મેં તને કહ્યું હત્તું ને કે આ મને હેરાન કરશે,અમારા
લગ્ન નહી થવા દે, અને એવુજ થયું.એની પાસે અમારા ફોટોસ છે.રવિ રોવા જેવો થઇ ને બોલ્યો.
એકંઈ નહિ કરે તું ચિંતા ના કર.પણ તું ક્યાં ફોટોસ ની વાત કરે છે?પ્રતીકે પૂછ્યું.
રવિ એ છેલ્લા ત્રણ કલાક માં બનેલી ઘટના ની તમામ વાત કરી.તું પ્લીઝ
મને બચાવી લે.એ પ્રિયાને ફોટોસ બતાવી દેશે તો એ મારી સાથે લગ્ન નહિ કરે.તું કઈ પણ
કર પણ તેની પાસે થી એ ફોટોસ ડીલીટ કરાવ.
તું ચિંતા ના કર ચલ પેલા જમી લઈએ. એને તું મારા પર છોડી દે, અને તું
ફોન કેમ નથી ઉપાડતો મેં તને કેટલા ફોન કર્યા છે.પ્રતીકે કહ્યું
આજે તબિયત સારી ન હતી એટલે ફોન સાઈલન્ટ કરીને સુઈ ગયો હતો.અરે યાર
પ્રિયા ના પણ કેટલા બધા મિસ કોલ્સ છે.હું પહેલા પ્રિયાને ફોન કરી લઉં.
હા કરી લે પણ નોર્મલ થઇ ને વાત કરજે
જાણે કઈ થયું જ ના હોય એ રીતે .પ્રતિકે કહ્યું.
પ્રિયાને કાવ્યા વાળી વાત કરી દઉં ?રવિએ નિર્દોષ ભાવ થી પૂછ્યું.
ના કરાય અત્યારે ગાંડો થઇ ગયો છું?તું બધું બગાડીશ,પ્રતિક અચાનક
ઉકળાટ થી બોલ્યો અને પ્રતિકનું આ રીતે બોલવું રવિને સમજાણું નહિ અને તે એકી ટશે
પ્રતિકની સામે જોઈ રહ્યો.
મારો એમ મતલબ છે કે એ બિચારી ટેન્સન માં આવશે અને બધું બગડશે.પ્રતિકે
માહોલ સમજી વાતને સંભાળી.
તું નીચે પહોંચ હું પાંચ મિનીટમાં
પ્રિયા સાથે વાત કરીને આવ્યો.
પ્રતિક નીચે જઈ ને કોઈ સાથે વાત કરે
છે,”આજનું કામ ખુબ સરસ રહ્યું,આમ ને આમ મારું કામ કરતા રહેવાનું છે.”
સામે થી રવિને આવતો જોતા પ્રતિકે ફોન
કાપી નાખ્યો.
થઇ ગઈ વાત પ્રિયા સાથે ?કંઈ બબડ્યો
નથી ને?
હા થઇ ગઈ.ઠીક બે મહિના પછી લગ્નનું
મૂહર્ત આવ્યું છે.કેમ કરી બધું પાર પડશે યાર?કાવ્યા શું કરશે ?આપડે પ્રગ્નેશને વાત
કરવી છે?રવિએ પૂછ્યું.
ના ના પ્રગ્નેશને વાત કરીને શું ફાયદો
એ પણ બિચારો કાવ્યાથી કંટાળ્યો છે. હું કંઈક રસ્તો કાઢું છું.તું લગ્ન ની તૈયારી ચાલુ
કરી દે,પ્રિયા આવે એટલે ખરીદી શરુ કરી દે.અને અત્યારે ચાલ જમવા બહુજ ભૂખ લાગી છે.
