Kharo Jivan Sangath - 8 in Gujarati Love Stories by Devanshi Joshi books and stories PDF | ખરો જીવન સંગાથ - 8

Featured Books
Categories
Share

ખરો જીવન સંગાથ - 8

વીતી ગયેલી વાત... ઝીલ અને શિવા બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનું નક્કી કરે અને પોતાના મમ્મી પપ્પાને એ વાત જણાવે છે.. શિવાના મમ્મીને આ લગ્ન મંજૂર નથી કારણ શિવા અને ઝીલ એકબીજાને સાચે પ્રેમ કરે છે? એ પ્રશ્ર્ન મનમાં ઉદ્દભવે છે જેના નિરાકરણ માટે તેમના પ્રેમની પરીક્ષા લેવામાં આવે છે.. શિવાના મમ્મી પપ્પા બંનેને કોઈ બીજા જ પાત્રને મળાવે છે અને બંનેને તે પાત્ર ગમી ગયું છે તેવું જૂઠાણું ઝીલ અને શિવાને કહેવામાં આવે છે...હવે આગળ...

શિવા આવતા વેત જ ગુસ્સાથી બોલ્યો ઝીલ કયાં છે તું...? બહાર આવ જલદી મારે કંઈક પુછવું છે..?

ઝીલ તરત જ રુમમાંથી બહાર આવતા ગુસ્સે થતાં બોલી પુછવું તો મારે છે..કયાં હતો...? ક્યારનીયે તને ફોન કરું છું.. એક ફોન નથી ઉપાડાતો. ..?

હું એક અગત્યની મિટિંગમાં ગયો હતો અને મારો મોબાઇલ.. શિવા પોતાની સફાઇ આપવા બોલવા જતો જ હતો કે..

ઝીલ એકાએક બોલી ઉઠી..બવ જ અગત્યની મિટિંગ હતી નહિ... એટલે જ તો મોબાઇલ પણ બંધ કરવો પડે..તારે..

અરે મારા મોબાઇલ પર પાણી પડી ગયું હતું એટલે બંધ હતો પણ એ બધું છોડ તે આવું કયુઁ...મને તો વિશ્ર્વાસ જ નથી આવતો..

બસ હા બવ બહાના નહિ બતાવ... અને મેં શું કયુઁ હેં.. કે તું આવું બોલે છે... મેં તારો વિશ્વાસ નહિ પણ તે મારો વિશ્ર્વાસ તોડ્યો છે..સમજયો..? ઝીલ છણકા સાથે આગળ બોલતી જતી હતી.

કંઈ પણ ન બોલ ઝીલ... હું તારી સાથે શું કામ કંઈ ખોટું કરું... પણ તું મારી સાથે આવું કરે... શિવા બોલતા પણ અચકાયો.

ખોટું તો કયુઁ છે તે પેલીને પસંદ કરીને ઝીલ પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યે જતી હતી.

કોણ પેલી....?પણ તે જે કયુઁ એનું શું હેં...શિવા ગુસ્સાથી બોલ્યો.

મેં શું કયુઁ..? હજુ ઝીલ કંઈક બોલે આગળ એ પહેલાં જ..

અરે..તમે બંને શું આમ કુતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છો...? મમ્મીએ પોતાનો ભાંડો ફૂટવાના ડરે ઠપકો આપતાં આગળ બોલ્યા...લડયા ઝઘડવા સિવાય કંઈ કામ જ નથી જાણે...બસ કરો હવે....નાના નથી રહયા ને હમણાં પરણવાની વાતું કરતાં હતાં...આવું કરશો તો કોઈ ભોગે સંબંધ ટકવાનો નથી.

એટલામાં શિવા અને ઝીલ એકબીજા સામે જોઈને બંને હસવા લાગ્યા.

મમ્મી અને પપ્પા આ જોઈને અચરજ પામતા બોલ્યા... શું થયું કેમ હશો છો..?

અરે મમ્મી પપ્પા તમને શું લાગે અમે તમારી પરીક્ષા પધ્ધતિ વિશે નથી જાણતા એમ...શિવા હસતા હસતા બોલ્યો.

કઈ પરીક્ષા? તમે શેની વાત કરો છો...? મમ્મી અજાણ બનતા બોલી.

એ જ કે તમે અમારા માટે કોઈક ને પસંદ કરાવીને અમારી વચ્ચે મનમેળ થાય છે કે કેમ અને અમારા એકબીજા પરના વિશ્વાસ અને પ્રેમની પરીક્ષા. જો આજે અમે તમે કહેલી વાત માનીને એકબીજા પરનો જે વિશ્વાસ હતો તે ગુમાવી બેસ્યા હોત તો જીવનભર કેમ સાથ નિભાવી શકવાના..? ઝીલ આનંદથી બોલી.

પણ તમને કેવી રીતે ખબર પડી...? પપ્પાએ અચરજ થતાં પુછયું.

મમ્મી મારો મોબાઇલ તરત જ ચાલુ થઇ ગયો હતો તને યાદ નથી કે મોબાઇલ વોટરપ્રૂફ છે... પણ પછી હું કંઈ બોલ્યો નહિ મિટિંગ માટે મોડું થતું હતું એટલે..શિવા બોલ્યો.

હા મમ્મી પપ્પા... પછી તમે જે મને વાત કરી કે શિવાને સીમા ગમી ગઈ છે.. તે માટે મેં શિવાને ફોન કરેલા પણ એ ફોન નહોતો ઉપાડતો.. મહેમાનો ગયા પછી એનો મને ફોન આવ્યો ત્યારે બધું જ અમને સમજાઈ ગયું હતું અને પછી તો અમે પણ.. વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા અને તમે જ તો તમારા લગ્ન કેવી રીતે થયા હતા તેની વાત કરી હતી પપ્પા.. ભુલી ગયા કે..? શિવા સ્મિત વેરતા બોલ્યા.

અરે હા હા યાદ આવ્યું... સારું જે થયું તે પણ હા તમે બંને પરીક્ષામાં પાસ થયા હો..શું કહે છે શિવાના મમ્મી? પપ્પા પણ હરખાયા પણ જાણવા ઉત્સુક હતા કે પોતાની પત્નીનો શું નિણૅય છે.

હવે તો શું આ બંનેને જેટલું ગમે તેટલું લડયા કરે આપણે શું કરી શકવાના...પણ ખરો જીવન સંગાથ છે બંનેનો એકબીજાનો પ્રેમ અને વિશ્ર્વાસથી અતૂટ રીતે બંધાયેલા છે માટે જ તો..મિયાં બિવી રાજી તો કયા કરેંગા કાજી...હવે તો ઝટ લગ્ન લઈએ... મમ્મીના હૈયે પણ ધરપત થઈ કે બંને એકબીજાને સહન પણ કરી લેશે અને સમજીને સંબંધને પ્રેમથી નિભાવી પણ લેશે માટે તેઓએ પણ જોરશોરથી લગ્ન માટેની તૈયારીઓ આદરી..

આ નવલકથાના છેલ્લા અંક સાથે...

આપ સૌનો ખૂબ ખૂબ આભાર..

આપના અભિપ્રાયની અભિલાષી...