડી આવવો જોઈએ કે નહિ ?" 

"અને આજે જરૂરી છે એટલે જવાનું છે બાકી તું રોજ નીકળે છે ઘર ની બહાર ...?? " 

"તું અડધી રાતે ઘર ની બહાર પાર્ટી કરવા નથી જતી, કોઈ સોલિડ રીઝન થી જાય છે અને રાતે આવા રિઝનથી બહાર જવું કે નહિ એ નક્કી કરવાની સેન્સ તારામાં છે.. "

"તું જ કહે મને કે - જે છોકરીઓ અડધી રાતે ઘર ની બહાર નીકળે એ બધા ના રૅપ થઇ જાય છે ? હજારો છોકરીઓ નાઈટ શિફ્ટ કરે છે.. તને શું લાગે છે ? એ લોકો સેઇફ નથી ?" 

"જરા વિચાર, અગર રિદ્ધિ ની જગ્યાએ રેહાન ની સિસ્ટર હોત તો એ રોકેત  તને  આમ અડધી રાતે ઘર ની બહાર નીકળતા ?"

"રેહાન ને ક્યાંયે પણ જવું હોય તો એ તારી પરમિશન નહિ - તારી મરજી સુધ્ધાં જાણવાની ક્યારેય કોશિશ કરતો નથી.. આઈ મીન જેમ તું એની જવાબદારી છું એમ એ પણ તારી જવાબદારી છે - રાઈટ ?"

"જો હું તને આડુ અવળું ચઢાવતી નથી કે તને કોઈ ખોટા રસ્તે જવા માટે દોરતી નથી.. તને જે યોગ્ય લાગે તે કર.. "

 

શબાના ચૂપ  .... સમજતી બધું જ હતી કે શ્રુતિ ની એક પણ વાત ખોટી નહોતી પરંતુ શબાના એ વાતને સ્વીકારી શકતી નહોતી,..  

 


જેને શબાના પ્રેમ ગણતી હતી, એ રેહાન નો વધતો જતો મોહ જ હતો, જે શબાના ને બધું જ જતું કરવા મજબૂર કરી દેતો હતો, અને એટલે જ શબાના ની સામે રેહાન ના બીજા બધાજ એટીટ્યુડ એના રોમેન્ટિક અંદાજ ને લીધે હવા માં ઉડી જતા હતા,  

 

"એનીવેઝ, યુ આર નોટ કમિંગ રાઈટ ? આઈ ઍમ ગોઈંગ " 

શ્રુતિએ ચાવી હાથમાં લઈને ચાલવા માંડ્યું,.. 

 

"લિસન, પાવરબેન્ક સાથે રાખ અને મને પ્લીઝ અપડૅટ કરતી રહેજે,.." 

 

"યા, શ્યોર,.. " શ્રુતિ એ એક અણગમા સાથે જવાબ તો આપ્યો પરંતુ એ સારી રીતે જાણતી હતી કે શબાના ઘરમાં રહીને પણ ચિંતિત જ રહેવાની છે..   

 

~~~~~~~~~~~~~~~~

 

રાત ના લગભગ દોઢ વાગ્યા સુધી ભટકતી શ્રુતિ દર 15 - 20 મિનિટે શબાના સાથે વાત કર્યા કરતી અને એને અપડૅટ આપ્યા કરતી,.. એ સ્કૂટી માં પેટ્રોલ ભરવા ઉભી રહી ત્યાં જ એનો  મોબાઈલ રણકી ઉઠ્યો 

 

"હા, શબ્બો, ... પેટ્રોલ ભરાવું છું,.." 

 

"તું એક કામ કર, - નૅશનલ હૉસ્પિટલ આવ અને ત્યાં થી મને લઇ જા - આપણે પોલીસ સ્ટેશન જ જઈએ,.. " શબાના મક્કમ નિર્ણય સાથે હિંમત ભેર બોલી રહી હતી,.. 

 

"તું ત્યાં શું કરે છે ?" શ્રુતિ ને એક મિનિટ માટે તો નવાઈ જ લાગી ગઈ 

 

"એક કલાક થી હું બધી જ હોસ્પિટલો માં રિદ્ધિ ને શોધતી હતી,.. એ ક્યાંયે નથી,..  " શબાના લગભગ રડવા જેવી થઇ ગઈ હતી એવું એના અવાજ ઉપર થી શ્રુતિ ને જણાઈ ગયું હતું,.. 

 

"તું ત્યાં જ રહે,.. હું આવું છું,.."  શ્રુતિ ને નવાઈ તો લાગી જ કે આવું પોસિબલ જ નથી કે શબાના રેહાન ની મરજી વિરુદ્ધ કોઈ પણ કામ કરે,.. એ હૉસ્પિટલ માં રિદ્ધિ ને શોધતી હતી, કદાચ શબાના રિદ્ધિ નો કોઈ એક્સિડન્ટ થયો હોય તો એમ વિચારી ને બધી હોસ્પિટલ ફંગોળવા નીકળી હતી,.. 

 


શ્રુતિ મન માં ને મન માં સ્માઈલ કરવા લાગી,.. હોસ્પિટલ નો આવો વિચાર તો પોતાને આવ્યો જ નહોતો,.. એની આંખો ભીની થઇ ગઈ,..  

 