*******
રાત્રે ફરી પ્રિયાનો મેસેજ પ્રતિકના
ફોન માં આવ્યો, “બે મહિના પછી અમારા લગ્નની તારીખ આવી છે,ગઈ કાલે રાત્રે પણ તને
મેસેજ કર્યો હતો,આજે પણ કહું છું,થેંક યું.આ વખતે પ્રિયાએ થેંક યું પાછળ ડીયર
લગાવ્યું.”
હું બસ મારી ફરજ નિભાવું છું,બને તો
હવે મને મેસજ ના કરતી.પ્રતિકે પ્રિયાના મેસેજનો જવાબ આપ્યો.
બે મહિના,આવનારા બે મહિનામાં પ્રતિકના
એ સપનાઓ ચુર ચુર થઇ જશે જે સપનાઓ તેને પ્રિયા સાથે જોયા હતા.પોતાની પ્રેમિકા ને પોતાના જ ભાઈ જેવો ભાઈબંધ લગ્ન
કરતો હોય ત્યારે પરિસ્થિતિ કોઈ વિશ્વ યુદ્ધ ની પરિસ્થિતિ કરતા ઓછી ગંભીર ના હોય,પણ
આ યુદ્ધ તો મહાભારત ના યુદ્ધ જેવું છે સામે આપણા પોતાનાજ છે.
બીજા દિવસે સવારે રવિ હજી સુતોજ હતો
અને પ્રતિક તેને કહ્યા વગર ઘરે થી નીકળી ગયો અને ઇસ્કોન પાસે જઈ ચા અને સિગરેટ
પીવા લાગ્યો.આજે તેને ઉપરા ઉપરી ત્રણ સિગરેટ પીધી અને ખુબજ ઊંડા વિચારમાં હતો.
“ભાઈ બંધ તારું બુલેટ આપી જાને.ઇસ્કોન
પાસે ઉભો છું.”પ્રતિક કોઈને ફોન કરીને કહે છે.થોડી જ વારમાં એ વ્યક્તિ પોતાનું
બુલેટ લઇ આવે છે.
શું દોસ્તાર ઘણા સમયે યાદ કર્યો.આવો
હવે આપણી રાતની મહેફિલ માં બે દિવસ પછી આપણા ગ્રુપનું પરફોર્મન્સ છે અને મેં તારું
નામ પણ લખાવી નાખ્યું છે.એ વ્યક્તિ કોઈ
કવિ કે લેખક હોય તેવું તેની વાત પરથી લાગ્યું.
ભલે હું ચોક્કસ આવીશ અને આ બુલેટ હમણાં
થોડા દિવસો હું મારી પાસે રાખું છું.પ્રતિકે તે વ્યક્તિને જવાબ આપ્યો.
એ વ્યક્તિના ગયા પછી પ્રતિકે ફરી કોઈને
ફોન લગાડ્યો અને પોતાના શાયરના અંદાજ માં કહ્યું, “તમને મળવાનું મન થાય છે,શું
પરવાનગી આપશો ?થોડા સુંદર પળો તમારી સાથે વિતાવાનું મન થાય છે,શું અમને એ મૌકો
આપશો?””
તે મને શું કામ ફોન કર્યો ??બાય ધ વે આ
કવિતા ક્યાંથી ઉઠાવી ?સામે વાળી વ્યક્તિ .....કાવ્યા હતી.
મળવું છે તને .પ્રતિકે કહ્યું.
જો તારે રવિની વકીલાત કરવી હોય તો હું
તને મળવા નથી માંગતી.કાવ્યાના જવાબમાં અકળામણ હતી.
વાત તારા ફાયદાની છે,તું વિચારી લે.પ્રતિકે
જવાબ આપ્યો
મારા ફાયદાની વાત...... તો તો વિચારવું
પડે .....પાંચ સેકન્ડજ વિચારી કાવ્યા બોલી ક્યાં આવવાનું છે મારે ???
તારે ક્યાંય નથી આવવાનું હું તને લેવા
આવું છું. તું તૈયાર રહેજે ૧૫ મિનીટ માં તારા ઘરે પહોંચ્યો.
