Collageni Duniya - 6 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | કૉલેજની દુનિયા - 6

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

કૉલેજની દુનિયા - 6

હવે આગળ જોઈએ તો.....


દિવ્યા રસોઈમાં દાળ,ભાત,શાક બનાવે છે બધા છોકરાઓ અને છોકરીઓ મળીને બધું સમારી દે છે અને દિવ્યા બધાનો મસ્ત મજાનો વધાર કરે છે કારણ કે દિવ્યાના હાથની રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આમ પણ બીજી છોકરીઓને રસોઈ બનાવતા નહોતું આવડતું હતું તેથી દિવ્યા બનાવે છે પુરી પણ બધા મળીને જ બનાવે છે દિવ્યાના અંકલ બહારથી મીઠાઈ,નમકીન અને જયૂસ લઈ આવે છે તેમાં જયારે બધા આખા મકાનમાં અને બગીચામાં ફરવા જાય છે ત્યારે દિવ્યા રસોઈમાં જ મગ્ન હોય છે અમન અને દિવ્ય બંને છાનામાના આવે છે અને મસાલામાંથી હળદર લઈ ને દિવ્યાના ગાલે લગાવી દે છે દિવ્યા તે બંને પર ગુસ્સે થઈ જાય છે પછી દિવ્ય અને અમન તેને તેને મનાવે છે.

દિવ્ય કહે છે હવે તું જા બાકીનું કામ અમે બંને મળીને કરી લેશું દિવ્યા કહે છે હજી શાક બનાવવાનું બાકી છે દિવ્ય કહે છે તે હું બનાવી લઈશ તો અમન કહે છે ધીમેથી દિવ્ય આ તું કયા ફસાવે છે મને કાઈ જ આવડતુ નથી.દિવ્યા સાંભળી જાય છે એટલે તે કહે છે દિવ્યને બધું જ આવડે છે દિવ્ય પણ‌ કહે છે હા,યાર મને આવડે છે હું બનાવી લઈશ તું પણ દિવ્યા સાથે જા.

ત્યારપછી દિવ્યા અને અમન બંને મજાક મસ્તી કરતા કરતા જાય છે અને આખું ઘર જોય પછી બધા જમવા બેસે છે દિવ્યાના અંકલ ફલાહારી છે એટલે તેના માટે દિવ્યા ફરાળી ભજીયા બનાવી આપે છે અને પછી દિવ્યા પણ જમવા બેસી જાય છે બધાને પહેલા દિવ્યા,તેમના અંકલ અને અંકલના પુત્ર,દિવ્ય અને અમન પીરસે છે આ બધા છેલ્લે બેસે છે પછી જમતા જમતા પણ અમન અને દિવ્ય દિવ્યા સાથે લડાઈ કરે છે દિવ્યાની રસોઈની બધા તારીફ કરે છે અને સૌથી વધુ બધા શાકની તારીફ કરે છે અને દિવ્યાને કહે છે શાક તો બહુ મસ્ત બનાવ્યું છે ત્યારે દિવ્યા કહે છે શાક મેં નથી બનાવ્યું.તે દિવ્ય એ બનાવ્યું છે તો બધા દિવ્યની ખૂબ જ તારીફ કરે છે.

આ ત્રણની દોસ્તી બેસ્ટ છે કારણ કે આ લોકો ગમે તેવા લડે તો પણ સાથે જ હોય અને એકબીજાને દિલથી મિત્ર માને જોકે દિવ્યાને તો બધા સાથે એવું જ હતું તે બધા સાથે લડતી જ હોય પણ કોઈ ભૂલ કરે એટલે તેનાથી સહન ના થાય.બાકી એમનમ મજાકમાં લડે.

દિવ્યાના અંકલ અને આન્ટી આ બધાના આવવાથી ખૂબ જ ખુશ થઈ જાય છે તે બહુ વિનંતી કરે છે કે બધા આજની રાત અહીં જ રોકાઈ જાઓ તેથી બધા તે રાત ત્યાં જ રોકાઈ જાય છે.રાતના બધા બહાર જ સુવાનું નકકી કરે છે રાતના બધા ભેગા મળીને બેસે છે.દિવ્યાના અંકલ અને આન્ટી અને તેના ભાઈ તો સૂઈ જાય છે અને બધા શિક્ષકો પણ સૂઈ જાય છે પણ આ બધાને તો ખુલ્લા આસમાન નીચે કંઈક રમવાની પણ ઈચ્છા થાય છે તેથી તેઓ ભેગા મળીને ટ્રુથ એન્ડ ડેર ની રમત રમે છે તેમાં વારાફરતી બધાની વારી આવે છે અને તેમાં દિવ્યની વારી આવે છે દિવ્યા તેને ટ્રુથ આપે છે અને પ્રશ્ન કરે છે કે તું હાલમાં કોઇને પ્રેમ કરે છે તો તે હા પાડે છે તો દિવ્યા કહે છે કોને તો દિવ્ય કહે છે એક જ પ્રશ્ર પુછવાનો હોય એવું કહી જવાબ આપતો નથી.

