Kharo Jivan Sangath - 4 in Gujarati Love Stories by Devanshi Joshi books and stories PDF | ખરો જીવન સંગાથ - 4

Featured Books
Categories
Share

ખરો જીવન સંગાથ - 4

વીતી ગયેલી વાત... શિવા ઝીલને ફરી લગ્ન બંધને બંધાવા કહે છે ને ઝીલ પોતાનો જવાબ વિચારીને સવાર સુધીમાં આપવા કહે છે.. ઝીલ પોતાના બેડ પર આડી પડીને ભુતકાળમાં બનેલી ઘટનાઓ યાદ કરે છે કે કેવી રીતે પોતાના અને શિવાના લગ્ન થયા હતા ને પછી અકસ્માતમાં પોતાના પરીવારને ગુમાવી બેઠી હતી ને પછીથી તે પોતાની સાસરીમાં જ રહેતી હતી અને એ પણ કે શિવાના મમ્મીને તે વહુ તરીકે પસંદ નહોતી... હવે આગળ...

ઝીલ સ્વભાવે એકદમ કહ્યાગરી પણ બાળપણથી જ દરેક પળને મોજમજા ને આનંદથી જીવી લેવા ટેવાયેલી.. પણ એકાએક એના જીવનમાં સ્વજનોની વિદાયથી એ ઘણી ગુમસુમ રહેતી પણ સાસરીમાં શિવા સાથે એ થોડી હતહ ભળતી થઇ હસતી રમતી થઈ ને પછી બંને વચ્ચે મિત્રતા કેળવાતા તે ધીમે ધીમે બધું ભુલીને આગળ વધવા પ્રયત્ન કરવામાં આંશિક રીતે સફળ થઈ હતી. જોકે શિવાના મમ્મી પપ્પાએ પણ એને જરાય ઓછું આવવા દિધું નહોતું ને ઝીલ ઘરની વહુ નહિ પણ દીકરી વધુ બની ગઈ હતી ને તેઓએ તેને ખૂબ પ્રેમ અને હુંફ આપ્યા હતો..આમને આમ સમયનો પ્રવાહ વહેતો રહ્યો.

શિવાએ પોતાનું કોમર્સના વિષયો સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કયુઁ પછીથી તે પોતાની વારસાઈ ફેક્ટરીમાં સેટલ થઈ ગયો હતો. ઝીલ પણ ભણવામાં ઘણી હોશિયાર હતી. તેનું સપનું ડોક્ટર બનવાનું હતું. શિવા જેટલી જ સ્વતંત્રતા ઝીલને સાસરીમાં મળી હતી. એનું કારણ એ હતું કે આ લગ્ન વિશે સમાજના લોકોને જાણ જ નહોતી થઈ અને શિવાના મમ્મી પણ નહોતા ઈચ્છતા કે કોઈને ખબર પણ પડે માટે જ શિવા અને ઝીલ પણ લગ્ન બંધને બંધાયા છીએ એ વાત સુધ્ધાં ઉચ્ચારવી કે વિચારવા માટેની મનાઈ ફરમાવેલી ને ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું સુચન મળેલું અને બંને બાળકોએ તે સૂચનને મનમાં ગાંઠ વાળીને પાલન પણ કયુઁ હતું.

એક રીતે સારું જ હતું તે પછીથી બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયેલીને પણ બંને પોતાની મયાૅદાને કયારેય ઓળંગી નહોતી..તેઓ એકબીજાને ભણવામાં મદદ પણ કરતા અને નાની મોટી રોકઝોક કરતાં રહેતા...ઘરનું વાતાવરણ પણ બંને ના કારણે હંમેશા હસીમજાકથી ગુંજતું રહેતું...આમને સમયના ચક્રો ફરતા રહ્યા. હવે શિવા અને ઝીલ બંને મોટા થઈ ગયા હતા. શિવા તો સેટલ થઈ ગયો હતો ને ઝીલ પણ પોતાના સપનાને સાકાર કરવા પોતાના અભ્યાસક્રમમાં એપ્રેન્ટિસ તરીકેના અનુભવ મેળવવા માટે બાજુના શહેરમાં એકલી રુમ રાખીને રહેતી હતી જયાં શિવા તેને અવારનવાર મળવા આવતો રહેતો.

આજે તે જે પ્રસ્તાવ મૂકીને ગયો તેનાથી ઝીલની ઊંઘ હરામ થઈ ગય હતી. કારણ એ હતું કે ક્યાંકને કયાંક તે પણ શિવાને પ્રેમ કરતી હતી. પરંતુ એ પણ જાણતી હતી કે એના મમ્મીને તે જરાય નથી ગમતી. આટલા વર્ષો તે એમની સાથે રહી, એમના સંસ્કારોમાં ઉછરી હતી છતાં પણ એમના મનમાં તે એ સ્થાન નહોતી કંડારી શકી કે જે તેમણે પોતાની વહુ માટે રાખ્યું હતું એ વસવસો એને હજુ સુધી હતો.. હા એ જરૂર હતું કે તેના ઉછેરમાં કોઈ ઉણપ તેઓએ આવવા દીધી નહોતી.. શિવા જેટલો જ પ્રેમ તેને મળ્યો હતો.

આમ છતાં તે શિવાને ખોઈ બેસવા નહોતી ઈચ્છતી માટે તેણે મન બનાવી લીધું હતું કે તે હવે કંઈ પણ કરીને શિવાને પોતાનાથી દૂર નહિ જવા દે. આમને આમ વિચારતા કયારે એ ગાઢ નિંદ્રામાં સરી પડી એને પોતાને પણ ખબર ન રહી.


ઝીલના જવાબને સાંભળી શિવા શું કરશે?

શું ઝીલ અને શિવા પોતાના મમ્મીને લગ્ન માટે મનાવી શકશે?

બંને પોતાના સંબંધને બચાવવા શું શું કરશે?

શિવાના મમ્મીને ઝીલ પસંદ નહોતી તેનું કારણ શું હતું.?

વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે..
આપના અભિપ્રાયની અભિલાષી.. આભાર