Vibrant colors of the seasons in Gujarati Philosophy by SHAMIM MERCHANT books and stories PDF | ઋતુઓના આબેહૂબ રંગો

Featured Books
Categories
Share

ઋતુઓના આબેહૂબ રંગો


કુદરતની ભવ્યતા એ વિવિધ ઋતુઓનું સંકલન છે, અને દરેક પોતાના વિશિષ્ટ રંગો પ્રસ્તુત કરતા, આપણી સંવેદનાઓને મોહિત કરે છે. દરેક ઋતુ એક અનન્ય ચિત્ર બને છે, જે માનવ જીવનની સતત બદલાતી લયને પણ પ્રતિબિંબિત કરે છે. જીવન એ અસંખ્ય ઘટનાઓ અને ક્ષણોથી વણાયેલી વિવિધ ઋતુઓની અસાધારણ યાત્રા છે. અનુભવો અને લાગણીઓનો સંગ્રહ જ આપણી ઓળખને આકાર આપે છે અને વ્યાખ્યાયિત કરે છે.

વસંત: મહેકતા ફૂલોનો મૌસમ

જેમ જેમ શિયાળાની બર્ફીલી પકડ ઢીલી પડે, તેમ વસંત પુનઃસ્થાપનના આનંદકારક ઉજવણી તરીકે ઉભરી આવે છે, જાણે કુદરત ઊંઘમાંથી જાગીને તેજસ્વી હૃદયસપર્શી રંગો: લાલ અને ગુલાબીના જુદા જુદા નરમ શેડ્સ થી વાતાવરણને શણગારતું હોય. વિશ્વ સુંદર મનમોહક ફૂલો અને તેમની સુગંધથી જીવંત થાય છે, જે સમગ્ર આસપાસને ખૂબ રોમેન્ટિક બનાવે છે, તથા વૃદ્ધિ અને નવી શરૂઆતના વચનનું પ્રતીક બને છે.

આપણા જીવનની વસંત બાળકના જન્મથી શરૂ થાય છે. તેનું પ્રથમ રુદન પરિવારને એટલી ખુશીથી ઘેરી લે છે કે જાણે આખું ઘર સૂર્યની રોશની અને મેઘધનુષી રંગોથી ભરાઈ ગયું હોય. જીવનની વસંત ઋતુ નવી આશાઓ અને નવા મોકા વિશે પણ છે, તેનો શ્રેષ્ઠ લાભ ઉપાડો.

ઉનાળો: સૂરજ દાદાનું શાસન

ઉનાળાના આગમન સાથે, વિશ્વ સૂર્યના સોનેરી પ્રકાશમાં સ્નાન કરે છે. સૂર્યમુખીના ખેતરો સ્વર્ગ તરફ લંબાય, તેમના ચળકતા ચહેરા હૂંફાળા પ્રકાશમાં સ્મિત કરતાં દેખાય છે. ભલે ઉનાળો તાપ અને પરસેવો આપતો હોઈ શકે, પરંતુ ઉનાળામાં જ વોટર સ્પોર્ટ્સ ની મજા માણી શકાય, તથા કોલ્ડ ડ્રીંકસ અને આઈસ્ક્રીમના સ્વાદનો આનંદ પણ લઈ શકાય.

આપણા જીવનની ઉનાળાની ઋતુ વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસ વિશે છે, જેમાં ઘણા બધા વિક્ષેપો છે, પરંતુ સમયની કસોટી એ છે, કે તમે તમારા લક્ષ્યો પ્રત્યે કેટલા કેન્દ્રિત છો અને તમે તેને પ્રાપ્ત કરવા માટે શું કરો છો.

ચોમાસું: એક કાયાકલ્પ કરતી ઋતુ

જેમ જેમ તપતો સૂરજ પૃથ્વીને ગરમી આપે, જમીનને સૂકવે અને તેના પગલે બધાને તરસ્યા છોડી દે, ત્યારે ચોમાસું લાંબા સમયથી રાહ જોવાતી તારણહારની જેમ આવી પહોંચે છે. વરસાદ અને ભીની માટીની સુગંધ, છાપરાં અને બારીઓ પર વરસાદની લયબદ્ધ ટપ-ટપ મોસમનું મધુર સંગીત છે, જે દરેકને આકર્ષક લાગે. ચોમાસું જીવનનું એક સુગંધિત વચન નવીકરણ છે. આ બાળકોનું મનપસંદ મોસમ છે, જેમાં તેઓ રેઈનકોટ અને બૂટ પહેરીને પાણીના ખાબોચિયામાં છબ-છબ કરવા અને કાગળની હોડીઓ બનાવવા બહાર આવે છે. ખેડૂતો માટે ચોમાસું જીવનરેખા સમાન હોય છે. તેમની આશાઓ અને આજીવિકા વરસાદ પર નિર્ભર હોય છે. ખેતરની પ્રગતિ અને તેમના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે તેઓ વરસાદની બેસબરીથી રાહ જોતા હોય છે.