~~~~~~~~~~~~~

 

હોસ્પિટલ ની સામે ની કૉફી શૉપ 24 કલાક ચાલુ રહેતી ત્યાં લોકો શિફ્ટ પ્રમાણે કામ કરતા હતા ,કેમ કે હોસ્પિટલ નો સ્ટાફ, પેશન્ટ, વિઝિટર્સ, ટેક્ષી ડ્રાઈવર્સ, ઓટો ડ્રાઈવર્સ બધા ની અવર-જ્વર ત્યાં આખી રાત રહેતી, ...

 

શ્રુતિ શબાના માટે ચા લઇ ને હોસ્પિટલ પહોંચી  ... 

 

"શું થયું ? - તું ઠીક છે ? - આમ અચાનક નક્કી કરી લીધું અડધી રાતે ઘર ની બહાર નીકળવાનું ?" એક બેન્ચ ઉપર શબાના ની બાજુ માં બેસતા બેસતા શ્રુતિ એ કહ્યું, અને શબાના ને એણે ચા ધરી,.. 

 


શબાનાએ ફિક્કી સ્માઈલ કરી.. 

 

"ક્યાં હશે આ છોકરી યાર " શબાના ચિંતિત થઇ ને પૂછી રહી હતી  - એની આંખો માં રિદ્ધિ માટે એક ડર હતો,..

 

"થિન્ક પોઝિટિવ - કઈ નહિ થાય - મળી જશે,.. તું ચા પી લે - આપણે પોલીસ સ્ટૅશન જઈએ,..  રેહાન ને પછી સંભાળી લેજે ,..  " શ્રુતિએ શાબાનનો હાથ હળવેથી દબાવ્યો..  

 

"આઈ ડોન્ટ રિયલી કેર,.. " 

 

શ્રુતિ એને અપલક જોઈ રહી,.. એક નવી શબાના જન્મી જાણે,.. 

 

શ્રુતિ ની સામે ધારદાર આંખો કરી શબાના બોલી, 

"ક્યાં સુધી શ્રુતિ, ? સૌથી પહેલા તો હું રેહાન ની જવાબદારી છું જ નહિ,.. અને અગર હોત  તો એ પોતાની જવાબદારી પુરી કરવા મારી પાસે ભાગી આવ્યો હોત - મને ઇમોશનલી સપોર્ટ કરવા,.." 

 

"બહુ જલ્દી સમજાઈ ગયું તને તો -  શબ્બો ડાર્લિંગ,.. " એને વાતાવરણ હળવું કરવું હતું એટલે શ્રુતિ હસતા હસતા બોલી.   

 

"સૉરી યાર ,.. પણ સમજાઈ ગયું ને ,,.... " 

 

"શબાના, હું રેહાન ની ખિલાફ નથી, પણ એની સોચ, એની જ નહિ કોઈ પણ છોકરા ની આવી સોચની ખિલાફ છું.. રિદ્ધિ તારા માટે અને તું જો રેહાન માટે મહત્વ ની વ્યક્તિ હોય રિદ્ધિ માટે એણે તને વધારે નહિ તો થોડું સાંત્વન આપી જ શક્યો હોત. અને જો એ એટલું પણ નથી કરતો તો તારું એને કેટલું મહત્વ છે એ તને સમજાઈ જવું જોઈએ - "   

 

"આઈ એગ્રીડ  ... હંમેશા મારે એ જોવાનું હોય કે એના ફેમિલી ને આમ નહિ ફાવે - તેમ નહિ ફાવે - આ નહિ ગમે - તે નહિ ગમે,.. ….  રેહાન ક્યારેય એવું તો બોલ્યો જ નથી કે અમારા ઘરની અમુક પરમ્પરા સ્વીકારવી તને  ફાવશે કે નહિ - મને ક્યારેય એવું પૂછવામાં નથી આવ્યું કે એમના અમુક વર્તન મને ફાવશે કે નહિ,..  " શબાનાએ હળવા થતા થતા એનો ઉભરો ઠાલવી દીધો..  

