The Author Dr.Chandni Agravat Follow Current Read સફર - 4 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 10 Share સફર - 4 (4) 1.3k 2.3k પોતાની ટેડ ટોક માટે અમોઘાં નોંધ ટપકાવતી હતી" આ જિંદગી તમારી છે તમારાં માટે છે, એનાં પર જો કોઈ નો હક છે તો તમારાં મા- બાપનો,કોઈનાં માટે એ જિંદગી ખોટા રસ્તે ચડાવવાનો તમને હક..." હુંફાળા સ્પર્શે તે અટકી "હવે કેટલીવાર જાગવું ચાલ સુઈ જા, અમઘાએ કોમળતાં થી એ હાથ પકડ્યાં " મા કાલની ટોક રીલેશનશીપ પર છે એમાં શું બોલવું એ મને કેમ સુઝે તમે મદદ કરો." ...મને એવી ગતાગમ નો પડે હો..સાકરમાં બોલ્યાં" "તમે મને સલાહ આપવી હોય તો શું આપો?" અમોઘા એ એમને કાઉચ પર દોરી જતાં પુછ્યું. પછી એમનાં પગ પાસે બેસી ગઈ . સાકરમાને થોડી નવાઈ લાગી તેણે એનાં વાળ પસવારતાં કહ્યું " તું તારાં માટે તો નથી પુછતી ને! કાલે ગઈ' તી તે કોઈ મળ્યું?" " ના રે ગમી ગયું એવું તો નથી.હા કોઈ મળ્યું ખરૂં, મને મદદકરનાર " તો વાત એમ છે? " મા એવું નથી એમ કોઈ મને ગમી જાય એવું પણ ન બને..હા પહેલીવાર મેં એવો પુરુષ જોયો જેની આંખોમાં મારાં માટે આકર્ષણ હતું છતાં એનાં વ્યવહારમાં એટલી સભાનતાંહતી જાણે વર્તાવા જ નહોતું દેવું. એ થોડું અલગ લાગ્યું.મને તો નામેય યાદ નથી."..આડા પાટે ગાડી ન ચડાવો મારાં વિચારો તો સ્પષ્ટ છે મને બસ મારી પેઢી માટે કહો." મેં જોયું તમારી પેઢી સાવ નમાલી સામેવાળા પર પોતાનોય ભાર નાખી દે.એટલે ઈ મુંઝાઈ જાય ની થાકી જાય.આની ઉપર બોલશે હાલ હવે સુઈ જા.****□□□****□□□□□□□□□****□□□****ટોક પુરી કરતાં કરતાં અમોઘા બોલી છેલ્લે એક જ વાત જે મારી મા કહે છે, મારાં શબ્દોમાં" એવાં કોઈને હમસફર બનાવો જે તમારાં માટે જીવે કે મરે નહીં, ખુદનાં માટે જીવેનહીંતર બે બે જીવનનો ભાર વેંઢારીને થાકી જશો.તમે પણ તમારાં માટે જીવો. જીયો ઔર જીને દો."તાળીઓનાં ગળગળાટથી એનું વાક્ય શ્રોતાઓએ વધાવી લીધું."એનું ધ્યાન ગયું અમદાવાદમાં અને હવે સૂરત ક્યાંક આ મારો પીછો....આવાં સનકીથી દૂર રહેવું.બે દિવસ પેલાં જે અહોભાવ જાગ્યો હતો એ એક ઝટકામાં દૂર કંઈ અસહજતાં અનુભવી.એણે બેક સ્ટેજ પર કોઈને મળવાની ચોખ્ખી ના પાડી દીધી.એને વિચાર આવ્યો જલ્દી આ અઠવાડિયું પુરું થાય ને જલ્દી ફ્રાન્સ જાઉં. સાનિધ્યએ સમજી લીધું કે અમોઘા એનાં વિષે ભળતું જ ધારી લીધું તે દિવસે વાત કરી, અડધી રાતે મદદ કરી નેએ જાણે ઓળખતી ન હોય એવો વ્યવહાર.