વીતી ગયેલી વાત... શિવા અને ઝીલ બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી વાર લગ્ન કરવા તૈયાર થાય છે અને આ નિણૅય શિવાના મમ્મી પપ્પા ને કહે છે. શિવાના મમ્મી તેમના લગ્નને લઈને ચિંતા તથા અવિશ્વાસ દશાૅવે છે, માટે શિવાના પપ્પા તેમની પરીક્ષા લેવાનો સુઝાવ આપે છે ને બંને પરીક્ષાની તૈયારી કરે છે... હવે આગળ.
બહારનું વાતાવરણ પણ તંગ હતું શિવા અને ઝીલના મનની બેચેની એટલી વધતી જતી હતી કે બંને પગ વાળીને બેસવાને બદલે આખા હોલમાં ચકકર લગાવી રહ્યા હતા ને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા કે બધું ઠીક થઈ જશે નહિ તો બંને મળીને આગળ શું કરશે એ પણ વિચારી રહ્યા હતા.
શિવાના મમ્મી અને પપ્પા બહાર આવ્યા અને કહ્યું કે અમે બંને આ લગ્નના નિણૅય માટે થોડો સમય જોઈએ.. પણ એ પહેલાં શિવા જલદી ચાલો આપણે બહાર જવાનું હતું ત્યાં જઈ આવીએ અને ઝીલ તું રસોઈ કરી રાખજે અમે બપોર સુધીમાં આવી જઈશું. મમ્મીએ ઓડૅર કયોૅ.
પણ મમ્મી... શિવા આગળ કંઈ બોલે એ પહેલા જ ફરી એના મમ્મી બોલી ઉઠયા... પણ બણ કંઈ જ નહીં શિવા ચાલો જલદી આમ કોઈને રાહ જોવડાવવી સારી વાત નથી..તમે પણ ચાલો ઝટ કરો હવે..
હા...કહીને શિવાના પપ્પા તૈયાર થઈને તરત જ આવી પહોંચ્યા.
શિવા પણ આનાકાની કરતાં કરતાં મમ્મીના કહેવાથી પરાણે જવા તૈયાર થયો. ઝીલ તો આ બધું જોઈને ઘણી જ દુઃખી થઈ પણ કશું બોલી શકી નહિ.
ત્રણેય જણા કારમાં બેસીને રવાના થયા. ઝીલ પણ રસોડા તરફ વળી પણ એનું મન તો વ્યાકુળતા અનુભવતું હતું... તથા બધા ઘરે જલદી પરત ફરે બસ એ જ આશા સાથે એ રસોઈ બનાવવા વળગી ગઈ.
આ તરફ શિવાના મમ્મી શિવાને સમજાવતા બોલ્યા... ખબર છે દીકરા તારા મનમાં શું ચાલી રહ્યું છે પણ તું જ કહે એક વાર નક્કી થયેલ કે આજે આપણે છોકરી જોવા જવાનું છે.. તે લોકોને આમ અચાનક ના પાડીએ તો સારું થોડી ન લાગે અને જો છોકરી સાથે સારી રીતે વાત કરજે એને ઝીલ વિશે કંઈ જ ન જણાવતો હજુ અમે હા નથી પાડી હો... સાથે એ પણ કે આમ મોં ફુલાવીને ન રહેતો...આજ ને આજ કંઈ નક્કી નથી કરવાનું પણ એ લોકો જાણીતા છે માટે જ કહું છું.. સાંભળી રહ્યો છે ને શિવા...?
હા મમ્મી પણ... ઝીલ..શિવા બોલ્યો.
શિવા ચિંતા નહિ કર બધું ઠીક થઈ જશે. મમ્મીએ કહ્યું.
શિવાનો પરીવાર છોકરીના ઘરે પહોંચ્યો શિવાની અનિચ્છા છતાં પરીવારના માન ખાતર સૌ સાથે સ્વાભાવિક રીતે વાતચીત કરી..અને તેઓ ત્યાંથી ઘરે જવા નીકળ્યા એવામાં શિવાના ફોનમાં રીંગ વાગી અને એ થોડો અસ્વસ્થ થયો, ફોન ફેક્ટરીના મેનેજરનો હતો તેમણે અરજન્ટ જ એક મિટિંગ ગોઠવી હતી અને તે માટે શિવાને જવાનું થયું અને પછી મમ્મી પપ્પાની રજા લઈને બધી સગવડતાઓ પહેલા જ થઈ ગઈ હતી માટે ઘરે પણ ન ગયો સીધો જ ફેક્ટરીથી મિટિંગ માટે નીકળી જવાનો હતો. કારમાં જ મમ્મી એ ભુલથી શિવાના મોબાઇલ પર પાણી ઢોળાયું જેથી શિવાનો મોબાઇલ પણ બગડી ગયો હતો. પણ મેનેજર પણ શિવા સાથે જવાનો હતો એટલે પછી ફોન પર વાત થતી રહેશે એવું વિચારી શિવા ફેક્ટરી પર ઉતરી ગયો. પપ્પા કાર ડ્રાઈવ કરીને મમ્મી સાથે ઘરે પહોંચ્યા.