 

"શાબાશ મારી શેરની,..." 

 

"અને આજે તો હદ થઇ ગઈ શ્રુતિ, સ્ટ્રેસ ને લીધે મારુ માથું બેહદ દુખવા લાગ્યું હતું,.. તેમ છતાં એ એની એક્સપેક્ટેશન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર જ નહોતો,.."

 


"એની એક્સપેક્ટેશન મતલબ ??" 

 


"એ બ્લન્ટલી મને બ્લેઈમ કરતો રહ્યો કે હું એને અવૉઇડ કરવા લાગી છુ,.. કેટલા એક્સપ્લેનેશન આપું યાર - એ સમજવા જ તૈયાર નહોતો,.. " 

 

"એવું શું થયું ??  એ હંમેશા આમ જ વર્તન કરતો હોય છે,.. જાન, ડાર્લિંગ, સ્વીટહાર્ટ વેગેરે બોલીને તને પીગળાવી નાખતો હોય છે.. એ જ સ્વભાવ છે એનો." 

 


"હા એ જ, ... - એને વિશ્વાસ હતો કે હું તારી સાથે નથી જ જવાની - રેહાન એ પણ જાણતો હતો કે  જ્યા સુધી રિદ્ધિ નહિ મળે ત્યાં સુધી તું પણ પાછી  નથી આવવાની. " 

 


"તો ?" 

 


"એટલે એને આપણા ફ્લેટ ઉપર આવવું હતું,..   "

 

"પણ એણે તો આવવાની ના પાડી  હતી,.. અચાનક ?" શ્રુતિ કન્ફ્યુઝ હતી,.. 

 

"હા, મારી સાથે રિદ્ધિને શોધવા આવવાની ના પાડી હતી... હી સેઈડ, Let's have fun. We will have our time with each other, If no one home... "

 


"વ્હોટ ? તું આટલા સ્ટ્રેસ માં છે છતાં? " 

 


"એણે મારા સ્ટ્રેસ, મારા ઈમોશન, મારી વિશ, મારી ચૉઇસ ની પરવાહ કરી છે ક્યારેય ? " શબાના એક ધિક્કાર સાથે બોલી રહી હતી,.. 

 

"વાઉ... અમેઝિંગ હસબન્ડ શોધ્યો છે તે,.. " શ્રુતિ અકળાઈ ગઈ 

 

"લીવ ઈટ, એને એનો જવાબ મેં આપી દીધો છે,.." શબાના  

 

"કાયમ આવું જ કરશે એ ? - આઈ હૉપ, એ થોડો બદલાય તારા માટે.. " શ્રુતિને શબાના ની દયા આવી ગઈ..  

 

"આઈ ડોન્ટ રિયલી કૅર એનીમોર ,..  " શબાના એ ડોકું ધુણાવતા કહ્યું 

 

"મતલબ?" શ્રુતિ 

 

"મેં એનો ફોન કાપી નાખ્યો,.. અને તરત જ એનો મેસેજ આવ્યો,.." - શબાના 

 

"શું ?" - શ્રુતિ 

 

"ઇફ નોટ ટુડે ધેન નૅવર ..  ... " 

શબાના એ રેહાન નો મેસેજ શ્રુતિ ને બતાવ્યો,..  શ્રુતિ શૉક થઇ ગઈ,.. 

"મતલબ કે તું અને રેહાન ,,... ?"

 

શબાના એ ભીની આંખે આસમાન માં જોતા કહ્યું, 

"યસ શ્રુતિ, વી સ્લીપ સમટાઈમ,.. જયારે તમે લોકો ઘેર નહોતા હોતા ત્યારે કેટલીયે વાર હું અને રેહાન .... " એ આગળ બોલી ના શકી ..  "સૉરી  ...  " ભીની આંખે એને શ્રુતિ સામે જોઈને કહ્યું 

 

શ્રુતિ એ એના હાથ શબાના ની આસપાસ વીંટાળ્યાં .. 

થોડી ક્ષણો ભારે મૌન સાથે નીકળી ગઈ,.. 

 

આખરે શબાના એ શ્રુતિ ને કહ્યું, "આઈ રીપ્લાયાઈડ હિમ - F*** You .. " 

બન્ને થી ખખડી ને હસી જવાયું,.. 

 

ચાઇ ની પ્યાલી તરફ જોતા શબાના એ શ્રુતિ ને કહ્યું, " ચાલ હવે ચાઇ ખલાસ થઇ ગઈ છે, .. રિદ્ધિ ની મિસિંગ કંમ્પ્લેઇન કરાવી આવીએ,.."

