Wow mankind in Gujarati Motivational Stories by Hemant pandya books and stories PDF | વાહ રે માનવજાત

Featured Books
Categories
Share

વાહ રે માનવજાત

વિશ્વનો પ૦૦૦ કે દોઢ લાખ વર્ષ જુનો ઈતિહાસ જોયો છે, દોઢ લાખ વર્ષ જુના પીરામીડ અને મમીઓ જોવા મળે છે ભુગર્ભ માં,
પણ ભારતની હીંદુ સંસ્કૃતિ જેમાં શિવાલયો નો ઈતિહાસ અદભુત છે.. હિમાલયની તળેટીમાં અદભુત એવા રહસ્ય મી જગ્યાઓ છે જેનો ઉલ્લેખ શિવ પુરાણ, સ્કંદ પુરાણમાં થયો છે...
આપણી તો અબુજ અભણ પ્રજા અભિમાન વશ નાત જાત અને ઉચ નીચ માં પડી છે..

ધન્યતા મને એ વાતની છે કે મેં એ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે કે જ્યાં શ્રીકૃષ્ણ ના જન્મ સંસ્કાર કરનાર અને આખી કૃષ્ણ સંહિતા લખનાર ગુરુ ગર્ગાચાર્ય પૂર્વજ હતા..જેમણે આ ભેદભાવ ક્યારેય કોઈ પ્રત્યે રાખ્યો નથી, એ મહાન ગ્રંથ ગર્ગ સંહિતા માંથી શ્લોકો લઈ મહાભારત અને મદભાગવત ગીતા નામ આપી લોકો મહાનતા અનુભવે છે.. લોકો ને તો હજુ એ પણ ખબર નથી કે મદ ભાગવત ગીતા અને મહાભારત શું છે કોણે લખ્યા છે ક્યાં ગ્રંથમાંથી ઉતારો કરવામાં આવ્યાં છે અને મુળ આ ગ્રંથના રચયિતા કોણ છે,
શાના તમે ઉચ અને શાના કોઈ નીચ...કંઈ વાતની મહાનતા અનુભવે છે લોકો એજ ખબર નથી પડતી...
અભિમાન નામનો વિકાર તમારા આ માનવ અવતારનો ક્ષય કરી કાળ તરફ લઈ જઈ રહ્યો છે.

ખુબજ દુઃખ ની વાત એછે કે લોકો ધર્મને ભુલી ગયા છે સંસ્કૃતિ ને ભુલી ગયા છે, ધર્મના સિદ્ધાંતો ને ભુલી ગયા છે, અરે મુધલો સુલતાનો એ કરેલા અત્યાચાર અને ધર્મના પદભ્રંસ ને ભુલી ગયા છે.. હીંદુ ધર્મને કચડી નાખી સાવ વેરવિખેર કરી નાખેલ તે ભુલી ગયા છે..મંદીરો ને તોડી લુંટી નાખેલ તે ભુલી ગયા છે...
બસ યાદ છે... અમે જનરલ માં આવીએ અમે સૌથી ઉચ, તમે obc અમથી નીચા, તમે sc, st અછુત. આ એક આર્થિક સમાનતા લાવવા માટે નો બંધારણ સમયનો સર્વે હતો જેથી તમામ લોકોને આર્થિક રીતે સમાન કરી શકાય...
આને અને ધર્મને સાથે જોડીને ચાલો છો..આથી મોટા મૂર્ખ બીજા કોણ કહેવાય?? ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ વર્ણ વ્યવસ્થા હતી એ પણ માણસ જાતે બનાવેલ પણ હિંદુ ધર્મ ની પણ વર્ણ વ્યવસ્થા કર્મના સિદ્ધાંત ની હતી..જન્મના સિદ્ધાંત ની નહીં.

આજનો આશક્ત માનવી લોકોની આભા વૈભવ દેખાવ દેખી ભ્રમિત થાય છે, નાત જાત ધર્મ દેખી ધારણા બાંધે છે, ધન સંપત્તિ દેખી પ્રસંશા કરે છે, પણ જે પર ઈશ્વરીય કૃપા થઈ અને ઈશ્વર નો સાક્ષાત્કાર થયો તે નથી આવી કોઈ આભા ઉભી કરી મહાનતા અનુભવતા કે નથી આવી કોઈ આભાને સ્થાન કે માન આપતા...
એતો બસ દેખે છે ત્રણ ગુણ..રજસ તમસ કે સત..
રજો ગુણી માણસ આભામાં આવી વા વા કરે છે બીજાની, તમો ગુણી આભા ઉભી કરી ફુલો નથી સમાતો, અને સતોગુણી ને આ બધાની કોઈ અસર નથી થતી કે નથી આ કસાયમાં આવતો.. ખરબોની સંખ્યામાં માનવજાત જેમ છીપલાં સમંદરમાં...સાચા મોતી તો વીરલા કોઈક હોય જે ઈશ્વર ને પ્રીય હોય..સુધારી ખુદને ઈશ્વર ને પ્રીય બનો..આભા થી માણસજાત પ્રભાવીત થાય ઈશ્વર નહીં, એ માયાપતી આગળ માયા કેવી વાત કરો છો મુર્ખાઈ ની, એતો સ્વયં ભુ પ્રગટ કરનાર છે..તમારી આસ્થાને પુરી કરનાર , યાચક બની માંગનાર ને આસ્થા મુજબ આપનાર..એ પ્રેમ નો ભૂખ્યો નથી કે નથી ધનનો એતો સતને ધારણ કરનાર છે ફક્ત ભાવ દેખે છે સતનો..અને દયા વરસાવનાર છે એને કોઈ વાતે ક્યાં કમી છે..હા લોકો પ્રભાવીત થશે અને તમે મેં કર્યું ના ભાવથી ઈશ્વર ને ભુલી તમે કરેલ કાર્ય માં પ્રવાસો અને હું પણું જાગશે..
નરસિંહ મહેતા એ લખતાં કહ્યું.. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે..

