Himachal No Pravas - 1 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | હિમાચલનો પ્રવાસ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

હિમાચલનો પ્રવાસ - 1

હિમાચલનો પ્રવાસ - 1 (પૂર્વતૈયારી)

કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને હોંશે હોંશે કરતા. જે કોઈ મિત્રએ કાકા કાલેલકર સાહેબ લેખિત “હિમાલયનો પ્રવાસ” પુસ્તક વાંચ્યું હોય તો એમાં પગપાળા યાત્રાનો સંપૂર્ણ ચિતાર આપ્યો છે. એમાં આવતી મુશ્કેલી અને આવતા નિજાનંદની પણ ઘણી વાતો સામેલ કરી છે. જો કે હું આવી કોઈ પગપાળા યાત્રા વિષે લખવાનો નથી આ વખતે હું એવી યાત્રા વિષે લખીશ કે જે અત્યારના સમયમાં અમલમાં છે. જેથી કરીને કોઈકને યાત્રા અને એમાં આપેલ માહિતી ઉપયોગી સાબિત થઇ શકે.

પૂર્વતૈયારીનું પહેલું પગથીયું તો એ હોય છે કે સૌથી પ્રથમ તો એ નક્કી કરવાનું હોય છે કે તમારે કયા વિસ્તારમાં જવાનું છે ? તમારે શું માણવું છે ? જેમકે હિમાલયના બર્ફીલા પહાડો માણવા છે કે દરિયાદેવની લહેરોની મજા લેવી છે કે પછી અફાટ રણમાં ખોવાઈ જવું છે. ત્યાં ફરવાના અને જોવાલાયક સ્થળો ક્યાં છે ? આ માટે તમે ત્યાંના નકશાનો ઉપયોગ કરી શકો છો. અત્યારના સમયમાં તો ગુગલ મેપ સૌથી ઉપયોગી અને હાથવગું સાધન છે. એ ઉપરાંત ગુગલ સર્ચની મદદ થી ઈન્ટરનેટ ઉપર આવા સ્થળો વિષે વધુ માહિતી મેળવી શકો છો. ઉપરાંત કોઈ લેખક દ્વારા પુસ્તક લખવામાં આવ્યું હોય તો એની મદદથી તમે સારી એવી માહિતી મેળવી શકો છો. મારા મતે પુસ્તક તો અવશ્ય વાંચવું જોઈએ. આજે જ એ વાતને લઈને હસમુખભાઈ જોશીની એક પોસ્ટ વાંચેલી, એ પોસ્ટનો મારી સમજણ પ્રમાણે સાર કહું તો ગુગલ અને અન્ય વેબ સાઈટ પરથી મળતી માહિતી ક્યાં ફરવું અને કેવી રીતે ફરવું એ સારી રીતે સમજાવે છે પરંતુ પ્રવાસ અને પ્રકૃતિને કેવી રીતે માણવી એ સારા પુસ્તકો શીખવાડે છે. જેમાં મદદ રૂપ થાય એવા પુસ્તકમાં કાકા કાલેલકર સાહેબના હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનલીલા વગેરે છે. ઉપરાંત આ સિવાય પણ ઘણા લેખકો એ પ્રવાસ વર્ણન વિશે સમૃદ્ધ સાહિત્ય આપ્યું છે.

જયારે ફરવાનું સ્થળ અને વિસ્તાર વિશે ગોઠવાઈ જાય એ મુજબ તમારો ફરવાનો નકશો કે રુટમેપ નક્કી થાય છે. એ મુજબ દિવસો ફાળવવાનું નક્કી થાય છે. ત્યાર બાદ તમારે જે તે વિસ્તારની ભૌગોલિક પરીસ્થિતિ અને વાતાવરણ વિષે પણ માહિતી એકત્ર કરવી પડે છે કે ત્યાં કેવું વાતાવરણ છે, ત્યાં જે તે સમયમાં મુસાફરી કરવી શક્ય છે ? તમારું શરીર ત્યાં મુસાફરી કરવા માટે ફીટ છે કે નહી વગેરે... જેમ કે પર્વતીય વિસ્તારમાં ચોમાસામાં મુસાફરી કરવી જોખમ ભરેલ હોય છે. ત્યાં શિયાળામાં વધુ ઠંડી હોય તો નાના બાળકને લઈને જવું પણ હિતાવહ નથી. રણ વિસ્તારમાં ઉનાળામાં ફરવા ના જવાય વગેરે... સાથે સાથે જે તે વિસ્તારમાં ક્યારે સહેલાણી વધુ હોય કે ઓછા હોય, કયા સમયમાં સસ્તામાં રહેવાનું અને જમવાનું મળી જાય તે પણ ઓછું બજેટ હોય તો વિચારવું પડે છે.

