Kharo Jivan Sangath - 3 in Gujarati Love Stories by Devanshi Joshi books and stories PDF | ખરો જીવન સંગાથ - 3

Featured Books
Categories
Share

ખરો જીવન સંગાથ - 3

વીતી ગયેલી વાત.. અડધી રાતે શિવા ઝીલના ઘરે આવે છે બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ને શિવાને ઝીલ પોતાના ઘરે આવવાનું કારણ પુછે છે ને શિવા હિંમત ભેગી કરી ફરી વાર લગ્ન કરવાનો પ્રસ્તાવ ઝીલ સમક્ષ મૂકે છે...હવે આગળ


ઝીલ શિવાને જતાં બે ઘડી જોઈ રહી પછી બારણું બંધ કરી ફરી પોતાના બેડ પર જઈને આડી પડી ને વિચારવા લાગે છે.... આ શિવા પણ ને...મને ચકરાવે ચડાવામા જાણે phd થઈ ગયો છે... જરાય બદલાયો નથી, પહેલા જેવો જ... મને હેરાન કર્યા કરે છે... પણ એ હંમેશા સાથે છે મારી...એ વાતની તો અવગણના શક્ય જ નથી.

સાથે સાથે તેને પોતાના પરીવારની યાદ આવવા લાગી અને ખાસ તો તેના દાદાની કેમ કેહત, તેઓ ન હોત તો તેમના પરમ મિત્રના દિકરાના દિકરા શિવા સાથે તેનો મેળાપ શક્ય જ નહોતો... કારણ એ હતું કે...

ઝીલના દાદા અને શિવાના દાદા બંને પોતાની બાળપણની મિત્રતાના સંબંધથી પોતાના બંનેના પરીવારનો પણ જીવનભરનો અતુટ સંબંધ બાંધાય રહે એવું ઈચ્છતા હતા અને એ માટે પોતાના મૃત્યુ પહેલા મારા અને શિવાના લગ્ન જોઈને જવાની ઈચ્છા સામે કોઈનું પણ કંઈ ચાલ્યું નહોતું ને તેઓએ બાર વર્ષની ઝીલ ને તેનાથી માત્ર બે વર્ષ મોટા શિવા સાથે ઘરમેળે સાદાઈથી લગ્ન કરાવેલા ને ઝીલને શિવાને એક થયા હતા.

લગ્ન જેવા પવિત્ર સંબંધથી સાવ અજાણ બાળલગ્નના શિકાર બનેલા બંને બાળકોનું બાળપણ એકબીજા સાથે લડતા ઝઘડતા પૂરું થયું હતું જે હજુ પણ શરૂ જ હતું...પણ બંનેના પરીવારજનોએ ઝીલ અને શિવા ને સારું શિક્ષણ આપવામાં કંઈ કચાશ રાખવાની નહોતી એ શરત પર જ લગ્ન કરાવ્યા હતા.

ઝીલના ને શિવાના લગ્ન બાદ બંનેનો આખો પરીવાર દેવસ્થાનોએ દશૅનાથે નિકળ્યો હતો. જેમાં ઝીલના પરીવારને અકસ્માત નડતા સૌ મૃત્યુ પામ્યા હતા... તથા શિવાના પરીવારમા તે અને તેનો પરિવાર બીજી કારમાં સવાર હતા માટે બચી ગયા પણ ઝીલ તો પોતાના પરિવાર સાથે એક જ કારમાં હતી તેથી તે કોણ જાણે કેમ પણ તે મૃત્યુને હાથ તાળી આપી બચી ગઈ, એ પણ એક પ્રશ્ન હતો કેમ કે તે ખૂબ જ ભંયકર અકસ્માત હતો.. જેમાં તે પણ ઘાયલ થઈ હતી ને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી..આ બધું વિચારીને પણ ઝીલના રુંવાડા ઊભા થઈ જતાં ને આંખોમાંથી ચોધાર આંસુઓ વરસી પડતા...તે સમયે તેના સગાવહાલાંઓ માંથી કોઈએ પણ એક બાર વર્ષની નિરાધાર છોકરીની જવાબદારી ન લીધી..તેવા સમયે શિવાના પરીવારે તેને સ્વીકારી લીધી પણ... એક રહસ્યને સમાજથી અકબંધ રાખીને.

ઝીલ પછીથી પોતાની સાસરીમાં જ રહેતી..ત્યાંના રીત રિવાજો પાળવા માટે પ્રયત્ન કરતી ને પોતાના પરિવારના સભ્યોને યાદ કરતા કરતાં તેના આમને આમ દિવસો વિતતા ગયા ને પાંચ વષૅ પહેલા જ શિવાના દાદાનું પણ અવસાન થયું. આ સમયે પણ તે ભાંગી પડી હતી..ને પોતાના જ દાદાનું જાણે અવસાન થયું હોય તેમ ઘણી જ ઉદાસ થઇ હતી.

ઝીલને શિવાના પરીવારમાં રહેતા બાર વર્ષ વીતી ગયા હતા પણ ને હવે શિવા સાથે ફરી લગ્ન માટે હા પાડવી કે ના એ પણ...તે વિચારી રહી...

આ બાર વષોૅમાં પણ શિવાના મમ્મીને ઝીલ કયારેય વહુ તરીકે પસંદ નહોતી પોતાના રૂપકડા છોકરા માટે થોડી શ્યામવર્ણી ઝીલ એમને મન એ બાબત એટલી જરૂર નહોતી પણ એક બીજી વાત પણ હતી જે મુખ્ય કારણ હતું આ લગ્ન ન માનવાનું.


એક વખત લગ્ન બંધને બંધાયેલા શિવા ને ઝીલ શા માટે ફરી લગ્ન કરવા વિચારી રહ્યા છે?


ઝીલ શિવાને શું જવાબ આપશે..?

ઝીલ ના જવાબની શિવા પર શું અસર થશે..?

શું હશે એ કારણ કે જેથી શિવાના મમ્મી ઝીલને વહુ તરીકે સ્વીકારી નહોતા શકતા?

વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે..
આપના અભિપ્રાયની અભિલાષી આભાર...