બહાર મંદીરે ઘંટડી વગાડી ઇશ્વરને મનાવવા રીજાવવા કાલા વાલા કરો છોને? ભીતરમાં નાદ દરરોજ ચોવીસ કલાક ચાલે.. સાંભળ્યો અનુભવ્યો છે ?? ઓહમ સોહમ ના નાદ સાથે અંદર તુંબુરો અને ઝાલર વાગે છે,
તમે જોજોરે..આ જંતરીનો વગાડનારો કોણ છે???
મૂર્ખ માણસજાત શું મતી ભ્રષ્ટ થઈ તારી..કાળ બેઠો માથે તને ન કશું સુજવા દે ..વેડફે આ જન્મારો... મારૂં તારૂં અને હું હું કરી...
તું કશુંય નથી કે અહી તારુય કશું નથી,
કઈ વેળાં શ્વાસા ખૂટશે , કઈ શ્વાસ તારી છેલ્લી હશે, નહીં રહે જીવડો હાથ રે..કંઈ નાત જાતમાં જન્મ્યો ક્યાંથી આવેલ ક્યાં જઈશ નહિ રહે કંઈ ખ્યાલ રે..કાયા રાણી પંચ તત્વ માં થાશે વિલીન , બધુ કહી રહેશે પડ્યું ખાલી હાથ આવેલ ખાલી હશે જતી વેળા, જો ન છોડી શક્યો આશા તૃષ્ણા તો જીવ તરશે નહીં,રહેશે અધોગતીએ, માટે જીવડાં ચેત ચેત ચેત હીરો હાથ માંથી જાય છે...

કર્મ ધર્મના લેખા દેખા..
કુતરો એની યોનીમાં કેવું જીવન જીવે,
અને ભુંડ પણ કેવું...
શાકાહારી માંસાહારી પશુ પક્ષી પ્રાણી આમ પોત પોતાની યોની મુજબ,
કોઈ શુધ્ધ સાત્વિક આહાર કરી , કોઈ માસ પરૂ લોહી હાડકાં ખાઈ..
બધાને સ્વર્ગ સમાન લાગે પોતાનું જીવન ..જેમ માણસ ને પોતાનું...ભગવાને બુધ્ધિ આપી સમજવા પણ ક્યાં સમજવું...
ચેતી જા નહીતર આગળ જન્મારો આવશે તારા કર્મ મુજબનો કા કુતરો બની ભસ્યા કરીશ કા ગંદકીમાં આળેટી ગંદકી ખાઈ મહાનતા અનુભવીશ...
દયા કરૂણા પ્રેમ નીર્વીભીમાન સમાનતા પ્રસંનતા ના ગુણો પનાવ..

રાક્ષસ કુળમાં જન્મ લઈ કોઈ ધૃવનો તારો બની ચમકે આજે પણ આકાશમાં,
બ્રાહ્મણ કુળમાં જન્મી આજે પણ દશેરાના દિવસે વધ પામે રામને હાથ..રાવણ દશાનંદ,
સોનાની લંકાનો રાજા કામ ક્રોધ અભિમાન વશ અગાધ વધ પામ્યો શ્રી રામને હાથ.. બધું થયું છિન્ન ભિન્ન સતા તાકાત રાજપાટ પુત્ર પત્ની સેવક ધન દોલત નામ સૌરત બધું વેર વીખેર ,

એકજ કુળમાં એક બાપની ઓલાદ એક કુખે જન્મ લેનાર એક રાવણ પાકે એક વિભીષણ એક કુંભ કર્ણ,
ગૌપેટે જન્મ લેનાર એક શિવજીનો પોઠીયો એક ધાચીડાને હાટ..કે ખેતરમાં હળ જોતરે..

એક પાડું એક ધુત રાષ્ટ્ર, એક ધર્મના માર્ગે પર એક વીનાસના..

તોઈ મુર્ખ માણસ જાત નાત જાત ધર્મથી મહાન થવા નીકળે..કર્મ ના સિદ્ધાંત ને ભુલી...

કર્મ દો ધારી તલવાર જે બાજુ વળે કામ સરખું કરે...

