Kharo Jivan Sangath - 5 in Gujarati Love Stories by Devanshi Joshi books and stories PDF | ખરો જીવન સંગાથ - 5

Featured Books
Categories
Share

ખરો જીવન સંગાથ - 5

વીતી ગયેલી વાત... ઝીલના ઘરે અડધી રાતે શિવા સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.. ઝીલ આ પ્રસ્તાવ વિશે વિચારતા ભુતકાળમાં તેના બાળલગ્નન, પરીવારની અકસ્માતમાં અણધારી વિદાયથી શિવાના પરીવારનો સાથ જયાં તેને ખૂબ પ્રેમ અને હુંફ મળ્યા હતા ને ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું સૂચન શિવાના મમ્મી તરફથી મળેલું.. શિવાના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરવાનો નિણર્ય લઈને તે ઊંઘી જાય છે... હવે આગળ....


સવારના આઠ વાગ્યે ફરી બારણું ખખડ્યું. ઝીલ સફાળી જાગી સારું કે આજ રવિવાર છે નહિ તો આજે મારે હોસ્પિટલ જવામાં મોડું જ થઈ જાત એવું વિચારી જ રહી હતી કે ફરી જોરથી બારણું ખખડાવવતા શિવા બોલ્યો, એ કુંભકર્ણ હજુ સૂતી છે કે જલદી ઉઠ હવે આજે પણ તું સૂઈ કેમ શકે હેં...

અરે આવી શું તું સવાર સવારમાં બરાડા પાડીને મારો દિવસ ખરાબ કરે છે? ઝીલ અકળાતા બોલી.

આજ તો મારો દિવસ ખરાબ થશે જો તું... ખેર એ બધું જવા દે ચાલ હવે જલદી જવાબ આપ તે શું નકકી કયુઁ? શિવા અધીરાઈથી બોલ્યો.

અરે બે ઘડી શ્ર્વાસ તો લેવા દે.. બેસ હું ફ્રેશ થઈ આવી બસ બે જ મિનિટ...ત્યાં સુધીમા જરા ચા તૈયાર રાખજે.....ઝીલ પોતાના રૂમમાં જતા બોલી.

સારું એ પણ બનાવી રાખીશ પણ તું જલદી આવ અને જવાબ આપ... શિવા બોલ્યો

થોડી જ વારમાં ઝીલ પોતાના રૂમમાંથી બહાર આવી અને બોલી ચાલ ચા બની ગઈ હોય તો પીને પછી નીકળ્યા સાસુમાને બહુ રાહ. ન જોવડાવાઈને વહુને જોવામાં. ઝીલ શરમાતા શરમાતા બોલી.

શિવા તો ઝીલ ને જોતા સ્તબ્ધ બની ગયો. સુંદર મજાની સાડી પહેરેલી ને રેશમ મુલાયમ જેવા ખુલ્લા વાળ, ચહેરા પર આછેરા મેકઅપથી શોભી ઉઠેલો નમણાશવાળો ચહેરો ને આંખોમાં શરમના શેરડાને જાણે પાળ બાંધતું કાજળ એની શ્યામવર્ણી કાયાને બમણું સૌંદર્ય પ્રદાન કરતો હતો.

શિવા એને જોઈને પછી એકદમ ખુશખુશાલ થઈ ઉઠ્યો.. તારી હા છે ઝીલ... સાચે એકવાર ફરી બોલ હમણાં શું બોલી.. આજ તો સ્વગૅમાંથી જાણે અપ્સરા જ ઉતરી આવી હોય એવું લાગે છે... અને તે ઝીલ તરફ આગળ ડગ માંડીને તેને પ્રેમથી ભેટી પડે છે.. અને ફરી બોલે છે તારી હા સાંભળીને જાણે મને જીવનની બધીજ ખુશીઓ મળી ગઈ.

ઝીલ પણ હા મા માથું હલાવતા બોલી, મને પણ શિવા.. આટલા વર્ષો સાથે રહ્યા છીએ પણ તે મને કયારેય ઉદાસ થવા નથી દીધી હંમેશા આપણી રોકઝોક કયારે આ રૂપ પણ લઈ શકે એ તો વિચારી પણ નહોતી શકતી પણ જયાં હૃદય ને આત્મા અગ્નિની સાક્ષીએ મળી ચુક્યા હોય ત્યાં પછી એની અવગણના પણ કેમ કરી શકીએ આપણે.... પણ આટલા વર્ષો આપણે કયારેય આપણા સંસ્કારોને નથી ભૂલ્યા અને ભૂલીશુ પણ નહિ. જો શિવા હું નથી જાણતી કે તારા મમ્મી મને વહુ તરીકે સ્વીકારશે કે નહિ પણ એમની મંજૂરી લીધા વગર આપણે આગળ નહિ જ વધીએ.તેઓએ મને મારી સગી માં કરતા પણ વિશેષ પ્રેમ આપ્યો છે.હું તેમને દુઃખી કરવા નથી માંગતી પણ હું સઘળા પ્રયત્ન કરીશ કે તેઓ માની જાય અને આપણે હંમેશા મીઠી રોકઝોક એકબીજાને પ્રેમ કરતા રહીએ..

બસ બસ આજે આટલો ખુશીનો દિવસ છે આપણા જીવનો એક નવો અધ્યાય લખવા માટે હવે તૈયાર થવાનું છે માટે ચાલ મારા હાથની ચા પીને આપણે ઘરે જઈએ... મમ્મી મને ઘરમાં નહિ જુએ તો આખું ઘર માથે લેશે ને મારું તો આવી જ બનશે.. અને તારું પણ મારી ગાંડી.

બંને ચાની ચુસ્કીઓ ભરતાં આવનારા ભવિષ્યના સપના ગુંથવા લાગ્યા.

હવે ચાલ નીકળીએ શિવા ઉત્સાહથી ઊભો થતાં બોલ્યો.

બસ બે મિનિટ હમણાં જ આવું એમ કહેતી તે ચાના કપ લઈ રસોડામાં ગઈ.

શિવા પણ બાઈક પાસે પહોંચી ગયો ને વિચારવા લાગ્યો કે મમ્મીને કેવી રીતે મનાવશે. ત્યાં સુધીમાં ઝીલ ઘરને લોક કરીને શિવાની પાછળ બાઈક પર બેસી અને ચાલ હવે મોડું નથી થાતું..પણ મને થોડો ડર લાગે છે જવામાં?

આપણા પોતાના ઘરે જવામાં શેનો ડર? અને તું જરાય ચિંતા નહિ કર બધું જ ઠીક થઈ જશે મમ્મી પણ માની જશે... શિવા ઝીલને હિંમત આપતા બોલ્યો.
આમને આમ વાતો કરતા બંને ઘરે પહોંચ્યા.


શિવા અને ઝીલ પોતે લીધેલો નિણર્ય તેમના મમ્મીને જણાવી શકશે?

શું શિવાના મમ્મી ઝીલને વહુ તરીકે અપનાવી લેશે?

મમ્મી ઝીલને વહુ તરીકે ન સ્વીકારનું શું કારણ જણાવશે?

વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે
આપના અભિપ્રાયની અભિલાષી.. આભાર