ઝીલ જમવાનું તૈયાર કરીને અન્ય કામોમાં વ્યસ્ત હતી. ઘરે શિવા નહોતો આવ્યો તે વાત કહેતા મમ્મી બોલ્યા, ઝીલ આ શિવા શું વિચારે છે એ જ ખબર નથી પડતી એને સીમા ગમી ગઈ અને એ તો અમારાથી પણ બે ડગલા આગળ વિચારી..તે તો એ સીમાને લઈને ફરવા નીકળી ગયો છે અને કહ્યું કે હું મારી રીતે ઘરે આવી જઈશ મને પણ સમય જોઈએ છે વિચારવા માટે.. હજુ આજ સવારે તમે નક્કી કર્યુ હતું...તેમ છતાં આ છોકરો શું નક્કી કરશે? એ તો શું ખબર...? એકીશ્વાસે તેમણે પોતાની વાત સ્વાભાવિકપણે પણ અકળાતા રજૂ કરી...
ઝીલ આ સાંભળીને ફસડાઈ પડી અને તેને ગળે ડૂમો ભરાઇ આવ્યો છતાં તે એટલું જ બોલી કે શિવા આવું ન જ કરી શકે.. તમને કંઈક ભુલ થઈ હશે..
ના ઝીલ અમે તને શા માટે ખોટું કહીએ...તું જ પુછી લે શિવાને ને એના મોંએ જ બધું સાંભળ જે તો જ તને વિશ્વાસ આવશે. મમ્મીએ ઝીલને કહ્યું
તરત જ ઝીલે શિવાને ફોન કયોૅ પણ તે સ્વીચ ઓફ આવતો હતો. ઝીલ રડમસ થઈ ગઈ.
અરે...ઝીલ હું તો તને કહેતા જ ભુલી ગઇ. આજે સાંજે આપણે ત્યાં મહેમાન આવવાના છે. સારું થયું કે શિવા નથી ઘરે...ખબર પણ નથી કે કયારે આવશે..પણ જો એને જે કરવું હોય તે કરે, પણ તારા માટે પણ અમે સારું જ ઈચ્છીએ છીએ માટે જ તો તને જોવા માટે આપણા જ સગાના સાળનો છોકરો કે જે એક ડોક્ટર છે તેનું માંગુ આવ્યું છે માટે તેઓ આવવાના છે તૈયાર રહેજે.. તું જરાય ચિંતા નહિ કર દિકરી બધુ ઠીક થઈ જશે બસ આજે માન સાચવી લે જે આપણું હો...અને શિવા વિશે એમને કંઈ જ ન જણાવતી. ઝીલને સંભાળતા તેઓ બોલ્યા.
ઝીલ પોતાના રુમમાં જઈને શિવા સાથે વાત કરવા તેને વારંવાર ફોન કરતી પણ એને કોઈ જવાબ જ ન મળ્યો. આમ ને આમ સાંજ પડી ગઈ.
શિવાના મમ્મીએ ઝીલને ખૂબ જ સુંદર રીતે તૈયાર કરી અને ખુશ રહેવા કહ્યું. ઝીલ પણ અનિચ્છાએ હસતે મોઢુ રાખવા પ્રયત્ન કરતી હતી..
મહેમાનો સાથે તેમનો પરીચય કરાવ્યો અને ઘણી બધી વાતચીત ને પ્રશ્ર્નોત્તરી થઈ. સૌ મહેમાનો હસતે મોઢે વિદાય લેતા કારમાં બેસીને શેરીની બહાર નીકળ્યા ને થોડીવારમાં જ બીજી તરફથી શિવા મેનેજર સાથે કારમાં બેસીને ઘરે પહોંચ્યો. કારમાંથી શિવા ઉતરી ગયો ને મેનેજર પોતાની કાર લઈને નીકળી ગયો.( પપ્પાએ શિવાને ફોન કરીને કહ્યું હતું કે ઝીલ ને એક છોકરો ગમી ગયો છે જે આજે તેને જોવા આવ્યો હતો)
શું શિવા અને ઝીલ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી બેસશે?
શું આ ઘટના પછી પણ બંને એકબીજા સાથે લગ્ન કરવા રાજી થશે?
તેઓ પ્રેમ અને વિશ્ર્વાસની પરીક્ષામાં પાસ થશે કે નાપાસ?
વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે..
આપના અભિપ્રાયની અભિલાષી... આભાર