હસ્તરેખા
સુનિલભાઈ ટસનાં મસ નહોતા થતાં..એ છોકરી ગમે તેટલી સારી હોય .એની હસ્તરેખા અને કુંડળી મુજબ આયુષ્ય એનું ટુંકુ છે..શાસ્ત્રીજી એ ત્યાં સુધી કીધું છે કે પીસ્તાળીશમું વર્ષ નહીં જુએ..એ મારાં દેવલને અધવચાળે રખડાવી જાય...તો એનું શું? મારી હયાતીમાં એ નહીં બને...
સુનિલભાઈ એકવાર કોઈ વાત પર ફેસલો સુણાવી દે પછી ઘરમાં કોઈની મજાલ કે દલીલ કરે. .. મીનાબહેને આ વખતે દિકરાની લાગણી માટે વાત કરવાનું નક્કી કર્યું." ભુલી ગયાં
ત્રીસ વર્ષ પહેલાં આપણાં લગ્ન થયાં ત્યારે ક્યાંકોઈ કુંડળી જોવડાવી હતી?" "એટલે જ આપણાં વખતમાં કજોડા હતાં" એવો સણસણતો જવાબ આપી એ ઘરની બહાર નીકળી ગયાં.
ગંગા બા ઘણાં દિવસથી આ તમાશો જોતાં હતાં..તેઓ આમ તો ઘરની બાબતમાં ઝાઝું માથું મારતાં નહીં પણ આ વખતે કંઈ તો કરવું પડશે એવું એમને લાગ્યું એમણે મનોમન કંઈ વિચાર્યું.
દેવલે તો તૈયારી પણ કરી લીધી કે કોર્ટ મેરેજ કરી લે પણ એનો મતલબ એનો પરિવાર સાથે હંમેશા માટે સંબંધ પુરો.
કારણકે એ એનાં પપ્પાને બહું સારી રીતે ઓળખતો હતો.
એક સંબંધ માટે એ બાકીનાં તમામ સંબંધ છોડવા તૈયાર નહોતો.
બે દિવસ પછી અચાનક અડધી રાત્રે ઘરની બેલ વાગી..બધાં સફળા જાગી ગયાં,પંક્તિને આમ અડધી રાતે આવેલી જોઈ
મીનાબહેનને ધ્રાસકો પડી ગયો..એ ધાઈટસુટમાં જ આવી હતી..વેરવિખેર વાળ , રડેલી હોય તેવી આંખો. સુનિલભાઈનપોતાની એક ની એક લાડકવાઈને આમ જોઈ ચિંતામાં આવી ગયાં. પંક્તિ ડુસકા ભરતી સીધી ગંગા બાને વળગી પડી.ગંગા બાએ હાથથી જ ઈશારો કરીને સહું ને કહીં દીધું સવારે વાત કરશું.
સવારે પંક્તિ થોડી સ્વસ્થ લાગી એટલે નાસ્તો કરતાં કરતાં સુનિલભાઈએ પુછ્યું .."શું થયું બેટા?" "પપ્પા તમે જ મારાં સસરાને ફોન કરીને જાણી લો, જે થયું તે તમારાં કારણે જ થયું છે." એમ કહી તે ઉઠીને જતી રહી.સુનિલભાઈ મુંઝાઈ ગયાં એમની લાડકી દીકરી આમ કેમ બોલે છે?
.એમણે તરત જ સુમંતરાઈને ફોન કર્યો.." હલ્લો જય શ્રી કૃષ્ણ એવી ઔપચારિકતા પછી સામે છેડેથી વાતની શરૂઆત થાય એ રાહ જોઈ. આટલો ઠંડો પ્રતિસાદ તો વેવાઈ તરફથી ક્યારેય નહોતો.એમણે પુછ્યું " શુ થયું , પંક્તિએ કંઈ નાદાની કરી?એનાં અને ગૌતમ વચ્ચે ઝગડો થયો.?"
તમે સાવ અજાણ ન બનો.તમારી દીકરીની કુંડળીમાં સંતાન યોગ જ નથી એ વાત તમે છુપાવી.અમે નહોતાં માનતાં તમે તો માનતાં હતાં તોય અમને છેતર્યા? અમારું એક માત્ર સંતાન છે ગૌતમ. સુનિલભાઈ થોથવાયાં ... " એવું કંઈ નથી કંઈ ગેરસમજણ થાય છે . સુમંતરાયે વાત અધવચ્ચે કાપતાં કહ્યું " કોઈ ગેરસમજ નથી અમારાં શહેરનાં જાણીતાં જ્યોતિષે
કુંડળી જોઈ " આટલું બોલી ફોન મુકાઈ ગયો.
