વિષ રમત નો પ્રવાહ આગળ વધારવા માટે હું સમય નહતો કાઢી શકતો કારણ કે હું બે ફિલ્મો (ગુજરાતી) અને એક વેબ સિરીઝ લખવા માં વ્યસ્ત હતો .. જેના વિષે હું ટૂંક સમય માં માહિતી આપીશ .. વિષ રમત ને એક નાજુક મોડ પે છોડવી એ મારી આર્થિક મજબૂરી હતી .. પણ હવે હું તમને એક પ્રોમિસ તો ચોક્કસ કરીશ કે હવે વિષ રમત પુરી કર્યા વગર બીજું કોઈ કામ નહિ કરું ... તો તમને વધારે રાહ જોવડાવ્યા વગર હું વિષ રમત નો ૧૬ મોં ભાગ પ્રસ્તુત કરું છું
દરેક ભાગ ના લગભગ ૧૫૦૦ થી પણ વધારે ડાઉનલોડ થયા છે અને હાજી પણ ડાઉનલોડિંગ ચાલુ જ છે એજ તમારા બધા નો પ્રેમ દર્શાવે છે .. અને હું હજુ પણ વધારે માં વધારે વાચકો સુધી પહોચીસ એવો મારો દ્રઢ વિશ્વાસ છે
મોબાઈલ : ૯૯૦૪૨૮૯૮૧૯.
વિશાખા અને અનિકેત મઢ આઈલેન્ડ ના એ કાફે માંથી બહાર નીકળ્યા આ વખતે અબ્દુલ એમની પાછળ ન હતો .. સૂર્ય સીંગે એને પાછો બોલાવી દીધો હતો .. વિશાખા એ અનિકેત ને હગ કર્યું અને અનિકેતે પોતા ના હોઠ વિશાખા ના કોમળ હોઠ પર જડી દીધા ..કપરા કાળ માં પણ બંને વચ્ચે બહુજ ટૂંકા સમય માં પાંગળેલો પ્રેમ અકબંધ હતો ..
" એની સમયના ચક્ર એ આપણ ને કેવા વળાંકે લાવી ને મૂકી દીધા છે " વિશાખા ના અવાજ માં માદકતા સાથે દર્દ હતું.
" જીત જાયેંગે હમ. તું અગર સંગ હૈ. ". આટલું બોલી અનિકેતે સ્માઈલ કરી .. વિશાખા એ પણ એની સામે સ્માઈલ કરી. અને બંને એ એક બીજા ના કપાળ પ્રેમ થી અથડાયા.
" ચાલો હવે રોમાન્સ બહુ થઇ ગયો .. બહુ કામ કરવાનું બાકી છે તું તારા ગેર જય ને આરામ કર ત્યાં સુધી હું વિચારું છું કે ગુડ્ડુ નામના ઉખાણાં ને કેવી રીતે ઉકેલવો.
વિશાખા ને અનિકેત થી છુટા નહતું પડવું.
" એની ચાલ ને આજે તું મારી જોડે જ રોકાઈ જાને " વિશાખા એ પ્રેમ થી કહ્યું.
" ના વિશુ જો હું તારી જોડે રોકાઇશ ને તો આપણે જે કામ કરવાનું છે ને એમાં આગળ નહિ વધી શકાય ". અનિકેતે થોડા જોશ ભર્યા અવાજે કહ્યું
"" ઇટ'સ રાઈટ " વિશાખા એ કે મને કહ્યું. " ઓકે બાય " કહી ને એ ઝડપથી ગાડી માં બેસી ગઈ અને અનિકેત સામે હાથ હલાવી ને ગાડી ચાલુ કરી ખૂબ જ ઝડપથી ત્યાં થી નીકળી ગઈ .. વિશાખા જયારે પણ અનિકેત થી છૂટી પડતી ત્યારે આમ જ ઝડપથી ત્યાં થી નીકળી જતી કારણ કે એ અનિકેત ને પોતાના થી એક પળ માટે પણ દૂર કરવા ન હતી ઇચ્છતી અને એ અનિકેત થી નજીક રહે એવી પરિસ્થિતિ પણ ન હતી એતો આપણે જયારે કોઈ ને દિલો જાન થી પ્રેમ કરીયે ત્યારે જ સમજી શકીયે કે આપણે જેને પ્રેમ કરીયે છીએ એને એક વાર મળીયે ત્યાર બાદ છુટા પડવું કેટલું મુશ્કેલ હોય છે .. બીજી બાજુ અનિકેત ની પણ પરિસ્થિતિ એવી જ હતી .. પણ અત્યારે પ્રેક્ટિકલ થઇ ને વિચાર્યા વગર છૂટકો જ નહતો તેને એક સિગારેટ સળગાવી અને ઊંડો કશ લીધો ..
************.
વિનોદ અગ્રવાલ ને ત્યાંથી રણજિત , હરિ શર્મા અને બે હવાલ દર ગાડી લઈને નીકળ્યા
" તને શું લાગે છે હરિ ? ". રણજિતે સિગારેટ સળગાવતા પૂછ્યું.
" બહુ વિચિત્ર વાત છે સર .. વિનોદ અગ્રવાલ ના મૃત્યુ પછી પણ આ મોબાઈલ ચાલુ રહે છે .. અને ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થયું એના આગલા દિવસે ગુડ્ડુ શાસ્ત્રી આ જ ફોન ઓર વાત કરે છે .. અને એના ખૂન થયા પછી આ ફોન સ્વીટ્ચ ઑફ થઇ જાય છે .. અને ઉપરથી ..મિસિસ મોનીશા અગ્રવાલ કહે છે કે મને આ ફોન વિષે કાશી ખબર જ નથી ". હરિ શર્મા શ્વાસ લેવા રોકાયો રણજિત નું મગજ અને જીપ બંને ફૂલ સ્પીડે દોડતા હતા
" એક કામ કર હરિ આ મોબાઈલ નું લાસ્ટ લોકેશન , મોબાઈલ કેટલા વાગે બંધ થયો અને સિમ કાર્ડ કાયા સ્ટોર માંથી ખરીદવામાં આવ્યું હતું એ તાપસ કર ". રણજિતે હુકમ કર્યો. પોલીસ જીપ પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડ માં પ્રવેશી