Time-King-Battle in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | સમય-રાજા-લડાઈ

Featured Books
Categories
Share

સમય-રાજા-લડાઈ









આ વાતૉની શરૂઆત જ ખૂબ અલગ રીતે થાય છે ખૂબ જ નવીન અને અલગ ટાઈપના પાત્રો લઈ ને આ રચના લખવામાં આવી છે આ રચનાનું મુખ્ય પાત્ર છે રાજા.હવે મુખ્ય પાત્ર રાજા હોય તો લાગશે કે આ એક પૌરાણિક કથા છે પણ ના એવું નથી આ એક આધુનિક યુગની અને આધુનિક વિચારધારા ધરાવતી કથા છે.

આમાં રાજા નું પાત્ર મુખ્ય છે એ સાચું પણ આના બીજા પાત્રો જાણીને ખબર પડશે કે આ કેવી કથા છે? આના બીજા પાત્રો છે વજીર,હાથી,ઘોડો,ઉંટડી,અને પાયદળ.હવે આ વાંચતા સમજાય જશે કે આ ચેસ નામની ખૂબ જ સુંદર રમતની વાત થાય છે.આના સફેદ અને કાળા બે ભાગ હોય છે.

આ યુદ્ધમાં વજીર સૌથી મહત્વનો હોય છે કારણ કે તે એક માત્ર એવો છે જે તેની ખુદની આડી,ઉભી,સીધી લાઈનમાં ચાલી શકે છે બાકી ઘોડો અઢી સ્ટેપ,રાજા ઉભી લાઈનમાં, ઉંટડી સફેદ બાજુની સફેદ લાઈનમાં અને કાળાની કાળી લાઈનમાં જ ચાલી શકે છે આ સિવાય પાયદળો પહેલી ચાલ બે વાર ચાલી શકે પણ‌ પછી એક વાર જ ચાલે છે પરંતુ દુશ્મન જો તેની બાજુની લાઈનમાં અને ક્રોસમાં હોય તેને જ મારી શકે.

હવે આ બધાની સંખ્યાની વાત કરીએ તો પાયદળો આઠ,રાજા બે,ઘોડા બે,ઉંટડી બે અને રાજા અને‌ વજીર બંને એક એક હોય છે.

હવે આ વાતૉની શરૂઆતમાં એક બાજુથી પાયદળ બે સ્ટેપ ચાલે છે અને સામેથી હાથી અઢી સ્ટેપમાં સામે આવે છે.તો‌ આ બાજુથી પણ ઘોડો અઢી સ્ટેપ ચાલે છે.સામેથી પાયદળ ચાલે છે આ રીતે સામસામે ખૂબ જોરશોરમાં યુદ્ધ ચાલતું હોય છે ત્યાં સફેદવાળી ટીમે કાળાની ટીમ માંથી બે પાયદળ એક હાથી અને એક મુખ્ય વ્યક્તિ વજીરને મારી નાખ્યા છે.

હવે કાળી ટીમને સફેદ ટીમ ઉપર ગુસ્સો આવે છે અને તે સફેદ ટીમના એક હાથીને મારી નાખે છે.સફેદ ટીમ ખૂબ‌ જ હોશિયાર છે તે પોતાનું એક પાયદળ આટલી ભીડમાંથી પણ સામેની ટીમ સામેથી પસાર કરે છે અને રાજાને ચેક આપી અને તેની કાળી ઉંટડી મારીને તેની એક ઉંટડી નવી મેળવી લે છે અને કાળાના એક હાથીને પણ મારી નાખે છે.હવે સફેદ લાઈન વાળી ટીમ‌ પોતાના બીજા પાયદળ ને પણ પહેલી લાઈનમાં પહોંચાડી વજીરને જીવિત કરે છે.પણ તે તેની જ એક ભૂલના વજીરને ખોઈ બેસે છે પણ તેની પાસે માત્ર એક વજીર થોડો જ હતો તેને ખુદનો પોતાનો વજીર અને બીજા બધા સાથીઓ તો જીવિત હતા આથી તે કાળી ટીમના રાજાને ચેક આપીને તેની ટીમના બીજા સાથીઓને મારી દે છે અને અંતે કાળી ટીમ વિજય બને છે‌.

પરંતુ હજી તો આ ખેલમાં કાળી ટીમ થોડી નબળી હતી નહી તો‌ બંને ટીમ મજબૂત હોય તો લડવામાં ખૂબ‌ ખૂબ‌ મજા પડે છે.તો‌ આ હતી રાજાની અને તેના બીજા સાથીઓની કથા.આમ,તો આમાં રાજા માત્ર એક જગ્યાએ જ વધુ પડતો બેસી રહે‌ છે છતાં પણ તેના વિના બધું અધૂરું કે નકામું છે એવું કહેવાય.

આમ તો રાજા અને વજીરના સ્થાને તેને રાજા અને રાણી કહેવું મને તો ખૂબ ગમે છે જેને યુદ્ધમાં લડતા સમયે અલગ અલગ થવું પડે છે.

રાજા અને તેનો વજીર એટલે કે રાણી જયારે અલગ થાય ત્યારે રાજા પોતાના ભાવો કંઈક આ રીતે દશૉવે છે....

" તારા વિના હું સદા અધૂરો.
તારા પ્રેમથી થયો છું પૂરો.
પ્રેમ મારો સદા રહે ભરેલો,
બીજા તેને આમ ના ઘૂરો."


આ રીતે આ એક રસપ્રદ રમત અને લડાઈ છે.



❤️❤️❤️ Rupali "Rup"