પ્રતિક જાણતો હતો કે કાવ્યા ખુબજ સ્વાર્થી છોકરી છે.તે પોતાના ફાયદા માટે કઈ પણ
કરી શકે છે.એક સમય હતો જયારે આખું ગ્રુપ સાથે રહેતું,પ્રતિક રવિને હંમેશા કહેતો કે
કાવ્યા તારા માટે બરાબર વ્યક્તિ નથી.અને થયું એવુજ રવિની ખરાબ પરિસ્થિતિમાં તે
રવિને છોડી ને ચાલી ગઈ.
ઇસ્કોન થી સોઉથ બોપલ નો રસ્તો પ્રતિકના
મનના ઊંડા અને જુના વિચારોમાં કપાઈ ગયો.
“હું નીચે આવી ગયો છું “,પ્રતિકે
કાવ્યને ફોન કરીને કહ્યું.
થોડી વારમાં કાવ્યા નીચે આવી,તેને ઘાટા વાદળી રંગનું અને સફેદ ટપકી વાળું ઘૂંટણ
સમું ડીપ નેકનું ફ્રોક પહેર્યું હતું અને હાથમાં મોંઘો દાટ ફોન.બે ઘડી તો પ્રતિક
કાવ્યને જોતો રહ્યો આખરે તો એ પુરુષની જાત.
શું જોવે છે આમ મારી સામે?કાવ્યાએ
પૂછ્યું
“તેરે હુસ્નમેં ખો જાને કો જી ચાહતા હૈ
”
બસ બસ હવે ખોટી શાયરીઓ ના માર અને મને
કહે કે શું કારણ તારું મને મળવાનું.?કાવ્યાએ પૂછ્યું.
પહેલા તું
બાઈક પર બેસતો ખરી પછી શાંતિ થી વાતો કરી.પ્રતિકે કાવ્યાને કહ્યું
અને કાવ્યા તેની પાછળ બાઈક પર બેસી ગઈ.
“વાઉ !શું જોડી લાગે છે આપણા બંનેની એક
સેલ્ફી તો બનતી હૈ,એમ કહીને પ્રતિકે કાવ્યા સાથે તેના ફોટોસ પાડ્યા. પ્રતિક બુલેટ
ખુબ ગતિથી ચલાવતો એટલે કાવ્યા તેના ખભા પર હાથ રાખીને બેઠી હતી.
જો તને બીક લાગતી હોય તો તું મારી કમર
પર પણ હાથ રાખી શકે છે.
પ્રતિક ડોન્ટ ક્રોસ યોર લીમીટસ અને તું
મને ક્યાં લઇ જાય છે?આ વખતે કાવ્યા થોડી ચિડાઈને બોલી.
આપણે પલાડીયમ મોલમાં જઈએ છીએ.પ્રતિકનું
એટલું કહેતાજ તે બોલી વોઉં પલાડીયમ મોલ ! મજા આવશે.
પ્રતિકને પોતાનું તીર નિશાને લાગતું
દેખાયું.પલાડીયમ મોલ ના બેઝમેન્ટ પાર્કિંગમાં બાઈક પાર્ક કરી બંને મોલ માં દાખલ
થયા અને પ્રતિકે કહ્યું,hey
beautiful, can I hold your hand ??
ચહેરાના થોડા ખચકાટ સાથે કાવ્યાએ તેનો
હાથ પ્રતિકને પકડવા આપ્યો.બંને લોકો થોડી વાર
મોલમાં ફર્યા પછી પ્રતિક કાવ્યાને અતિમોંઘા કપડાના શોરૂમમાં લઇ ગયો.
અહીં કેમ આવ્યા છીએ આપણે?,તારે કંઈ વાત
કરવી હતીને?કાવ્યાએ આશ્ચર્ય થી પૂછ્યું
જયારે આપણે ખુબજ સારા ફ્રેન્ડ્સ હતા
ત્યારે મેં તને કંઈ આપ્યું નથી આજે મને તને કંઈક ગીફ્ટ દેવાનું મન થાય છે એટલે અહી
લાવ્યો છું અહીંથી તને જે પણ ગમે એ તું લઇ શકે છે.