આ વાતનું દિવ્યાને બહુ દુખ થાય છે પરંતુ તે કંઈ બોલતી નથી પછી બીજો વારો શિવાયનો આવે છે તેને દિવ્ય એક પ્રશ્ર્ન પૂછે છે કે તેને આજ દિવસ સુધી જે કંઈપણ દિવ્યાથી છુપાવ્યું હોય તે બધું સાચું કહી દે પણ શિવાય આ વાતનો કોઈ જ જવાબ આપતો નથી અને રમત છોડી ચાલ્યો જાય છે દિવ્યા પણ‌ તેની પાછળ જાય છે અને તેને કહે છે કે શિવાય તે મને બહુ દુખી કરી છે તું મારાથી એવું શું છુપાવે છે એમ કહી તેના પર ઘણો‌ બધો ગુસ્સો કરે છે પણ શિવાય તેને કોઈ જ જવાબ આપતો નથી આથી અંતે કંટાળી દિવ્યા તેને કહી દે છે કે આજ પછી તું કયારેય મારી પાસે ના આવતો તે મને બહુ દુખી કરી છે મારે તારા સાથે કોઈ જ સંબંધ નથી રાખવો.

ત્યારપછી આખી રમત જ વિખાઈ જાય છે બધા ઘણીવાર સુધી દિવ્યાની રાહ જુએ છે પણ દિવ્યા તો શિવાયનું અને દિવ્યનું આ વતૅન જોઈને પૂરી રીતે તૂટી જાય છે જોકે દિવ્ય વિશે તો દિવ્યાને ખબર જ હતી પણ શિવાય આવું કરશે તે તેને સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યુ.તે શિવાયને પ્રેમ તો નહોતી કરતી પણ શિવાય તે ખુદના દુખોથી એટલી બધી કંટાળી ગઈ હતી કે તેને શિવાય સાથે કેમ રહશે તેવું બધું તો વિચારતી જ હતી પણ‌ શિવાયને શું તેને તો કોઈ પણ છોકરી સાથે લગ્ન જ કરવા હતા તેના માટે તો માત્ર તે જ વાત મહત્વની હતી કે કોઈ મારી સાથે લગ્ન કરે બાકી મિત્રતા શું છે?તેને થોડી જ ખબર હોય કારણ કે તેને તો માત્ર પ્રેમનું અને દોસ્તીનું નાટક કરી અને કોઈપણ છોકરી સાથે ઘરસંસાર બાંધવો હતો અને દિવ્યા તેને ખૂબ સારો‌ માણસ સમજતી હતી એક વખત તો દિવ્યાએ શિવાયને ત્યાં સુધી કહી દીધું હતું કે હું તારી સાથે લગ્ન કરવા માટે લાયક નથી.કારણ કે તમારો સ્વભાવ ખૂબ જ સારો છે અને મારો ખૂબ ખરાબ છે હું વાતવાતમાં ગુસ્સો કરું છું પણ તમને ગુસ્સો કરતા જ નથી આવડતું આવું તો ઘણું બધું દિવ્યાએ શિવાયને કહી દીધું હતું પણ જયારે જયારે દિવ્યા શિવાયને તેની પસૅનલ લાઈફ વિશેના કોઈ પણ સવાલ કરતી તો તે હંમેશાં વાત જ બદલી નાખતો અને જવાબ જ ના આપતો અથવા તો દિવ્યા ગુસ્સો કરી તેની સાથે વાત કરવાનું બંધ કરી દે ત્યારે જ કહેતો પણ છતાં દિવ્યાને હંમેશાં દુખ થતું કે તે કેમ શિવાય પર ગુસ્સો કર્યો પણ આ વખતે દિવ્યાએ તેને ખૂબ જ મુશ્કેલ સવાલ કર્યો હતો તેથી હવે તેનામાં હિંમત જ નહોતી કે તે દિવ્યા સામે આવી કાંઈ જ કબૂલ કરે.

આમ પણ આ વખતે દિવ્યાને શિવાય વિશે એવું જાણવા મળ્યું હતું કે તે શિવાય માટે બહુ ભારે‌ હતું પણ‌ એવું શું હતું તે તો શિવાયને પણ નહોતી ખબર અને ના તો કયારેય ખબર પડે કારણ કે મતલબી લોકોને ખાલી પોતાના મતલબથી જ ફેર પડે બાકી તે કોઈ વિશે ના વિચારે અને આ વખતે દિવ્યા શિવાયથી માત્ર નારાજ જ નહોતી તે શિવાયને ખૂબ જ વધારે નફરત કરતી હતી અને નારાજગી તો થોડા સમયમાં દૂર થઈ શકે પણ જો કોઈ સાથે નફરત થઈ જાય તો તેને દૂર કરવી બહુ વધુ મુશ્કેલ છે પણ દિવ્યા માટે તેના બે બી એફ એફ જ બેસ્ટ હતા કારણ કે તે બંને દિવ્યાને ખૂબ સારી રીતે સમજતા હતા જે દિવ્યાને ખૂબ જ ગમતુ હતું તે બંને આ સમયે દિવ્યા સાથે હતા.


❣️❣️❣️ Rupali "Rup"