 

અને સ્કૂટી બોરીવલ્લી પોલીસ સ્ટેશન તરફ વળી ગઈ,.. 

 

 

~~~~~~~~~~~~~

 

 

"સર, એક મિસિંગ કંમ્પ્લેઇન કરવી હતી,.."  - શબાનાએ પોલાઈટ થઈને પોલીસ ઓફિસરને કહ્યું  

 

"કોની" 

 

"મારી ફ્રેન્ડ ની ,..  મારી રૂમ  પાર્ટનર,.. ગઈ કાલ રાત ની આવી નથી રૂમ ઉપર,.. પહેલી વાર બન્યું છે કે એ કહ્યા વિના ઘર ની બહાર છે, એનો ફોન પણ આઉટ ઓફ રિચ છે બધાજ દોસ્તો ને સતત ફૉન થી પૂછયા કરીએ છીએ,.. એ કોઈ ની સાથે નથી,.. ક્યાં ગઈ છે એ ખબર નથી,.." 

 

"કોઇ ની સાથે ઝઘડો થયો હતો એનો ? શું નામ છે એનું ?" 

 

"રિદ્ધિ જાની" - શબાના બોલી 

 

શ્રુતિ ક્યારની શબાના ને જોઈ રહી હતી, એ લીડ લઇ ને પહેલી વાર કોઈ કામ પોતાની જાતે કરી રહી હતી, હંમેશા રેહાન ની મદદ લઇ ને ચાલતી શબાના નો કૉન્ફિડન્સ આજે ટોપ ઉપર હતો,.. આ નવી શબાના ને જોઈ ને શ્રુતિ ને અતિશય ખુશી મળતી હતી,.. એ હંમેશા શબાના ને એનું ટેલેન્ટ શાઇન કરવા પ્રોત્સાહિત કર્યા કરતી, પણ શબાના હંમેશા રેહાન ની છાંવ  માં ચાલવાનું જ પસંદ કરતી,.. 

 

 

શબાના ની કાબેલિયત માટે તો રિદ્ધિ એ પણ ઘણી વાર કમૅન્ટ કરી હતી કે રેહાન કરતા તો તું વધારે ટેલેન્ટેડ છું - એણે તારી મદદ લેવી જોઈએ તારે એની નહિ,.. ઍટ-લિસ્ટ એવી બાબતો માં તો નહિ જ કે  જે તું પોતે તારી જાતે  કરી શકે એમ હોય,.. 

 

પોલીસ ઓફિસર ઝટકો ખાઈ ને શબાના ને જોઈ રહ્યો, રિદ્ધિ જાની નામ સાંભળતા એણે ફરીથી શબાના ને પૂછ્યું, "શું નામ કહ્યું, ?" 

 

 

"રિદ્ધિ જાની -   આ રહ્યો એનો ફોટો,.. પ્લીઝ કમ્પ્લેઇન લઈ લૉ તમે,... "  શબાના બધી જ તૈયારી સાથે બોલી રહી હતી,.. એણે મોબાઈલ માં રિદ્ધિ નો ફોટો બતાવ્યો,.. 

 

"આ મૅડમ તો અહીં જ છે - કાલે અમે એમને એસ વી રૉડ ઉપર થી પકડયા છે  ... " 

  

"અને શેના માટે?" શબાના ની આંખો એ પોલીસ ઓફિસર સામે પ્રશ્નસૂચક હતી ,.. 

 

" ડ્રિન્ક & ડ્રાઈવ " 

 

"કૅન વી મીટ હર સર,.." શ્રુતિ એ પોલાઈટ અવાજ માં વચ્ચે પડી ને પૂછ્યું 

 

"ફાઈન ભરવો પડશે,.. " 

 

" ભરી દેશું, પણ પ્લીઝ એને બોલાવો સર,.." શબાનાએ નિર્ણાયક સ્વર માં કહ્યું  

 

"દેશપાંડે, तिला येथे आणा " 

 

"होय साहेब" દેશપાંડેએ જવાબ આપ્યો 

 

અને થોડી જ વાર માં રિદ્ધિ ત્યાં હાજર હતી,.. 

 

એ પોલીસ ઑફિસર ની આંખો  રિદ્ધિ ની સામે જોતા જોતા થોડી ઝીણી થઇ ગઈ ... 

એ શબાના અને શ્રુતિ ની સામે વારાફરતી જોતા જોતા બોલતો હતો, -  


"મૅડમ, મારી જિંદગી માં જોયું નથી આવું પણ આ મૅડમ તો મને આનંદ રાવ તને નહિ છોડું, બોલતા બોલતા મને મારતા હતા,.. ઑન ડયૂટી પોલીસ ઓફિસર ઉપર હાથ ઉપાડવાની સજા ખબર છે ? સમજાવો એને, તમે બધા મને સભ્ય લોકો લાગો છો એટલે જવા દઉં છું, અને આમ પણ મારી નજર શાર્પ છે, બિચારી એ પહેલી વાર પીધો લાગે છે, ચઢી ગયો હતો,.. ક્યાંક ઠોકી હોત  સ્કૂટી તો ? એટલે લઇ આવવા પડ્યા અહીં ,.. કેટલી વાર પૂછ્યું એમને - અડ્રેસ બોલો - કોન્સ્ટેબલ મૂકી જાય તમને,.. પણ હોશ માં હોય તો ને,.. ? બસ આનંદ રાવ નહિ છોડું બોલી ને સીધા મારવા જ ધસી આવતા મારી ઉપર,..  " 

 

 

 

આનંદ રાવ સાંભળતા જ ત્રણેયે એકબીજા ની સામે જોયું,.. 

રિદ્ધિ એ નજર ઝુકાવી દીધી,.. 

શ્રુતિ અને શબાના ની નજર મળી,.. કંઈક વાતો થઇ જાણે ચારેય આંખો માં,.. 

 

"સૉરી સર,.. અમે ગેરન્ટી આપીએ છીએ, ફરી આવું નહિ થાય,.. " શબાના બોલી,..

 

"आयकार्ड प्रदान करा - दंड द्या - आणि जा " 

 

"ઑકે સર,.." 

 

બધી વિધિ પુરી કરી, રિદ્ધિ નો મોબાઈલ અને પર્સ ઓફિસર પાસે થી લઇ ને ત્રણેય પોલીસ સ્ટેશન ની બહાર નીકળ્યા,.. 

 

 