નક્કી એને લાગ્યું હશે કે હું એનો પીછો કરું છું. પછી વિચાર આવ્યો "આમ તો કરું જ છું ને! ખાલી પ્રેરણા છે, પ્રેમ નથી તો આ રીતે ન આવવું જોઈએ એનાં જેવી સ્પષ્ટ વિચારોળી છોકરી તો મને શું ધારી લે! એણે કાર્યક્રમનાં હોસ્ટને એકરીક્વેસ્ટ કરી એક નોટ આપી." થેન્ક યું , તમે મને જિંદગી જીવવાની પ્રેરણા આપી.તમને ફોલો કરવાં માટે સોરી.ઈટ વોઝ માય નેચરલ ઈન્સ્ટીક્ટ".ઘરે પાછાં આવતાં રાતનાં ત્રણ વાગ્યા મા ..પાપા એ કંઈ ન પુછ્યું એની એને નવાઈ લાગી.એ બંને ખુશ હતાં કે સામાન્ય છોકરાઓની જેમ ઘરેથી બહાર તો નીકળે છે.ઉંઘ તો ગાયબ હતી.એણે નક્કી કર્યું રજાનાં બાકીનાં દિવસ મા પાપા સાથે વીતાવવાં .કોઈનાં પહેલાં એ મારી જિંદગી સરસ હતી હવે પણ ખૂબસુરત છે.એને હું મારાં માટે જીવીશ એક એક પળ.બાકી બધું કિસ્મત પર છોડી દઈશ.खुद से मिलके अच्छा लग रहा है।यु ही जारी था सफर,मैं खुद से बेखबर।आज समजा मै हीं अपना हमसफर।आईने में रुह से आंख मिलाकरअच्छा लग रहा है।..... शुक्रीयाહવે મન કંઈ હળવું લાગતું હતું. કોઈ બોજ નહીં કોઈ દુઃખનહીં. એક નવી જ ઉર્જા.આ બધું ને આવું ઘણું મા, મનન બધાં એ સમજાવ્યું હતું પણ અમોઘાનાં શબ્દોની જ આ જાદુઈ અસર....એવો વિચાર તોય ઝબકી ગયો મનમાં.****□□□□****□□□□*****□□□□****અમોઘાએ નૉટ વાંચી એને અફસોસ થયો પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો.એને મારાં વિચારોની જાણ કેવી રીતે થઈ? શું મારો ચહેરો ને આંખો એટલાં વાચાળ છે? હજી સુધી તો મા સિવાય કોઈને ક્યારેય મારાં હાવભાવ પરથીમારાં વિચાર પકડ્યાં નથી.એને થયું હું મળીને માફી માંગું ? શું કરું?..ઘરે આવીને એણે સાકરમાને વાત કરી.."મા આવું હોય? " "તું પુછે છે દિકરા તને ખબર જ છે ક્યારે કોની હારે આપણાં અંજળપાણી હોય" હશે.મા દિકરીની વાતો લંબાઈ સાકરમાએ શીખ આપી" ખુદાર હોવું અલગ વાત..પણ પોતાની ફરતે કાંટાળી વાડ ન બનાવી લેતી કે કોઈ નજીક ન આવી શકે...દરેક વ્યકિત વિશ્ર્વાસ ને પાત્ર ન હોય એમ દરેક અવિશ્વાસને પાત્ર પણ ન હોય." બીજાં દિવસે એરપોર્ટ જતાં અમોઘાની દ્રષ્ટી ઠેર ઠેરવેલેન્ટાઈનનો વંસંતોત્સવ ઉજવતાં યુવાનો પર એ જાહેરાતો , ફુલ બધાં પર ગઈ.એને સમજાયું ભલે સાશ્ર્વત ન હોય પણ આજે આ ક્ષણમાં તો આ લોકો વચ્ચે પ્રેમ હશે જ ...શા માટે ક્ષણોમાં ન જીવવું....******□□□□*****□□□□□******□□□□અમોઘ અને સાનિધ્ય બંને માટે આ સફર દીશાસૂચક હતી.ક્રમશ:ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterસફર - 3 › Next Chapter સફર - 5 Download Our App