પાનખર: કુદરતની શ્રેષ્ઠ કૃતિ

જેમ જેમ ચોમાસું સ્મૃતિમાં વિલીન થાય, તેમ પાનખર કેન્દ્ર સ્થાને આવી, વિશ્વને રંગોની મનોહર શ્રેણીમાં ચિત્રિત કરી નાખે. વૃક્ષો તેમના શ્રેષ્ઠ પોશાક પહેરેલા દેખાય, લાલ, નારંગી અને સમૃદ્ધ સોનેરી રંગોમાં આકર્ષિત લાગતા હોય છે. પવનથી ખરેલા પાંદડાની સુગંધથી મહેંકી ઊઠે છે અને સાથે સાથે જમીન પર પાંદડાઓનો ગાલીચો બિછાઈ જાય છે.

જીવનનું પાનખર સફળતા અને નિષ્ફળતાનું મિશ્રણ છે. તે વાસ્તવિકતાની કઠોર યાદ પણ અપાવે છે, કે દરેક વસ્તુની અસ્થાયી પ્રકૃતિ છે. જીવનના પાનખરમાં, તમે બેદરકાર યુવાનીને પાછળ છોડીને વધુ પરિપક્વ અને સ્થિર બનો છો. તેમ છતાં, યાદ રાખો કે જવાબદારીઓ જીવનનો આનંદ માણવાનો તમારો ઉત્સાહ ઓછો ન કરી નાખે.

શિયાળો: ઠંડી અને શાંતિ

શિયાળાની શાંત નિશ્ચિંતતામાં, બરફથી ઢંકાયેલ સૃષ્ટિસૌન્દર્યના શાંત સૌંદર્યને દર્શાવતી વધુ અદ્ભુત રંગનું ચિત્ર ઊભું કરે છે. જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી નૈસર્ગિક સફેદ રંગની ચાદર ફેલાયેલી દેખાશે. જેમ જેમ લોકોના કામની ગતિ ધીમી પડે, ઊની કપડાં બહાર આવે અને લોકો હુંફાળા સ્વેટર, ટોપી, મફલર અને મોજાંમાં ઠંડીથી આશ્રય લે. બોનફાયરની આસપાસ ગરમાગરમ ચા કોફી અને મૈત્રીપૂર્ણ ગપસપનો હર્ષનાદ ઉપાડતા હોય છે.

આપણા જીવનનો શિયાળો, આપણા જીવનની સાંજ છે: વૃદ્ધાવસ્થા. લાંબુ આયુષ્યમાં આપણે ઉદાસી અથવા માંદગી અનુભવી હશે. જો કે, સમજ અને અનુભવે આપણને શીખવ્યું કે ખરેખર શું મહત્વનું છે અને શું પડતું મૂકી દેવું જોઈએ.

ઋતુઓના બિછાનામાં, દરેક રંગ એક વાર્તા ધરાવે છે, જે કુદરતી વિશ્વની સતત બદલાતી લયનું પ્રતિબિંબ છે. કુદરતના રંગછટા આપણને આપણી આસપાસની સુંદરતા અને વિવિધતાની યાદ અપાવે છે, જે આપણને આપણી આસપાસની દુનિયાના અજાયબીને થોભાવવા, અવલોકન કરવા અને પ્રશંસા કરવા આમંત્રણ આપે છે. તેવી જ રીતે, આપણે જીવનની વિવિધ ઋતુઓનો અનુભવ કરીએ છીએ, પરંતુ આપણે તેને આપણા પર ગંભીર અસર કરવાની મંજૂરી ન આપવી જોઈએ. દરેક ઋતુનો એક હેતુ હોય છે અને દરેક ઋતુ પસાર થઈ જવા માટે બંધાયેલી છે, જે આવનારા મૌસમ માટે માર્ગ બનાવે છે. તેથી, જ્યારે દરેક ઋતુ ચાલતી હોય તેનો આનંદ માણો અને તેનો ફાયદો ઉપાડો.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=