~~~~~~~~~~~~~

 


"સૉરી" બહાર નીકળતા જ રિદ્ધિએ ફરીથી કહ્યું ,.. 

 

"રિદ્ધિ, શું થયું આનંદ રાવ સાથે ? મેનેજર છે તારો,.. યાર - કઈ ઑફિસ માં થોડું ઘણું પોલિટિક્સ નથી હોતું ?" શબાના રિદ્ધિ ના હાથ ઉપર પોતાનો હાથ ઘસતા એને સમજાવી રહી હતી,.. 

 

શ્રુતિ એ પોતાના સ્કૂટી ની ચાવી પર્સ માંથી કાઢતા કહ્યું, 

" શબાના તું રિદ્ધિ ની પાછળ બેસ... "

 

"ઓકે,.." 

 

"હા, પણ આપણે ઘેર નથી જતા,.. તું અમારી પાછળ આવ શ્રુતિ,.." 

આટલું બોલતા જ રિદ્ધિએ શબાના ને લઇ ને પોતાની સ્કૂટી મૅઈન  રોડ ઉપર દોડાવી દીધી,.. હવે શ્રુતિ ને પણ એની પાછળ ભાગવા સિવાય કોઈ વિકલ્પ ના રહ્યો,.. 

 

 

~~~~~~~

 

શનિવાર ની સવાર લગભગ થઇ ચુકી હતી... 

સૂરજ ની હલકી રોશની સાત ઘોડે સવાર થઇ ને સમગ્ર વિશ્વ ને જગાડી રહી હતી,..

મુંબઈ ની એ સવાર સવારની ચહલ-પહલ ઑલરેડી શરુ થઇ ગઈ હતી,.. 


દૂધ વાળા, કચરા વાળા, ટિફિન વાળા બધા જ કામે લાગી ગયા હતા,..

ક્યાંક સીટી બસ તો ક્યાંક બાઈક, સ્કૂટર, કાર, ઓટો, અને ટેક્ષી જેવા જુદા જુદા વાહનો થી મુંબઈ ના રોડ પણ જીવંત થઇ રહયા હતા, 

 

ઍક નિર્ણય આંખો માં લઇ ને રિદ્ધિ એ એક એપાર્ટમેન્ટ ની સામે આવી વિઝીટર પાર્કિંગ માં સ્કૂટી પાર્ક કરી  ,..  શ્રુતિ પણ આવી પહોંચી,.. શ્રુતિ પોતાનું વિહિકલ પાર્ક કરે એ પહેલા તો રિદ્ધિ એ એપાર્ટમેન્ટ ની સીડીયો ચઢવા લાગી,.. શબાના અને શ્રુતિ પણ લિફ્ટ ની રાહ જોયા વિના જ એની પાછળ દોડી  ગયા,.. 

 

બરાબર ત્રીજા ફ્લોર ઉપર રિદ્ધિ એ 304 ના દરવાજે જઈ ને બેલ માર્યો,.. 

એક અજાણ સ્ત્રી નો ચહેરો એની સામે આવ્યો, જેણે દરવાજો ખોલ્યો,.. 

શબાના અને શ્રુતિ રિદ્ધિ ની આ હરકત જોઈ જ રહયા,.. 

કોઈ કાંઈ જ રિદ્ધિ ને પૂછી શકે એવો સમય જ એણે બેમાંથી કોઈ ને આપ્યો નહોતો  ... 

 

"યસ - કોનું કામ છે ?" એ સ્ત્રી એ દરવાજો ખોલતા જ નમ્રતા થી પૂછ્યું,

 

"આનંદ રાવ નું,.." રિદ્ધિ એ એક કડવાહટ સાથે આનંદ રાવ નું નામ લીધું જે એ સ્ત્રી ને જરાયે ના ગમ્યું,.. 

 

ત્યાં જ પાછળ થી ટોવેલ માં લપેટાયેલ આનંદ રાવ બાથરૂમ માંથી બહાર આવી ચુક્યો હતો,.. સપના માં પણ વિચાર્યું ના હોય કે દરવાજે રિદ્ધિ આવી શકે એમ એણે દૂર થી જ બૂમ પાડી, "કોણ છે ડાર્લિંગ સવાર સવાર માં ?"

 