ઓહો વાઉં! શું વાત છે પ્રતિક એમ કહીને
કાવ્યાએ પ્રતિકને હગ કર્યું.અને થેન્ક્સ કહ્યું.
Now showroom is yours કહીને પ્રતિકે શોપિંગ કરવાનો ઈશારો કર્યો.
કાવ્યાએ વારાફરથી ઘણા બધા ડ્રેસ,શોર્ટ્સ અને ટોપ ટ્રાય
કાર્ય અને પ્રતિક જાણે તેનો બોય ફ્રેન્ડ હોય તેમ ટ્રાયલ રૂમ પાસે ઉભો રહી તેના
વખાણ કરતો અને તેને ફોટોસ પાડી દેતો અને પોતના ફોનમાં પણ તે બંને ની સેલ્ફી
લેતો.એકાદ કલાક પછી તે બંને બહાર આવ્યા કાવ્યા અને પ્રતિકના હાથમાં બે – બે શોપિંગ
બેગ્સ હતી.
કોફી ચાલશે પ્રતિકે
કહ્યું.
હા ડેલેગોના
કહી કાવ્યા હસી.બંને કોફી કેફેમાં ગયા.પ્રતિકે એક જેન્ટલમેન માફિક કાવ્યની ખુરશી
ખેંચી તેને પહેલા બેસાડી.
ઓહો
થેંક્યું.બાય ધ વે શોપિંગ માટે પણ થેન્ક્સ.રવિએ પણ ક્યારેય મને આટલી બધી શોપિંગ એક
સાથે નથી કરાવી.આખરે વાત શું છે ?કાવ્યાએ પૂછ્યું.
મેં તને
કહ્યું હતું ને કે તારા ફાયદાની વાત છે, થયોને તારો ફાયદો.પ્રતિકે જવાબ આપ્યો.
પણ મેં
સાંભળ્યું છે કે તું જોબ પર નથી જતો અને આટલા બધા રૂપિયા ??કાવ્યાએ પૂછ્યું.
મેડમ,મારી ઘણી
બધી બુક્સ પબ્લીશ થઇ છે એના રૂપિયા આવે છે અને ટૂંક સમય માં મારી બીજી ત્રણ બુક્સ
પબ્લીશ થવા જઈ રહી છે અને મારી કવિતાના
કાર્યક્રમની ફી જ આટલી શોપિંગ માટે પુરતી છે એટલે તું એન્જોય કર.
ઓહો શું વાત
છે લેખક સાહેબ.કાવ્યાએ અંખ મારતા કહ્યું.
સાલી હરામી
પૈસાની ભૂખી, પ્રતિક મનમાં બોલ્યો.
હું તારી જોડે
અહી એક ગંભીર મુદ્દે વાત કરવા આવ્યો છું.પ્રતિકે થોડું સીરીયસ થઇ ને કહ્યું.
જો તું મારા અને રવિ ની વાત માટે મને સમજાવા આ બધું
કરતો હોય તો રહેવા દેજે હું એ બંને ના લગ્ન તો નહિજ થવા દઉ.સાચું કહેજે તને રવિએ
મોકલ્યો છે ને મને સમજાવવા માટે.કાવ્યા ગુસ્સે થઈને બોલી.
અરે ના રે માં
હું કેમ તને સમજાવું?પણ તને રવિ પહેલેથી જ ગમતો હતો તો એની સાથે બ્રેક-અપ કેમ
કર્યુ?અને હવે ફરીથી એની પાસે આવું છે.?અને
તું ગુસ્સે થાય છે ત્યારે વધારે સુંદર લાગે છે,પ્રતિકે થોડો માહોલ ઠંડો કરવા
કહ્યું.
