Sandhya - 53 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 53

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 53

સંધ્યાના અને અભિમન્યુના આમ જ દિવસો પસાર થવા લાગ્યા હતા. સંધ્યા આજ એકેડેમીથી છૂટીને સીધી જ અભિમન્યુને એના દાદા અને દાદીને મળવા માટે લઈ ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ અભિમન્યુને જોઈને ખુબ જ ખુશ થઈ ગયા હતા. રશ્મિકાબહેને એમના સ્વભાવ અનુસાર નોખા થવાની વાતને ઉચ્ચારીને સંધ્યાને મેણું મારવાનું ચુક્યા નહોતા. સંધ્યાએ ખુબ વિનયથી જવાબ આપતા કહ્યું કે, "કુદરતે મારા જીવનમાં જે સંઘર્ષ લખ્યો છે, એ હું કોઈના પણ સાથ વગર હવે એકલા જ લડીને જીવવા ઈચ્છું છું. અને મારી એ લડાઈમાં આપ બંનેની જેમ મારા પિયરના સભ્યોએ પણ મને અનુમતિ આપી દીધી છે. હું આપ બંને પાસે આશીર્વાદ જ લેવા આવી છું કે, મારી જે આ પહેલી ફેશન ડિઝાઈનિંગની પરીક્ષા આવે છે એમાં ખુબ સરસ માર્ક સાથે હું પાસ થઈ જાવ! મને આશીર્વાદ સિવાય બીજું કઈ જ જોતું નથી."

"હા, તું પાસ થઈ જ જશે! પણ મહેનત અવશ્ય કરજે, બેટા મને ખાતરી છે જ તું તારા આ શોખમાં જરૂર તારું નામ આગળ વધારીશ!"
ચંદ્રકાન્તભાઈ તરત જ આશીર્વાદ આપતા બોલ્યા હતા."

રશ્મિકાબહેને આડી વાતને નાખતા અભિમન્યુને કહ્યું, "બેટા તને મગજલાડુ બહુ ભાવે છે ને, લે તું આ ખા બેટા!" એક પ્લેટમાં લાડુ આપતા બોલ્યા હતા.

"અરે બા! તમે ભૂલી ગયા? આ લાડુ મમ્મીને ખુબ ભાવે છે, મને એટલા બધા નથી ભાવતા." એમ કહી એક લાડુ પ્લેટમાંથી લઈને સંધ્યાના મોઢામાં અભિમન્યુએ ધરારથી મૂકી જ દીધો હતો. પછી એ ખુબ ખુશ થઈ ગયો કે, મમ્મીને લાડુ એણે ખવડાવ્યો હતો.

રશ્મિકાબહેનને આ દ્રશ્ય જોઈને ખુબ જ તકલીફ થઈ ઉઠી હતી. એમને મનમાં થયું. મારા દીકરાને છીનવીને પોતે કેટલી શાંતિથી જીવે છે. એમના ચહેરાનો રોષ જોઈને સંધ્યા અને ચંદ્રકાન્તભાઈ તરત રશ્મિકાબહેનનું મન વાંચી ગયા હતા. માહોલ બગાડતો જણાતા સંધ્યાએ તરત ત્યાંથી વિદાઈ લીધી હતી.

સંધ્યા જતી રહી એટલે ચંદ્રકાન્તભાઈએ તરત જ રશ્મિકાબહેનને કહ્યું, "તારે શું એ થોડીવાર આવે તો પણ મેણાં મારવાની જરૂર પડે છે? તારા આ સ્વભાવના લીધે જ એ આપણી સાથે રહેતી નથી. તું આટલા વર્ષે પણ મારા સાથ વગર રહી શક્તિ નથી, એનો થોડો વિચાર કર કે, એ એકલી કેટલી જીવનથી થાકતી હશે! હજી મોડું નથી થયું સુધરી જા નથી તો સાજા સારા જતા રહ્યા તો ઠીક છે પણ પથારીવશ માંદા હશું તો વહુ સિવાય કોઈ ભલું નહીં જ થાય! ચેતી જા! આટલી સરસ ને લાગણીશીલ વહુ મળી છે તો એની કિંમત કર." ધારદાર ટકોર આજ ચંદ્રકાન્તભાઈએ કરી અને રશ્મિકાબહેનને અરીસો દેખાડી દીધો હતો.