એક રાજ ગાદીએ બેસી સર્વને સમાન ગણી ન્યાય આપે , એક આખા ગામના કપડાં ધોનાર ખુદને મહાન અને સીતા જેવી સતીનારને લાછણ લગાડે,

એક વચનને કાજે આખો પરિવાર વેચાય, હરિશ્ચંદ્ર ચંડાળને ત્યાં તારામતી અને પુત્ર કુબજા વાણણ અને વૈશી વાણીયાને ત્યાં, એક રાજા બનીને પણ મન અભિમાન ન આણે એક માટલાં ઘડી ખુદને મહાન માને..
નાત જાત ધર્મ?
ગોરો કુંભાર હરી ભકત બન્યા,
સુદામો પણ શ્રીકૃષ્ણ ને પ્રીય,
રાજ કુમારી મીરા બની હરીને પ્રીય,
અને ચામડાં નું કામ કરી પેટીયું રળી કામ કરતા રોહીદાસ પણ હરીને પ્રીય,
ચારણ કન્યા મૉં મોગલ બની
તુલસી પણ હરીના દાસ,
વાલીઓ બન્યો વાલ્મીકિ લખી રામાયણ,
જેસલ જાડેજો બન્યા જેસલ પીર,
રાજવી સોળે શણગાર સજી સાસરે જતી નારે ધારણ કરી ભગવા વસ્ત્ર બની અમરબા અને રકત પીતિયાની સેવામાં જોડાઈ અમરદેવીદાસની સાથ..
બારબીજના ઘણી ની ધર્મ બેન ડોલી બાઈ હરીજન કુળે જન્મ લઈ ને પણ બની મહાન, ભાટી હરજીએ પણ લીધી સમાધી રામા પીરની પાસ,💐🚩🪷🕉️⚜️

કબીર ,જેસલ તોરલ , ગંગાસતી પાનબાઇ, બા અમરબઆ સંત દેવીદાસ, અલખ ધણી રણુજા વાળો બારબીજનો ઘણી, ડાલીબાઈ અને ભાટી હરજી..આવા અનેક સમાધી વાળા ને વંદન🙏🕉️

કેટ કેટલા ઉદાહરણ કર્મના હાજર આ જગતમાં


સીબી રાજા વચન કાજે હોલાભારો ભાર ખુદની માટી માસ આપે તોય મન અભિમાન ન આણે..
રાજારામ અયોધ્યાના રાજા ને અભિમાન નહીં,
યુધિષ્ઠિર જેવા ઘર્મ રાજાને અભિમાન નહીં,
હરિશ્ચંદ્ર અને ગોપીચંદ જેવા રાજાને મન અભિમાન નહીં, અરે રક્ત પીતિયાની શેવા કરનાર દેવીદાસ બાપુને મન અભિમાન નહીં,
મહારાણા પ્રતાપ આને શીવાજી ને મન અભિમાન નહીં,
અરે સાવ સીધા સાદા પણ દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી ને મન અભિમાન નહીં,
વીર હમીરજી, લખાપીર, જેવા કેટલાય નામી અનામી સતના ધર્મના કામે ધીગાણે ચડી લોહી રેડી પોતાનું, માથું વઢાવી પોતાનું શર ઉંચુ કર્યું કે એમની વીરતા પર આપણું મન હરખાય અને છાતી ગજ ગજ ફુલાય,


એક બે રૂપિયા દાન કરી ફુલો ન સમાય.. આજનો માનવી, કામ કરી ચાંડાલ ના લુંટ ફાટ અધર્મ અનીતીથિ કોઈની હાય લઈ ખોટા કામ કરી નાણું કમાય અને પછી બે પૈસા મંદીર ધર્મમાં વાપરી બતાવી ફુલો ન સમાય, આને એક મજુર માંડ રોટલો રળે તેટલું કમાય તેમાંથી દાન કરી ને પણ હરખાય વાહરે👌 માનવ જાત તું સહુથી મહાન🙏

કુંતા અહલ્યા સાવિત્રી સીતા મંદોદરી સતીનાર કદી સતપર ન હરખાઈ ન કર્યું કોઈ અભિમાન,ન ઘણી પર ન રાજ પર ન મિલકત ન સત પર ન દેહનું અભિમાન, રાણી લક્ષ્મીબાઈ કે મીરાંબાઈ કે ઝીઝા બાઈ માં પણ ક્યાંય જોયું કોઈ જાતનું અભિમાન?

આજની નાર ન જાણે કંઈ વાત પર હરખાય..કંઈ વાત પર ન ફુલી સમાય..એવા તે ક્યાં કરે કામ કે મન હરખાય..?? કરો એવા સતના ધર્મના કામ કે આત્મ હરખાય..


તોરલ દે કહી ગયા...આયો છે અનુભવી અવતાર જાવું ધણી ને દરબાર..આવોને જેશલ રાય આપણ પ્રેમ થકી મળીએ હોજી નુરા સંત હોય ત્યાં જઈ ભળીએ હોજી..
ગુરુ ના ગુણનો નહીં પાર ..બેડલી ઉતારે ભવ પાર..ચાર જુની રાણી તોરલ ગાય..