રવિને મારા
કરતા તેની કંપની માં રસ વધારે હતો,મને ક્યારેય આવી શોપિંગ નથી કરાવી કે નથી
ફરાવી.ક્યારેય મારી પાછળ ખર્ચા ના કરતો.કાવ્યએ જવાબ આપ્યો.
તો હવે કેમ તો
એના જીવન માં પાછી છે?
હવે એ આવડી
મોટી કંપનીનો માલિક છે લાખો કમાય છે.મારા બધા શોખ પુરા કરી શકશે.કાવ્યાએ બિન્દાસ
જવાબ આપ્યો.
એ તને સાચો
પ્રેમ કરતો કાવ્યા અને તું રવિને તેના ખરાબ સમય માં છોડીને જતી રહી.તું માને છે કે
એ તારી પાસે પાછો આવશે?
પાછો આવે કે
ના આવે પણ હું તેના લગ્ન થવા નહિ દઉ.તેને કાવ્યા ને છોડી હતી એ તેની ભૂલ
હતી.કાવ્યા અભિમાન સાથે બોલી.
અને તું તેના
લગ્ન કંઈ રીતે અટકાવીશ?પ્રતિકે પૂછ્યું
કાલે રાતે હું
તેના ઘરે ગઈ હતી અને એ સુતો હતો મેં થોડા મારા ને તેના ઈન્ટીમેન્ટ થયા હોય એવા
ફોટોસ પાડ્યા હતા અને એ ફોટોસ હું તેની સો કોલ્ડ ફ્યુચર વાઈફ પ્રિયાને બતાવીશ અને
કહીશ રવિ હજી પણ મારો જ છે.એટલે શું એ રવિ સાથે લગ્ન કરવા તૈયાર થશે?કોઈ પણ છોકરી એ
સહનના કરી શકે.કાવ્યા એ પોતાનો પ્લાન કહ્યો.
એ ફોટોસ મને
દેખાડીશ?
ઓહો પ્લીઝ તું
રહેવા દે હું તને કેમ એ ફોટોસ દેખાડું ?
અરે તું મારા
પર વિશ્વાસ મૂકી શકે છે.પ્રતિકે કહ્યું
વિશ્વાસ અને
તારા પર અને એ પણ રવિની વાતમાં ?કાવ્યા એ વળતો પ્રહાર કર્યો.
દેખાડવા હોય તો દેખાડ મારી પાસે હજી પણ ઘણી તારા ફાયદાની વાતો છે.
ફાયદાની
વાત આવતાજ કાવ્યનું મન બદલાયું.તું કોઈને
કહીશ નહિ તો તારા પર વિશ્વાસ કરું એમ કહીને કાવ્યાએ પ્રતિકને તેના અને રવિના ફોટોસ
દેખાડ્યા. પ્રતિકે ધ્યાનથી બધા ફોટોસ જોયા અને બોલ્યો તું ખુબજ સુંદર લાગે છે બ્લુ
શોર્ટમાં. પણ આ બધા ફોટોસ વ્યર્થ છે કોઈ પણ વ્યક્તિ આ ફોટોસ જોશે તો એને લાગશે કે
તે રવિની જાણ બહાર આ ફોટોસ પાડ્યા છે કોઈ તારો વિશ્વાસ નહિ કરે, તારો પ્લાન ખરો નહિ ઉતરે.પ્રતિકે તેનું
બીજું તીર ફેક્યું.
સાચે ?એવું તો
મેં વિચાર્યુજ નથી.તો હું શું કરું હવે.?
એ ફોટોસ મને
આપી દે એને મસ્ત એડિટ કરવા પડે પછી લોકોને એમ લાગે કે ના સાચે રવિ એ એવું બધું
કર્યું છે.પ્રતિકે કહ્યું
તું મારી મદદ
શા માટે કરે તું તો રવિનો પાક્કો ભાઈબંધ છે,આટલા સમયમાં પહેલી વાર પોતાના મગજ નો
ઉપયોગ કર્યો હોય એવો પ્રશ્ન પૂછ્યો.
