life message in Gujarati Love Stories by Dave Rup books and stories PDF | જીવન સંદેશ

Featured Books
Categories
Share

જીવન સંદેશ






એક ખૂબ જ સુંદર પહાડોને કોતરીને નાનકડું એવું ગામડું બન્યું હતું. તેને જોતા જ એવું લાગે કે જાણે પ્રકૃતિએ તેમાં પોતાની મનમોહક સોડમ ભરી દીધી હતી. સુંદર સુંદર ફૂલો અને મધુર મધુર પક્ષીઓના અવાજથી જાણે તાજગી છવાઈ ગઈ હતી. તેવું લાગતું હતું અને તે ગામની પાસેથી વહેતું ઝરણું કુદરતની અદ્દભૂત લીલાના જાણે દશૅન કરાવતા હોય તેવું લાગતુ હતું.

આ ગામમાં બે અલગ-અલગ જ્ઞાતિના પરંતુ ખૂબ ધનવાન એવા બે પરિવારો વસતા હતા.તે બંનેના ઘર એટલા આકર્ષક હતા કે તેને જોઈને જ મન ખુશ થઈ જાય.તેઓના ઘર કોઈ મહાન રાજાના મહેલથી કમ નહોતા લાગતા.આ બંને પરિવારોમાં ખૂબ જ ગાઢ સંબંધો હતા. આમાંથી એક પરિવાર બ્રાહ્મણનું અને એક ક્ષત્રિયનું હતું.

પરંતુ કહેવાય છે ને કે સદીઓથી જ બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે ખૂબ જ મેળ હોય ને ક્ષત્રિયો બ્રાહ્મણને દેવતા સમાન માન આપતા હતા.

આ પરિવારોની મિત્રતા જોઈ દિલને અપાર ખુશી મળતી હતી. આ પરિવારોમાં અનેક લોકો હળીમળીને પ્રેમ ભાવથી રહેતા હતા.તેમાં બ્રાહ્મણ પરિવારના મુખ્યા મગનલાલ હતા.જે મહાન પંડિત અને જયોતિષશાસ્ત્રી હતા.દૂર દૂરથી લોકો તેમની પાસે પોતાનું ભવિષ્ય ભાખવા આવતા હતા.ક્ષત્રિય પરિવારના મુખ્યા
મૂળરાજ સિંહ હતા.તે ગામના સરપંચ અને ખૂબ જ નામદાર વ્યક્તિ હતા.ગામમાં બધું તેની ઈચ્છાનુસાર જ થતું હતું પણ‌ તેનો નિણૅય કયારેય ખોટો ના હોય.ગામની ભલાઈ વિશે તે ખુદથી પણ વધુ વિચારતાં હતા.

આ બંને પરિવારોના લોકો ખૂબ જ સારા હતા.તેઓ એકબીજા સાથે દિલથી જોડાયેલા હતા.તેમાં બ્રાહ્મણ પરિવારના ઘરમાં ફૂલ જેવી કોમળ,ચાંદથી પણ વધુ સુંદર અને નમણી નાજુક એવી પ્રિયા નામની એક છોકરી હતી અને ક્ષત્રિય પરિવારમાં પહાડ સમાન ઉંચો અને પુષ્પ સમાન કોમળ હદય ધરાવતો દિવ્ય રાજ નામનો પુત્ર હતો.આ બંને પરિવારો અવારનવાર એકબીજાના ઘરે જતા આવતા હોવાથી પ્રિયાની મધથી પણ મીઠી વાતો અને કોમળ હદય જોઈ દિવ્ય રાજ તેના પ્રેમમાં પડયો હતો.

પ્રિયા પણ દિવ્ય રાજ જેટલા સારા,સંસ્કારી અને ઉતમ પુરૂષ પામીને ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ બંનેનો પ્રેમ દિવસેને દિવસે ખૂબ ગહેરો થતો જતો હતો.