સુનિલભાઈએ ગંગાબાને પુછ્યું" તમને તો પંક્તિએ કહ્યું હશે ને ગૌતમ પણ કંઈ ન બોલ્યો." કંયાંથી બોલે એનું એનાં બાપ સામે ચાલે કંઈ, તારો વેવાઈ તારા જેવો" ગંગાબા ગુસ્સે થઈ રૂમમાં જતાં રહ્યાં. હવે સુનિલભાઈએ મીનાબહેન તરફ રુખ કર્યો." આપણે કુંડળી તો આપી જ નહોતી, એ લોકોને!" મીનાબેન ધીમા અવાજમાં બોલાયાં" બે દિવસ પહેલા વેવાણે મને પંકુનો જન્મ સમય પુછ્યો તો , એનો જન્મ વખતે હું મારાં બાપુનાં ગામ , ત્યાંનાં સરકારી દવાખાનામાં વરસાદી રાતે જન્મ. સમય કોણે જોયો અંદાજે કંઈ દીધો.મારા બા બાપું મારી ચિંતામાં એવું બધું નોંધવાનું ભુલી ગયાં તમારી બીકે તમને પણ એમ જ.."
સુનિલભાઈ ચિંતામાં બા પાસે ગયાં સઘળી હકીકત કહીને બોલ્યાં " બા તમે મોટાં છો..તમે એમને ચોખવટ કરી સાચું જણાવો તમારું માન રાખશે."
તે રાખ્યું તું ?, દ્રષ્ટીનાં પપ્પાનું કે દેવલનું એ એજ કહેવા માંગતાં હતાં કે અમે ચોક્કસ સમય જોયો નથી.
મહિનાં પછી દેવલ દ્રષ્ટીનાં લગ્નમાં સુમંતરાઈ , ગંગાબા અને પંક્તિ એકબીજાને શાબાશી આપતાં ગણગણતાં હતાં કે આપણને ફિલ્મમાં નહીં તો નાનાં મોટાં નાટકમાં તો કામ મળી જ જશે.
બાએ પંક્તિને બાજુમાં લઈ જઈ પુછ્યું તારો બાપ નાના બનવાનો એવી ખબર પડશે તો શું કરશું?
"તબ કી તબ દેખેંગે "પંક્તિ ફીલ્મ અંદાજમાં બોલી..
ડો.ચાંદની અગ્રાવત
*****************************************>******
કેલેન્ડર
વિવિધા કેલેન્ડર નીરખતી હતી , આજે સાત તારીખ હતી..આઠ તારીખ ઉપર તેણે રેડ માર્કરથી મોટું વર્તુળ
દોરેલું હતું.." બસ આ વખતે હજી બે ચાર દિવસ જતાં
રહે તો...એણે કબાટ ખોલી કપડાની ગડી નીચે એ હફેદ વ્રેપર જોઈ લીધું...
લગ્નને હજી બે જ વરસ થયાં હતાં પરંતું સાસુમાં નાં મેણાં ટોણા અને પતિની બીજા લગ્નની ધમકીઓથી તે કંટાળી હતી.
આ વખતે તેણે ડોક્ટર્સની બધી સુચનાનું પાલન કર્યું હતું.ઓફીસમાં પણ વધું વખત બેસી ન રહેતી ખોરાકને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી..
આમ જ અજંપામાં અઠવાડિયું વીતી ગયું.હાર્દિક તો ઓફીસની ટુર પર બહાર હતો..એણે કામ પર થી આવીને પહેલું કામ ટેસ્ટ કરવાનું કર્યું.. એ બે પીન્ક લાઈન જોઈ ઉછળી પડી.એ સીધી બહાર દોડી સાસું ને વળગી પડી અને સારા સમાચાર આપ્યાં.સાસું હરખઘેલાં થઈ ગયાં" હું નથી કે'તી ઉપરવાળો સૌ સારાવાનાં કરશે." ઘરમાં આનંદ છવાઈ ગયો.
રાત્રે પરવારતાં દસ વાગ્યાં એણે વિચાર્યું હાર્દિક હવે ફ્રી હશે..એણે કોલ લગાડ્યો તો ઉંઘરેટા અવાજમાં હાર્દિક બોલ્યો " હું કામ માં છું પછી કોલ કરું." જોગાનુજોગ કોલ હજી કટ નહોતો થયો અને કોઈ સ્ત્રી સ્વર સંભળાયો.." ડાર્લિંગ તે કીધેલું અઠવાડિયું આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે"...
એને હકીકત સ્વિકારતા અને પચાવતાં વાર લાગી..સવારે પહેલું કામ કેલેન્ડર પર 14 તારીખ ક્રોસ કરવાનું કર્યું. જતાં જતાં સાસુમાને કહેતી ગઈ ઓફીસ જાઉં છું સાંજે ઓફીસ ક્વાર્ટરસમાં શિફ્ટ થાઉં છું..સાસુ પ્રશ્ર્ન પુછે એ પહેલાં જ એણે ક્હ્યું " બધાં સવાલ જવાબ તમારો દિકરો દેશે મને સવાલ. પુછવાનો તમારો અધિકાર આજ થી ખતમ થાય છે."...
એણે ફોનનાં કેલેન્ડરમાં 15 તારીખ ટેગ કરી. નોટ ટપકાવી
" ન્યું બીગીનીંગ ઈટ્સ નેવર ટુ લેટ"
ડો.ચાંદની અગ્રાવત 1/2/2024