હવે આવે છે મુખ્ય મુદ્દાની વાત, ફરવા જવાનું નક્કી તો થઈ ગયું પણ ત્યાં કઈ રીતે પહોચવું એ નક્કી કરવુ મહત્વ નું હોય છે. મારા મતે રેલ્વે દ્વારા મુસાફરી સૌથી સસ્તી અને આરામદાયક હોય છે, તો તમારે જેતે વિસ્તારનું નજીકનું રેલ્વે સ્ટેશન ક્યાં છે અને તમારા રહેવાના સ્થળથી ક્યાં રેલ્વે સ્ટેશનથી ટ્રેનની સુવિધા મળે છે એની માહિતી મેળવવી પડે છે. એના માટે તમે નજીકના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ શકો છો અથવા રેલ્વે દ્વારા દર વર્ષે “સમયપત્રક” ની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે એ પણ ખરીદી શકો છો. હવે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં રેલ્વેની ઓફિસીયલ વેબસાઈટ અથવા એન્ડ્રોઇડ એપ્લીકેશન (IRCTC Railway Connect) દ્વારા ટ્રેનની માહિતી તેમજ બુકિંગ કરી શકો છો. જો તમારું બજેટ વધુ હોય અને સમય બચાવવો હોય તો તમેં વિમાન યાત્રા પણ કરી શકો છો. પરંતુ મારા માટે તમારે પ્રવાસને સારી રીતે માણવો હોય તો ટ્રેનની મુસાફરી જ કરવી, મુસાફરી કરતા કરતા વિભિન્ન વિસ્તાર, ગામડાઓ અને ખેતરો જોવાની મજા કંઈક અનેરીજ હોય છે.

હવે તમારે નજીના રેલ્વે સ્ટેશનથી આગળની યાત્ર્રા કેવી રીતે કરવી અને કઈ રીતે સહેલી પડે એ વિચારવાનું હોય છે. સૌથી સહેલો અને સરળ રસ્તો પબ્લિક વિહિકલ અથવા જેતે રાજ્ય સરકારની બસો છે. તેની સેવા જે તે વિસ્તારના બધા ક્ષેત્રમાં ઉપબ્લ્ધ હોય છે અને બજેટમાં સસ્તી હોય છે. પરંતુ તમારી સંખ્યા વધુ હોય તો એ કેસમાં ટેક્સી પણ સસ્તી પડે છે. ઘણા સ્થળ પર જવા આવવા માટે શેરીંગ ટેક્સી પણ મળતી હોય છે એ પણ એકંદરે સસ્તી પડતી હોય છે. તેવીજ રીતે જેતે લોકલ વિસ્તારમાં ફરવા માટે ટેક્સી મળી જાય છે અને એક અથવા બે વ્યક્તિ હોય ત્યારે બસનો ઉપયોગ અને બાઈક કે સ્કુટી ભાડે મળતી હોય છે એનો ઉપયોગ કરી શકો છો.

વાહન-વ્યવહાર પછીનો તબક્કો આવે છે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવાનો. તમારે બજેટમાં આયોજન કરવા માટે ગેસ્ટ-હાઉસ કે સસ્તી બજેટ હોટેલની માહિતી એકત્ર કરીને રાખો અને દિવસ પ્રમાણે આયોજન પાક્કું હોય તો અગાઉથી બુક પણ કરી શકો છો. આપણા દેશના ઘણાખરા રાજ્યમાં પર્યટક સ્થળોએ રાજ્ય સરકાર દ્વારા TRC - ટુરિસ્ટ રેસ્ટ હાઉસ બનાવેલા હોય છે જેમકે ગુજરાતમાં હોટેલ તોરણ, ઉત્તરાખંડમાં KMVNL વગેરે. જ્યાં તમને બજેટમાં રહેવાની વ્યવસ્થા મળી જાય છે પરંતુ આ બધા માં એડવાન્સ બુકીંગ ખુબજ જરૂરી બની જાય છે. ઉપરાંત અમુક સ્થળ પણ તમને હોમસ્ટે પણ મળી રહે છે જે સસ્તું પડે છે ઉપરાંત તમને ત્યાના લોકોને નજીકથી જોવાનો અને એમને સમજવાનો મોકો મળે છે.


આ સિવાય ઉપરની બધી માહિતી અને બુકિંગ માટે કોઈ સારા ટ્રાવેલ એજન્ટની મદદ પણ લઈ શકો છો. આ માટે તમે મારો પણ આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અમે માહિતી આપવાનો કોઈ ચાર્જ લેતા નથી.

©ધવલ પટેલ

પ્રવાસ વિષયક માહિતી અને બુકીંગ માટે નીચેના નંબર મારો સંપર્ક કરી શકો છો.

વોટ્સઅપ :09726516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#himachal
#himachaltrip
#Tripwithdhavalpatel
#પ્રવાસવર્ણન