Deed of love, faithfulness of heart in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારની ખતાં, દિલની વફા

Featured Books
Categories
Share

પ્યારની ખતાં, દિલની વફા

પ્યારની ખતાં, દિલની વફા


"આ દુનિયા માં સાચ્ચો પ્યાર શક્ય જ નહિ! હું તો માનતી જ નહિ ને..." સવિતા એ એક અલગ જ અદા થી કહ્યું, જાણે કે પોતે એણે એનો અનુભવ ના હોય?!

"અરે ઓય, એવું થોડી હોય! બધા લોકો કઈ વળી એવા ના હોય! અમુક લોકો સાચ્ચો લવ પણ કરતા હોય છે..." મીના એ પણ કહ્યું.

"અરે... મને તો એવું લાગે છે કે સવિતા ને આનો કોઈ પ્રતક્ષ અનુભવ થયો છે!" રામે કહ્યું તો રૂમ માં રહેલા બધાં જ લોકો એકસામટા જ હસી પડ્યા અને બધા એ એમનું ધ્યાન હવે સવિતા શું કહેશે એના પર કેન્દ્રિત કર્યું!

"ઓય એક્સક્યુઝ મી! મને કોઈ અનુભવ નહિ! પણ આ દુનિયા માં કોઈ પણ વફાદાર નહિ! બધા જ બેવફા છે!" એણે દલીલ કરતા કહેલું.

"અરે બાપ રે... અમુક બેવફા લોકો ને લીધે સવિતા તો બધા ને જ બેવફા ગણે છે!" પાસે જ રહેલી પ્રજ્ઞા થી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું!

"ઓહ... તને બહુ વિશ્વાસ છે ને પ્યાર માં?!" સવિતા એ પ્રજ્ઞા ને ઉદ્દેશીને કહ્યું.

"હા... ક્યારેય વ્યક્તિ બેવફા નહિ હોતા... કોઈક વાર કિસ્મત સાથ નથી આપતું!" પ્રજ્ઞા કહેતી હતી તો એના શબ્દો માં ભીનાશ વર્તાતી હતી!

આ બધા જ દોસ્તો આજે આ હોટલ માં સાથે જમવા અને વાતો કરવા આવ્યા હતા... પણ એમને ક્યારેય નહોતી જાણી એવી વાતો પણ બહાર આવવા ની હતી! અને સૌ એ વાતથી અણજાણ હતાં.

"કિસ્મત નહિ... કોઈએ ખરેખર જ કોઈને પ્યાર ના કરવો હોય ને તો એ બહાના કાઢે જ છે!" રામે એક નજર પ્રજ્ઞા પર ફેરવી અને બધા સામે કહ્યું.

"એકસક્યુઝ મી!" પ્રજ્ઞાએ કોઈ પણ ડર વિના જ રામ ની આંખો માં આંખો મેળવતાં કહ્યું.

"કોઈ લવ ના કરતું હોય ને કોઈને એટલે જ એ એની સાથે બસ મસ્તી કરવા જ પ્યાર નું જૂઠું નાટક કરતા હોય છે!" એણે પણ એક વાર રામ સામે જોઈને બધાને કહ્યું.

"મારો પ્યાર કોઈ નાટક નહિ!" પ્રજ્ઞા ની ઉશ્કેરણી થી જ ઉશ્કેરાઇ ને છેવટે રામે કહેવું જ પડ્યું! બધા થી બચવા નાં એ વાણી નાં કવચ ને એણે તોડી જ નાંખ્યું, જેની પાર એની ફિલિંગસ હતી!

"હા... એટલે જ તો તું પેલા દિવસે કહેતો હતો ને કે પ્રજ્ઞા જેવી છોકરી સાથે તો બસ... બસ પ્યારના નાટક જ કરી શકાય!" પ્રજ્ઞા બોલી તો એની આંખો કોરી ના જ રહી શકી!

"ઓય પાગલ... એ તો અમે ડ્રામા ની વાત કરતા હતા... એ પહેલાં જ નીરજે મને પૂછેલું કે આપના ફ્રેન્ડસ માંથી કોણ સાથે તને નાટક કરવા નું ગમે તો હું તારી વાત કરતો હતો... કેમ કે..." એણે વાત ને બંધ જ કરી દીધી!

"અરે અમે તને ક્યાર નાં ગલત સમજી રહ્યા હતા... સો સોરી! એટલે જ હું પ્યાર માં ધોખો મળે છે... એવું કહ્યા કરતી હતી!" સવિતા એ કબૂલ્યું!

"સોરી... યાર! ભૂલ મારી છે... હું જ અધૂરી વાત સાંભળી ને આવી ગઈ!" પ્રજ્ઞા રડી રહી હતી!

"મતલબ એટલે જ તે મારા પ્રપોઝ ને ના પાડી હતી!" રામ હવે સમજી રહ્યો હતો!

"સોરી, બાબા! આઇ લવ યુ, આઇ લવ યુ ટુ!" એણે કહી જ દીધું જે કહેવાતું નહોતું! હોટલ નાં એ ટેબલ પર રહેલ બધા જ ચહેરા પર ખૂબ જ આનંદ જોઈ શકાતો હતો! પણ સૌથી વધારે ખુશ તો એ બંને જ હતા!