"જી, કોઈ  ..... "  એ સ્ત્રી જવાબ પૂરો કરે એ પહેલા તો આનંદ રાવ દરવાજે પહોંચ્યો 

 

 

ભારે વાતાવરણ માં પાંચ ચહેરા ચુપચાપ એકબીજાને જોઈ રહ્યા.. 

બધા જ શૉક થઇ ગયા હતા રિદ્ધિના આમ અચાનક આનંદ રાવ ના ઘેર પહોંચી જવાથી.. 

અચાનક રિદ્ધિ ની એક થપ્પડ સટાક દઈ ને આનંદ રાવ ના ગાલ ઉપર પડી ગઈ 

આનંદ રાવ નો હાથ એના પોતાના ગાલ ને પંપાળવા લાગ્યો,.. 

 

એ સ્ત્રી નું મગજ ફરવા લાગ્યું, .... 

એણે રિદ્ધિ સામે જોઈ ને જોર થી રાડ પાડી, "ઍ ઍ ઍય, કોણ છે તું ?"

 

"કેમ આનંદ રાવે મારો ઇન્ટ્રોડક્શન કરાવ્યો નથી ? - પૂછો જરા મારી સામે એમને .. " 

બહુ જ સ્વસ્થતા થી રિદ્ધિ એ ધીરા જ અવાજ માં જવાબ આપ્યો,.. 

 

"ડાર્લિંગ, તું પ્લીઝ, અંદર આવ,... " 

આનંદ રાવ એ સ્ત્રી ને દરવાજેથી અંદર લઇ જવાની કોશિશ કરવા લાગ્યો,.. 

 

 

"છોડો મને, આ ઓરત મારા જ દરવાજે ઉભી રહી ને મારી જ નજર સામે મારા પતિ ને થપ્પડ મારે અને હું અંદર જતી રહુ ? તું સમજે છે  શું મને આનંદ ? " 

એ સ્ત્રી બોલી રહી હતી,.. 

 

"પૂછો જરા હું કોણ છું ? " રિદ્ધિ એ એની પત્ની ને જોર કરીને કહ્યું 

"આનંદ રાવ, તમે કષ્ટ લેશો કે હું જ આપું મારો પરિચય ?" હવે રિદ્ધિએ આનંદ રાવ ને પૂછ્યુ 

 


આનંદ રાવ નું છોભીલું પડી ગયેલું મોં જોઈ ને એની પત્ની નક્કી નહોતી કરી શકતી કે આ થઇ શું રહ્યું છે.. 

 

રિદ્ધિ એ જરાયે રાહ જોયા વિના જ બે સ્ટેપ ઘર માં ઘુસેડી દીધા,.. જાણે ફરીથી આનંદ રાવ ઉપર હુમલો કરવાની હોય,.. શબાના અને શ્રુતિ ને 304 ના દરવાજા ઉપર જ ઉભા રહ્યા,.. 

 

રિદ્ધિ એ આનંદ સામે જ જોતા જોતા એની પત્ની ને સંબોધી ને કહ્યું, "દર શુક્રવારે તમારો પતિ મારી પથારી માં હોતો હતો,.. હું કોણ છું એ ના કહી શકતો હોય તો આનંદ રાવ શુક્રવાર ની સાંજ ક્યાં ગાળે છે એ પૂછી લો,... એટલું તો કહી જ શકશે એ તમને,... " 

 

આનંદ ને ચૂપ જોઈ ને એની પત્ની હવે અગ્રેસિવ થઇ ને રિદ્ધિ નો સામનો કરી શકતી નહોતી,..    "પણ એ તો  - ઑફિસ માં ,... " 

 

"કયો મૅનૅજર વીકએન્ડ માં ઓફિસ વર્ક કરતો હોય જે કંપની માંથી ફ્રાયડે અર્લી લિવ માટે ઍનટાઈટ્લ હોય,.. ? "  રિદ્ધિ ની નજર હજીયે આનંદ રાવ ની નજર પર થી હટતી નહોતી,.. 

 

આનંદ રિદ્ધિ ની નજરો ને ટાળવા લાગ્યો હતો,.. 

એને માટે આ એક થપ્પડ એની પત્ની  ની સામે પડી એ જ સૌથી મોટો તમાશો હતો,.. 

 

