Different in love, God is the lover in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારમાં જુદા, પ્રેમી જ ખુદા

Featured Books
Categories
Share

પ્યારમાં જુદા, પ્રેમી જ ખુદા

"ના રે બાપા... મસ્તી નું તો તું નામ જ ના લઈશ! યાદ છે ને પેલી વખત કેવું થયું હતું... એનું જ તો આ પરિણામ છે કે આપને આટલું દૂર રહેવું પડ્યું! બાકી આ પહેલા તો આપને આટલા દૂર આટલો સમય ક્યારેય નહી રહ્યાં!" રૂચા ના અવાજમાં ભીનાશ આવી ગઈ હતી.

"જો જે કઈ થયેલું એમાં કઈ તું એકલી જ જિમ્મેદાર નહિ... મારી પણ ભૂલ હતી!" પ્રણયે એને સમજવા ચાહ્યું.

"ભૂલ આપની હતી એટલે જ દૂર પણ આપને જ જવું પડ્યું ને... બહુ જ યાદ આવે છે યાર તારી!" ઋચાએ કહ્યું.

"મને પણ તારી બહુ જ યાર આવે છે યાર..." પ્રણયે પણ કબૂલ કર્યું.

બંને જુદા હતા... એનું કારણ થોડા દિવસ પહેલા બનેલ એક ઘટના હતી. બંનેના પરિવાર ઘણા સારા મિત્રો છે... બહાર ફરવા જવાનું નક્કી કરેલું. સૌથી વધારે ખુશ પણ આ બંને જ હતા.

આખાય રસ્તા દરમિયાન એમને બધાં ની બહુ જ મજાક ઉડાવી અને ખૂબ જ મસ્તી કરી. બંને બહુ જ મૂડમાં હતા હસી હસીને લોટ પોટ થઇ જતા.

મસ્તી મસ્તીમાં જ ઋચાની ઓઢણીમાં પ્રણયનો હાથ ભરાયો અને એનું બેલેન્સ ગયું તો એ ઝાડ સાથે અથડાઇ ગયો. બધા જ બહુ જ ડરી ગયા. પ્રણયની મમ્મી એ તો ખાસ કહી જ દીધું કે હવે એ બંને એ ક્યારેય સાથે રહેવું જ નહિ! એ પછી થી જ આ જુદાઈ શુરૂ હતી!

પહેલેથી જ બંને બહુ જ સાથે રહેતા તો આ દિવસો એમના માટે બહુ જ કપરા સાબિત થઈ રહ્યા હતા. જુદાઈ બરદાસ્ત થાય એ માટે તો હવે ચાલુ બાઈક પર પર અને ઈવન ખાતા સમયે પણ પ્રણય અને ઋચના કોલ ચાલુ જ રહેતા!

"યાર સોરી! મારી લીધે..." ઋચાની વાતને અડધેથી કાપતા જ પ્રણય એ કહ્યું - "ના... મારી લીધે!" રાતના બાર વાગતા હતા પણ આ બંનેને ઊંઘ નહોતી આવી રહી.

"એક વાત કહું..." પ્રણય એ કહ્યું, "હા, બોલ ને!" ઋચાએ પરવાનગી આપી.

"કેટલું યાદ કરે છે તું મને?!" પ્રણય એ પૂછ્યું.

"બસ... સવારે ઉઠું તો વોલપેપર પર તું... સવારે તને કોલ કરું... કોલ ચાલુ જ રાખું... વચ્ચે વચ્ચે તારા પિકને જોઈ લઉં... રાત્રે થોડું રડી લઉં... બસ!" રૂચા એ કહ્યું.

"તું મને કેટલી યાદ કરે છે?!" ઋચાએ પણ પૂછ્યું.

"બસ... તારો કોલ આવે છે ત્યારે જ જીવું છું... બાકી તો..." એની વાત પૂરી થાય એ પહેલા જ રૂચા બોલી - "ઓય પાગલ... માથે મટ્યું તને?!"

"ના... નહિ મટવા દેવું... મરવું છે..." પ્રણય એ ચિડાઈને કહ્યું.

"માર ખાવો છે... સીધું બોલ ને!" રૂચા એ પણ ગુસ્સો કર્યો.

"બસ હવે બહુ થયું... કાલે મળે છે કે નહિ તું મને?!" પ્રણય એ કહી જ દીધું.

"ના... નહિ મળવું... મેં તો મેં તો મરી જવાની છું..." ઋચાએ નારાજ થતા કહ્યું.

"ઓ મેડમ! સોરી હવે!" પ્રણય એ માફી માંગી.

"ઓકે... બટ નહિ મળવું યાર... મારા લીધે તને વાગે છે... બધા ના કહે છે... જો હું તને ખુશ જોવા માટે ગમે એ કરી શકું!" ઋચાએ ભીના અવાજે કહ્યું.

"હા... એટલે જ તો કહું છું યાર... સમજ! હું તારા વિના જરાય ખુશ નહિ!" પ્રણય એ કહ્યું તો રૂચા એ પણ માનવું જ પડ્યું.

સવારે બંને એક હોટેલમાં સામસામે હતા.

"એક વાતનો જવાબ આપ તો... હું કોણ છું તે તને મારા વિના જરાય નહિ ગમતું?!" ઋચાએ ધારદાર નજર કરતા સામે રહેલ પ્રણય ને પૂછ્યું!

"આઇ લવ યુ! હું પહેલેથી જ તને બહુ જ લવ કરું છું! તારા વિના હું કઈ જ નહિ!" પ્રણય એ કહી જ દીધું.

"આઇ લવ યુ, ટુ!" ઋચાએ પણ કહ્યું.