Mahobatni Rit, Pyarni Jeet - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | મહોબતની રીત, પ્યારની જીત - 2

Featured Books
Categories
Share

મહોબતની રીત, પ્યારની જીત - 2


"ઓહો," એને મને એક ઈશારો કર્યો હતો અને અંદર રૂમમાં ચાલી ગઈ હતી. કહ્યાં વગર જ મારા માટે કોફી પણ લઈ ને આવી ગઈ. એણે ખબર જ હતી કે આ સમયે મારે કોફી ની જ જરૂર હોય છે. ઓફિસથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ફથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ચાના રશિક હોય તો ચા અને મારાં જેવા કોફી લવરને જો કોફી મળી જાય તો દિલ ખુશ થઈ જાય છે.

હું કોફી નો મગ લઈ ને બાલ્કની માં દોડ્યો. બહારનો નજારો જોતાં જોતાં શિપ ભરવા લાગ્યો.

જિંદગી પણ કમાલનાં ખેલ ખેલે છે. ક્યારેક તો આપણને એવું મહેસુસ કરાવે કે બધું જ મસ્ત ચાલે છે હવે થોડી પણ તકલીફ થાય જ નહિ તો ક્યારેક એવું પણ ફીલ કરાવે કે બસ બહુ થઈ ગયું, હવે આનાથી સારું થાય જ નહિ.

"ભાઈ," નેહા એકદમ જ આવી તો હું હેબતાઈ ગયો.

"હમ?" મેં એને ઈશારામાં કહ્યું.

નેહાએ એવો ઇશારો કર્યો તો હું સમજી ગયો અમે બંને દોડીને પારૂલ પાસે આવ્યાં.

"બસ પણ કર ને! જે થયું એ થયું, અમે છીએ તો! કેમ તું આટલું બધું ટેન્શન લે છે?!" મેં એને ગળેથી લગાવી લીધી. મને એની પર બહુ જ દયા આવી રહી હતી. હું એવો જ છું, કોઈનું પણ દુઃખ મારાથી નહોતું સહન થતું. હું પોતે ગમે એવી તકલીફનો સામનો કરી લઈશ, પણ સામેવાળાને જરા પણ દુઃખ ના થવું જોઈએ!

"ચાલ તો આપને હોટેલમાં ખાવા જઈએ!" મેં સૌને તૈયાર કર્યા.

🔵🔵🔵🔵🔵

"યાર, અમને પણ બહુ જ દુઃખ છે તારી વાતનું, પણ તારે જીવતા શીખવું પડશે ને?!" નેહા બોલી રહી હતી. થોડીવારમાં તો અમે ત્રણેય એક સરસ હોટેલમાં હતા.

પારૂલ મને જાણે કે ભૂતને જોઈ રહી હોય એમ જોઈ રહી હતી. એણે મને સવારે જ કહી દીધું હતું કે યાર તું ઓફિસે ના જઈશ, મને કઈ ઠીક નહિ લાગતું, પણ ખરેખર કહું તો હું પારુલને આ હાલતમાં જોવા જ નહોતો માંગતો. મારે જોવી જ નહોતી. યાર આટલી મસ્ત છોકરી અને આવી હાલતમાં?! અને હું અને નેહા એને સાચવવા બધું જ કરતાં હતા. હવે જે ગણો એ એની ફેમિલી તો અમે બંને જ હતાં.

મદદ લેવામાં શરમ આવતી હોય શકે છે પણ મદદ કરવામાં તો ખરેખર બહુ જ ખુશી મળતી હોય છે! ખરેખર આપને લીધે કોઈને બે પળની પણ જો ખુશી મળતી હોય તો દિલ બાગ બાગ થઈ જાય છે. અને મને તો એવું જ ફીલ થઈ આવે કે હા, ભગવાને મને એ કાબિલ તો બનાવ્યો કે હું કોઈની હેલ્પ કરી શકું છું.

નેહા અને હું પારુલને બચપણથી ઓળખતા હતા. હા, સાથે જ સ્કુલ અને કોલેજમાં પણ હતા. પણ એક જ વાતની ભૂલ પડી ગઈ કે જ્યારે એનાં લગ્ન ફિક્સ થયા, અમને કોઈને ખબર જ નહોતી, અને એ વાતની જ સજા અમે આજ દિન સુધી ભોગવી રહ્યાં છીએ.

હું બધું યાદ કરતો ફરી વર્તમાનમાં આવ્યો. ધીરે ધીરે આવતો અવાજ હવે ફાસ્ટ આવવા લાગ્યો -

"પારું, પ્લીઝ ખાઈ લે!" નેહા એને ખવાડવા કરગરી રહી હતી, પણ પારૂલ જાણે કે દિશાશૂન્ય થઈ ગઈ હતી.

મને હવે રિયાલાઈઝ થવા લાગ્યું હતું કે મેં ભૂલ કરી, મારે આજે ઓફિસ નહોતું જવાનું.

વધુ આવતા અંકે...

એપિસોડ 3માં જોશો: પારૂલ થોડી થોડી વારે મને જ જોઈ રહી રહી. જાણે કે કઈક વિચારી રહી હોય. થોડીવાર માં અમે ત્રણેય કોઈ સરસ પાર્કમાં હતા. બધાં રાત્રે ત્યાં જ આવતાં હોય છે.

"જો પારૂલ, હવે તું થોડું પણ નહિ રડે!" નેહા નીચે બેસીને પારુલને સમજાવી રહી હતી. હું પણ થોડીવારમાં જ આઈસ્ક્રીમ લઈ ને ત્યાં આવી ગયો.