પહેલા સવાલ એ
છે કે તારે રવિ જોડે લગ્ન કરવા છે કે નહિ અને જો આ રીતે લગ્ન થઇ પણ જાય તો રવિ તને
હવે પહેલા જેવો પ્રેમ ના આપી શકે, એટલે તમારું લગ્ન જીવન સારું નહિ ચાલે. પણ રવિ
કરતા સારો છોકરો તને મળી શકે છે આજુ બાજુ તો જો,અને સામે તો જો....પ્રતિકે કહ્યું
લગ્નતો હું
રવિ જોડે કરીશ જ નહિ,ગઈ કાલે મેં એને ખાલી ધમકી આપી હતી કે હું તારી જોડે લગ્ન
કરીશ. પણ હું તેના લગ્ન પ્રિયા જોડે પણ
નહિ થવા દઉં.એ છોકરી ને લીધે મારા ભાઈ ભાભી પણ હવે રવિ ની સાથે છે. હું બંને બરબાદ કરવા માંગું
છું.બંને ને રડતા જોવા માંગું છું.કાવ્યા
એ પોતાના મન ની વાત કહી દીધી.
પ્રતિકને
એટલું તો સમજાય ગયું હતું કે કાવ્યા માનવાની તો નથીજ એને કોઈ બીજી રીતે જ બાટલીમાં
ઉતારવી પડશે જો હું પણ કાવ્યાનો સાથ આપું તો કદાચ પ્રિયા મને પછી મળી જાય.પ્રતિક
હજી પણ પ્રિયાને પ્રેમ કરે જ છે.
રવિને બરબાદ
કરવા આ ફોટોસ વાળો આઈડિયા નક્કામો છે,તું કહેતી હોય તો હું તારો સાથ આપી શકું છું
પ્રિયા અને રવિને રડતા જોવા માટે.પ્રતિકે કાવ્યાને ઓફ્રર આપી.
વોટ નોનસેન્સ
તું અને રવિની વિરુદ્ધ જઈશ ?હું બધું સમજુ છું આ તારી અને રવિની ચાલ છે.કાવ્યા એ
કહ્યું
તારે જે
માનવું હોય એ પણ મારે પણ રવિ સાથે બદલો લેવો છે.
શેનો બદલો?
તું મને
પહેલેથી પસંદ હતી પણ મારી જગ્યાએ રવિ આવી ગયો ત્યારથી મને એ મારી આંખમાં ખુંચે છે.
પ્રતિકે કહ્યું
હું તને પસંદ
?ખોટી વાત ના કરીશ હું બધું જાણું છું. કાવ્યા ગુસ્સે થી બોલી.
તને વિશ્વાસ
ના આવે તો રવિને પૂછી લે પણ હું આજે પણ તને ચાહું છું કાવ્યા,પણ તે મારા સામે
ક્યારેય ધ્યાન જ ના આપ્યું.એમ કહીને પ્રતિકે કાવ્યના હાથ પકડાયા અને થોડો ઈમોશનલ
થઇ ગયો.
સાચે તું મને
ચાહતો હતો ? તો અત્યાર સુધી કેમ કહ્યું નહિ.કાવ્યા એ કહ્યું
બસ ક્યારેય
હિમ્મત ના થઇ. પણ અત્યારે કહું છું,આઈ લવ યું કાવ્યા.
ઓહ સો સ્વીટ
પણ હું તને ત્યારેજ પ્રેમ કરિશ જયારે એ બંનેના લગ્ન તૂટે.કાવ્યા બોલી
તું એમના
લગ્નની ચિંતા ના કર હું છુ ને ખુબજ પ્લાનિંગ થી કામ કરવું પડશે.અત્યારે જેમ બધું
ચાલે છે અમે ચાલવા દે આપણે લગ્ન ના આગલા દીવશે લગ્ન અટકાવશું.તું ફક્ત અત્યારે એ
બધા ફોટોસ મને આપી દે હું એને એડિટ કરી રાખીશ. અને હા રવિને ફોન કરી ને માંફી માગી
લેજે.એને એમજ થવું જોઈ એ કે તું માની ગઈ
છું,તારા તરફથી કઈ તકલીફ નહિ પડે.પ્રતિકે પોતાનો પ્લાન રજુ કર્યો.