આનંદ ની પત્ની  ને વિશ્વાસ આવતો નહોતો, એણે હજીયે છેલ્લો દાવ રમી લેવો હતો, એટલે એણે ફરીથી એક હુમલો રિદ્ધિ ઉપર કર્યો, " અચ્છા, તો હવે મારા પતિ એ ફ્રાઈડે સુવાની ના પાડી હશે તારી સાથે એટલે એને બદનામ કરી ને બદલો લેવા અહીં સુધી પહોંચી ગઈ,?  બહુ જોઈ તારા જેવી બજારુ ઓરતો ને  ... " આનંદ ની પત્ની બોલી તો ખરી પણ એને ખુદ ને જ પોતાનો અવાજ ખોખલો લાગ્યો,..  

 

"સૂવું જ હોત તો માર્કેટ મા ઘણા મળી જાત, - એ પણ પૂછો તમારા આનંદ રાવ ને કે કેટલા લોકો ને એમણે  ધોઈ નાખ્યા છે મારી મારી ને -  જેમણે મારી સામે આંખ ઉઠાવી હતી,.. મારી સાથે સુવા વાળા હજારો છે,.. એટલે કોઈ ગલતફહેમી માં રહેવાની જરૂર નથી,... " આ જવાબ રિદ્ધિ એ આનંદ ની પત્ની ની આંખો માં આંખો નાખી ને આપ્યો હતો, જેમાં ભરોભાર સચ્ચાઈ તોલાતી હતી,..

 

કોઈ પણ સ્ત્રી આવી સચ્ચાઈ નું વજન માપવા સક્ષમ હોય જ છે, એ ત્યાં ઉભેલી ચારેય ઔરતો ને ખબર હતી,..   

 

 

પાછી ફરી ને રિદ્ધિ આનંદ રાવ ની આંખો માં આંખો નાખી એની જ પત્ની સામે આનંદ ને પૂછી રહી હતી, " યાદ છે  -  તારા પ્રપોઝલ પછી નો મારો સૌથી પહેલો સવાલ શું હતો આનંદ.. ? " 

 

આનંદ કોઈ જ જવાબ આપી શકે એવી કન્ડિશન માં નહોતો, એ નીચે જોઈ ગયો, પણ રિદ્ધિ તો જાણે આનંદ ને એના જ ઘર માં તદ્દન ઉઘાડો પાડવાનો નિશ્ચય કરી ને આવી હતી એટલે એણે વાત નો પીછો ના છોડ્યો, અને બોલી,  

 

"પૂછ્યું હતું મેં તમને રાવ સાહેબ, કે આટલી ઉંમરે તમે સિંગલ તો નહિ જ હોવ,... પૂછ્યું હતું મેં તમારું મૅરિટલ સ્ટેટ્સ ? " 

 

આનંદ પોતાના જ ઘર માં ચૂપ હતો,

એની પત્ની માટે આનંદ નો આ રિલેશન નો મૌન સ્વીકાર બધા જવાબો નો ખુલાસો હતો...  

 

અત્યાર સુધી નીચા અવાજે પણ તીર ની જેમ સવાલો પૂછતી રિદ્ધિ એ ફરીથી એક લાઈન રાડ પાડી ને પૂછી, " પૂછ્યું હતું કે નહિ ? " 

ડરેલા આનંદ રાવ ની મૂંડી ઓટોમેટિક હકાર માં હાલી ગઈ,.. 

 

રિદ્ધિ ની નજર એની પત્ની ની નજરો સામે જઈ ને અટકી ગઈ,.. 

"સભ્યતા સંસ્કાર થી આવે છે, અને આક્રોશ સત્ય નો પક્ષ રાખીએ ત્યારે,..  આનંદ જુઠ્ઠું બોલ્યો હતો આજ સુધી મારી સામે, એક મૅરિડ મૅન સાથે સબંધો વધારી ને હું મારા રિલેશન ને કોમ્લીકેટેડ બનાઉં એટલી સ્ટુપિડ હું નથી."

 