"તમે ક્યારેય કોઈ પણ વાત સારી બોલો છો કે આજે સારું કહેવાના છો!"

"મેં તને તારી ભૂલ દેખાડી એમાં સુધારો લેવો હોય તો લે અને ભૂલને વારંવાર કરીને પાપના પોટલાં બાંધવા હોય તો એ બાંધ!" હું થોડીવાર બહાર જાવ છું એમ કહી ચંદ્રકાન્તભાઈ પણ એમને એકલા મૂકીને બહાર નીકળી ગયા હતા.

સંધ્યાનું મન થોડું દુઃખી થઈ ગયું હતું. એ રશ્મિકાબહેનના વણકહ્યા શબ્દો પણ સાંભળી જ ગઈ હતી. એણે જલ્પાને કોલ કરીને કહ્યું,"જો આ સમયે તને ફાવે તો આપણા કોફી શોપ પર આવ! આજે મન ખુબ વ્યાકુળ છે તો ઘરે જમવું નહીં, પણ કંઈક નાસ્તો જ બહાર કરશું."

"અરે સંધ્યા! તું કહે ને હું ફ્રી ન થઈ શકું? હમણાં જ આવી તું પહોંચ કોફી શોપ પર અને રાહ જો હું બસ તરત જ પહોંચું છું."

સંધ્યા કોફીશોપ પર પહોંચી ગઈ હતી. થોડીવારમાં જ જલ્પા એના આખા ગ્રુપને લઈને આવી ગઈ હતી. સંધ્યા તો આખા ગ્રુપની સરપ્રાઈઝથી ખુબ જ ખુશ થઈ ગઈ હતી. અભિમન્યુ પણ રાજ અને અનિમેષને જોઈને તરત બોલ્યો, "મમ્મી! બંને અંકલ પણ આવ્યા છે." એ સામો એમની તરફ દોડ્યો અને એમને ભેટી પડ્યો હતો.

"અરે વાહ! બેટા! તું તો ખુબ જ મોટો લાગે છે." એમ કહીને અભિમન્યુને તેડતાં અનિમેષ બોલ્યો હતો.

"હા, અંકલ હું હવે મારા પપ્પાની જેમ ફૂટબોલ શીખું છું. ખુબ પ્રેક્ટિસ કરું છું. મારે પણ ફૂટબોલમાં મારુ નામ બનાવવું છે." ખુશ થતા એ બધું જ બોલી રહ્યો હતો.

"હા, તું બધું તારા એ ફેવરિટ અંકલને કહેજે મને તો તું હગ કરવા પણ આવજે નહીં હો!" મસ્તી કરતા હાથમાં બે ડેરીમિલ્ક દેખાડતા રાજ હસતા ચહેરે બોલ્યો હતો.

"અરે અંકલ! તમે પણ મારા ફેવરિટ અંકલ જ છો." એમ કહી રાજ સામે હાથ લંબાવી અભિમન્યુ બોલ્યો હતો.

રાજે એને તરત તેડી લીધો અને એને પ્રેમથી ઘણી બધી ચુમીઓ કરી લીધી હતી. સંધ્યાને એવો અહેસાસ થયો કે, અભિમન્યુ એના પપ્પાના પ્રેમને એ બંનેના વ્યક્તિત્વમાં શોધી રહ્યો હતો. સંધ્યા મનોમન વિચાર્યું કે, મારી પરીક્ષા પતે એટલે આ બાબતે જરૂર મારે અભિમન્યુની સાથે વાત કરવી છે. એ મનમાં અને મનમાં ખુબ મુંઝાતો હશે! એની સાથે આ બાબતે ચર્ચા કરીને મારે જ એના મનને હળવું કરવું પડશે!