એક દિવસ દિવ્ય રાજના મમ્મી ખૂબ બિમાર પડયા હતા. આમ પણ તે અવારનવાર નાની મોટી બિમારીઓ તો સહેતા જ હતા. પરંતુ આ વખતે વધુ બિમાર પડતા તેને બ્લડ કૅન્સર‌ હોવાની જાણ થઈ હતી. તે ઘરકામ પણ કરી શકતા ન હતા.તો પણ‌ તેના પતિના ડરથી તેણે કામ કરવું પડતું હતું. દિવ્ય રાજ ના મમ્મીની આવી દશા જોઇ મગનલાલ કહે છે કે તમે
આટલી બિમારીમાં આની પાસે‌ કામ કેમ કરાવો છો. તમે બધા મળીને કરી લો ને.આ સાંભળીને મૂળરાજ સિંહ કહે છે તો સ્ત્રીને શા માટે લઇ આવ્યા છીએ ઘરમાં ઘરકામ ના કરી શકે તો જતી રહેને પિયરે.

આ બધું બ્રાહ્મણ પરિવારના સભ્યોથી સહન ન થતુ હોવાથી તેનું એકબીજાના ઘરે આવવા જવાનું બંધ થઈ ગયું હતું. તેને મૂળરાજ સિંહ ને ખૂબ સમજાવ્યા પણ તે એક ના બે ના થયા.આ બધાથી પ્રિયા અને દિવ્ય રાજ આ બધાથી ખુબ દુખી થઈ ગયા હતા. તેથી તે બંને આ પરિવારોને પાછા એક કરવા એક યોજના બનાવી રહ્યા હતા પણ તેના માટે તેણે દિવ્ય રાજની બહેનની પણ મદદ લેવી પડે તેમ હતી.

દિવ્ય રાજ અને પ્રિયાએ મળીને યોજનાની બધી વાત શ્રેયાને કરી દિધી. પછી તે ત્રણેય મળીને તેના પર ચર્ચા કરતા હતા તેની વાત પરથી એવું લાગતું યોજના એકદમ જોરદાર બનાવી હશે.

સવારે યોજના મુજબ શ્રેયા ઉઠીને ખૂબ જોરથી કયાંક અથડાઈ હોય તેવો ઢોગ કરતી અચાનક જોરથી ચીસ પાડી ઉઠી. તેનો અવાજ સાંભળી બધા તેની પાસે દોડી આવ્યા. દિવ્ય રાજ થોડી વાર પછી આવ્યો.બધા શ્રેયાની આવી દશા જોઇને દુખી થઈ ગયા પણ તેના પિતા તો અવાક બની ગયા ને થોડી વાર કશું બોલ્યા નહીં પછી શ્રેયાએ કહ્યું "મા મને બહુ ભૂખ લાગી છે તેની માતા બીમાર હોવાથી ધીમે ધીમે રસોડામાં ગઈ.શ્રેયા બોલી મા જલ્દીથી બની ગયું હોય તો આપો." હવે મૂળરાજ સિંહથી સહન ન થતા તે પોતે જ ઝડપથી રસોડામાં ગયા ને જાતે રસોઈ બનાવવા લાગ્યા.

આ બધું અચાનક શ્રેયાને જોવા આવેલા બ્રાહ્મણ પરિવારના લોકો જોઈ જ રહ્યા ને ખૂબ ખુશ થયા. મૂળરાજ સિંહ જમવાનું બનાવીને ખુદ જ શ્રેયા ને પોતાના હાથે જમાડવા લાગ્યા ત્યારે જમતા જમતા શ્રેયા બોલી, "પિતાજી મા મારાથી પણ વધુ બિમાર છે, તો તેની પણ આવી મદદ કરો જેથી તે જલ્દીથી સારી થઈ જાય.આ સાંભળીને મૂળરાજ સિંહ અચાનક સ્તબ્ધ થઈ ગયા અને તેને પોતે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા તેનું ભાન થયું ને તેને પોતાની પત્ની અને બ્રાહ્મણ પરિવાર પાસે દિલથી માફી માગી અને તેની પત્નીની ખૂબ સેવા કરી.પત્ની પણ પતિનો અનહદ પ્રેમ પામી ને કેન્સર જેવી મોટી બિમારીથી લડીને વિજય પામી.



આમ,આ નાનકડી વાતૉ એક ખૂબ ઉતમ અને જીવનનો મહત્વપૂણૅ સંદેશ આપે છે. દેશમાં આજે પણ ઘણા બધા પુરૂષો સ્ત્રીઓને માત્ર ઘરની નોકરાણી જ સમજે છે. એક સ્ત્રી ધારે તો કોઈપણ પણ રૂપ લઈ શકે છે. દરેક લડાઈઓ લડી શકે છે‌ એટલે તો તેને મા દુગૉનો અવતાર કહી છે.




🙏 Rupali " Rup"