એક 8 વર્ષ નું બાળક અંદર ના રૂમ માંથી આંખો ચોળતું બહાર આવ્યું, .... 

એના માટે આ બધી જ અજાણી વ્યક્તિઓ એક કોયડો થઇ ને ઉભી હતી,.. 

એણે આંખો ચોળતા એની મમ્મી સામે જોયું,  .... 

 

રિદ્ધિ એની નજીક જઈ એની માથે હાથ મૂકી એને પૂછવા લાગી,

"ડીડ યુ ગૅટ યૉર સ્કેટિંગ શૂઝ .. ?  - ગો એન્ડ ગેટ રેડી,  -  ડૉન્ટ યુ હેવ પ્રેક્ટિસ કલાસ ઍટ 10.00 ઑકલૉક  ? "

   

8 વર્ષ ના એ છોકરાને તો કશું સમજાયું નહિ પણ આનંદ અને એની પત્ની ને સમજાઈ ગયું કે, ફ્રાઈડે સાંજે આનંદે એની પત્ની ના કૉલ અને મૅસેજ અવોઇડ કર્યા પછી એની પત્ની એ એના ડાઇરેક્ટ લૅન્ડ લાઈન નંબર ઉપર વૉઇસ મેસેજ છોડ્યો હતો, .... "રાવ, કામ માંથી ફુરસદ મળે તો પત્નિના કોલ અને મેસેજ ઉપર પણ થોડું ધ્યાન આપજો,.. તમારો પ્રિન્સ સ્કેટિંગ શૂઝ ની જીદ કરી ને બેઠો છે, કાલે સવારે દસ વાગ્યા ના પ્રેક્ટિસ કલાસ પહેલા જોઈએ છે એને ,.. " 

 

 

રિદ્ધિ મિસિસ રાવ તરફ ફરી એક જોરદાર રુઆબ સાથે બે હાથ જોડી ત્યાંથી નીકળી ગઈ,..  

 


દરવાજે પહોંચતા જ એ સહેજ અટકી, પાછળ વળી ને ફરીથી એક નજર કરી,.. 

આનંદ એની પત્ની સામે નીચી નજરે ઉભો હતો,... 

અને એ બાળક પાછું રમ માં જતું રહ્યું હતું,..  

 

એ આનંદ રાવ સામે જોતા બોલી, 

"તું મેનેજર છે આનંદ રાવ, કંપનીનો માલિક નહિ,..   

મારા ટેલેન્ટ કે કામ માં ખામી શોધી શકો એવો એક પણ મોકો મેં કંપની ને આપ્યો નથી...

અને એટલે ટર્મિનેશન તો શક્ય જ નથી મારુ,.. 

તેમ છતાં અગર આપવાનું જ હોય તો રિઝાઈન તું આપીશ, હું નહિ,..  

યાદ રાખજે - કે - હું તમાશાથી કે લોકલાજ થી જરાયે ડરતી નથી... "   

 

રિદ્ધિ સડસડાટ સીડીયો ઉતરવા લાગી,.. 

શ્રુતિ અને શબાના એની પાછળ જેવા આવ્યા હતા એવા જ ઉતરવા લાગ્યા ..  

 

બે જ પગથિયાં ઉતર્યા હતા ત્યાં એ ત્રણેયને એપાર્મેન્ટ 304 ની બહાર એક જોરદાર થપ્પડ નો અવાજ ફરીથી સાંભળવા મળ્યો,.. 

 


એક ક્ષણ માટે ત્રણેય ના પગ ત્યાંજ થંભી ગયા,.. 

પરંતુ બીજી જ ક્ષણે રિદ્ધિએ  પોતાના ચહેરા ઉપર વિજયી સ્માઈલ કરી.. 

ત્રણેય છોકરીઓ એક સાથે પાર્કિંગ તરફ ચાલવા લાગી.. 

સ્કૂટી આગળ પહોંચ્યા બાદ ત્રણેય ની નજર એકબીજા સામે હતી,

" સૉરી ગાઇઝ " - રિદ્ધિએ બે હાથ ઉપર કરતા આખિરી વાર કહ્યું ... 

 

 

ફાઈનલી, આઝાદી ના જશ્ન નું જ વિકએન્ડ હતું આ,  ...