સંધ્યાને વિચારોમાં ડૂબેલી જોઈને ચેતના તરત બોલી, "શું થયું તને? ક્યાં વિચારોમાં ગુમ?"

"બસ, જીવનમાં ઘણા બધા પરિવર્તન થઈ રહ્યા છે એના લીધે ઘણી તકલીફ અનુભવું છું. મન આજે ખુબ વ્યાકુળ છે."

"તું સીધી વાત કર ને! શું ગોળ ગોળ વાત કરે છે?" ઉતાવળી થતા જલ્પાએ કહ્યું હતું.

"હું હમણાં મારા પોતના અલગ ભાડાના મકાનમાં રહું છું. મને મારા ભાભીએ ખુબ અપમાનિત કરી હતી, બસ ત્યારથી નક્કી કર્યું કે મારે પિયર કે સાસરી કોઈનો સાથ જોતો નથી. હું મારી રીતે એકલી રહીને જીવન જીવી લઈશ!" ટૂંકમાં બધું સંધ્યાએ જણાવ્યું હતું.

"ઓહ! આટલું બધું થઈ ગયું તું કઈ બોલી જ નહીં? એક મેસેજ તો તારે ગ્રુપમાં નખાય ને? એટલું બધું અંતર થઈ ગયું આપણી વચ્ચે?" સહેજ ગુસ્સો અને હક જતાવતા રાજ બોલ્યો હતો.

"તું ઉંધી વાત ન કર ને! આજ એટલે જ તો જલ્પાને કોલ કરી કહ્યું મને ગમતું નહોતું. હું મારા સંબંધીઓના સાથ વગર જીવી લઈશ પણ મને તમારા બધાનો સાથ જોઈએ છે." સહેજ ગળગળા સ્વરે સંધ્યા બોલી હતી.

"હા, તું એવી જ રહેવાની, તે જલ્પાને જ બોલાવી હતી. અમે તો જલ્પાના કહેવાથી આવ્યા. તે અમને તો ન કીધું ને?" સંધ્યાનો કાન સહેજ ખેંચતા રાજ બોલ્યો હતો.

"અંકલ મારા મમ્મીને દુ:ખશે. એમને એમ હેરાન ન કરો ને!" અભિમન્યુ તરત મમ્મીનો પક્ષ લેતા બોલ્યો હતો.

અભિમન્યુની વાત સાંભળી બધા હસી પડ્યા હતા. રાજ તરત જ બોલ્યો કે, "આ તારી મમ્મી કોઈ તકલીફ હોય કઈ જ કહેતી નથી. તું હવે મને જ સીધું કહેજે. કહીશ ને બેટા?"

"હા, અંકલ હું તરત જ તમને જણાવીશ." અભિમન્યુએ રાજને કીધું હતું.

મારી આ પહેલા વર્ષની પરીક્ષા છે અને એ પતે એટલે અભિમન્યુની ટુર્નામેન્ટ પણ છે. આ એક અમારા બંનેની જીવનમાં કરેલ શરૂઆતની ચુનોતી ટૂંક સમયમાં જ છે. બસ, આજ બધી દોડધામ, થોડું ઘરનું કામ અને જોબ બધું એક પછી એક એવું ચાલ્યા કરતુ હોય છે કે, હું તમને જાણ કરી શકી નહીં. પણ હવેથી પહેલો મેસેજ ગ્રુપમાં કરીને જાણકારી આપતી રહીશ.

બધાએ સાથે નાસ્તો કર્યો હતો. અભિમન્યુ રાજ અને અનિમેષની વચ્ચે બેઠો હતો. એ આજ ખુબ જ ખુશ હતો.

કેમ આ ચુનોતીમાંથી સંધ્યા બહાર આવશે?
અભિમન્યુના મનને સંધ્યા કેમ જાણવામાં સફળ થશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