Kharo Jivan Sangath - 6 in Gujarati Love Stories by Devanshi Joshi books and stories PDF | ખરો જીવન સંગાથ - 6

Featured Books
Categories
Share

ખરો જીવન સંગાથ - 6

વીતી ગયેલી વાત... શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ ભુતકાળને વાગોળે છે પણ પોતાના પરીવારની વિદાય બાદ ઝીલ સાસરીમાં જ રહીને મોટી થઈ હતી. શિવા અને ઝીલના બાળલગ્ન બાબતની વિચારવા સુધ્ધાંની મનાઈ તેના મમ્મીએ ફરમાવેલી.. આમ છતાં શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ સહમત થાય છે અને બંને લગ્ન કરવાના નિણૅયથી પોતાના મમ્મી પપ્પાને અવગત કરવા મકકમ છતાં તેઓને કેવી રીતે મનાવવા તે વિચારતા બાઈક પર નિકળી જાય છે.. હવે આગળ...


મમ્મીએ બાઈકનો અવાજ સાંભળ્યો જેથી તેઓ બહાર આવતા ખીજાતા બોલ્યા... કયાં હતો શિવા આજે ખબર છે ને બહાર જવાનું છે... અરે ઝીલ તું અહીં અચાનક કેમ..?
મમ્મી હું જ લઈને આવ્યો આને... અમારે તમને એક અગત્યની વાત કરવી છે અને અમે તે વાત પર અડગ છીએ. શિવાએ ગભરાયા વગર પોતાની વાત રજૂ કરી.

ઠીક છે જે પણ નક્કી કર્યુ હોય તે પછી કહેજો અત્યારે આપણે બહાર જવાનું છે એટલે જલદી કર અને ઝીલ તું પણ... હજુ તેઓ આગળ કંઈ બોલે તે પહેલાં જ શિવા બોલી ઉઠયો.

મમ્મી કયાંય નથી જવું મારે અને ઝીલ પણ કયાંય નહિ જાય પહેલા અમારી વાત તો સાંભળી લે મમ્મી...

સારું અંદર આવીને જે કહેવું હોય તે કહો..તારા પપ્પાને પણ બોલાવી આવ.. સવારથી જ કોઈક ફેક્ટરીનુ કામ લઈને બેઠા છે...

શિવાએ પપ્પાને બોલાવ્યા ને બધાયે સોફા પર પોતપોતાનું સ્થાન લીધું.

શિવાએ ઝીલનો હાથ પકડ્યોને હિંમત ભેગી કરતો બોલ્યો... મમ્મી પપ્પા અમે લગ્ન બંધને બંધાયેલા જ છીએ પણ ફરી અમને આશીર્વાદ આપીને અમને સમાજ સમક્ષ પણ પતિ પત્ની તરીકેનો હક્ક આપી દયો.

મમ્મી અને પપ્પા બંને આ સાંભળીને ચોંકી ઊઠ્યા પણ

મમ્મીને તો આ વાત જરાય પસંદ ન પડી તેથી તેઓ બસ એટલું જ બોલી શકયા... જે વિચારવા સુધ્ધાંની મનાઈ હતી તે... તમે... સારું જે ઠીક લાગે તે કરો... મારું આમ પણ કોણ સાંભળે છે.. કહીને મોં ફેરવીને પોતાના રુમમાં ચાલ્યા ગયા... શિવા અને ઝીલ તેમને મનાવવા પાછળ ચાલ્યા ત્યારે એના પપ્પાએ એમને રોક્યા અને કહ્યું કે તમે ચિંતા ન કરશો હું સમજાવી લઈશ એને... અને બંનેને આશીર્વાદ આપતા તેઓ રુમમાં ચાલ્યા ગયા.

શું થયું છે? તે કેમ ના પાડી લગ્ન માટે.. ઝીલ તો તારી છત્રછાયામાં જ મોટી થઈ છે... તું એને અને એ શિવા અને આપણને સારી રીતે ઓળખીએ છીએ... તને વાંધો શું છે આ લગ્ન માટે મને કહે... નારાજગી ઠાલવતા શિવાના પપ્પા બોલી ઉઠયા.

એક રીતે જોઈએ તો મને ઝીલથી કંઈ વાંધો નથી પણ હા એ થોડી શ્યામવર્ણી છે પણ... પણ હું શું કહું તમને કે મને શું કામ આ લગ્ન માટે ના પાડું છું....

શું વાત છે કહે તો ખરા... શું છુપાવી રાખ્યું છે મારાથી...? શિવાના પપ્પા એકાએક બોલ્યા.

ના એવી કંઈ વાત નથી પણ તમે જ કહો જે છોકરી આટલા વર્ષોથી આપણા ઘરમાં આપણી દિકરી બનીને રહી છે ને હવે આમ... લગ્ન... લોકો શું કહેશે... અને ચાલો એમને જે વિચારવું હોય તે વિચારે પણ આ બંને એકબીજાને સાચે જ આટલો પ્રેમ કરે છે કે પછી એકબીજા સાથે રહેતા બસ પ્રેમનું નામ આપી બેઠા છે... મને એકવાર હૈયે ધરપત થાય કે બંને જીવનભર સાથ નિભાવવા તૈયાર છે ત્યારે જ હું હા પાડીશ... એનું કારણ એ પણ છે કે મેં હંમેશા એમને એકબીજા સાથે લડતાં જ જોયાં છે...ભલે તેમનિ પહેલા લગ્ન પછી જીવનમાં ઘણા જ બદલાવ આવતા હોય છે જો તેઓ આમ જ નાની નાની વાતમાં લડ્યા ઝઘડ્યા કરશે તો... સંબંધ વિખેરાતા શું વાર લાગે...

તારી વાત વિચારવા જેવી ખરી મને લાગે કે આપણે તેમના પ્રેમની પરીક્ષા લેવી જોઈએ શું કહે છે તુ...?

પરીક્ષા..? કેવી પરીક્ષા... ચોંકીને શિવાના મમ્મી બોલ્યા.
જે આપણા લગ્ન સમયે લેવામાં આવી હતી તે પરીક્ષા.... શિવાના પપ્પા મોં મલકાવતા બોલ્યા.

ઓહહ ! એ...સારું ચકાસી જોઈએ બંનેને અને શું કરે છે એ પણ...? પતિ નો સાથ આપતા શિવાના મમ્મી બોલી ઉઠયા.


શિવાના મમ્મી પપ્પા ઝીલ અને શિવાની કેવી પરીક્ષા લેશે..?

શું ઝીલ અને શિવા તે પરીક્ષામાં પાસ થશે..?

વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે..
આપના અભિપ્રાયની અભિલાષી... આભાર