હા વાંધો નહિ
તું કેમ એમ કરિશ પણ તું ફરી તો નહિ જાને.કાવ્યા એ કહ્યું.
અરે ડીયર તને
મારા પર હજી વિશ્વાસ નથી? જો એવું હોયતો રહેવા દઈએ તું તારી રીતે તારું કામ કરી
લેજે.હું વિચારું છું કે મારી નવી બૂક નું કવર તારા ફોટાનું હોય અને પબ્લીકેશન
તરફથી મળતા બધા રૂપિયા તને આપું.પ્રતિકે તેનું છેલ્લું અસ્ત્ર ફેક્યું.
શું વાત કરે
છે સાચે?કાવ્યા ખુબજ ખુશ થતા બોલી.
હા સાચે જ,પણ શું ફાયદો તને મારા પર વિશ્વાસ ક્યાં છે,પ્રતિકે
મોઢું બનાવતા કહ્યું.
અરે એવું નથી
છેજ તારા પર વિશ્વાસ,લે હું તને બધા ફોટોસ આપું છું અને હવે મારે શું કરવાનું એ
મને કહેજે,જેમ કૂતરાને હાડકું ફેકો અને એ બધું કામ કરે અહી કાવ્યા પણ એ રીતે કરવા
લાગી.
અત્યારે તો
તારે મારી સાથે પિચ્ચર જોવા આવાનું છે અને રવિનું અને પ્રિયાનું બધું જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે આગળ હું તને કહીશ
.અને પહેલા મેં કહ્યું એમ રવિની માફી માગી લેજે.પ્રતિકે કહ્યું અને બંનેની કોફી પીતા સેલ્ફી પાડી.
પિચ્ચર જોઈ
બંને એ બપોરનું ભોજન લીધું .પ્રતિકે દરેક જગ્યાએ તેના અને કાવ્યના ફોટોસ પોતાના
ફોનમાં પાડ્યા.અને કાવ્યા રાજી થઈને ફોટોસ પડાવતી.
આપડે નીકળીએ
હું તને ડ્રોપ કરી જાઉં છું,અ વખતે કાવ્યા પ્રતિકની કમર પકડીને બુલેટમાં બેઠી હતી.
ચાલ બાય,કાલે
ક્યાં ફરવા જાઉં છે તેનો મેસેજ કરજે,પ્રતિકે કાવ્યને તેના ઘરે ડ્રોપ કરતા કહ્યું.
અને બદલા માં કાવ્યાએ તેને ગળે લાગીને બાય કહ્યું.
કાવ્યા ઘણી
ખુશ હોય એમ દેખાતી હતી.અને ખુશ કેમ ના હોય મફત ના રૂપિયા જો મળે છે.આટલી હરામી અને
ચાલુ છોકરી મેં કોઈ દિવસ જોઈ નથી પ્રતિકે પોતાની જાતને કહ્યું.
“મહેન્દ્ર
કાકા,કેમ છો પેલું વાર્તાનું એગ્રીમેન્ટ કરવાનું છે ને પણ થોડો તમારે મારો સાથ
આપવો પડશે અને ..........પ્રતિકે તેના
પબ્લીશર જોડે ઘણી લાંબી વાત કરી.
હું શું
કાવ્યનો સાથ આપી સાચું કરી રહ્યો છું? આની અસર રવિ અને પ્રિયા પર શું થશે ??મારે પણ એક વાર
પ્રિયાને એકલા મળવું છે.
ક્રમશ: