The Author yeash shah Follow Current Read નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 4 By yeash shah Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books Hate to Love - 3 Hate to love - 3 New delhi , India We read that When Aphara... King of Devas - 3 Brahma's ancient brows furrowed slightly, revealing his conc... Trembling Shadows - 20 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Was it GHOST? Was it GHOST?A torch has enough light to make them reach to... HAPPINESS - 106 Dilbar He is a fool who does not understand the gestures of... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by yeash shah in Gujarati Women Focused Total Episodes : 10 Share નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 4 1.5k 2.7k સેક્સ વિષયક વાર્તા ,લેખો ,પ્રશ્નોત્તરી અને ભ્રમ ના ઉકેલ બાદ.. એવો વિષય પ્રિય વાંચકો તરફ લાવી રહ્યો છું, જેના પર શિક્ષિત થવું દરેક માટે જરૂરી છે. આ વિષય છે સેક્સ અને એકલતા.. ઘણા ઓછા પ્રમાણમાં વાત થાય છે. તો ચાલો આ વિષય પર મુક્ત મને ચર્ચા કરીએ.. (#) જો પાર્ટનર મૃત્યુ પામ્યો હોય તો.. : ઘણા સિનિયર સીટીઝન પોતાના પ્રેમાળ સાથી ને ગુમાવ્યા બાદ ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવે છે.. એક ઉંમર પછી સાથી ની ભાવનાત્મક રીતે વધુ જરૂર પડે છે એ તો બધા જ જાણે છે.. પણ શરીર ની જરૂરિયાત સાવ ઘટતી નથી. એવે સમયે વડીલો ભાવનાત્મક તેમ જ શારીરિક રીતે થતા આવેગો ને સહન કર્યા કરે છે.. પોતાના પ્રેમાળ પાર્ટનર ની સ્મૃતિ ,તેમનો સ્પર્શ તેમને યાદ આવ્યા કરે છે.. આવા સમયે એ પોતાના અનુભવ અને થોડીક બળજબરીથી પોતાને વશ તો કરી લે છે પણ એકાંત મળતા રડી લે છે.. તો આવા સમયે શું કરવું? ($)આ તમને મદદ કરશે. ************** (1) - શારીરિક આવેગો ને સાવ નકારી શકાય નહિ. માટે હસ્તમૈથુન સૌથી સરળ વિકલ્પ છે.. એક ઉંમર પછી કામેચ્છા શાંત કરવા માટે ઘણા યુગલો પણ આ જ રસ્તો પસંદ કરે છે. (2) જો તમે રિટાયર્ડ હોવ તો વિવિધ પ્રવૃત્તિઓ માં રસ લઈ શકો છો. લાઈબ્રેરી,લાફટર કલબ ,મોર્નિંગ વોક કલબ ચેસ કલબ વગેરે જોઈન કરી સમય પસાર કરી શકો છો. (3) જો તમે ઘરમાં જ રહી શકતા હોવ તો વાંચન,લેખન અને નવા નવા વિષયો વિશે જાણકારી મેળવવા મોબાઈલ અને ઈન્ટરનેટ નો ઉપયોગ પણ કરી શકો. (4) જ્યાં સુધી હાથ ,પગ ચાલે અને એ પછી પણ નવું નવું શીખતાં રહેવાથી ,એકલા ફરવા જવાથી,ફિલ્મો જોવાથી તમે આરામથી સમય પસાર કરી શકો છો. (5) મોટી ઉંમરે નવા વ્યક્તિઓ સાથે મિત્રતા કરી સુખ દુઃખ વહેંચી શકો છો. જ્ઞાતિ, મંડળ,મંદિર ટ્રસ્ટ વગેરે ની પ્રવૃતિઓ માં રસ લઈ શકો છો. નાની મોટી ધાર્મિક યાત્રાઓ અને જાણકારી વધારે તેવા સ્થળોનો પ્રવાસ પણ કરી શકો છો. કોઈ વિશેષ આવડત હોય તો તેને ઓનલાઈન શીખવાડી પણ શકો છો. (6) મનોભાવ ના કષ્ટ ને સહન કરવા કાઉન્સેલિંગ અને થેરપી નો આશ્રય લઈ શકો છો.. એકલા પણ જીવન માં રંગો પુરી શકાય છે.. બાળપણ માં એકલા જ ચિત્ર બનાવી એમાં રંગ પુરી શકતા હતા તેમ. (#) માનસિક રોગ અને સેક્સ ********************* પહેલા તો એ સમજી લેવું જરૂરી છે કે માનસિક તકલીફો થી પીડિત વ્યક્તિઓ ને પણ સેક્સ ની ઈચ્છા થઈ શકે છે.. ઘણા કિસ્સાઓ માં સામાન્ય વ્યક્તિઓ થી વધુ ઈચ્છાઓ હોઇ શકે છે .. સેક્સ દરેક સાથે સમાન રૂપથી જોડાયેલ છે. આપણે જેને મોંગલ ચાઈલ્ડ અથવા સ્પેશિયલ બાળકો કહીએ છીએ એમને પણ નૈસર્ગિક કામેચ્છા થવી સ્વાભાવિક છે. આવા સમયે તેમના મૂડ માં પરિવર્તન આવવું, બેચેની લાગવી એવા અનુભવ થઈ શકે છે.. કોઈ પણ પ્રકારના માનસિક રોગથી પીડિત દર્દી ઓ ને પ્રેમ, સહાય અને હૂંફ ની સૌથી વધારે આવશ્યકતા હોય છે.. ($)આ તમને મદદ કરશે ************** (1) માનસિક રોગ અથવા કોઈ પણ પ્રકારની માનસિક તકલીફો થી પીડિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને થેરાપી ની સુવિધા હોય છે. સાયકોલોજીસ્ટ અને સાઈકાટ્રીસ્ટ તરીકે ઓળખાતા આ ડોકટરો તમારી મદદ કરી શકશે. (2) ડોકટર અથવા થેરાપીસ્ટ દ્વારા તેમને સમજાય એવી ભાષા માં સેક્સ એડયુકેશન આપી શકે છે. તેમને ગુડ ટચ, બેડ ટચ ,શારીરિક અને જાતીય સુરક્ષા નું જ્ઞાન આપવું જરૂરી છે. જે ઘણા લોકો સમજે છે.. સ્પેશિયલ મહિલાઓ ને પિરિયડસ ,મૂડસ્વિંગ વગેરે નું જ્ઞાન આપવું આવશક્યક છે. (3) વિવાહ કરાવવાથી માનસિક બીમારી ઠીક થતી નથી. જો માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો કોઈને પણ લાઈફ ટાઈમ નું કમિટમેન્ટ આપવું ટાળવું.. અને જો ડોકટર એવું કહે કે આ વ્યક્તિ વિવાહ જેવી જવાબદારી ઉપાડી શક્શે તો જ વિવાહ કરાવવા. (4) મોટા ભાગે માનસિક રોગ થી પીડિત વ્યક્તિઓ માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે એમને લાઈફ પાર્ટનર વગર જીવવાનું છે.. એટલે એ માટે મન ને મજબૂત બનાવવું અને મન ને તૈયાર કરવું આવશ્યક છે. આ પરિપેક્ષયમાં દરેક કિસ્સાઓ અલગ અલગ હોઇ શકે. પરિવાર ની હૂંફ, સહાય,પ્રેમ,રેગ્યુલર દવા, કાઉન્સેલિંગ, થેરાપી વગેરે ખૂબ મદદ કરી શકે છે. સ્કીઝોફેનિયા ,મેનિયા અથવા બાયપોલર ડિસઓર્ડર ના લક્ષણો ધરાવતા અપરણિત યુવાનો ને પણ આ જ વાત લાગુ પડે છે.. હા રોગના લક્ષણો કાબુ માં આવતા.. ડોક્ટરની સલાહ પ્રમાણે આ લોકો સામાન્ય જીવન જીવી શકે છે અને નોર્મલ સેક્સ લાઈફ ઇન્જોય કરી શકે છે. (#) વારંવાર રિલેશનશિપમાં તકલીફો નડે તો ************************* ઘણા યુવાનો અને યુવતીઓ ટૂંક સમય માટે રિલેશનશિપમાં જોડાય છે ... બે થી ત્રણ વાર રિલેશનશિપમાં સમસ્યા થવાથી છેલ્લે એકલા રહેવાનું નક્કી કરે છે. સિંગલ મધર અને ફાધર પણ ઘણી વાર બીજા વિવાહ કરવાનું અથવા બીજા કોઈ ને કમિટમેન્ટ આપવાનું ટાળે છે. આવા યુવાનો અને યુવતીઓ નો ઘણો મોટો વર્ગ છે.. આવા લોકો માટે પોતાની લાગણીઓ અને આવેગો ને સમજવું અને પોતાની સેક્સલાઈફ ને મેનેજ કરવી જરૂરી થઈ જાય છે. ($)આ તમને મદદ કરશે ************* * તમે એકલા રહેવાનો નિર્ણય કર્યો એ ઘણો સાહસ ભર્યો નિર્ણય છે પણ આવે વખતે તમારે જો બાળક હોય તો એના પ્રત્યે તમારી જવાબદારી વધી જાય છે. તમારે પોતાની સાથે સાથે બાળક નું પણ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.. કારકિર્દી ના મહત્વના વર્ષો માં ઘણા સિંગલ મધર કે ફાધર બાળક ને બીજાના ભરોસે કે એકલું મૂકી ને નોકરી ,ધંધે જતા રહે છે , આવા સમયે બાળક નું મન અને તેનો સ્વભાવ બન્ને તકલીફ માં મુકાય છે. તો યોગ્ય ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી. * પોતાની સેકસ લાઈફ અને ભાવનાઓ વિશે પણ મન ખોલીને ડોક્ટર અથવા કોઈ વિશ્વસનીય મિત્ર સાથે વાત કરવી. અને એકલા બાળક ને ઉંછેરતા હોવ , અથવા પરિવારથી દુર એકલા રહેતા હોવ તો કોઈક એવો મિત્ર કે સગા સંબધી જરૂર રાખવો જે અડધી રાત્રે પણ તમને મદદ કરી શકે. જો આવું કોઈ જ ન હોય તો નજીક ના પોલીસ સ્ટેશન માં જરૂર આ વાતની બાતમી આપવી જેથી તમને તત્કાળ મદદ મળી શકે. * એકલા રહેતા યુવક ,યુવતીઓ ને જ્યાં સ્વતંત્રતા અને કારકિર્દી બનાવવાનો ખુલ્લો માર્ગ મળે છે.. ત્યાં બીજી બાજુ એકલતા ની પીડા અને ભાવનાત્મક મૂંઝવણ પણ નડે છે.. જો પરિવાર સાથે ના સંબંધો પણ સારા ન હોય તો વધુ મુશ્કેલી થાય છે. આવા સંજોગોમાં એક ડાયરી રાખવા ની આદત પાડો. પોતાના વિચારો અને લાગણીઓ ને અક્ષર:સહ નોંધતા રહો. ઇત્તર પ્રવૃત્તિ જેમ કે વૃક્ષો વાવવા , નાના કૂતરા અથવા બિલાડી પાળવા, યોગાસન,ધ્યાન, ડાન્સ ,જિમ, જ્યોતિષ,અંકશાસ્ત્ર વગેરે શીખવા અને કરવા અને ખુશ રહેવા પ્રયત્ન કરવો. અને આવી સ્થિતિમાં પોતાના શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય ની કાળજી લેવી તમારી પ્રાથમિકતા છે. * સિંગલ ડેટિંગ સાઇટ્સ પર પણ જઈ શકો છો... પણ ત્યાં યોગ્ય વ્યક્તિ મળશે જ એવી કોઈ ખાતરી નથી. સેલ્ફ પ્લેઝર માટે સમય ફાળવી શકો છો. કાઉન્સેલિંગ, થેરાપી અને લાઈફ કોચિંગ મેળવી ને પોતાનું દુઃખ હળવું કરી શકો છો. (#) જો લગ્ન કરવા જ ન હોય અથવા કોઈ કારણોસર થયા ન હોય તો? ************************************ જરૂરી નથી કે દરેક યોગ્ય વ્યક્તિના વિવાહ થાય જ અથવા કોઈ પણ કારણસર આજીવન કોઈ પાર્ટનર ન મળે અને જોઈએ એવા કોઈ ની સાથે પ્રેમ ભાવનાત્મક સંબધ ન બંધાય તો ઘણા લોકો બહારથી સ્વસ્થ અને અંદરથી ભાંગી પડેલ હોય છે.. ઘણા ઉદાહરણ મળી શકે. (1) માનસિક રીતે બીમાર ભાઈ ની જવાબદારી પોતાના માથે હોવાથી અવિકા જેવી દેખાવડી ,સુંદર અને ભણી ગણેલી સમજદાર છોકરી ને કોઈ છોકરો હા પાડતો નથી. (2) મયંક ભાઈ ખૂબ સારો ધંધો કરે છે પણ યુવાની માં પૈસા પાછળ અને ઠરીઠામ થવા પાછળ સમય જતો રહ્યો અને સારા - ખોટા માં લગ્ન કરી શક્યા નહી. પ્રેમિકા પણ વધુ સમય રાહ જોઈ શકી નહીં. હવે મોટી ઉંમરે પરણવું છે.. પણ કોઈ મળતું નથી... (3) માલવ એક ખૂબ જ મહત્વકાંક્ષી છોકરો છે.. એને કારકિર્દી ઘડવા ની હોશ છે.. એ વિવાહ કે કોઈ પણ પ્રેમસંબંધની ભાંગજડ માં પડવા માંગતો નથી. આવા તો ઘણા ઉદાહરણ છે.. પણ જ્યાં શરીર છે, ત્યાં ઇચ્છાઓ ,ભાવનાઓ અને વાસનાઓ તો રહેવાની જ. ($) આ તમને મદદ કરશે **************** * સૌપ્રથમ તો આવા સંજોગોમાં પોતાની જાત, પોતાના તેમ જ અન્ય વ્યક્તિ અથવા નસીબને દોષ આપવાનું છોડી,પોતાની પરીસ્થિતિનો સ્વીકાર કરો. મન થી દૃઢ બનો. હા, યોગ્ય પાત્ર મળે એ માટે પ્રયત્ન કરતા રહો.. પણ મન ને યોગ્ય રીતે કેળવો. * જીવન માં ઉપયોગી શોખ અને આવડતો વધારો .. નાની મોટી જગ્યાઓ એ ફરવા જાવ અને નવા લોકો સાથે મિત્રતા કેળવો. * પાછલી જિંદગી માં સ્વાસ્થ્ય લક્ષી તકલીફો ઓછી થાય એ માટે પોતાના સ્વાસ્થય અને આદતોની કાળજી રાખો. * પોતાના ધન અને કમાવવાના સાધનો નું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરો.ઇન્સ્યોરન્સ અને મેડિકલેમ નું પ્લાનિંગ કરો. * સેલ્ફ પ્લેઝર માટે સમય ફાળવજો.. જરૂર પડે કલબ મેમ્બરશીપ, લાઈબ્રેરી અથવા ટ્રસ્ટ ની મેમ્બરશીપ લેજો જેથી ખાલી સમય પ્રવુતિ માં વીતે. * પોતાની કારકિર્દી નો વિકાસ કરવાની તક પણ ઝડપી લેશો. ‹ Previous Chapterનારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 3 › Next Chapter નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 5 Download Our App